આજે ફાધર્સ ડે પિત્રુ દિવસ. ઘણા પ્રખ્યાત પિતા(ફાધર ) યાદ આવે, જેવો દુનિયાભરના ફાધર
તરિકે જાણીતા છે.ફાધર વાલેસ અને બીજા આપણા રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી જે બાપુ તરિકે પ્રખ્યાત છે.
ફાધર વાલેસ સ્પેનથી મિસિનરી ક્રિશ્ચયાનિટિના પ્રચાર કરવા આવેલ. તેઓએ ગુજરાતી ભાષા શીખી અને ગુજરાતીમાં ઘણા પુષ્તકો પણ લખ્યા એક પુષ્તક મને યાદ છે “સદાચાર” તેઓશ્રીએ અગણિત અંગ્રેજી પુષ્તકો પણ લખ્યા છે,અને ગુજરાતી માસિક અને ન્યુઝ પેપરમાં તેઓના લખાણ પ્રકાસિત થતા રહે છે.
આપણા લાડીલા બાપુ વિષે તો આપ સહુ જાણો જ છો અને આપ સૌએ “ગાંધી મુવી જોયું જ હશે.
મારા પિતાને યાદ કરી થોડી પંક્તિ તેઓને અર્પણ
“પિતા તમે મહાન”
પિતા તમે વડલો ઘટાદાર
કરો કુટુંબમાં અનુસાશન
રાખો સહુને શિસ્તબધ્ધ
સુખ સુવિધા આપો સહુને
દિનરાત કરો મહેનત અતુટ
શબ્દ કોષ નાનો પડે
ઉપકાર તમારા અગણીત
અનોખુ સ્થાન મુજ હ્રદયે
તમારું, પિતા તમે મહાન
નમન કરું સર્વદા તમને
પિત્રુ દેવો ભવ પિતા મહાન
૦૬ /૨૧/ ૨૦૨૦
ડો ઈંદુબહેન શાહ