લક્ષ્મી રોજ સવારે ૬ વાગે ચાલવા જાય છે.આ તો તેણીનો નિત્ય ક્રમ છેલ્લા ૧૦ વર્ષથી છે.

આજે અડધો માઇલ ચાલી ,જાણે પગ અટકી ગયા, કેમ આમ? ,રોજ ૨ માઇલ ચાલે તો પણ ખબર પડતી નથી,આજની મોસમ પણ ચાલવા માટે અનુકુળ છે. અઠવાડીયાથી સતત સવારના ૭૫ ૮૦ વચ્ચે બતાવતુ મિટર આજે ૭૦ ૭૫ વચ્ચે અટકેલ છે. પૂર્વ દિશામાં  સૂર્ય નારાયણ પણ સોનેરી કેસરી રંગ વચ્ચે,સફેદ ભૂખરા વાદળો સાથે સંતાકૂકડી રમી રહેલ છે,મંદ મંદ વાયરા સાથે વૃક્ષોની ડોલતી શાખાઓ મધ્યેથી માળો છોડી ચારો શોધવા ઉડતા પક્ષીઓના મધુર કલરવ સંભળાઇ રહ્યા છે.આટલું ખુશનુમા વાતાવરણ લક્ષ્મીની જ્ઞાનેન્દ્રિયને સ્પર્શતું નથી.

 

કારણ શનિવારે દીકરી માનસાએ આપેલ સમાચાર .

 

“ મોમ આઇ હેવ એ ગુડ ન્યઝ “,

 

“શુ છે બેટા? આપણી મોના જુનીયર જેપડી માં પાસ થઇ ગઇ.”

 

“મોમ મોના હજુ ૬ વર્ષની છે હજુ બે વર્ષની વાર છે”,મમ્મી તું નાની છે, હવે દાદી થવાની”.

 

“રાજ કે રાજવીનો ફોન ગઇ કાલે જ હતો તેઓ તો કશુ બોલ્યા નહીં!!” કદાચ આમન્યા જાળવી તારા મારફત જણાવ્યું.”

 

“મા રાજવીભાભી પ્રેગનન્ટ નથી, ખુશ થા તારી નાની વહુ સુ સગર્ભા છે”.

 

“તને કેવી રીતે ખબર પડી?”“માનસા તને ખબર છે ને તારા ડેડી તેને કોઇ હિસાબે સ્વીકારશે નહીં”!!

 

“તને નથી લાગતુ જમાના પ્રમાણે ડેડીએ વિચારવું જોઇએ”, ગઇ કાલે ભાભી અને અમરભાઇ મને “બેબી આર અસ” માં મળી ગયા હું મારી કો વર્કર સાથે તેણીના બેબી સાવર રજીસ્ટરી કરવા ગયેલ ત્યારે તેઓ બન્ને પણ સાવર રજીસ્ટર કરવા આવેલ.”

 

“તો તો ૫મો ૬ ઠ્ઠો મહિનો હશે!!”

 

“હા મા સુ ભાભીના બે સાવર નક્કી થઇ ગયા છે, તારે પણ રિવાજ મુજબ ગોદ ભરાઇ કરવી જોઇએને?”તુ અને ડેડી વિચારજો હું મુકુ મારે મોનાને ડાન્સ ક્લાસમાં લઇ જવાની છે”,બાય.

 

“બાય લવ યુ”.

 

રામન શુભ્રમન્યમ મદ્રાસી બ્રાહ્મીન,મદ્રાસમાં હતા ત્યાં સુધી પી એચ ડી પ્રોફેસર રામન લુંગી પર ડ્રાયક્લીન શર્ટ પહેરી કોલેજ જતા, ત્રણ બાળકોના જન્મ મદ્રાસમાં. લક્ષ્મીના ભાઇઓ અમેરીકામાં એટ્લે એકની એક બેનની પિટીસન ફાઇલ કરી,૭૨માં ઇમીગ્રેસન વીસા મળ્યા, રામન ફેમિલી સાથે બોસ્ટન સાળાને ત્યાં આવ્યા,  ડો રામનના ઉચ્ચતર શિક્ષણ, અને ઘણા જર્નલમાં પેપર પબ્લિશ થયેલ હોવાથી, હારવર્ડ યુનિવર્સીટીમાં તુરત જ જોબ મળી ગયો.

 

મોટો રાજ ૧૨માં ધોરણમાં માનસા ૧૦માં મા અને સૌથી નાનો અમર સાતમામાં ,ત્રણે બાળકો ખૂબ હોશિયાર. રાજ એમ આઇ ટી માંથી કેમિકલ એનજીનયરીંગમાં પી એચ ડી થયો.માતાપિતાની પસંદગીની બ્રાહ્મીન જ્ઞાતિમાં રાજવી સાથે લગ્ન કરી બોસ્ટનમાં સેટલ થયો છૅ.

 

માનસા હારવર્ડ માંથી ઇગ્લીસ લિટરેચર મેજર સાથે ગ્રેજ્યુએટ થઇ.તેના પતિ સાથે હ્યુસ્ટનમાં સેટલ થઇ છે.બે બાળકોનું માતૃત્વ પ્રાપ્ત કરેલ છે.

 

ડો અમર અને સુ બેયલરમાં સાથે રેસીડન્સી કરતા હતા,અમર ઇન્ટરનલ મેડીસિનમાં ચિફ રેસિડન્ટ અને સુ સેકન્ડ ઇયરમાં એટલે અવાર નવાર કેસ ડીસકસનમાં મળતા,અમરને સુ નો અને તેના પેરન્ટસનો  પ્રથમ પરસનલ પરિચય માનસાને ત્યાં દિવાળી પાર્ટીમાં થયો.તેના પેરન્ટસના હિન્દુ ધર્મવિશેના વિચારો અને જાણકારીથી અમર ખૂબ પ્રભાવિત થયો.માનસા પાસેથી પણ સુ વિશે ઘણું જાણવા મળ્યું.

 

પછીતો પરિચય ધીરે ધીરે પાંગરતો ગયો. મેમોરીયલ ડે લોંગ વીક એન્ડમાં બન્ને ગાલવેસ્ટન બીચ પર ગયા, અમરે વેસ્ટન ક્લચરની રીતે ઘુંટણીયે પડી સુને પ્રપોસ કર્યું વુડ યુ મેરિ મી?.

 

યસ બોલતા સુ એ અમરનો હાથ પકડ્યો બાથ ભીડાય બન્ને હૈયા હોઠ એક થયા.. આથમતા સૂર્યના સોનેરી પ્રકાશમાં  સુ ના રતુંમડા ચહેરા પરના અવનવા ભાવો અમર નિરખી રહ્યો…

 

માનસાએ મમ્મીને વાત કરી,મમ્મી સમજી ગઇ, પ્રોફેસર રામનને કહેવાની કોઇનામાં હિમત ન હતી .

 

 

 

રજીસ્ટર મેરેજ કરી અમર સુના આગ્રહને માન આપી માતા પિતાના આશીર્વાદ મેળવવા બન્ને હ્યુસ્ટનથી બોસ્ટન આવ્યા લોગન એરપોર્ટથી સીધી ટેક્ષી કરી બ્રુકલીન માતા પિતાના ઘેર જવા. રસ્તામાં સુ એ પ્રષ્ન પૂ્છ્યો, અમર આર યુ સ્યોર યોર પેરન્ટ વીલ એક્સેપ્ટ અસ?”આ પ્રષ્ન સુ વારંવાર પૂછી રહી હતી અને અમરનો એજ જવાબ “આઇ ડોન્ટ નો સુ,”અમર જાણતો હતો તેના પિતાને, ધર્મચુસ્ત, મદ્રાસી બ્રાહ્મીન.શું જવાબ આપશે, “ બે શરમ તું જાણે છે ,વર્ણશંકર પ્રજાને મારા ઘરમાં સ્થાન નથી.” અમર સુ ને આ કહી નહોતો શકતો.

 

ઘર આવ્યું ડોરબેલ વાગી, રાત્રીના આઠ થયેલ લક્ષ્મી ડીસીસ કરતી હતી, પ્રોફેસરે દરવાજો ખોલ્યો,લક્ષ્મી પણ બારણે આવી અમર અને સુ દરવાજામાં જ બન્નેને પગે લાગ્યા,અમર બોલ્યો મોમ ડેડ વી કેમ ટુ ગેટ યોર બ્લેસીંગ્સ પ્રોફેસરે લક્ષ્મીને અંદર ખેંચી ધડામ દરવાજો બંધ અમરે સુ નો હાથ પકડ્યો કંઇ પણ બોલ્યા વગર રોડ પર આવ્યા ટેક્ષી કરી નેક્ષ્ટ અવેલેબલ ફ્લાઇટમાં હ્યુસ્ટન પાછા.બન્ને પાછા પોતાના રુટિનમાં લાગી ગયા.

 

ત્રણ વર્ષ વિત્યા લક્ષ્મીની નજર સમક્ષ આખો પ્રસંગ તાદૃશ થઈ રહ્યો છે. આખો રવિવાર   વિચારમાં ગયો પ્રોફેસરને કેવી રીતે વાત કરવી?!! સમજાવવા?ચાલતા ચાલતા વિચારે છે ૫ વર્ષ થયા રાજવીની ગોદ ખાલી છે, છેલ્લા બે વર્ષથી તો સ્પેસ્યાલીસ્ટ ડો. પાસે જાય છે,હું પણ મિનાક્ષી મંદીરમાં જ્યારે પૂજા અર્ચના કરાવું ત્યારે રાજના ઘેર પારણું બંધાય, એજ મનોકામના કરું છું.આજે

 

આજે માએ મારું સાંભળ્યું, મારે મન તો અમરના ઘેર પારણું બંધાય એ પણ આનંદ જ છે,મને ખાત્રી છે આ સમાચાર જાણી પ્રોફેસરને પણ આનંદ જ થશે.આજે રાત્રે જણાવી જ દઉં.

 

ડાયનીંગ ટેબલ પર ગરમ ગરમ ઢોસા પીરસતા વાત કરી, “સવારથી મારે તમને એક વાત કરવી છે”

 

“તો કહી દેને રાહ શા માટે?’આજે પરોઢિયે મને સ્વપનું આવેલ “ આપણે દાદા દાદી થયા”,

 

“આટલી સરસ વાત કરવા માટે તેં આખો દિવસ વિચાર્યું.” પરોઢિયાનું સ્વપ્ન કદાચ સાચુ પણ પડે!!’

 

“હા એવું જ લાગે છે ચાલતા ચાલતા પાર્કમાં  મે દૂર સુ ને જોય સગર્ભા હોય તેવું જણાયું તેનું ધ્યાન મારા તરફ ન હોતુ હું કન્ફર કરવા તેના તરફ ચાલું ત્યાં તો તે ગાડીમા બેસી પાર્કની બહાર નીકળી ગઇ.”

 

“તો તું તેની પાછળ કેમ ના ગઈ?”

 

“હું પાર્કમાં ચાલતી જ જાઉ છું”.

 

“તો ચાલો અત્યારે આપણે બન્ને સાથે કનફર્મ કરવા જઇએ”.

 

“ક્યાં જઇશું તમને અમરનું ઘર ખબર છે?”

 

“આજે સવારે હું મારા કલીગ ભાસ્કર રાવની ખબર કાઢવા મેમોરીયલ હોસ્પીટલ ગયો ત્યારે અમર રાઉન્ડ પર ભાસ્કરને જોવા આવેલ, ભાસ્કર અમરના ખૂબ વખાણ કરતો હતો. હું અમર સાથે જ રૂમની બહાર નીકળ્યો ત્યારે મેં જ તેના ઘરનું એડરેસ અને ફોન નંબર માગ્યા તેણે તુરત જ લખી આપ્યા”.

 

“તો તમે મને અત્યારે કહો છો”!!

 

“મારે આવતી કાલે તને અમરને ત્યાં સરપ્રાયસ લન્ચ માટે લઇ જવાની હતી”.

 

“તું તૈયાર થા આપણે નીકળીએ ૧૦ મીનીટ જ દૂર છે.”

 

અને બન્ને વેસ્ટ યુ એરિયામાં અમરના ઘેર પહોંચ્યા.

 

અમરે દરવાજો ખોલ્યો, માતાપિતાને પગમાં પડ્યો.

 

“બેટા ખૂબ ખૂબ સુખી થા,અમર મારી પુત્ર વધુ ક્યાં છે?”

 

ત્યાં તો સુ પોતે જ નાયટ ડ્રેસ પર રોબ પહેરી બહાર આવી

 

“મોમ ડેડ બ્લેશ મી એન્ડ યોર ગ્રાન્ડ બેબી”.

 

બન્ને જણા ફરી વાર પગે લાગ્યા અમર બોલ્યો મોમ ડેડ બ્લેશ ઓલ થ્રી ઓફ અસ”.

 

લક્ષ્મી હેતથી ટ્પલી મારતા બોલી “આ તારી ઓલ થ્રી ઓફ અસની ટેવ ગઇ નહીં”.

 

“એ શું અમર સમ સીક્રેટ યુ આર હાઇડીંગ ફ્રોમ મી !!”

 

“સુ બેટા, અમરને ચોકલેટ આપુ રાજ વાંકમાં હોય એટલે એને ના આપુ તો અમર મારી સામે આવી ડીકલેર કરે ઓલ થ્રી ઓફ અસ વીલ ઇટ ટુ ગેધર ઓર નો બડી વીલ ઇટ.માનસા પણ એની ચોકલેટ મૂકી દે.” રાજ માફી માંગે અને ત્રણે સાથે ચોકલેટ એન્જોય કરે.”

 

“મા દીકરો અને વહુ વાતો જ કરશો કે ચોક્લેટ આઇસ્ક્રીમ ખવડાવશો?”

 

“સોરી ડેડ સુ આઇસ્ક્રીમ બાઉલ ભરવા લાગી અમરે મોમ અને ડેડને બાઉલ આપ્યા,સુ એ પોતાના માટે એક જ સ્કુપ ભર્યો.

 

લક્ષ્મી બોલી “સુ તારે ડબલ ખાવાનું હોય”.

 

“મોમ મારું વજન વધી રહ્યું છે એટલે મારે ફેટ ઓછી ખાવાની છે”.

 

પ્રોફેસર બોલ્યા “સુ યુ સ્ટાર્વ બટ ડોન્ટ સ્ટાર્વ માય ગ્રાન્ડ બેબી.

 

ડેડ ડોન્ટ વરી યોર ગ્રાન્ડ બેબી વીલ ઇટ માય ફ્લેશ;બેબી વોન્ટ સ્ટાર્વ”.

 

“પ્રોફેસર સાહેબ ચાલો હવે બન્ને જણાને આરામ કરવા દો.”

 

“મોમ ઓલ થ્રી ઓફ અસ”.

 

“યસ બેટા આશીર્વાદનો વરસાદ હંમેશા વરસતો રહે તમારા ત્રણે પર.ઓન ઓલ થ્રી ઓફ યુ”…