Sun 5 Nov 2023
દિવાળી
Filed under: Uncategorized — indirashah @ 3:46 pm

મિત્રો આ સાથે દિવાળી વિશે મારા વિચારો મોકલુ છું

દિવાળીનો તહેવાર વાક્ બારસથી શરુ થાય અને જ્ઞાનપંચમી સુધી કહેવાય,
અધુનિક જમાનામાં આગળીના ટેરવે નુતન વર્ષાભિનંદન થાય, રંગોળી મુકાય
ટેકનોલોજીથી દુનિયા નાની થઈ રહી છે. જોજનો દૂરથી સંદેસા પલકારામાં અસંખ્ય
લોકોને મળી જાય છે.ફાયદા ઘણા છે.પરંતુ નવી પેઢીઆપણા તહેવારનો જે ઉત્સાહ
ઉમંગ આપણે નાનપણમાં માણૅલો તેનાથી વંચિત રહેશે. હું દિવાળી પર્વ વિશે કાવ્ય લખવાને
બદલે આડી વાત પર ચડી ગઈ. કાવ્ય.

વાક્ બારસ દિને વન્દુ મા સરસ્વતિ તને
તુજ કૃપા દૃષ્ટિ મુજ પર રહે
કટુ વચન કદી જિહ્વા ન બોલે
દેવ ધન્વન્તરિને વિનવું
સ્વાસ્થયનો સાથ રહે
મન મારું શુધ્ધ વિચારે વિહરે
મિત્રતા સહુ સાથ રહે
આધ્યાત્મિકતા ઉરમાં વશે
દ્રઢ નિશ્ચયિ કાળી ચૌદશે બનુ
કંકાશ કકળાટ દૂર રહે
દિવાળીએ દિવા પ્રગટે
અજ્ઞાન અંધકાર કરી દૂર
ઉજાશ જ્ઞાનનો નિરંતર રહે
ફૂલછડીના રંગબેરંગી ફૂલ જરે
ઇચ્છું સહુના જીવન રંગીન બને
નૂતન વર્ષાભિનંદન નવા વર્ષે
સગા સંબંધીને ભેટુ પ્રેમે
ભાઇબીજે ભાઇ-બેનના સ્નેહ વધે
ત્રીજ ચોથ સહુ સાથે હળીઍ મળીએ
જ્ઞાન પંચમીઍ શુભ લાભ સૌને મળૅ
સારા પુષ્તક વાંચન કરી જ્ઞાન વધે

Comments Off on દિવાળી
Mon 6 Feb 2023
અનેરો આનંદ (વાર્તા)
Filed under: Uncategorized — indirashah @ 11:41 am

આજે સુનંદા બેનનું હૈયુ હર્ષે છલકાતું હતું , હોય જ ને આજે દસ વર્ષ બાદ તેમના ઘેર આનંદ ઉલ્લાસનો પ્રસંગ ઉજવાતો હતો, તેમની દીકરી નિલીમાની પ્રથમ પ્રસુતી સુનંદાબેનના ઘેર થઈ હતી, તેમનો દોહિત્ર નિલય દસ વર્ષનો થયો. તેમના દિકરાના લગ્નને છ વર્ષ વિત્યા દિકરો સુમન અને વહુ સુહાસિની બન્ને પોતાની કેરિયરમાં ખૂબ
સુંદર પ્રગતી કરી રહ્યા હતા, સુમન કોમર્સની એમ કોમની ડીગ્રી મેળવી,કોલેજમાં લેકચર આપતો અને પાર્ટ ટાયમ લો કોલેજ અટેન્ડ કરતો તેને લોયર થવાની અભિલાસા હતી. સુહાસિની અંગ્રેજી વિષય સાથે બી.એની ડીગ્રી મેળવી હાઇસ્કુલમાં શિક્ષીકા હતી. તેના મનમાં એમ. એ; પી.એચ.ડી થઈને કોલેજમાં પ્રોફેસર થવાની તિવ્ર ઈચ્છા હતી.
દિકરો-વહુ બન્નેએ પોતાની અભિલાસા પૂર્ણ કરી ડીગ્રી મેળવી, સુમનને જાણીતી લો ફર્મમા સહાયક લોયરની નોકરી મળી ગઈ, અને સુહાસિની સગર્ભા થઈ, સુહાસિનીએ પતિ સુમન અને સાસુની સમજાવટથી પી એચ ડી થવાનું મુલ્તવી રાખ્યું, છઠ્ઠે મહિને નિલીમાએ રિવાજ મુજબ ભાભીને રાખડી બાંધી,પિયરમાં આવનાર વારસદારની અને ભાભીની રક્ષા એજ આસય.

આજે સાતમે મહિને સુનંદાબેને હોંશના રાંદલ તેડ્યા, દિકરા-વહુએ માતાજીની પૂજા અર્ચના કરી, વડીલોને પગે લાગ્યા આશીર્વાદ લીધા,સુનંદાબેનને હર્ષ સાથે થોડું દુઃખ હતું આજે તેમના લોયર પતિ અમુલખભાઈ જેઓ અમદાવાદ શહેરના જાણીતા લોયર હતા તેમનું ચાર વર્ષ થયા જીવલેણ હાર્ટ એટેક આવવાથી અવસાન થયેલ તેઓની ઈચ્છા દિકરાને લોયર કરવાની હતી , જે આજે લોયર થયેલ છે, તે જોવા તેઓ હાજર નથી.
સુહાસિનીના પિયરિયાએ વ્યવહારમાં નણંદને સુંદર બનારસી સેલુ આપ્યું , જમાઈને લોયરને શોભે તેવો પોશાક સફેદ શર્ટ બ્લુટાય, બ્લેક સુટ્નું કાપડ, સુનંદાબેનને સફેદ બ્લુ બોર્ડર પાલવની સાડી. નણંદે ખોળો ભર્યો, સગા-સબંધીએ હોંસે માતાજીના ગરબા ગાયા, નિલીમાએ અને સુહાસીનીના ભાભી રસીલાએ ચાર માતાનો પ્રખ્યાત ગરબો ઉપાડ્યો
“લાલ ઘોડેરે કોણ ચડે મા અંબાનો અવતાર
અંબા માવડીરે રણે ચડ્યા સજી સોળ સણગાર
રમજો જમજોરે ગોરણીઓ સૌ રમજો સારી રાત
રમા વહુએ રાંધી લાપસીરે ભોળી ભવાનીમા
ઉપર પાપડનો કટકોરે ભૉળી ભવાનીમા
એવો રમા વહુનો લટકોરે ભોળી ભવાનીમા”
આમ બઉચર, રાંદલ, ચામુંડા, કાળકા માતા ઘોડે ચડ્યા, સાથે કુટુંબની વહુ -દીકરીઓ ઘોડૉ ખુંદી રમ્યા,
આખા ઘરમાં આનંદનો માહોલ છવાયો.
ગરબા બાદ રાંદલમાની આરતી કરી,થાળ ધરાવ્યો,
સુહાસિનીએ સાત ગોયણીઓના પગ ધોયા, લાપસી મોમા મુકી.
સૌ સગા વ્હાલા લાપસી, દાળ, ભાત ,શાક પાપડનું સ્વાદિસ્ટ જમણ જમી છુટા પડયા..
છેલ્લે સુનંદાબેન નિલીમા જમવા બેઠા, નિલીમાએ મમ્મીના ચહેરા પર ઉદાસી જોય બોલી મમ્મી, જમો મને,
ભાઈ – ભાભીને આજે પપ્પાની ગેરહાજરીનું દુ;ખ છે, ભાઈ પુજા રૂમમાં પપ્પાના ફોટા સામે માતાજીનો પ્રસાદ મુકી, પછી જમ્યા, મમ્મી, પપ્પાએ જ્યાં હશે ત્યાંથી આજના પ્રસંગનો આનંદ માણ્યો જ હશે.આપણે સૌએ આનંદથી જમવાનું છે.ઘરના સૌ સાથે બેસી જમ્યા. બીજે દિવસે સુહાસિની રસિકભાઈ-ભાભી સાથે તેના પિયર જવા તૈયાર થઈ નિલીમાએ ખોળામાં ભરેલ ચોખા રસીલાને આપ્યા જે બાળકના જન્મ પછી છઠા દિવસે રાંધવાના હોય છે.
સુહાસિની નિયમીત પ્રિનેટલ વિટામિન્સ જમ્યા પછી લેતી હતી, ઑ-બી, જિવાયેન ડૉ દોશી ને દર ૧૫ દિવસે બતાવવા જતી, આઠમે મહિને સોનોગ્રાફ કર્યો બાળકનો વિકાસ જાણવા,બાળક ખૂબ તંદુરસ્ત વજન સરેરાસ ૭થી ૮ પાઉંડ, બાળકની જાતી પણ જાણી શકાય, જે સુહાસિની અને સુમનને નહોતી જાણવી.
૯ મહીના પુરા થયા, સૌની આતુરતાનો અંત શ્રાવણ મહિનાની ચૌદસની રાત્રે સુહાસિનીને પ્રસુતી પીડા શરુ થઈ રસિલાભાભીએ ડો દોશીના દવાખાને ફોન કર્યો, નર્સે સાથે વાત કરી, નર્સે પુછ્યું દુઃખવા સાથે પાણી પડે છે?
રસિલા ભાભીઃ”હા પાણી પડૅ છે,અને પેડુમાં સખત દુઃખે છે.
નર્સઃ સારું લઈ આવો રસિલા અને રસિક ટેક્ષી કરી સુહાસિનીને દવાખાને લઈ ગયા, રસિકે ફોન કરી સુનંદાબેન અને સુમનને જણાવ્યું, બન્ને ગાડીમાં નીકળ્યા કલાકમાં દવાખાને પહોંચ્યા, રસિલા લેબર રૂમમાં સુહાસિની સાથે હતી રસિક વેટિંગરૂમમાં બેઠો હતો.
પરોઢીયે પાચ વાગે નર્સ બહાર આવી બોલી વધાઈ હો સુમનભાઈ સુહાસિનીને આપકો આજ પૂર્ણિમાકે દિન બેટા દીયા હૈ. સુમને તુરત સો રૂપિયાની વધામણી નર્સને આપી.
સુનંદાબેન ખૂબ ખુશ થયા બોલ્યા ‘સુમન તારા પપ્પાનો જન્મ દિવસ શ્રાવણી પૂનમ હતો, આપણે અંગ્રેજી તારીખ
પ્રમાણે ઓગષ્ટ મહિનાની સોળ તારીખે ઉજવતા હતા’
સુમનઃ-મમ્મી પપ્પા લોયર દિકરાને જોવા તેના ઘેર આવ્યા.
સુહાસિની ત્રીજે દિવસે ઘેર આવી. છઠ્ઠીને દિવસે નિલીમા ભત્રીજાને રમાડવા આવી. સુનંદાબેને મીઠો ભાત બનાવ્યો,નજીકના સગાને આમંત્રીત કર્યા, નિલીમાએ ભત્રીજાનું નામ પાડ્યું અનંત.

Comments Off on અનેરો આનંદ (વાર્તા)
Sat 4 Jul 2020
કપરો સમય
Filed under: Uncategorized — indirashah @ 4:20 pm

        આ સમય કપરો ભલે
હોય ભ્રમણ કરતો ભલે

       કોઇ તો ઉપાય મળશે
વાટ જોઇ બધે ફરતો ભલે

      પુન્ય જરૂર કોઇના હશે
પાપ બધા ઉભરતો ભલે

    શોધશે જરૂર ઉપાય હવે
દાકતર બધે વિહરતા ભલે

     રિસર્ચ થયા ઘણા નાથશે
પકડમાં લેશે હરખતો ભલે

      સ્મશાને જતા અટકશે ?
પ્રભુ સુજાડ ઉકેલતો ભલે

 

Comments Off on કપરો સમય
Wed 8 Dec 2010
spirituality as I Thought
Filed under: Uncategorized — indirashah @ 5:03 pm

one love

one divinity

one humanity

one spirit

In divercity

is sprituality

       Lake of spirtuality 

 bring violence, depression.

self experinced spirituality

get inhibition free intellect

experience fear free soul

experience whole world stress free

 

 

Comments Off on spirituality as I Thought
Tue 28 Sep 2010
પ્રેમ
Filed under: મુક્તકો,Uncategorized — indirashah @ 10:55 am

પ્રેમમાં પુરાવાની માંગ

પુરાવામાં તર્કનો ઉપયોગ

તર્ક બુધ્ધિનું ઉત્પાદન

પ્રેમ થયો હ્રદયથી ઉત્પન્ન

શંકા સંદેહ્ ને નહી સ્થાન

ભાગે તર્ક બુધ્ધિ થઇ હ્રુદયે આધીન

Comments (1)
Sun 22 Aug 2010
કૃષ્ણ મહિમા
Filed under: સુવાક્યો,Uncategorized — indirashah @ 11:36 am

 કૃષ્ણ પુછુ તને આજ આ તારી લીલા કે મહિમા

તારા સુપ્રસિદ્ધ સખા ત્રણ અર્જુન ઓધવ સુદામા

અર્જુન યોદ્ધો થયો ભયભીત

આપ્યો યોદ્ધાને ગીતા બોધ

કર્મ જ્ઞાન ભક્તિ મર્મ સમજાયો

સખા સાચો કર્મ યોગી બન્યો 

આ તારી લીલા કે મહિમા                   ૧

દીન સુદામાની ભક્તિ ભરપુર

તાંદુલને દાણે મહેલ બની કુટીર

લીધા પગરખા ભક્તના ચોરી

ભક્ત પદરજે પાવન સુવર્ણ મહેલ

સુવર્ણ રજે ભક્ત થયો ન્યાલ

આ તારી લીલા કે મહિમા                             ૨

ઓધ્ધવમા જોઇ શાણપણ

નિજ દેહ નિર્વાણે

પહોંચાડવા સંદેશ પ્રિય જનોને

પાઠવ્યો હરિદ્વાર ધામ

રસ્તે રોકાય ગોકુળ દ્વારે

સમજણ ગોપીઓને દેજે

મિલન થાય ઓધવ વિદુરનુ હરિદ્વારે

બે મહાન આત્માના મિલને

તૃપ્ત થાય હરિ ખુદને દ્વારે

આ તારી લીલા કે મહિમા                    ૩

કૃષ્ણ જીવનમા ત્રણ મશહૂર નારી

રાધા રુક્મિણી દ્રોપદી

રાધા બની રહી માયાવી રમણી

રાસલીલામા સંગે રહી ઘુમી

કદિક કરી ઇર્ષા બંસીની

રમણી રિસાતી મનાતી

દુર છતા રહી કૃષ્ણ નિકટ

બની સર્વોચ્ચ પ્રેમનુ પ્રતીક

આ તારી લીલા કે મહિમા                 ૪

રુક્મિણી દ્વારિકાની પટરાણી

પ્રથમ પુત્ર જન્મે

સહી ગેરહાજરી દ્વારિકાધીશની

પ્રદ્યુમન નામ કરણ વિધી વિધાન

કર્યા આદર્શ પત્નિ બની

કદી ન રિસાઇ બની રહી સાચી સંગિની

આ તારી લીલા કે મહિમા                                             ૫

દુર કરી વિદુષી દ્રોપદીની દ્વિધા

પાંચ પતિ સાથે વિવાહ થયા

બની રહી સતી પાંચ પતિ નિભાવ્યા

આજ ગણના પાંચ સતીમા થતી

તારા મંદોદરી અહલ્યા સાવિત્રી દ્રોપદી

આ તારી લીલા કે મહિમા                                            ૬            

 

 

 

 

 

 

 

 

              

 

  

Comments (3)
Sat 19 Jun 2010
સફળતા
Filed under: Uncategorized — indirashah @ 1:46 pm

યોગ્ય નિર્ણય લેવાય ચિત્તની ઍકાગ્રતા થકી

યોગ્ય નિર્ણયે સફળતાની પગદંડી મળી           ૧

આજે સફળ થયેલ માનવી ફરે ઘમંડમા

રાવણનો ઘમંડ લાવ્યો લંકાનો સર્વ નાશ          ૨

ઘમંડી ફુલી ફાલી ફરતો જગતમા

વધી રહ્યા નીજ ગૃહે કલેશ કંકાસ

દુન્વયી સફ્ળતા ગૃહે લાવી વિનાશ                 ૩

ઘમંડી ઉંચો ચઢ રાખ દૃષ્ટિ વૄક્ષો ભણી

ફ્ળોથી ભરપુર વૃક્ષો રહ્યા પૃથવી પર નમી

સફળ જીવન જીવવાની યોગ્યતા

પ્રાપ્ત થાય જ્યારે પ્રવેશે નમ્રતા.               ૪

Comments Off on સફળતા
Thu 29 Apr 2010
ત્યાગ
Filed under: આધ્યાત્મિક ચિન્તન,Uncategorized — indirashah @ 4:36 pm

 

ત્યાગ, ત્યાગનુ સ્મરણ ભૂલે તે સાચો ત્યાગ

ત્યાગ કરેલ રાજપાટ, ભર્થુહરી ન ભૂલ્યો

શિવજીની પરીક્ષામાં ઉતિર્ણ ન થયો

સાચો ત્યાગ ગોપીએ કર્યો

ઉત્ત્મ ક્રિષ્ન પ્રેમ પામ્યો

પ્રેમમાં પ્રેમીની હારમાં જીત, ને જીતમાં હાર

પ્રેમીની જીત ન લાવે ક્દી મનમાં અભિમાન

હાર જીત પ્રેમીના નિકટ લાવે મન

પ્રેમમાં આદર બને અનાદર, અનાદર આદર

સ્વમાન અપમાન ,અને અપમાન બને સ્વમાન

તુકારો લાવે બેઉ હ્રુદયના આત્માનુ મિલન

પ્રેમ લાવે સંયોગમાં વિયોગ, વિયોગમાં સંયોગ

અને લાવે ભોગમાં યોગ, યોગમાં ભોગ

આવો પ્રેમ ઉપલબ્ધ થાય સર્વોચ્ચ ત્યાગથી

આવા પ્રેમની આત્મીયતાથી

જેમા ત્યાગ વિશે સ્મરણ ન કદી થાય

ગોપીઓનો કૃષ્ન પ્રતિ સર્વોચ્ચ અનુરાગ

લાવ્યો ઉચ્ચ કોટિનો ત્યાગ 

 

 

 

 

 

 

 

 

 

Comments (1)
Fri 5 Mar 2010
સાર્થકતા
Filed under: આધ્યાત્મિક ચિન્તન,Uncategorized — indirashah @ 11:15 am

આંખ જ્યારે બોલવાનુ કામ કરે,

ઇશારાથી ઘણુ કહી જાય.

કાન સાંભળ્યુ ન સાંભ્ળ્યુ કરે

ઘર ઘરમાં શાંતિ પ્રસરે

જીભ બોલવાનુ બંધ કરે

મૌનથી ઘણુ કહી જાય.

નાક ટેરવુ ઊંચુ ન કરે

ફક્ત સુવાસ સુંઘ્યા કરે

ધ્રુણા પાત્ર કોઇ ન રહે.

હાથ મુંઠી ઉગામી હથિયાર હાથ ન ધરે

ફક્ત સુપાત્રે દાન દીધા કરે

સુંવાળો હાથ દુઃખી દીલે ફરતો રહે

વિશ્વ ભરમાં સુખ શાંતિનું સામ્રાજ્ય વ્યાપે.

પગ  હોટેલ જુગાર ખાને ન ફરતા,

કુદરતની કમાલ માણતા ફ્રરે,

પ્રભુના દ્વાર ઢુંઢતા ફરે

આમ……………..

પ્રભુએ આપેલ પાચે ઇન્દ્રિયો

સાર્થક થયેલ દિશે.

 .

Comments (1)
Wed 25 Nov 2009
ઘટના
Filed under: Uncategorized — indirashah @ 10:10 pm

ghatan

ઘટના તો આવે ને જાય

કોઇના મન આનંદિત થાય

તો કોઇના મન થાય વ્યથિત

ઘટના તો ઘટના જ રહી.

કોઇ દ્વારે લગ્નની શરણાઇ વાગી

યુગલ જઇ રહ્યુ સંસાર યાત્રા પ્રારંભે

તો કોઇ દ્વારેથી ઉઠી નનામી

ડાઘુ પોંહચાડી રહ્યા અંતિમ યાત્રાએ

ઘટના તો ઘટના જ રહી.

કોઇ સ્થળૅ થય રહ્યા બોંબ ભડાકા

કોઇ સ્થળૅ આતશબાજીના ધડાકા

કોઇ સ્થળૅ ચિતા ભડભડ બળૅ

તો કોઇ સ્થળૅ દિવાળી ઝગમગે

ઘટના તો ઘટના જ રહી.

ઘટના તુ ક્ષ્ણૅ ક્ષ્ણે બદલતી રહે

સાથે મન ચંચળ યાત્રા કરતુ રહે

પળમા પહોંચે કાશ્મીરની સીમાએ

તો પળમા પહોંચે અફ્ઘાનિસ્તાન ઇરાકે

ઘટના તો ઘટના જ રહી.

રે મન તુ કરે પણ શું?

વ્યથિત થાય કે આનંદિત!

ઘટના ન બદલી શકે

ઘટના તો ઘટના જ રહી.

Comments Off on ઘટના
49 queries. 0.318 seconds. Powered by Gujarati Sahitya Sarita
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.