પ્રેમ શું છે? પ્રેમ નામની વસ્તુ છે? છે જ નહિ, ફક્ત જુઠાણુ છે, જો તે સત્ય હોય તો હરહંમેશ અવિરત વહેતો જ રહે,

આવો પ્રેમ તે જ સર્વોચ્ચ પ્રેમ જે ઉદભવે છે હ્ર્દયના ઊંડાણથી કદી તેમા ભરતી ઓટ આવતા નથી.

બાકી દુન્વયી પ્રેમ તો સ્વાર્થી ચંચળ મનમાંથી ઊદભવેલ ,ઇન્દ્રિયોના સંતોષ ખાતર જન્મેલ,આ પ્રેમ ક્ષણિક પ્રેમ છે.

શાષ્વત સર્વોચ્ચ પ્રેમ તો ફક્ત ગોપી પ્રેમ, જેનો પ્રવાહ મીરા નરસી પ્રહલાદ જેવા ભક્તોએ સતત વ્હેંચ્યો,

આ પ્રેમ હરહંમેશ આનંદ આપનાર આ પ્રેમ તે જ ભગવાન.

 LOVE IS GOD

અને છેલ્લે નાનુ હાયકુ કે કાવ્ય?કલમે આવ્યુ છે,તો લખુ છુ

દિવ્ય પ્રેમથી મળે પ્રસાદ

પ્રસાદ પરમ આનંદનો

ઇન્દ્રિય પ્રેમથી મળે વાસના

વાસનાની પકડથી ભીંસાઇ

અને સ્વાર્થી પ્રેમની પકડમાં પછડાય

પામે ખેદ અને વિસાદ.