શોધી  રહી આદિ અં ત મહાસાગર
          દૃષ્ટિ ફેલાવુ મથુ પહોંચવા પાર
 
        ઝુકી નીચે પામવાને તુજ પેટાળ
       મોજા ઉછળતા વારિએ બાંધી પાળ
 
       સુંવાળી સોના રૂપા સમ તુજ રેત
       શાંતિ અર્પે મહાનગર જનોને સેજ
 
      રેતમાં રચી મહેલ હરખે બાળ
      ઊડાવે પતંગ મોટેરા માણે મોજ
 
       બીન પાષાણ રચાયા જોવ ડુંગર
      દૃષ્ય સઘળા દેન તુજ સર્જનહાર