Wed 27 Mar 2013
ઉત્સવ હોળી
Filed under: સ્વરચના — indirashah @ 12:33 pm
                                                                                                                                                    
                                                                                                                                                             ઉત્સવ ઉલ્લાસનો હોળી
                                                                                                                                             સુકી શાખા ગોબર ખડકી
                                                                                                                                            પ્રગટે હોળી કટુતા મેલ હોમી
                                                                                                                                             શુધ્ધ જળે પ્રદક્ષિણા ફરી
                                                                                                                                                            ઉત્સવ ઉલ્લાસનો હોળી
                                                                                                                                             પચરંગે સહુ ભરે પિચકારી
                                                                                                                                             ઉલ્લાસ ખુશી હૈયે ભરી
                                                                                                                                             સ્નેહી સગા સાથ મળી
                                                                                                                                             ઉછાળે રંગો રંગાય રંગી
                                                                                                                                                            ઉત્સવ ઉલ્લાસનો હોળી
                                                                                                                                            ગુલાબ જુઇ ચંપા ગુલછડી
                                                                                                                                            કળીઑ મુસ્કાય ખીલી ઊઠી
                                                                                                                                               માનવ હૈયે રંગ સુવાસ ભરી
                                                                                                                                                               ઉત્સવ ઉલ્લાસનો હોળી
                                                                                                                                                 ઝુમે ધરા ત્રિલોક ઝુમે
                                                                                                                                              કાનાની પીચકારી સ્નેહ ભરી
                                                                                                                                              વરસે ભાવિકને પાવન કરી
                                                                                                                                                           ઉત્સવ ઉલ્લાસનો હોળી
 
                                                                                                                                       છબી સૌજન્ય ગુગલ ઇમેજ
 
 
 
 
 
 
 
 
 
 
Comments Off on ઉત્સવ હોળી
Tue 12 Mar 2013
આનંદમયી બા
Filed under: ટુંકી નવલિકા — indirashah @ 5:50 pm

આનંદમયી બા

દયાબા એટલે સદાય આનંદમય, કાયમ તેમના ચહેરા પર હાસ્ય રમતુ હોય.કોઇ પણ વ્યક્તિ પૂછે ‘બા કેમ છો?”બાના હાથ જોડાય,”આનંદમાં ભાઇ, આનંદમાં બેન”.બાનુ કુટુંબ મોટુ,ત્રણ દિકરા ત્રણ દીકરીઓ,એક દિકરો નરેશ કેમિકલ એન્જીનિયર લગ્ન કરી અમેરિકા આવ્યો,બોસ્ટનમાં એમ.એસ પુરુ કર્યુ, જોબ શરુ કર્યો.તેની પત્નિ નીનાએ લેબ ટેકનોલોજીસ્ટ્નો કોર્સ શરુ કર્યો, સગર્ભા થઇ,હાર્ડ વર્ક કર્યું ૬ મહિનામાં એક વર્ષનો કોર્સ પુરો કર્યો,જેથી પ્રસુતિના સમય પહેલા બોર્ડની પરિક્ષા આપી શકાય.ખેર બધુ મનુષ્યનું ધાર્યું થતુ નથી, એટલે જ અંગ્રેજીમાં કહેવત છે ;

“Man proposes, God disposes”

આવુ જ નીના સાથે થયું,આઠમે મહિને પ્રસુતિનું દર્દ શરુ થયું,નીનાએ નરેશને ઊઠાડ્યો બન્ને હોસ્પિટલ પહોંચ્યા,બન્નેને આશા હતી પ્રસુતિનું દર્દ નથી જણાવી દવા આપી નર્સ ઘેર મોકલશૅ.

નર્સે તપાસ કરી જણાવ્યુ નીના યુ હેવ ટુ સ્ટે,યુ આર લિકીંગ એન્ડ ડાઇલેટેડ,આઇ હેવ પેજ્ડ ડૉ.શાહ. શી ઇસ ઓન હર વે.

“નરેશ ઇન્ડીયા ફોન કરી બા ને વહેલા બોલાવી લ્યો”.

“તું ચિંતા ના કર મેં વિનુને મોબાઇલ પર જણાવી દીધુ છે,મને ત્રણ દિવસ પેટરનિટિ રજા મળશે.રવિવારની ફ્લાઇટ બુક કરાવશે, રાત્રે બા અહીં આવી જશે.”

“નરેશ બાને જેટ લેગ વિશે વિચાર્યુ??પહેલી વખત આટલી લાંબી મુસાફરી પ્લેનમાં કરશે?!!”

“તું ખોટી ચિંતા ન કર મારી મા તને અને બાબાને જોઇ એટલી આનંદમાં હશે,કે જેટ લેગ થાક બધુ ભૂલી જશે”

‘અને હા ઇલાને પણ ફોન કરજે “

“એને ભૂલાય!?સવારે મારુ આવી બને,

”શું છે નરેશ કોનુ આવી બનવાની વાત છ?!”

અરે ઇલા તને જ યાદ કરતા ‘તા ત્યાં તુ આવી ગઇ”

“હું તો આવી.મારા આનંદબાને ફોન કર્યો??”ઇલા દયાબાને આનંદબા જ કહેતી અને દયાબાને પણ ઍ ગમતુ.

ઇલા અને નીના સ્કુલથી મિત્રો, અમેરિકામાં પણ બન્ને એક જ ટાઉનમાં હતા તેથી મિત્રતા જળવાઇ રહેલ.

ડો શાહ આવ્યા નીનાને તપાસી લેબર રૂમમાં લઇ ગયા,કલાકમાં બાબાનો જન્મ થયો.

“અભિનંદન,નીના, નરેશ યુ ગોટ બેબી બોય”.

“થેંક્સ ડો.

ત્રીજે દિવસે નીના ઘેર આવી, ઇલાએ અને નરેશે નર્સરિ રૂમ તૈયાર કરી રાખેલ.દરવાજે વેલકમ હોમ લખેલ બ્લુ બલુન લટકાવેલ,યાર્ડમાં ઇટ ઇઝ બોય લખેલ બ્લુ બલુન મુકેલ આમ ઇલાએ અમેરીકાની રીત મુજબ બધી તૈયારી કરી રાખેલ.

રવિવારે બા આવ્યા,બધુ જોઈ ખુશ ખુશ થઇ ગયા, આનંદ આનંદ બોલતા અંદર ગયા, બાબાને જોયો ,

“નીના જો કેટલો નિર્દોષ આનંદમાં સુતો છે”.

‘હા બા”,તમે નાહી ધોઈ આરામ કરો તમને થાક લાગ્યો હશે”.

“અરે મને શેનો થાક!!બેસવાનુ, સુવાનુ ,ખાવાનુ, પીવાનુ અને બાજુવાળાએ આનંદ મુવી મુકી આપ્યુ,મને તો ખુબ આનંદ મળ્યો.

ત્યાં ઇલા આવી બા કેમ રહી મુસાફરી?”

“એકદમ આનંદમાં’.

“બા આજે તમારી રેસેપીના લાડુ અને વાલ બનાવવામાં મને પણ ખૂબ આનંદ થયો.”

“વાહ મારુ ભાવતુ ભોજન’.

બધા સાથે જમ્યા,

૬ઠીના દિવસે બાએ મીઠો ભાત બનાવ્યો ફૈબાની ગેરહાજરીમાં બધાના આગ્રહથી બાએ બાબાનું નામ ખુશ પાડ્યું.

બધાને નામ ગમ્યું.

ખુશની અને ઘરની, બન્ને જવાબદારી બાએ સંભાળી લીધી ,નરેશ સીટીઝન હોવાથી બાને ગ્રીન કાર્ડ મળી ગયું, નીનાએ બોર્ડની પરીક્ષા પાસ કરી લેબમાં જોબ લીધો.

નરેશે નાનાભાઇ બેનની પીટીશન ફાઇલ કરેલ અને નીનાએ પણ તેના ભાઇ બેનની પીટીશન ફાઈલ કરેલ અમેરિકામાં બન્નેના હક સમાન.

જેમ જેમ વીસા મળતા ગયા તેમ બધા ઇમીગ્રેશન પર આવતા ગયા, નરેશના મોટાબેન તેમની બે દીકરીઓ અને દીકરો આવ્યા, બધાએ જે મળે તે જોબ કરવાના અને સાથે ભણવાનુ, બા બધાનું કામ આનંદથી કરે,                    જરૂર પડે શીખામણ પણ આપે. ”ચાર પાંચ વર્ષ હાર્ડ-વર્ક કરી લ્યો, તમારા મામા મામીએ કર્યું તે પ્રમાણે અને. તમારે તેમનો ઉપકાર કદી નહીં ભૂલવાનો”.

નીનાએ પણ હવે જોબ છોડી દીધેલ જેથી બધાને રાઇડ આપી શકે. નીનાના બેન બનેવી તેમની બે કીશોર વયની દીકરીઓ સાથે આવ્યા.

એક દિવસ બપોરે સમર હોવાથી યાર્ડમાં કપડા સુકવતા નાની દીકરી સેજલની આંખમાં આંસુ જોઈ બા તુરત તેની પાસે ગયા,તેની સાથે કપડા સુકવતા બોલ્યા, બેટા તારા મમ્મી પપ્પા પરીક્ષા પાસ કરે પછી તમારે કોઇ ચિંતા નહીં, પછી તમે અહીં ઇન્ડીયાથી પણ સારી રીતે રહી શકશો, ત્યાં સુધી આનંદથી કામ કરવાનું, બેટા આ દેશમાં બધા જ કામ કરે, કોઇને કોઇ પણ જાતના કામ કરવામાં નાનપ કે શરમ નહીં.,કાર્ટર પ્રેસીડન્ટ હતા અને અત્યારે તેના ખેતરમાં ટ્રેકટર ચલાવે છે. તો આપણને શેની શરમ??!! ભગવાન જે કામ જ્યારે કરાવે ત્યારે તેનો ઉપકાર માની આનંદથી કરી લેવાનુ, તો જ સુખી થઇએ અને બીજાને સુખી કરી શકીએ.

આમ બાના મોરલ સપોર્ટથી બધા સેટલ થવા લાગ્યા.

દર દિવાળીએ બાના આગ્રહથી નરેશનું આખુ કુટુંબ સાથે ડીનર લે, બધા દિવાળીને દિવસે ડ્રાઇવ કે ફ્લાય કરી બોસ્ટન આવી જાય.  શિખંડ અને શુકનની તલધારી લાપસી બને.તલધારી લાપસી બા જ બનાવે તેવો સહુનો આગ્રહ. બાને પણ તેનો ખુબ આનંદ.

આ વર્ષ નીનાની ભાણેજવહુ દેવલ અને ભાણેજ ડો યોગિના આગ્રહથી ફેમિલી ગેટ ટુ ગેધર અને  દિવાળી ડીનર તેઓને ત્યાં રાખવાનુ નક્કી થયુ. બા અને નીના આગલે દિવસે પહોંચી ગયા જેથી દેવલને હેલ્પ કરી શકે. દેવલે તો બધુ કેટર કરાવેલ. બાને ખબર નહીં, બા તો સવારના ચા પાણી પત્યા,કે તુરત રસોડામાં ગયા બારણા પાસે પહોંચ્યા, અટકી ગયા.

‘મામી મે તો બધુ કેટર કરાવ્યું છે.” તલધારી લાપસી પણ કરાવી લીધી. બાના હાથ ધૃજે છે, બરાબર હલાવાય નહીં, અને ચોટી જાય તો બગડે”.

.”દેવલ બાને અને તારા મામાને નહીં ગમે.”

“મામાને યોગિ મનાવશે, બાને તમે મનાવી લેજો”.

બા દાખલ થયા,”બેટા તમારે કોઇએ મને મનાવવાની જરૂર નથી, તમે જે કરો તેમાં મને આનંદ જ હોય.” બોલી પોતાના રૂમમા જતા રહ્યા. નીનાએ જોયું, બાના ચહેરા પર આનંદ બોલતા જે સ્મીત રમતુ દેખાતુ, તેની ઝાંખી ન થઇ.

રાત્રે ડીનર પત્યું, નજીક રહેતા‘તા તેઓ મોડી રાત્રે ઘેર ગયા, દુર વાળા સવારે નુતન વર્ષાભિનંદન કરી બા ને પ્રણામ કરી નીકળ્યા.બાએ સહુને સદાય આનંદમાં રહો આશીર્વાદ આપ્યા નરેશ અને યોગિ ફ્લાઇ કરવાવાળાને એરપોર્ટ પર મુકવા ગયા.

સાંજે નરેશ નીના અને બા પણ નીકળ્યા.

યોગિ અને દેવલે બાને પ્રણામ કર્યા.બાએ આશીર્વાદ આપ્યા

“સદાય સુખી રહો.” નીનાને આશ્ચર્ય થયું આજ “આનંદમાં રહો” તેને બદલે “સુખી રહો” કેમ બોલ્યા હશે ?!!

મોડી રાત્રે ઘેર પહોંચ્યા.

બા “આનંદ સચ્ચિદાનંદ બોલી પોતાની રૂમમાં ગયા.

સવારના ૯ વાગ્યા બા રૂમની બહાર ના આવ્યા નીનાને ચિંતા થઇ, નોક કરી અંદર ગઇ .

બા પલંગમાં સીધા સુતા હતા, બા હંમેશા જમણી કે ડાબી બાજુ જ સુવે, કદી સીધા ના સુવે. નીના નજીક ગઇ.

“બા નવ વાગ્યા, ઊઠો”.

કોઇ જવાબ નહીં

નાઇટ સ્ટેન્ડ પર નજર ગઇ, ચિઠ્ઠી પડેલ.

ધૃજતી બાની કોઇને જરૂર નથી, જાય છે.

સચ્ચિદાનંદ

આનંદ આનંદ આનંદ

નીના ઢગલો થઇ બાને વળગી પડી “બા,મારી ખુશ મિજાજી બા, તને ધૃજારી પર આટલી નફરત!!!”

 

 

 

 

 

 

Comments Off on આનંદમયી બા
Sat 2 Mar 2013
કરું
Filed under: ગઝલ — indirashah @ 10:13 pm
        
       
         
 
          
 
 
 
           ફોટોગ્રાફ 
        ડો રમેશ શાહ
 
     ત ણાવ ભારે જીંદગી જીવ્યા કરું
    અશાંત જગમાં ખેલ ખેલ્યા કરું
   
    નબળાને પાડી નીચા સબળા હરખાઇ
    ના સરે અર્થ ખુદ પડે ,વિચાર્યા કરું
 
    જગતમાં થતી તુલના જોયા કરું
    ગુણ અવગુણ સૌના ગણ્યા કરું
 
    સતત કાબુ ન રહે કોઇનો કોઇ પર
     સત સ્વરૂપ સૌના એક,જાણ્યા કરૂં
 
     ખેલ કૂદ મેદાનમાં જોઇ હાર જીત
    ધગસ સાથ એકાગ્ર ચિત્ત રમ્યા કરૂં
 
    વિધિના લેખ સુખ દુઃખ મિથ્યા ન થાય
   સ્વીકારી આનંદે,જગમાં મસ્તફરયા કરું
 
    તન મન શાંત ,સહજ કૃત્ય કરે
    હરઘડી ,બ્રહ્મ વાક્યે વિહર્યા કરું
 
 
     
 
   

 

 

 

 

 

 

 
 
 
 
 
 
 

 

Comments Off on કરું
35 queries. 0.090 seconds. Powered by Gujarati Sahitya Sarita
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.