નવ દુર્ગા રમે છે ચાચર ચોકમાં રે
પહેલે નોરતે શૈલપુત્રી આવિયા રે
સાથે શીવજીનો પોઠીયો લાવિયા રે
ભક્તો સંગે માતા ગરગે ઘુમિયા રે
નવદુર્ગા રમે છે ચાચર ચોકમાં રે
બીજે નોરતે બ્રહ્મચારિણી પધાર્યા રે
સ્વેત વસ્ત્રો માતાને શોભતા રે
ભક્તોએ ભાવથી વધાવિયા રે
નવ દુર્ગા રમે છે ચાચર ચોકમાં રે
ત્રીજે નોરતે મા ચંદ્રઘંટા આવિયા રે
માને ભાલે ઘંટાકાર શોભી રહ્યા રે
ભક્તોને સંગે મા મહાલી રહ્યા રે
નવદુર્ગા રમે છે ચાચર ચોકમાં રે
ચોથે નોરતે કુશ્માંન્ડ માતા આવિયા રે
માતો અસ્ત્ર શત્ર સાથ, સિંહ સવારી રે
માએ ભક્તોને શક્તિ દાન આપિયા રે
નવ દુર્ગા રમે છે ચાચર ચોકમાં રે
પાચમે નોરતે સ્કંદમાતા આવિયા રે
સાથે દેવોના આશીષ લાવિયા રે
ભક્તો પર સ્નેહે વર્ષાવિયા રે
નવ દુર્ગા રમે છે ચાચર ચોકમાં રે
છઠે નોરતે કાત્યાયની પધારિયા રે
મહિષાસુર મર્દિની કહેવાય છે રે
ભક્તોએ પ્રેમથી વધાવિયા રે
નવ દુર્ગા રમે છે ચાચર ચોકમાં રે
માતા કાલરાત્રી સાતમે પધારિયા રે
શુંભ નિશુંભ રાક્ષસ સંહારિયા રે
માએ ભક્તોને શુભ માર્ગે દોરિયા રે
નવ દુર્ગા રમે છે ચાચર ચોકમાં રે
આઠમે નોરતે મા ગૌરી આવિયા રે
તપશ્ચર્યાના દેવી કહેવાયિયા રે
માને ભક્તોએ પ્રેમથી રિઝવિયા રે
નવ દુર્ગા રમે છે ચાચર ચોકમાં રે
નવમે નોરતે સિધ્ધિદાત્રી આવિયા રે
માતા શીવજીને સાથ લાવિયા રે
ભક્તો ઘેલા બની સંગે રમિયા રે
નવ દુર્ગા રમે છે ચાચર ચોકમાં રે