સારા નરસાની હોય વિદાય વસમી
છૂટે વ્યસનીને વ્યસન વિદાય વસમી
 
ખેલ કૂદ બાળપણ જાય નિશ્ચિંત વિતી
જાય જુવાનીના જોમ વિદાય વસમી
 
થાય સ્વપ્ન સાકાર આવ્યા દેશ છોડી
માતૃભૂમી કણક્ષણની વિદાય વસમી
 
વિશાળ ઘર વસાવ્યું હરખી હરખી
વિતી જાય પ્રસંગોની વિદાય વસમી
 
દીકરી સમજુ ગૃહે વ્હાલનો દરિયો
સાસરીયે વળાવી વિદાય વસમી
 
પીળા પર્ણો ઊડે આભે વૃક્ષ ઊભુ ધૃજી
લીલપ નહીં જાળવી વિદાય વસમી
 
દુનિયા પરિવર્તનશીલ નિયમ જાણી
છે આજ જે કાલે નહીં  વિદાય વસમી