રભડુ- જાડુ, સ્થુળ,

અમોએ એક રભડુ વિચિત્ર પ્રાણી કોલારાડોમાં જોયુ.

૨ મક- નસાની થોડી અસર  , રમતમા વાગતા ઝાંઝરનો અવાજ .

કાલની પાર્ટી પછી સવારના પણ મોટાભાઇને થોડી રમક જણાતી હતી.

રમકઝમક- ઝળકાટ ,લટકાથી ચાલવુ,

નીલા રમકઝમક કરતી ચાલે છે.

રમખાણ-તકરાર, ઝગડો હુલ્લડ.

અમદાવાદમાં અવારનવાર કોમી રમખાણ જોવા મળે.

રઇશ-અધિકારી ઉપરી.

શ્રી દવે અમારા ગામના એક વ્ખતના સરકારી રઇશ હતા.

રમચી-  લાલ માટી. 

 અમોએ મેક્ષિકોમાં રમચીના સુંદર રમકડા જોયા.

રમજોડ-સ્ત્રીના પગનુ ઘરેણુ.

ભરવાડણના પગમા આજે પણ રમજોડ જોવા મળે.

રમઝટ-એકતાન,મસગૂલથવુ

ભજન મંડળીંમાં સારી રમઝટ જામી.

રમઝમ-આનંદ, કિલ્લોલ.

વાલા રમઝમ કરતા કાન મારે ઘેર આવોને

રમઢોલ-એકજાતનો મોટો ઢોલ.

આજે રમઢૉલ બહુ ઓછા જોવા મળે છે.

રમણ-સુંદર મનોહર.

રમણના નામ પ્રમાણે ગુણછૅ.

રમણ બુઝારુ-માટીનુ ઢાંકણુ, માટીનાઢાંકણા જેવી બેડોળ વસ્તુ.

અમે ગામડે ગયા ત્યાં રમણ બુજારુ જોઇ નવાઇ પામ્યા.

રમણભમણ-વેરણછેરણ ,અસ્તવ્યસ્ત,

વેકેશનમાં છોકરાઓએ ઘર રમણભમણ કરી નાખ્યુ.

રમણહાર-રમનાર, રમે એવુ,

રમત રામનીરે માંહે રમણહારો રામ.

રમણિક-ખુશી ઉપજાવે તેવુ, આકર્શક

દૃશ્ય ઘણુ રમણિક છે.

રમણું-દાદર બે કટકે હોય ત્યારે વચ્ચે મુકાતુ પહોળુ પગથયું.

બાપુજીને અમેરિકાના ઘરોના રમણુ વગરના દાદર જરા પણ ન ગમે.

રમતરાળા-કામમાં ચિત્ત ન રાખવાની વૃત્તિ, કામમાં રમતના ચાળા.

અન્જુ લેશન કરતા રમતરાળા છોડ.

રમમાણ- આનંદી, રમતુ, ક્રિડા કરતુ,

સુમીતને પાણીમાં રમતી માછલીઓનુ રમમાણ જોવુ બહુ ગમે

રમરમાવવુ- ઝાપટવુ, ઉત્સાહથી કામ કરવુ,

બે બાઇઓએ આવી મારુ ઘર કામ રમરમાવી બે કલાકમાં પુરુ કર્યું.