આજે શનિવાર ,દિવાળીની સવાર રીના વહેલી ઉઠી ગયેલ,રાત્રે શરુ કરેલ રંગોળી પુરી કરવાની હતી,રીના અને દિકરી સીતાએ મળી ચોકથી દોરી રાખેલ તેમાં ચિરોઠીના રંગ પુરવાના હતા. રીનાએ ચા બનાવી, નિત્યક્ર્મ પતાવી ઓસરીંમાં આવી ત્યાં સુધીમાં રિતેષ અને બન્ને બાળકો પણ

ઉઠી ગયા, ઉઠીને સીધી સીતા  આંખ ચોળતા  બોલી’ મમ્મી તું શરુ નહિ કરતી હ, હૂં બ્રસ કરી આવુ છું , ત્યાં તો સ્નેહલ વચ્ચે બેનીને ચિઢવવા બોલ્યો ‘તું સુઇ ગઇ ને પછી મેં મમ્મી અને  પપ્પાએ મળી રંગોળી પુરી કરી નાખી’, જા જા જુઠાડા મમ્મી મારા વગર પુરી કરે જ નહિ ને’,’ સારુ તને વિશ્વાસ ન 

આવતો હોય તો ઓસરીમાં જઇને જો’, ત્યાં પપ્પાનો અવાજ સંભળાયો સ્નેહલ દિવાળીને દિવસે નાની બેનને હેરાન ના કરીયે ‘ અને સીતાને ભાવતુ ને વૈદ્યે બતાવ્યુ લાડ કરતા ‘જુવોને પપ્પા સ્નેહલ ક્યારનો મને ખિજવે છે’, પપ્પાઃ’ મને ખબર છે, ચાલો જલદી બ્રસ કરો દુધ પી ઓસરીમાં 

પહૉંચો નહિતો મમ્મી  સાચે જ તમારા વગર રંગોળી પુરી કરી નાખશે ને તમે બન્ને ઝગડામાં રહી જશૉ. બન્ને બાળકો જલ્દી બાધરુમમા ગયા, સીતાએ  બ્રસ કર્યુ ત્યાં સુધી સ્નેહલ  સાવર લઇ કપડા  પહેરી તૈયાર, સીતા સાવરમાં જતા બોલી જોજે તુ ને મમ્મી શરુ ના કરતા ‘, ત્યાં મમ્મીનો અવાજ 

સંભળાયો સીતા સ્નેહલ જલ્દી ઓસરીમાં આવો રંગોળી પુરી કરી આપણે શૉપિંગ કરવા જવાનુ છે શોપિંગ નામ સાંભળતા જ  સીતા બોલી ‘મમ્મી હું દસ મિનિટ માં આવુ છું’ , સ્નેહલ પણ બહાર આવ્યો દુધનો કપ ગટગટાવી ઓસરીમાં પહોંચી ગયો,રીનાએ રંગો ચિરોઠી ભેળવી તૈયાર કરી રાખેલ .સીતા આવી એટ્લે ત્રણે જણાઍ રંગોળીમાં રંગ પુર્યા રંગોળી પુરી કરી ત્યાં જયાબેન આવ્યા સીતા સ્નેહલ બન્ને એક સાથે બોલ્યા જયાબેન જલ્દી નાસ્તો કાઢો બહુ ભુખ લાગી છે;’ બધા ડાઇનીંગ ટેબલ પર ગોઠવાયા જયાબેને મઠીયા ઘુઘરા ચેવડો વગેરે નાસ્તો ગોઠવ્યો, બધાએ પોત

પોતાને ભાવતા નાસ્તાની પ્લેટ ભરી; ત્યાં બંગલાનો ગેટ ખુલ્યૉ બચુભાઇ ગભરાયેલ હાંફતા દાખલ થયા રીનાએ તુરત જ દરવાજો ખોલ્યો પુછ્યુ ‘બચુભાઇ શું થયુ કેમ હાંફો છો? ત્યાં તો રિતેષ પણ ઓસરીમાં આવી ગયા,બચુભાઇ બોલ્યા ‘બેન સાહેબ મનુભાઇ બેશૂધ્ધ દિપક ને લૈ દવાખાને આવ્યા છે તમે જલ્દી ચાલો. રિતેષ તુરત જ બચુભાઇ સાથે દવાખાને ગયા, રીના ટૅબલ પર આવી જલ્દી નાસ્તો પતાવી રુમમાં તૈયાર થવા ગઇ.બન્ને બાળકોના ચહેરાનો ઉત્સાહ ઉડી ગયો, નાસ્તો અધુરો મુકી બન્ને પોતાના રુમમા ગયા, 

રીના તૈયાર થતા થતા ચાર વર્ષ પુર્વેના ભુતકાળમા સરી પડી. મનુભાઇ અને તેમના પત્ની  મન્જુલાબેન હતાષ ચહેરે રીનાની ઓફિસમા દાખલ થયા. મનુભાઇએ શરુ કર્યુ,’બેન અમારી દિકરી આશા ૭ વર્ષની થઇ, ‘મારા બાને મારે ત્યાં દિકરો જોવાની ખુબ ઇચ્છા છે ‘ , અમને બન્નેને તો દિકરી

કે દિકરો કાંઇ ફરક નથી,’ તો તમે કંઇ સલાહ આપો’, મંજુલાબેનની આંખમા તો અશ્રુ આવી ગયેલ, રીનાએ મંજુલાલાબેનને આશ્વાસન આપ્યુ ‘બેન ઢીલા નહી થવાનુ,’ તમારા બન્નેની ઉંમર નાની છે’, મનુભાઇ બોલ્યા,’ મારી બા મેણા મારે છે,’ અને મને બીજા લગ્ન માટે આગ્રહ કરે છે;’ હું સમજુ

છુ હું એક નો એક છું એટ્લે એમને મારે ત્યાં દિકરો થાય એ ઇચ્છા હોય પણ મારે મંજુલાને છોડવી નથી;’ મંજુ ઘણુ સહન કરે છે’ મારાથી નથી જોવાતુ’. 

રીનાએ મંજુલાબેનની પેલવીક તપાસ કરી કશી ખોટ જણાય નહી, એટ્લે મનુભાઇને રિતેષ પાસે મોકલી તપાસ કરાવી રિતેષે મનુભાઇના વિર્યની તપાસ કરાવી શુક્રાણુની સંખ્યા ઓછી અને હતા તે પણ નબળા જણાયા, રિતેષે દવા લખી આપી અને ૩ મહિનાબાદ ફરી વિર્યની તપાસ કરવા જણાવ્યુ. મનુભાઇએ રેગ્યુલર દવા લીધી. મંજુલાબેનના વ્રત, તેમના બાની માતાજીની બાધા બધુ તોચાલુ જ હતુ, આ બધાની સહિયારી અસર કે દવા કે પછી રીના અને રીતેષના હાથમા જસરેખા ફુટી, જે કહો તે ૬ મહિનામા મંજુબેનને દિવસો રહ્યા, ૯ મહિના તેના સાસુએ મંજુલાબેનને બરાબર સાચવ્યા પાણીનો પ્યાલો પણ પોતે લાવે, ભાવતી વસ્તુ બનાવી ખવડાવે ,તો કોક્વાર ટૉકે પણ ખરા બહુ ખટાસ બહુ મરચા સારા નહી, ગરમ પડે, બાળક ગળી જાય, આંબલીની ચટની તો અડ્વા જ ન દે સોજા ચડી જાય આમ ૯ મહિના વિત્યા દિપકનો જન્મ રીનાના

હાથમા જ ૩ વર્ષ પહેલા થયો . અઠવાડીયા પહેલા જ મનુભાઇએ અને મંજુલાબેને દિપકનો જન્મદિન ધામધુમથી ઉજવેલ અમદાવાદથી જાદુગર બોલાવી બાળકો માટે જાદુના ખેલ રાખેલ. અને આજે આ શું!! 

ટર…ટીન્ન્ન…………ટેલિફોનની ખંટી વાગી રીનાએ જલ્દી ફોન ઉપાડ્યો, હલો સામેથી બચુભાઇનો અવાજ ‘ બેન તમે આવશો નહી કેસ ખલાસ છે ,’ સાહેબ ઘેર આવે છે’. કહી બચુભાઇએ ફોન મુકી દીધો, 

રીના સુનમુન પલંગ પર બેસી ગઇ, ત્યાં રિતેષનો અવાજ સંભળાયો સીતા સ્નેહલ તૈયાર છો?’ રીના બહાર આવી પુછ્યુ રિતેષ શું થયુ ?’

‘રીના દિપક સામેવાળા હિતેષ સાથે બંગલામાં જ રમતો હતો, પકડા પકડીના દાવમાં પડ્યો અણીદાર પથ્થર પર, અને ધોરી નસ નો રક્ત સ્રાવ દવાખાનામા આવ્યા ત્યારે નાક કાન ગળુ બધુ લોહીલુહાણ મનુભાઇના શર્ટ પેન્ટ મંજુલાબેનની સાડી બધુ લોહી લોહી. 

મૃતદેહ ને મે ફક્ત મહોર મારી (Death certificate). નત મસ્તકે.’ 

વિધીના લેખ પણ કેવા કૃર હોય છે .૩ વર્ષ પહેલાની દિવાળીએ દિપક પ્રજવલિત થયો,કુટુંબ આખામાં આનંદ ઉલ્લાસ ઉમટ્યો, ૩ વર્ષ બાદ બુજાય પણ ગયો કુટુંબને શોકના અંધકારમાં ડુબાડતો ગયો.

વિધાતા તુ નારી છતા નારી પ્રત્યે  આટલી કૃર?!! 

 ,