અમ્રિતા કેવી રૂપાળી! જન્મી ત્યારે હોસ્પિટલમાં જ તેના મામા બોલ્યા દીદી તારી દીકરી તો ઇંગ્લીશ ડોલ છે! મોટી માંજરી આંખો, સુવાળા ગુલાબી ગલગોટા ગાલ, સાચે જાણે સ્વર્ગની પરી જન્મી. “બસ રાખ નયન, મામાની મીઠી નજર ભાણીને લાગી જશે”, “મા ચિંતા શું કરશ તું નજર ઉતારી લેજે ને, હું કાળો છું તોય જરાક કોઇ મારા વખાણ કરે કે તુરત સાંજે સાડલાના છેડામાં કંઇક ઢાંકી મારા માથા પર ગોળ ગોળ ફેરવી બહાર નાખી આવે છે, અંજનાબેનઃ હા મારે ઉતારવી જ પડશે, નિરાલી તું પણ બેબીના કપાળે રોજ સવારે નર્સ નવડાવી ને લાવે તુરત કાળુ ટપકુ કરજે”. હા મા જરૂર કરીશ. પ્રથમ માતૃત્વ ધારણ કર્યાના આનંદમાં પરી જેવી પુત્રીને જોઇ નિરાલી પ્રસુતીની પીડા ભૂલી ગઇ, એક અનોખી હળવાસ અનુભવી રહી, નિદ્રાવસ થઇ.
નિરજ સાંજની ફ્લાઇટમાં અમદાવાદથી આવી ગયા,એરપોર્ટથી સીધા સનફ્લાવર પ્રસુતી ગૃહમાં, રૂમમાં આવી નિરાલીના પેટ પર હાથ ફેરવ્યો હળવી હગ આપી ભાલે ચૂમી કરી, “મારી અમ્રિતા ક્યાં?’ બન્ને જણાએ નામ નક્કી કરેલ દીકરી આવે તો અમ્રિતા અને દીકરો આવે તો અમૃત.
નિરજ તમે જીત્યા દીકરી આવી, નર્સ દાખલ થઇ નિરજભાઇ જુવો તમારી અમ્રિતા, નિરજે તુરતજ અમ્રિતાને લેવા હાથ લંબાવ્યા નર્સ બોલી નિરજ વોશ યોર હેન્ડસ, સોરી મેમ, હાથ ધોવા બાથરૂમમાં ગયો.
અમ્રિતાએ રડવાનું શરું કર્યું, ડેડી લીધા વગર જતા રહ્યાની ફરિયાદ! નર્સે બેબી નિરાલીના ખોળામાં મુકી, she is hungry, નિરાલીએ નર્સની મદદથી ઓશીકુ ગોઠવી અમ્રિતાનું નાજુક મુખ સ્તન સામે ગોઠવ્યું, નિપલ મુખમાં મુક્યું સ્તન દબાવી ધાવણની ધાર આપી અમ્રિતાએ તો મુખ બાર કાઢી રોવાનું ફરી શરું કર્યું, જુઓને નિરજ તમે નથી બોલાવી તો અમ્રિતુ રિસાઇ ગઇ, દુધ નથી પિતી,ઓ કે, લાવ હું મનાવી લઉ છું, નિરજે હાથમાં લીધી ગલગોટા ગાલે ચૂમી આપી તુરત રડવાનું બંધ હસવા લાગી, નિરજે સાચવીને નિરાલીના ખોળામાં સુવડાવી ચાલો હવે ખાવાનો સમય થયો, નિરાલીએ તુરત સ્તન હસતા મુખમાં મુક્યુંને અમ્રિતાએ ચૂસવાનું શરું કર્યું .
જનમતાની સાથે જ માતા પિતાની મમતાનો દોર બાળક સાથે બંધાય જાય છે,માતાના સ્તનમાં તેનો ખોરાક છે, કોઇએ શીખવવું નથી પડતું ,પેટ ભરાય ત્યાં સુધી સ્તન પાન કરશે, ભરાય જાય એટલે તુરત છોડી દેશે.સર્જનહાર તારી કરામત. મોટા થયા પછી આ સમજણ ક્યાં છૂ થઇ જાય છે!!મનને ભાવે તે ખાવાનું પછી ભલે તે શરીરને હાનિકર્તા હોય.
અમ્રિતા મોટી થતી ગઇ તેમ તેનું રૂપ ચન્દ્રકળા જેમ નિખરતું ગયું, રૂપ સાથે બુધ્ધિ પણ વિકસતી ગઇ, તેના નયન મામા અમેરિકા સેટ થયેલ, એસ એસ સી પરિક્ષા આપી, મામાના આગ્રહથી સાથે બીજી પરિક્ષા એસ. એ. ટીની ગણીત અને ઇંગ્લિશની કોપ્યુટર પર લીધી તે પરિક્ષામાં ગણીતમાં સો ટકા મળ્યા અને ઇંગ્લિશમાં પંચાણુ ટકા. અમ્રિતાનું અમેરિકા ભણવાનું સ્વપ્ન સાકાર થયું.
જુન માં એસ એસ સીનું રિ્ઝલ્ટ આવ્યું અમ્રિતા પહેલા દસમાં આવી.મામાની સુચના મુજબના બધા પેપર્સ યુનિવર્સિટીને મોકલી આપ્યા.યુ ટી ઓસ્ટીનમાં એડમિસન મળી ગયું. તુરત સ્ટુડન્ટ વિશા માટે એપ્લાય કર્યું, અમેરિકા જવાની તૈયારી શરું કરી,
નયનમામા ફેમિલી સાથે ઓસ્ટીનમાં સેટલ હતા દસ વર્ષથી આઈ.બી.એમમાં સિનિયર એન્જીન્યર નો હોદ્દા ધરાવતા હતા, પત્નિ નીરા અને પાચ વર્ષનો દીકરો નિર્લેપ પરિવારના ત્રણ સભ્યો વિશાળ ત્રણ હજાર સ્કેવર ફીટ મકાનમાં રહે. નિર્લેપ એકલો પડી જતો એક દિવસ મમ્મીને કહે મમ્મી મારા ફ્રેન્ડ અક્ષયના મમ્મીના ટમીમાં અક્ષયની બેન છે,તારા ટમીમાં મારી બેન છે? નીરા સમજાવતી બેટા તારી બેન છે અમ્રિતાદીદી, તને રક્ષા બંધનના દિવશે રાખડી મોકલાવે છે.
“મમ્મી એ તો ઇન્ડીયામાં અહીં તો હું એકલો મારે અહીં બેન જોઇએ છે” બેટા અમ્રિતાદીદી આ સમરમા અહીં આવવાની છે,” વાઉ મમ્મી આ સમર દીદી સાથે રમવાની ફરવાની બહુ મઝા આવશે, નિર્લેપ ખૂશ થઇ ગયો, દીદીના આવવાની રાહ જોઇ રહ્યો. બાળકને રિઝવવાનું કેટલું સહેલુ!!
બહુ રાહ નહીં જોવી પડી જુન મહિનામાં અમ્રિતા ડલાસ એરપોર્ટ પર ઉતરી, ઇમિગ્રેસન કસ્ટમ વગેરે વિધી પતાવી બહાર આવી, નિર્લેપની આતુર નજરે અમ્રિતાને જોઇ, એવો દોડ્યો દિદી આવી દિદી આવી..અમ્રિતાને હગ આપી, “વાઉ નિર્લેપ યુ બિગ બોય, ઉંચક્યો બન્ને ભાઇ બહેને એક બીજાને વહાલભરી પપ્પી આપી, અમ્રિતા નયનમામા, નીરામામીને નીચા નમી પગે લાગી, મામા મામીએ પ્યારભરી હગ આપી welcome to this land of opportunity, (નિત નવી તકથી ભરપૂર દેશમાં સ્વાગત),આશીર્વાદ આપ્યા “ખૂબ ઉન્નતિ કરજે બેટા.
નિર્લેપ ઘેર જવા અધીરો થયો હતો, લેટ્સ ગો હોમ આઇ વોન્ટ ટુ શૉ દિદી ઓલ માઇ ગેમ્સ એન્ડ માય પ્લાન ફોર વેકેસન, બેટા દિદી આપણે ઘેર જ રહેવાની છે, બધુ જોશે અને તારી સાથે રમશે ,”નિર્લેપ હું પણ તારા માટે ઇન્ડીયન ગેમ લઇ આવી છું, તું ખૂશ થઈ જશે”,” દિદી તું મને શિખવશે ને!!””ચોકસ શિખવીશ”.આમ આખા રસ્તે નિર્લેપે અમ્રિતાને વાતોમાં પકડી રાખી પોતાનો હક્ દિદી પર જમાવ્યો આખે રસ્તે અમ્રિતાએ પણ નાનાભયલા સાથે વ્હાલથી વાતો કરી. ઘર આવ્યું,
નીરાએ બારણું ખોલ્યું ડીસઆર્મ કર્યું. નયન અને અમ્રિતા બેગ લઇ આવ્યા, નિર્લેપ નાની કેરિ ઓન બેગ લઇ સીધો ઉપર ગયો ગેસ્ટ રૂમમાં બેગ મુકી નીચે આવ્યો અમ્રિતાનો હાથ પકડ્યો “ચાલ દિદી તારો રૂમ બતાવું” “બેટા પહેલા બધા હાથ પગ ધોઇ જમવા બેસો પછી ઉપર જજો” સહુ ડાઇનિંગ ટેબલ પર બેઠા નીરાએ થાળી પીરશી, વાઉ મામી કંસાર મને બહુ ભાવે બોલી મોમા મુક્યો, તમે બા જેવો જ કંસાર કર્યો છે,” બાની રેસિપીનો બનાવ્યો છે, બાનો કંસાર જ બધાને ભાવે છે.વાતો કરતા સહુ જમ્યા, નિર્લેપ દીદીને પોતાની રૂમ બતાવવા અધીરો થયો હતો, અમ્રિતાનો હાથ પકડી ચાલ દીદી ઉપર મારી ગેમ બતાવું, અમ્રિતા સિન્કમાં પડેલ ડીસ ધોતા બોલી નિર્લેપ તું જા હું આવું છું, અમ્રિતા તું જા આજ તારો ભાઇ તને નહીં છોડે હું કરી લઇશ.
અમ્રિતા અને નિર્લેપ ઉપર ગયા, જો દીદી મારી પાસે કેટલી ગેમ છે, સ્ક્રેબલ,મોનોપોલિ, ડૉમિનો કાર્ડ,ચેકર્સ, ચેસ અને વિડિયો ગેમ પણ છે, પણ મારા મમ્મી મને વિડીયો ગેમ કલાકથી વધારે નથી રમવા દેતા.
નિર્લેપ કલાક તો ઘણૉ કહેવાય, મોનોપોલિ, સ્ક્રેબલ, કાર્ડ ગેમ્સ માં બુધ્ધિ વાપરવાની હોય વિડીયોમાં ફક્ત આનંદ મળે, વિચારવાનું હોય નહી, એટલે મગજને આરામ મળૅ.
તો આ સમરમાં તમે ને હું સાથે જુદી જુદી વિચારવાની ગેમ રમીશું.
આમ બન્ને જણા સમરનો પ્લાન કરી સુઇ ગયા.
સોમવારે નયનમામા અને અમ્રિતા નિર્લેપ ઉઠે એ પહેલા, યુ ટી ઓસ્ટીન કેમ્પસ જોવા નીકળી ગયા, વિશાળ કેમ્પસ જોયું, ટુર લીધી, અમ્રિતાએ બે મુખ્ય સબજેક્ટ લીધેલ બાયોલોજી અને મેનેજમેન્ટ,થોડી બુક્સ બાય કરી,ડૉર્મ સિંગલ રૂમ માટૅ અરજી કરેલ, અરંતુ પાર્ટનર સાથે રૂમ મળી,નસીબ સારા, પાર્ટનર અહીં મોટી થયેલ પંજાબી છોકરી પ્રિતી કૌર મળી.ડૉર્મની ડીપોઝિટ ભરી દીધી.બધી કાર્યવાહી પતાવતા ત્રણ વાગ્યા.
અમ્રિતાઃ મામા ભૂખ લાગી છે,સબવેમાં જઇશું? ચાલો બન્ને એ લંચ લીધુ. થોડી ખરીદી કરી ઘેર પહોંચતા છ વાગ્યા, ઘરમાં દાખલ થયા. નિર્લેપ ટી વી જોતો હતો, ઉભો ન થયો,નીરામામી બોલ્યા નિર્લેપ જો કોણ આવ્યું? તારી દિદી! તો પણ મોઢું ફુલાવી બેઠો રહ્યો, અમ્રિતા સમજી ગઇ ભાઇ દિદી પ્રત્યે નારાજ છે. બોલ્યા વગર ઉપર ગઇ ઇન્ડીયાથી લાવેલ ભમરડો અને દોરી લઇને નીચે આવી.
નિર્લેપ જો હું તારા માટે નવી ઇન્ડીયન ગેમ લાવી છું, ગેમનું નામ પડતા જ ભાઇ ઉભા થયા ,લેટ મિ સી, લેટ મિ સી, અમ્રિતાએ ભમરડાને ટાઇલ ફ્લોર પર ઘુમાવ્યો,
વાઉ, દિદી ધિસ ઇસ ઔસમ!!! મને બતાવ કેવી રીતે ફેરવવાનું?
અમ્રિતાએ નિર્લેપના હાથમાં ભમરડો આપ્યો દોરી વિટાળતા અને ભમરડાને જમીન પર છોડવાનું શીખવાડીયું. બે ચાર નિષ્ફળ પ્રયત્નો બાદ નિર્લેપનો ભમરડો ફર્યો, મામા મામી અને અમ્રિતાએ તાળીઓ પાડી,નિર્લેપને હાય ફાઇવ આપી બિરદાવ્યો.આખો સમર નિર્લેપે કંટાળાની ફરિયાદ વગર દિદી સાથે આનંદથી પસાર કર્યો.
ઓગષ્ટમાં કોલેજ શરું થઇ, અમ્રિતાએ ઓન કેમ્પસ લાઇબ્રેરીમાં પાર્ટ ટાઇમ જોબ લીધો જેથી પોતે
પોતાનો ખર્ચ કાઢી શકે.ફક્ત દીવાળી પર વિક એન્ડમાં ઘેર આવી, ક્રિસમસ બ્રેકમાં જોબ ચાલુ રાખ્યો, સ્પ્રીંગ બ્રેકમાં અમ્રિતાની અમેરિકન અને ઇન્ડીયન ફ્રેન્ડસે એક વિક એન્ડમાં ગાલવેસ્ટન જવાનું નક્કી કર્યં, બે નાઇટ માટે બે બેડ રૂમ કોન્ડૉ બુક કરાવ્યો, પ્રિતી જવાની હતી અમ્રિતાને આગ્રહ કર્યૉ અમ્રિતાએ મામા,મામીની મંજુરી લીધી, જવાનું નક્કી કર્યું.અમ્રિતા બીચ પર થતી છોકરીઓની હેરાનગતીથી થોડી ગભરાતી હતી.પ્રિતીએ તેને હિમત આપી, હું છું તું ગભરા નહી, બ્રેકફાસ્ટ કરી બધા બીચ પર ગયા, લંચ પછી અમેરિકન છોકરીઓ પાછી સમુદ્રમાં ગઇ.
અમ્રિતા અને પ્રિતીએ લાંબી ચેર પર આરામથી બુક વાંચવાનું પસંદ કર્યું, બિચ પર છુટા છવાયા થોડા યંગસ્ટર ફરતા હતા, બાકીના કોઇ બારમાં કે કોઇ રેસ્ટૉરન્ટમાં ગોસીપ માણી રહ્યા હતા.
અચાનક બે જણા્ આવ્યા,બુક ખેંચી બોલ્યા કમ ઓન બેબી, એનજોય વેકસન, પ્રિતી પડછંદ પંજાબી જોરથી ધડાધડ લાફા મારવા લાગી,અમ્રિતાએ ત્વારાથી બન્નેની આંખમા ઇન્ડીયન લાલ મસા્લાની ભૂકી ઉડાડી, બિચ સિક્યોરીટી આવી ગઇ, બન્ને છોકરાઓને હાથકડી પહેરાવી, આ બન્ને છોકરાઓ ગાલવેસ્ટન પોલિસખાતામાં આવા ગુનાઓ માટે પ્રખ્યાત હતા. બન્નેની બ્રેથ ટેસ્ટ કરી આલ્કોહોલ લેવલ ૧.૫ આવ્યું, ટી વી લોકલ ચેનલ રિપોર્ટર આવી,રિપોર્ટ લીધો, સાંજના ન્યુઝ આવ્યા ‘બે બહાદુર ઇન્ડીયન છોકરીઑ અમ્રિતા અને પ્રિતીએ ફક્કત મરચાની ભૂકી આંખમાં ઉડાડી, બે ગુંડાઓની ધરપકડ કરાવી,એંકર વુમને કમેન્ટ કરી”ઇન્ડીયન ચિલી પાવડર દરેક સ્ત્રી પોતાની પર્સમાં રાખે અને સેલ્ફ ડિફેન્સ વેપન તરીકે વાપરે તો કંઇ જ ખોટુ નથી”.
બીજે દિવસે મામા,મામીનો ફોન આવ્યો અમ્રિતા અભિનંદન, તે આ દેશમાં આવી ને આવું સરસ કામ કર્યું!!તને આ આડ્યા કોણે આપ્યો? મામી, મારી મમ્મીએ મને આ શીખામણ આપેલી કોઇ પણ અજાણ્યા સ્થળે જાય ત્યારે મરચાની ભૂકી સાથે રાખવાની ગુંડાને ભગાડવા માટૅનો અકસીર ઉપાય.
બધે અમ્રિતા અને અમ્રિતાની મરચાની ભૂકી ચર્ચાનો વિષય બની ગયા.
આમ અમ્રિતા અને અમ્રિતાની મરચાની ભૂકી અમેરિકાની સ્ત્રીઓમાં પ્રખ્યાત થઇ ગયા.