પૃથિવી પુત્રી પ્રખર સૂર્ય ની
સૌથી લાડલી નાજુક નમણી
લીલી સૂકી રંગબેરંગી ન્યારી
સૌમ્ય શીતળ શશીની બહેની
રસિયા ચીન અમેરીકા હીન્દ
બાળ એસટ્રોનટ મોસાળે પહોંચી
તુજને અર્પે ભેટ અમૂલ્ય અનોખી
તુજ ભાવિ વૈજ્ઞાની જુવે હરખાઇ
મારા તારા ઝગડા છોડ સમજ
વસુધૈવ કુટંબકેવ ભાવ સમ
અખિલ બ્રહ્માંડ કુટુંબકેવ ભાવ
જાગે આજ દેખી પૃથવી ઉદય