Sun 28 Nov 2010
વિચલિત
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 6:30 pm

વાસના રૂપ રસનાના પ્રલોભન

ક્ષણે ક્ષણે થાય વિચલિત મન

પહોંચી ન શકે ધારેલ ધ્યેયે મન

સંકલ્પ દૃઢ કરી દોડશે કદમ

તારુ ધ્યેય સિદ્ધ કરીશ મન

           એક્ય

ભગવાન છુપાયા યોગ માયાના પરદે

જીવ ખોવાયો જગત માયાના પરદે

બેઉ ઊઠાવે પરદો જ્યારે

જીવ બ્રહ્મ થાય એક ત્યારે

 

 

Comments (1)
Fri 26 Nov 2010
બાળ ફરિયાદ
Filed under: સ્વરચના — indirashah @ 5:31 pm

દિવાળી આવી શું શું લાવી

હવાઇ ટેટા ચકરી ફુલઝ્ડી

બાળકોના કિલકિલાટ મસ્તી

શ્રીમંત ઘેર પુજા ધનલક્ષ્મીની

બાળકો માટૅ વસ્ત્રો ઢગલા મીઠાઇ 

જુવે ના કોઇ ઝોંપડપટીમાં પીટાઇ

બાળકોની વણજાર રુવે માંગે મીઠાઇ

પ્રભુ તારી સહુ સાથે સરખી સગાઇ

તુજ બાળ કરે ફરિયાદ રોઇ રોઇ

શાને કરે પક્ષપાત,જરા પણ ના શરમાય

Comments (4)
Thu 25 Nov 2010
કૃતજ્ઞતા
Filed under: વિચાર — indirashah @ 9:21 pm

સાહિત્ય સરિતાની દશાબ્દિ,

દશ વર્ષ કેટલા જલ્દી પસાર થયા.સરિતાનો અસ્ખલિત પ્રવાહ વહેતો રહ્યો.

કોઇ પણ જાતના શુલ્ક વગર, એક પણ મહિનો ખાલી નહી,દર મહિનાના કોઇ

એક રવિવારે કે શનિવારે હ્યુસ્ટનના સાહિત્ય રસિકો મળે, કોઇ પણ જાતના સંકોચ શરમ

વગર પોત પોતાની કૃતિઓ રજુ કરે,કોઇ સભ્ય પોતાની નહી તો કોઇ સારા લેખક, કવિ કે ગઝલકારની કૃતિ

પ્રસ્તુત કરી ગમતાનો ગુલાલ સૌ હૈયે છાંટે.આમ સહજભાવે સૌ પોત પોતાના ભાવો પ્રતિભાવો વહેતા કરે.

આવુ સુંદર કાર્ય ત્યારે જ બને જ્યારે સૌ સભ્યોના હૈયે માતૃ ભાષા પ્રત્યે આદર માન હોય.

            સાહિત્ય સરિતાએ ઘણા લેખક કવિઓમાં રહેલી સુષુપ્ત લખવાની કળાને જાગૃત કરી છે .

નવોદિત લેખક કવિઓને પ્રોસ્તાહિત કર્યા છે, કરતી રહી છે અને કરતી રહેશે.

            આજે વેબ જગતમાં હ્યુસ્ટન સાહિત્ય સરિતાના ઘણા સભ્યોની વાર્તા, કવિતા, નવલકથા વગેરેએ અગ્ર સ્થાન પ્રાપ્ત કરેલ છે.

           મારી પોતાની વાત કરુ તો મને સ્વપ્ને પણ ખ્યાલ નહી કે હું ગુજરાતીમાં કાવ્ય અને વાર્તાઓ લખી શકીશ!

દાક્તરીના વ્યવસાયમાં ગુજરાતી ભાષા સાથે ઘણા સમય સુધી અબોલા રહ્યા, ગુજરાતી સાહિત્ય સરિતાના સંપર્કે , માતૃભાષાને વેગ મળ્યો,

 ફરી જાણે કક્કો બારખડી શીખવાની,લખવાની  શરુવાત થઇ. વેબસાઇટની પાટી પર કી બોર્ડ અને માઉસ રુપી પેન વડે લખતી થઇ, લખતી રહીશ.

          આજે આભાર વ્યક્ત કરવાના દિવસે , સાહિત્યસરિતાનો આભાર વ્યક્ત કરવા શબ્દો ઓછા પડે છે.

વંદન કરી મારી કૃતજ્ઞતા વ્યક્ત કરુ છુ.

અસ્તુ

Comments Off on કૃતજ્ઞતા
Wed 24 Nov 2010
ટાઢી મીઠી
Filed under: ટુંકી નવલિકા — indirashah @ 6:14 pm

રવિવારની બપોરનો ૧ વાગ્યો, ઉષા અને તેની દિકરી જમી પરવાર્યા દિકરી કીંજલ ૧૨માં ધોરણંમાં, વાંચવા બેઠી, ઉષા વામ કુક્ષી અર્થે ગુજરાત સમાચારની પુર્તી લઈ સોફા પર આડી પડી,

ત્યાં ડીંગ ડોંગ ડૉર બેલ વાગી, કીંજલે બારણુ ખોલ્યુ , સામે સીમા માસી ‘આવો માસી,કેમ છે બેટા તારા મમ્મી પપ્પા ઘેર નથી?’

મમ્મી છે પપ્પા ઓફિસના કામે મુંબઇ ગયા છે;’ ઠીક આજે તો હુ ને તારી મમ્મી નિરાંતે ટાઢી મીઠી કરીશું બોલતા અંદર આવ્યા, ઉષા તંદ્રામાથી બેઠી થતા ‘અરે સીમા તૂં ક્યાંથી ખરે બપોરે ભુલી પડી!

‘હા યાર હુ અહી સી જી રોડ આવેલ રીયાના ડ્રેસ ઓલ્ટર કરવા આપેલ હજુ તૈયાર નથી, બે કલાક પછી આવજૉ, તો થયુ લાવ  તારુ ઘર નજીક છે,તો મળતી જાવ, તો ઉષા તારી વામ કુક્ષીને  આજ રજા,’

‘મારી વામ કુક્ષી પુરી જ છે. મને બપોરે સુવાની ટૅવ જ નથી, આજે એકલી છુ એટલે આડી પડી ને આંખ મળી ત્યાં જ તારી બેલ સંભળાઇ’ બોલ શું પીસે ચા કે થંડુ’

હમણા કાંઇ નહી બેસ થૉડી વાતો કરીયે બોલી ઉષાનો હાથ પકડ્યો બન્ને સોફા પર ગોઠવાયા. બોલ શું વાત છે?

સીમાએ શરુ કર્યુ ઉષા તને ખબર છે ને મારી બેનનો દિકરો જાન્યુઆરીમાં અમેરિકાથી આવે છે, ૩૫ વર્ષનો છે ,

તારા સામેના ફ્લેટ્માં મંગુ કાકાની માર્ગી છે તે કેવી?’

‘આમ તો ઉંમરમાં સરખા ગણાય ‘

તેનો તો કશો વાંધો નહિ,’ આજ કાલ તો મોટી પણ ચલાવે છે’બાકી કંઇ કેવા જેવુ હોઇ તો કે’

અને હા જોબ છેલ્લા ૫ વર્ષથી અમેરીકન બેન્કના કોલ સેન્ટરમાં કરે છે;’

સીમા આનંદમા  બોલી તે તો ઘણુ સારુ કહેવાય બદલી મળે એટલે મારા ભાણીયાને ચિન્તા જ નહી’

હા સીમા પણ ક ટાઇમનો જોબ એટલે રાત્રે મોડી આવે’રોજ જુદા જુદા છોકરા સાથે’ બાકી તો બીજુ કાંઇ કહેવા જેવુ નથી’

‘ઉષા કંઇક સમજાય એવુ બોલ

“સીમા,શું કહુ? આમ તો રુપાળી,  બોલે ચાલે સરસ, પણ કોઇ વાર હાથમાં સિગરેટ અને બિયરની બોટલ સાથે પણ જોવા મળૅ,

બાપડી કરેય શુ રાતની નોકરી એટલે જાગતા રહેવા સિગરેટ પીવે ,અને મળસ્કે આવે તો ઉંઘ લાવવા, બોટલ પણ પીવી પડે,

બાકી તો સીમા બીજુ કંઇ કેવા જેવુ નથી અને હા કોઇ વાર થાકેલી હોય તો સુપરવાઇસર ના ફ્લેટમાં રાત ગાળી સવારના સુપરવાઇસરની ટોયોટામાં ઘેર આવે”.

સીમાએ તો સાંભળૅ રાખ્યુ પછી વાત બદલતા પુછ્યુ ‘ઉષા તારી નણંદની દિકરી પણ આ વિન્ટરમાં આવવાની હતીને ક્યારે આવે છે?’

હા નવેમ્બરના એન્ડમાં જ આવવાની છે હા ના હા ના કરતા ૩૬ વર્ષની થૈ,હવે કોણ એટલો મોટો કુવારો હોઇ કે મળે તારા જોવામાં છે કોઇ?’

હવે સીમાનો વારો ટાઢી મીઠી કરવાનો ,

‘હા છેને અમારી બાજુના બંગલાવાળૉ સનત, હાઇટ બોડી સરસ ,હેન્ડ્સમ પર્સનાલિટી,તારી ભાણૅજ સાથે બરાબર શોભે તેવો,

નોકરી પણ સરસ બેન્ક્માં,પણ હમણાથી રોજ મોડૉ આવે અને મિત્રો સાથે છાંટો પાણી પણ કરે,જુગાર પણ રમે.

શું કરે બિચારો નાની ઉંમર પોતાનુ માણસ ગુમાવ્યુ પછી બહારની દુનિયામાં જ સહારો શોધવા ભટ્કે’

સીમા પોતાનું માણસ એટ્લે!!! કાંય સમજાય તેવુ બોલ ,તેના બા બાપુજી તો હમણા જ  મૅ મંદિરમાં  જોયેલ.સાથે એક નાની બેબી પણ હતી.;’

‘હા તે બેબીને તેઓ જ રાખે છે, ત્રણ વર્ષની મા વગરની દાદા દાદી વગર બીજા કોણ સાચવી શકે.’

શું થયુ તેની માને?’તેના પિતા નથી?

‘છે ને સનત પણ ન હોવા જેવુ જ તેની મા સવિતાએ જ તેને મોટી કરી છે, છોકરીના નસીબ, કે તેની માનુ દુઃખ ભગવાનથી નહી જોવાયુ, બે દિવસના ડેંગ્યુ તાવમાં ચાલી ગૈ’,

‘આમ તો છુટી બિચારી સનતના ત્રાસમાંથી’.

‘  ‘કેમ ઍમ બોલે છે’

‘સનતે ચાર ચોપડી ભણેલ સવિતા સાથે દહેજના લોભે લગ્ન કર્યા.’પણ દેહ લગ્ન જ ,રોજ રાત્રે દોસ્તો સાથે ખાણી પિણીના જલસા કરી

મોડો આવે સુઇ જાય,’ સવિતા બિચારી રાહ જોતી બેસી રહે ,’પછી બે કોળીયા ખાય દિકરી સાથે જ સુઇ જાય’;

ઘડીયાળ સામે નજર પડતા’ અરે ઉશા વાતોમાં ત્રણ વાગ્યા ,હું હવે ઉઠુ કપડા પણ તૈયાર હશે’

ચા પીધા વગર જવાતુ હશે બોલતા ઉશા રસોડામાં ચા બનાવવા ગઇ ,અને સીમાએ રવિવારની પુર્તિના પાના ઉથલાવ્યા,’

ઉશા ચા નાસ્તો લઇ આવી બન્ને બેનપણીઓએ ચા નાસ્તો પતાવ્યા સીમા ઉઠતા અલી તું પણ કોઇ વાર સોસાયટી તરફ ભુલી પડજે,’

‘હા જરુર આવીશ;

‘આવજે

આવજે કરી છુટા પડ્યા

કીંજલ મનમા આમા મમ્મી અને માસીએ શું ટાઠી મીઠી કરી મને તો કડવી કુથલી લાગી, તેના કરતા મમ્મીએ માર્ગીનો ફોન નંબર

અને સીમા માસીએ સનત અંકલનો ફોન નંબર આપ્યા હોત તો લગ્ન કરવા આવેલ વ્યકતિઓએ સામસામા પોત પોતાની રીતે એકબીજા વિશૅ

જાણી લીધુ હોત.,તો કદાચ સારુ પરિણામ આવવાની શક્યતા હોત .ખેર મારે શું,મારે  તો મારુ વાંચવામાં ધ્યાન આપવાનુ છે.કીંજલે વાંચવામાં મન પરોવ્યુ.

Comments Off on ટાઢી મીઠી
Tue 23 Nov 2010
ગણેશ બન્યા ગજાનન
Filed under: સ્વરચના — indirashah @ 4:48 pm

પા

પાર્વતીના સ્નાન ગૃહમાં શિવ પ્રવેષ

શિવ ગણો રોકી શકે ન મહેશ

પાર્વતી સર્વ શક્તિમાન સગુણ

કરે ઉતપન્ન સ્વ શરિરના કણકણે

સ્વ રક્ષા અર્થે ખુદનો એક  ગણ 

વિવિધ લક્ષણોથી ભરપુર વિલક્ષણ

નામ આપ્યુ ગણોમાં સર્વશ્રેષ્ઠ ગણેશ

માતાને આપે પુત્ર ગણેશ વચન

રાત દિન કરીશ માનુ રક્ષ્ણ

શિવ ખુદ શક્તિમાન પુત્રથી અજાણ

હું છુ વિઘ્નેશ્વર ગૌરી સૂતાય ગણેશ

ઓળખ આપે ઉત્તંડ હસ્તે શક્તિમાન દંડ

શિવ કરે ના પ્રહાર કરી ગયા પ્રયાણ

કોપાયમાન શિવ પાઠવે ખુદના ગણ

શક્તિમાન દંડ પ્રહારે ઘાયલ થાય ગણ

ઉત્તંડ ગણેશ કરે પરાજિત બ્ર્હ્મા વિષ્ણુ દેવ ગણ

ક્રોધિત થયા ઋદ્ર હસ્તેથી છુટ્યુ ત્રિશૂલ

છેદાયુ મસ્તક ભૂમિ ગ્રસ્ત થયા ગણેશ

મા અંબિકા ધરે સ્વરૂપ વિકરાળ

નવ દુર્ગા સ્વરૂપ થાય દૃષ્ટિમાન

બ્રહ્મા વિષ્ણુ કાર્તિકેય દેવો નારદ

મળી સૌ સાથ ગાય સ્તુતિ મહાન

ન આપી શક્યા ગણેશને કોઇ પ્રાણ

કરે વિનંતિ મહાદેવને આપો મસ્તક ગણેશમાં પુરો પ્રાણ

મહાદેવ કરે વિનંતિ આપ વિષ્ણુ નારાયણ

પ્રથમ પ્રાણી જે મળે દિશા દક્ષિણે

લાવો મુકો મસ્તક ધડ પર ગણેશના

શાપિત ઐરાવત કરી રહેલ છે ભ્રમણ

આ કેવુ છે લેખિત વિધિનુ વિધાન

વિષ્ણુ હસ્તે કરાવે મહાદેવ બે કામ

મળૅ મુક્તિ શાપિત ઐરાવતને હરિ હાથ

મળે મસ્તક ગણેશને મહાદેવ અર્પે પ્રાણ

વિષ્ણુ મહાદેવ કૃપાએ ગણેશ બની ગયા ગજાનન

 

Comments Off on ગણેશ બન્યા ગજાનન
Sun 21 Nov 2010
દિપક
Filed under: ટુંકી નવલિકા — indirashah @ 11:09 pm

આજે શનિવાર ,દિવાળીની સવાર રીના વહેલી ઉઠી ગયેલ,રાત્રે શરુ કરેલ રંગોળી પુરી કરવાની હતી,રીના અને દિકરી સીતાએ મળી ચોકથી દોરી રાખેલ તેમાં ચિરોઠીના રંગ પુરવાના હતા. રીનાએ ચા બનાવી, નિત્યક્ર્મ પતાવી ઓસરીંમાં આવી ત્યાં સુધીમાં રિતેષ અને બન્ને બાળકો પણ

ઉઠી ગયા, ઉઠીને સીધી સીતા  આંખ ચોળતા  બોલી’ મમ્મી તું શરુ નહિ કરતી હ, હૂં બ્રસ કરી આવુ છું , ત્યાં તો સ્નેહલ વચ્ચે બેનીને ચિઢવવા બોલ્યો ‘તું સુઇ ગઇ ને પછી મેં મમ્મી અને  પપ્પાએ મળી રંગોળી પુરી કરી નાખી’, જા જા જુઠાડા મમ્મી મારા વગર પુરી કરે જ નહિ ને’,’ સારુ તને વિશ્વાસ ન 

આવતો હોય તો ઓસરીમાં જઇને જો’, ત્યાં પપ્પાનો અવાજ સંભળાયો સ્નેહલ દિવાળીને દિવસે નાની બેનને હેરાન ના કરીયે ‘ અને સીતાને ભાવતુ ને વૈદ્યે બતાવ્યુ લાડ કરતા ‘જુવોને પપ્પા સ્નેહલ ક્યારનો મને ખિજવે છે’, પપ્પાઃ’ મને ખબર છે, ચાલો જલદી બ્રસ કરો દુધ પી ઓસરીમાં 

પહૉંચો નહિતો મમ્મી  સાચે જ તમારા વગર રંગોળી પુરી કરી નાખશે ને તમે બન્ને ઝગડામાં રહી જશૉ. બન્ને બાળકો જલ્દી બાધરુમમા ગયા, સીતાએ  બ્રસ કર્યુ ત્યાં સુધી સ્નેહલ  સાવર લઇ કપડા  પહેરી તૈયાર, સીતા સાવરમાં જતા બોલી જોજે તુ ને મમ્મી શરુ ના કરતા ‘, ત્યાં મમ્મીનો અવાજ 

સંભળાયો સીતા સ્નેહલ જલ્દી ઓસરીમાં આવો રંગોળી પુરી કરી આપણે શૉપિંગ કરવા જવાનુ છે શોપિંગ નામ સાંભળતા જ  સીતા બોલી ‘મમ્મી હું દસ મિનિટ માં આવુ છું’ , સ્નેહલ પણ બહાર આવ્યો દુધનો કપ ગટગટાવી ઓસરીમાં પહોંચી ગયો,રીનાએ રંગો ચિરોઠી ભેળવી તૈયાર કરી રાખેલ .સીતા આવી એટ્લે ત્રણે જણાઍ રંગોળીમાં રંગ પુર્યા રંગોળી પુરી કરી ત્યાં જયાબેન આવ્યા સીતા સ્નેહલ બન્ને એક સાથે બોલ્યા જયાબેન જલ્દી નાસ્તો કાઢો બહુ ભુખ લાગી છે;’ બધા ડાઇનીંગ ટેબલ પર ગોઠવાયા જયાબેને મઠીયા ઘુઘરા ચેવડો વગેરે નાસ્તો ગોઠવ્યો, બધાએ પોત

પોતાને ભાવતા નાસ્તાની પ્લેટ ભરી; ત્યાં બંગલાનો ગેટ ખુલ્યૉ બચુભાઇ ગભરાયેલ હાંફતા દાખલ થયા રીનાએ તુરત જ દરવાજો ખોલ્યો પુછ્યુ ‘બચુભાઇ શું થયુ કેમ હાંફો છો? ત્યાં તો રિતેષ પણ ઓસરીમાં આવી ગયા,બચુભાઇ બોલ્યા ‘બેન સાહેબ મનુભાઇ બેશૂધ્ધ દિપક ને લૈ દવાખાને આવ્યા છે તમે જલ્દી ચાલો. રિતેષ તુરત જ બચુભાઇ સાથે દવાખાને ગયા, રીના ટૅબલ પર આવી જલ્દી નાસ્તો પતાવી રુમમાં તૈયાર થવા ગઇ.બન્ને બાળકોના ચહેરાનો ઉત્સાહ ઉડી ગયો, નાસ્તો અધુરો મુકી બન્ને પોતાના રુમમા ગયા, 

રીના તૈયાર થતા થતા ચાર વર્ષ પુર્વેના ભુતકાળમા સરી પડી. મનુભાઇ અને તેમના પત્ની  મન્જુલાબેન હતાષ ચહેરે રીનાની ઓફિસમા દાખલ થયા. મનુભાઇએ શરુ કર્યુ,’બેન અમારી દિકરી આશા ૭ વર્ષની થઇ, ‘મારા બાને મારે ત્યાં દિકરો જોવાની ખુબ ઇચ્છા છે ‘ , અમને બન્નેને તો દિકરી

કે દિકરો કાંઇ ફરક નથી,’ તો તમે કંઇ સલાહ આપો’, મંજુલાબેનની આંખમા તો અશ્રુ આવી ગયેલ, રીનાએ મંજુલાલાબેનને આશ્વાસન આપ્યુ ‘બેન ઢીલા નહી થવાનુ,’ તમારા બન્નેની ઉંમર નાની છે’, મનુભાઇ બોલ્યા,’ મારી બા મેણા મારે છે,’ અને મને બીજા લગ્ન માટે આગ્રહ કરે છે;’ હું સમજુ

છુ હું એક નો એક છું એટ્લે એમને મારે ત્યાં દિકરો થાય એ ઇચ્છા હોય પણ મારે મંજુલાને છોડવી નથી;’ મંજુ ઘણુ સહન કરે છે’ મારાથી નથી જોવાતુ’. 

રીનાએ મંજુલાબેનની પેલવીક તપાસ કરી કશી ખોટ જણાય નહી, એટ્લે મનુભાઇને રિતેષ પાસે મોકલી તપાસ કરાવી રિતેષે મનુભાઇના વિર્યની તપાસ કરાવી શુક્રાણુની સંખ્યા ઓછી અને હતા તે પણ નબળા જણાયા, રિતેષે દવા લખી આપી અને ૩ મહિનાબાદ ફરી વિર્યની તપાસ કરવા જણાવ્યુ. મનુભાઇએ રેગ્યુલર દવા લીધી. મંજુલાબેનના વ્રત, તેમના બાની માતાજીની બાધા બધુ તોચાલુ જ હતુ, આ બધાની સહિયારી અસર કે દવા કે પછી રીના અને રીતેષના હાથમા જસરેખા ફુટી, જે કહો તે ૬ મહિનામા મંજુબેનને દિવસો રહ્યા, ૯ મહિના તેના સાસુએ મંજુલાબેનને બરાબર સાચવ્યા પાણીનો પ્યાલો પણ પોતે લાવે, ભાવતી વસ્તુ બનાવી ખવડાવે ,તો કોક્વાર ટૉકે પણ ખરા બહુ ખટાસ બહુ મરચા સારા નહી, ગરમ પડે, બાળક ગળી જાય, આંબલીની ચટની તો અડ્વા જ ન દે સોજા ચડી જાય આમ ૯ મહિના વિત્યા દિપકનો જન્મ રીનાના

હાથમા જ ૩ વર્ષ પહેલા થયો . અઠવાડીયા પહેલા જ મનુભાઇએ અને મંજુલાબેને દિપકનો જન્મદિન ધામધુમથી ઉજવેલ અમદાવાદથી જાદુગર બોલાવી બાળકો માટે જાદુના ખેલ રાખેલ. અને આજે આ શું!! 

ટર…ટીન્ન્ન…………ટેલિફોનની ખંટી વાગી રીનાએ જલ્દી ફોન ઉપાડ્યો, હલો સામેથી બચુભાઇનો અવાજ ‘ બેન તમે આવશો નહી કેસ ખલાસ છે ,’ સાહેબ ઘેર આવે છે’. કહી બચુભાઇએ ફોન મુકી દીધો, 

રીના સુનમુન પલંગ પર બેસી ગઇ, ત્યાં રિતેષનો અવાજ સંભળાયો સીતા સ્નેહલ તૈયાર છો?’ રીના બહાર આવી પુછ્યુ રિતેષ શું થયુ ?’

‘રીના દિપક સામેવાળા હિતેષ સાથે બંગલામાં જ રમતો હતો, પકડા પકડીના દાવમાં પડ્યો અણીદાર પથ્થર પર, અને ધોરી નસ નો રક્ત સ્રાવ દવાખાનામા આવ્યા ત્યારે નાક કાન ગળુ બધુ લોહીલુહાણ મનુભાઇના શર્ટ પેન્ટ મંજુલાબેનની સાડી બધુ લોહી લોહી. 

મૃતદેહ ને મે ફક્ત મહોર મારી (Death certificate). નત મસ્તકે.’ 

વિધીના લેખ પણ કેવા કૃર હોય છે .૩ વર્ષ પહેલાની દિવાળીએ દિપક પ્રજવલિત થયો,કુટુંબ આખામાં આનંદ ઉલ્લાસ ઉમટ્યો, ૩ વર્ષ બાદ બુજાય પણ ગયો કુટુંબને શોકના અંધકારમાં ડુબાડતો ગયો.

વિધાતા તુ નારી છતા નારી પ્રત્યે  આટલી કૃર?!! 

 ,     

Comments (2)
Wed 17 Nov 2010
ઘટ
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 11:39 am

 

મનનો ઘટ ભારી ભાર લઈ ફરે

મન ભારી તન ભારી જગ ભારી ભાસે

મુર્ખ મન થોથા ભારી વાંચ્યા કરે

ટી વી ચેનલ ફ્લીપ કરે કંઇ ન વળે

મેલ જગ આખાના રાખે ભરે

હજાર પ્રશ્નો મનમાં ઉઠ્યા કરે

ઘટ ભારી સંસાર સાગરે ડુબે

અંતીમ ક્ષણે વાસનાના ભાર સાથે

ચોરાશી લાખ ફેરા ફર્યા કરે

શુભ ઘડીએ ઘટ ખાલી થયો જ્યારે

ચિંતા છોડી ઘટ ભરવાની ફરી

હલકો ફૂલ સંસાર સાગર તર્યો ત્યારે

 

Comments Off on ઘટ
Tue 16 Nov 2010
જીંદગી જીવવાની કળા વિચાર
Filed under: વિચાર — indirashah @ 12:00 pm

જે પ્રેમ કરે તેને પ્રેમ કરવો સહેલુ છે, પરંતુ જે આક્ષેપો કરે ગાળૉ આપે ,ધિક્કારે, તેને પણ પ્રેમ કરવો, તે જ  જીંદગી જીવવાની કળા છ.જેને આ કળા હસ્ત હશૅ તેને દુનિયા ભલે ધિક્કારશૅ,પ્રભુ હંમેશ પ્યાર કરશે.

ગાધીજીએ હિન્દુ, મુસ્લિમ, ઇશાઇ, પારસી સૌ ને સરખો પ્રેમ આપ્યો, તેમની પ્રાર્થના સભામાં સર્વ ધર્મ પ્રાર્થના થતી, તેમને એક હિન્દુએ જ ધિક્કાર્યા, અને ગોળી મારી તેમના મુખમાં મરતી વખતે હે રામ ,રામ તને માફ કરે, શબ્દો જ નીકળ્યા.

ઇશુ ખ્રિસ્ત ને તેમના જ સમાજે, ક્રોસ પર ચઢાવ્યા .તેમણૅ મરતા મરતા પ્રાર્થના કરી. Father forgive them, they donot know what they are doing. 

ભગવાન રામે, ભગવાન શ્રી કૃષ્ણે જગત કલ્યાણ અર્થે રાક્ષસોને માર્યા સૌ ને મોક્ષ આપ્યો. 

આપણૅ માનવ આમાનુ થોડુ પણ શીખીએ,તો જીવન જીવ્યા, સાર્થક થશૅ.   

  

Comments (1)
Thu 11 Nov 2010
અર્જુન વિષાદ
Filed under: સ્વરચના — indirashah @ 1:32 pm

યોગી કરે કંટ્રોલ ઇન્દ્રિયોનો

અર્જુન જીતેન્દ્રિય મહાન

કેન્દ્રિત કરે લક્ષ્ય પર બાણ

કુરુક્ષેત્રે સ્વજનો જોઇ ધૃજ્યો

ગાંડીવ હસ્તેથી સરક્યુ

મન વિષાદે સપડાયું

પિડીત મન દ્વિધામાં પડ્યુ

સેંકડૉ પ્રશ્ને બુદ્ધિ સપડાઈ

કૃષ્ણ અર્જુન સંવાદ સર્જાય

કર્મ ભક્તિ જ્ઞાન સંગમ થાય

મન બુદ્ધિ અહંકાર ઓગળે

દુનિયાને ગીતા ઉપદેશ મળે

બન્યો અર્જુન વિષાદ કારણ

રચાયો ગીતા ગ્રંથ મહાન

 

 

 

 

Comments (1)
Tue 9 Nov 2010
પ્રેરણા
Filed under: સ્વરચના — indirashah @ 2:33 pm

વનમાં ઉઠ્યો દાહ દાવાનળ

પશુ પક્ષી દાહે મચ્યો કોલાહલ

વનરાજની ઉઠી ત્રાડ વિકરાળ

ધૃજી ઉઠ્યા સૌ  નિર્બળ સબળ                વનમાં ઉઠ્યો દાહ દાવાનળ             ૧

દોડંદોડ ઉડંઉડ ભાગંભાગ

ના સુજે બચવાને માર્ગ

સાણી ચકલી ભરી ચાંચે જળ

ઠાલવે બુજાવવાને આગ                     વનમાં ઉઠ્યો દાહ……………….૨

ઉડાવી રહ્યા હસી સહુ

મુર્ખ ચકલી જાણે શું?

ચાંચમાં પાણી બુંદ સમુ

ભયંકર આગ બુજે શું?              વનમાં ઉઠ્યો દાહ………….૩

હાથીઓના ઝુંડ જોઇ રહ્યા

સાણા સેંકડો જળાશયે પહોંચ્યા

સુંઢ ભરી ભરી જળ ઠાલવ્યા

સૌ પશુ પક્ષી સંગઠીત થયા           વનમાં ઉઠ્યો દાહ……………૪

જળાશય ઠાલવે સૌ દાવાનળૅ

અગ્ની જ્વાળા બની રહી શીતળ

વરુણદેવ આશ્ચર્ય પામી નિહાળે

  જળાસય ઠલવાયુ દાવાનળે         વનમાં ઉઠ્યો દાહ…………૫

સૌ દેવો પામ્યા આશ્ચર્ય

નાની ચકલીનુ કર્તવ્ય

પ્રેરણા બન્યુ બચાવ્યુ વન

  સૌ જીવો મળી કરે ચકલીનુ માન            વનમાં ઉઠ્યો દાહ……………૬

માનવ જાત પ્રેરણા લેશૅ

સંગઠીત બની જાગી ઉઠશે

આંતક્વાદ દાવાનળ શાંત થશે

નાદ શાંતિ સહકારના ગુંજશે               વનમાં ઉઠ્યો દાહ………….૭ 

 

Comments (2)
Tue 2 Nov 2010
મનની વ્યથા
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 12:42 pm

 

                                                                                                                                        નથી તેને પામવું કેમ 
                                                                                                                                         છે તેને સાચવવું કેમ
                                                                                                                                                   મનની ભયંકર બે વ્યથા 
                                                                                                                                          નથી તે મેળવવા મથે
                                                                                                                                         લે વેંચ શેર બજારે કરે
                                                                                                                                      દુન્વયી રેસનો ભોગ બને
                                                                                                                                                    મનની ભયંકર બે વ્યથા                   
                                                                                                                                      ચંચળ મન રાહ ન જોઇ શકે
                                                                                                                                        મળ્યુ જે સાચવી ન જાણે
                                                                                                                                      બુલ બેર માર્કેટની રમત રમે
                                                                                                                                                  મનની ભયંકર બે વ્યથા                    
                                                                                                                                       અશાંતિ મનનો કબજો કરે
                                                                                                                                       બોજો બેરનો કદીક વધે
                                                                                                                                      બુલના ભારે અભિમાન કરે
                                                                                                                                                   મનની ભયંકરબે વ્યથા
                                                                                                                                            પામ્યું ઇશ્વર કૃપા શુભ દિને
                                                                                                                                              ભેટ્યા સદગુરુ સત્સંગે
                                                                                                                                             ગુરુએ ચિંધેલ સત્માર્ગે
                                                                                                                                            ઠાલવ્યો ભાર પ્રભુ ચરણે
                                                                                                                                                        હળવુ મન ભુલ્યુ વ્યથા                 
                                                                                                                                              તન મન ધન અર્પણ કરે
                                                                                                                                            સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે
                                                                                                                                                     ફરકે કદી ન મન સમીપ વ્યથા             
                                   
 

 

Comments (5)
44 queries. 0.244 seconds. Powered by Gujarati Sahitya Sarita
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.