નથી તેને પામવું કેમ
છે તેને સાચવવું કેમ
મનની ભયંકર બે વ્યથા
નથી તે મેળવવા મથે
લે વેંચ શેર બજારે કરે
દુન્વયી રેસનો ભોગ બને
મનની ભયંકર બે વ્યથા
ચંચળ મન રાહ ન જોઇ શકે
મળ્યુ જે સાચવી ન જાણે
બુલ બેર માર્કેટની રમત રમે
મનની ભયંકર બે વ્યથા
અશાંતિ મનનો કબજો કરે
બોજો બેરનો કદીક વધે
બુલના ભારે અભિમાન કરે
મનની ભયંકરબે વ્યથા
પામ્યું ઇશ્વર કૃપા શુભ દિને
ભેટ્યા સદગુરુ સત્સંગે
ગુરુએ ચિંધેલ સત્માર્ગે
ઠાલવ્યો ભાર પ્રભુ ચરણે
હળવુ મન ભુલ્યુ વ્યથા
તન મન ધન અર્પણ કરે
સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે
ફરકે કદી ન મન સમીપ વ્યથા
5 Comments
RSS feed for comments on this post.
Sorry, the comment form is closed at this time.
હળવુ મન ભુલ્યુ વ્યથા ૫
મન શરીર પામે વિશ્રામ
સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે
ફરકે કદિ ન મન સમિપ વ્યથા
સુંદર અભિવ્યક્તિ….
દિવાળીની સહશ્ત્ર શુભેચ્છા..
Comment by વિશ્વદીપ બારડ — November 3, 2010 @ 8:39 am
good one
Comment by Lata Hirani — November 3, 2010 @ 10:55 am
સુંદર વાત.
સહુને દીપાવલીની ઝળહળ શુભકામનાઓ અને નૂતનવર્ષાભિનંદન…..
Comment by ડૉ. મહેશ રાવલ — November 3, 2010 @ 11:25 am
પામ્યુ ઇશ્વર કૃપા શુભ દિને
ભેટ્યા સદગુરુ સત્સંગે
ગુરુએ ચિંથેલ સત્માર્ગે
ઠાલવ્યો ભાર પ્રભુ ચરણે
હળવુ મન ભુલ્યુ વ્યથા ૫
મન શરીર પામે વિશ્રામ
સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે
ફરકે કદિ ન મન સમિપ વ્યથા
……………………………
કેટલી સરસ મનોભાવનાના જીવન દર્શન પ્રસ્તુત કરી દીધા આપે રચનામાં શબ્દોથી પણ ઉપર
એક ભાવ જગતમાં આપે રમતા કર્યા. સુંદર મૌલિક કૃતિ માટે અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
Comment by Ramesh Patel — November 8, 2010 @ 1:25 pm
disturbance of mind expressed well by words.
very nice piece.
visit
http://www.pravinash.wordpress.com
Comment by pravinash — November 9, 2010 @ 4:12 pm