Wed 23 Feb 2011
પ્રસન્નતા
Filed under: સ્વરચના — indirashah @ 1:14 pm

 

મનુષ્ય પરાધીન પરિસ્થિતિએ

જય વિજયે પ્રસન્ન થયો

પરિસ્થિતિ બદલાય પરાજય મળ્યો

પરવશ પામરની પ્રસન્નતા હણાય                                ૧

 

કુદરત પ્રભાવે પરવશ માનવ

પ્રસન્ન થાય વસંત વર્ષા આગમને

ગ્રીષ્મ ઋતુના બળબળતા મધ્યાને

પરવશ પામરની પ્રસન્નતા હણાય                             ૨

 

વ્યક્તિ વ્યક્તિત્વના પ્રભાવે પરવશ

પડે વાક્ચાતુર્યના પ્રભાવમાં

પ્રભાવિત બાહ્ય અહમ આડંબરમાં

પરવશ પામરની પ્રસન્નતા હણાય                             ૩

 

રહીશ નિજ સ્વભાવમાં સ્થિર

આવકારિશ પ્રભાવને આપી આદર

સુખ દુઃખને સમાન આવકાર

પ્રસન્નતા નિરંતર પરવશતા હણાય                                ૪

  

Comments (3)
Tue 8 Feb 2011
ભેદ
Filed under: સ્વરચના — indirashah @ 10:15 am

 

અહિંસક બન્યો હથિયાર તજ્યા 

ધૃણા ક્રોધ દ્વેષ ઘમંડ મનમાં રહ્યા

ઓર્ડર થયો પોલીસે ગોળીબાર કર્યો

લઇ પણ અહિંસાનું અહિંસકે જાન ગુમાવ્યો

ઉપરી કે પોલીસ કોણ હિંસક ઠર્યો

ખુદ અહિંસક મનના મેલે હિંસક ગણાયો!

હિંસા અહિંસાનો નાજુક ભેદ ના કળાયો!………………………………૧

 

સારથી બની ઉપદેશ અર્જુનને કૃષ્ણે આપ્યો

હિંસા સગા વહાલા કોઇની નથી તું કરતો

છોડી કર્તૃત્તવ ભોકતુત્ત્વ ભાવ ,ધર્મ અનુસર તારો

ધૃણા અહંકાર છોડી,નિસ્પૃહ સ્થિતપ્રજ્ઞ યોગી બન્યો

અર્જુન લડ્યો મહાભારત યુધ્ધ વિજયી બન્યો

ધર્મ રક્ષણ કાજે વિનાશ જરુરી અધર્મીયોનો

હિંસા અહિંસાનો ભેદ ગીતા ઉપદેશે ઉકેલ્યો ……………………………૨

Comments (2)
Thu 3 Feb 2011
આરતી
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 8:01 pm

ઉતારે સુ પ્રભાતે સૂર્યના ઓજસ થકી

સંધ્યાએ ઉતારે ચન્દ્ર્નો પ્રકાશ અર્પી

પ્રભુ ઉતારે નિયમિત આરતી વિશ્વની

જડ ચેતન સર્વને પ્રકાશિત કરી                                             

 

દિલના દીવડા ભરી ઓજસ આરતી

ઉતારે માનવ દુઃખી દરિદ્ર નારાયણની

મંદિરે પાષાણ મૂર્તિ સજીવન બની

ઘંટારવ નાદ પુરોહિતના છોડી                                      ૨

 

માનવ હ્રુદયે વિભુ પ્રસન્ન બની

પ્રવેશી શ્રદ્ધા સંતોષનું તેલ પૂરી

આશિષ અર્પી સદા ઉતાર આરતી

દુ;ખી દરિદ્ર નારાયણ અલતાર તણી                                       ૩

 

 

 

Comments (1)
Tue 1 Feb 2011
અમોઘ સત્ય
Filed under: સ્વરચના — indirashah @ 4:19 pm

સત્યાગ્રહ સાધન એક અમોઘ

તોપ બંદુકનો ડર ન કોઇ

આત્મબળ પગદંડીને સહારે

સ્વરાજ પ્રાપ્તિ બસ એક સાધને                                            ૧

કર્યું સાધ્ય સિદ્ધ બાપુએ

પ્રોઢ અવસ્થાએ સ્વરાજ આજે

ભારત બુદ્ધિ નાઠી સાઠે

સનાતન ધર્મ નીતિના ભોગે                                                 ૨

કરી પ્રગતિ અધિક વિજ્ઞાને

વધ્યા ઉદ્યોગો સિદ્ધાંતોના મૂલ્યે

ભ્ર્ષ્ટાચાર ખુશામતના જય જયકારે

પાંખંડી ઘમંડી ઠેર ઠેર પૂજાય                                                               ૩

નિજ શાસન સ્વરાજ આત્મઘાતક અસહ્ય

બાપુ સરદાર જોઇ જોઇ મુંઝાય

મા ભારતીની અસ્મિતા ઘવાય

ભૂલ્યા ભારતીય સત્ય સાધન અમોઘ                                          ૪

 

 

 

 

Comments Off on અમોઘ સત્ય
38 queries. 0.178 seconds. Powered by Gujarati Sahitya Sarita
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.