આંખ જ્યારે બોલવાનુ કામ કરે,
ઇશારાથી ઘણુ કહી જાય.
કાન સાંભળ્યુ ન સાંભ્ળ્યુ કરે
ઘર ઘરમાં શાંતિ પ્રસરે
જીભ બોલવાનુ બંધ કરે
મૌનથી ઘણુ કહી જાય.
નાક ટેરવુ ઊંચુ ન કરે
ફક્ત સુવાસ સુંઘ્યા કરે
ધ્રુણા પાત્ર કોઇ ન રહે.
હાથ મુંઠી ઉગામી હથિયાર હાથ ન ધરે
ફક્ત સુપાત્રે દાન દીધા કરે
સુંવાળો હાથ દુઃખી દીલે ફરતો રહે
વિશ્વ ભરમાં સુખ શાંતિનું સામ્રાજ્ય વ્યાપે.
પગ હોટેલ જુગાર ખાને ન ફરતા,
કુદરતની કમાલ માણતા ફ્રરે,
પ્રભુના દ્વાર ઢુંઢતા ફરે
આમ……………..
પ્રભુએ આપેલ પાચે ઇન્દ્રિયો
સાર્થક થયેલ દિશે.
.
ભાવશે, ગમશે, ચાલશે, દોડશે,
જોઇશે, મારશે, પડશે, નિભાવશે,
આ આઠ શબ્દો શે થી જ પૂરા થતા
ઉપરના ચાર મનને શાંતિ અર્પે
નીચેના ચાર મનને ઉદાસ કરે
બારીએ થી નિહાળુ
ધરતી રુડી દીશે
સફેદ ઓઢણી ઓઢેલ
હિમવર્ષાથી થીજેલ
પાન ફૂલવિના વૃક્ષો છે સુના
ઉદાસ માને બાળકો જુએ
માતાનો શ્વેત વેષ નિહાળી
મુંઝાય મનમાં ભારી
કોના કોપથી મા થઇ બિચારી!
આભમા ઉગતો સૂર્ય નિહાળી
બોલે
અરે!.પિતા લાવ્યા રંગબેરંગી ઓઢણી
મા કાજે………
પુત્રી રહી ભીંજાય
ઉષ્ણતા પિતાની
સારી રહ્યા આંસુ આ બાળ
માતા પિતાના ઉષ્મા ભર્યા મિલને
પૂંછી રહ્યા ઠૂંઠા મેપલ વૃક્ષો
લીલીછમ હરિયાળી થશે મારી મા?
થઈશું હરિયાળા અમે ?
દાદા હ્સ્યા!
વ્હાલા પૌત્ર પૌત્રીઓ
જગતે માણ્યુ સૌન્દર્ય તમારું
હવે વારો શરૂના વૃક્ષોનો
સૌન્દર્ય માણવા તેઓના
સર્જી હિમવર્ષા તણી હેમંત ઋતુ
વસંત આવસે પછી
કોઇ નહિ જુએ શરૂના વૃક્ષો ભણી
માણસે સહુ કુમળી કુંપળો
મધુમાલતી મોગરાની સુવાસ
તમારી માતા પણ આનંદે
લીલીછમ ઓઢણી ઓઢી
આવકારશે સહુને ઉમંગે.