આનંદ ઇચ્છતો ફરે
ઠોકરો ખાધા કરે પ્રેય માર્ગે
આનંદ ક્ષણિક ભર મળે
આનંદે મોહિત થઇ ફરે ૧
ઇર્ષાની જ્વાળા લપટાય જ્યારે
ભસ્મિભુત આનંદ શુ કરે!!
મનમા ષટશત્રુ ભરાયા કરે
મનના મેલની રાખ કોણ કરે!! ૨
અરણીના ટુકડા લગાતાર ઘસાય
તણખા ઝરે પ્રકાશ ફેલાય
અરણી અટકી અટકી ઘસાય
અરણીના કટકા થઇ જાય ૩
મન શ્રેય માર્ગ અપનાવે
નિરંતર ઇશ્વર સ્મરણ કરે
લગાતાર ભક્તિરુપી અરણી ઘસે
જ્ઞાન વૈરાગ્ય પ્રગટ થશે ૪
ઇશ્વર સન્મુખ દૃષ્ટિ ફરશે
માયા બિચારી હારીં જશે
પ્રેય માર્ગ છુટી જશે
શ્રેય માર્ગે પ્રગતિ થશે ૫
કૃષ્ણ પુછુ તને આજ આ તારી લીલા કે મહિમા
તારા સુપ્રસિદ્ધ સખા ત્રણ અર્જુન ઓધવ સુદામા
અર્જુન યોદ્ધો થયો ભયભીત
આપ્યો યોદ્ધાને ગીતા બોધ
કર્મ જ્ઞાન ભક્તિ મર્મ સમજાયો
સખા સાચો કર્મ યોગી બન્યો
આ તારી લીલા કે મહિમા ૧
દીન સુદામાની ભક્તિ ભરપુર
તાંદુલને દાણે મહેલ બની કુટીર
લીધા પગરખા ભક્તના ચોરી
ભક્ત પદરજે પાવન સુવર્ણ મહેલ
સુવર્ણ રજે ભક્ત થયો ન્યાલ
આ તારી લીલા કે મહિમા ૨
ઓધ્ધવમા જોઇ શાણપણ
નિજ દેહ નિર્વાણે
પહોંચાડવા સંદેશ પ્રિય જનોને
પાઠવ્યો હરિદ્વાર ધામ
રસ્તે રોકાય ગોકુળ દ્વારે
સમજણ ગોપીઓને દેજે
મિલન થાય ઓધવ વિદુરનુ હરિદ્વારે
બે મહાન આત્માના મિલને
તૃપ્ત થાય હરિ ખુદને દ્વારે
આ તારી લીલા કે મહિમા ૩
કૃષ્ણ જીવનમા ત્રણ મશહૂર નારી
રાધા રુક્મિણી દ્રોપદી
રાધા બની રહી માયાવી રમણી
રાસલીલામા સંગે રહી ઘુમી
કદિક કરી ઇર્ષા બંસીની
રમણી રિસાતી મનાતી
દુર છતા રહી કૃષ્ણ નિકટ
બની સર્વોચ્ચ પ્રેમનુ પ્રતીક
આ તારી લીલા કે મહિમા ૪
રુક્મિણી દ્વારિકાની પટરાણી
પ્રથમ પુત્ર જન્મે
સહી ગેરહાજરી દ્વારિકાધીશની
પ્રદ્યુમન નામ કરણ વિધી વિધાન
કર્યા આદર્શ પત્નિ બની
કદી ન રિસાઇ બની રહી સાચી સંગિની
આ તારી લીલા કે મહિમા ૫
દુર કરી વિદુષી દ્રોપદીની દ્વિધા
પાંચ પતિ સાથે વિવાહ થયા
બની રહી સતી પાંચ પતિ નિભાવ્યા
આજ ગણના પાંચ સતીમા થતી
તારા મંદોદરી અહલ્યા સાવિત્રી દ્રોપદી
આ તારી લીલા કે મહિમા ૬
કંઇક શહીદોના ભોગ લઇ સ્વતંત્રતા તો મળી ગઇ
તે શું કર્યુ?
સ્વતંત્ર ભારતની શાન વધારી?
ભુલ્યો તુ! પરદેશી કાપડની હોળી!
ટેરીકોટન નાયલોનની ફેક્ટરીઓ થઇ ધબકતી
ખાદી થઇ ખાદીભંડારની ભીંતે લટકતી
તે શું કર્યુ?
સ્વતંત્ર ભારતની શાન વધારી?
પહેરતા થયા જીન ટી શર્ટ જરસી
સ્ત્રી, સમાન હક્કો ગયા મળી
તે શું કર્યુ?
સ્વતંત્ર ભારતની શાન વધારી?
ભુલી તુ! કસ્તુરબા સરોજીની કમળા
જીન ટી શર્ટ શોર્ટ મીનીસ્કર્ટમા મહાલતી થઇ
કીટી પાર્ટીઓ કરતી થઇ
તે શું કર્યુ?
સ્વતંત્ર ભારતની શાન વધારી?
દીકરા દીકરી કોલેજ સ્કુલોમાં
પારદર્શક વસ્ત્રોમાં મહાલે
પશ્ચિમના અનુકરણે
સ્વતંત્રતા સ્વછંદતા બની!!
સ્વછંદતાના ફંદામા ફસાઇ
મા ભારતી અશ્રુ સારતી
આજ ત્રિરંગાને મસ્તક ઝુકાવી
પ્રતિજ્ઞા લીધી
ન ભુલુ ભારતીય અસ્મિતા
કરોડો હ્રદય પુકારી ઉઠ્યા
જાગો ઉઠો
ન બનીએ પશ્ચિમી હવાએ પાંગળા
સ્થાપિત કરીએ કાશી નાલંદા તક્ષશીલા
૧) એક જ તક બોલવાની મળે તો એવુ બોલોકે સાંભળનાર ને તમારો અવાજ યાદગાર બને.બોલતા તો બધાને આવડે ,સમયસર સમયની મર્યાદામા રહી શું બોલવુ તે આવડે.
૨) હંમેશા તમારુ પાત્ર ખૂબ મહત્વ્નુ છે માની પૂરા ખંતથી ભજવો. પાત્રની શ્રેષ્ઠ્તા સાબિત કરો.
૩) સામાન્ય લીંબુમાંથી ફક્ત લીંબુ શરબત જ ન બનાવતા ભવ્ય લીંબુ શરબતનો સ્ટોલ બનાવો.આવા મહત્વકાંક્ષી બનો.
૪ ) જે કામમા તમારા હાથ ત્યાં તમારુ મન સો ટ્કા લગાડો . જો મલ્ટી ટાસ્ક કરવા જસો તો ભયંકર ભૂલના ભોગ બનશો.
અત્યારે આટલેથી અટકુ છુ .વધારે મુકતી રહીશ.
૫) બધી પરિસ્થિતિયોંમાં માનસિક સમતુલતા રાખવી તે જ શાણાપણ.
૬) જ્ઞાન અને કર્મનું રહસ્ય એજ છે કે જે જુવે છે તે કરતો નથી,
અને જે કરે છે તે દેખતો નથી.
૭) અંધકાર નિરાશા
શ્રદ્ધા પ્રકાશ
મહાનતાના લક્ષણૉ
ક) ધૈર્ય
ધીરજ રાખી કરેલ કાર્ય સભળ થાશે
કહેવત છે ને ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર
ખ) વિશ્વાસ કહેવત છે ને વિશ્વાસે વહાણ ચાલે
ગ) સફળતાનુ શ્રેય બીજાને આપો
ઘ) અસફળતાનો બોજ ખુદ પર ઉઠાવો
ચ)એકાગ્રતા સાચો નિર્ણય લાવે સાચો નિર્ણય જીવનને સફળ બનાવે સફળ વ્યક્તી મહાન બને
છ) મહાનતાનુ શિખર સર કર્યા પછી સદ ચરિત્ર સદ વિચાર આવસ્યક
ઇન્દ્રિયો દ્વારા સિગ્નલો મળતા રહે
મન ફક્ત રડારનુ કામ કરે
સિગ્નલો અવિરત આવતા રહે
સિગ્નલોનુ એડીટીંગ થતુ રહે
ચિત્ત પર ભુતકાળની મહોર છે પડી
ચિત્ત ફરી ફરી વિચાર કરે
દ્વિધા દુર થતી નથી
અહંકારનો પહાડ નડ્યા કરે
રાવણ શીવ ભક્ત વેદ અભ્યાસી
અહંકારનો પહાડ હટ્યો નહિ
મન બુદ્ધિ બિચા્રા ગયા ઝુકી
અહંકાર સુવર્ણ લંકાને દોરી રહ્યો
રડતી મંદોદરીની વિનંતિ ઠુકરાવી રહ્યો
બુદ્ધિ સર્વનાશ થતો જોઇ રહી
અંતે બ્રહ્મ સમીપ બ્રહ્મ અંશ હારી ગયો
દયાળુ બ્રહ્મે અસીમ દયા કરી
મુક્ત સર્વ પાપોથી દીધો કરી
ડોકટર રિતેષ અને ડૉ. રીના પતિ પત્નિ સાંજે તેમના બંગલાના બગીચાના હીંચકા પર ચા પીતા બેઠા હતા.આજે બુધવારની સાંજ હતી તેઓ બુધવારે ક્લીનીક અડધો દિવસ જ રાખતા જેથી સાંજનો સમય ઘેર બાળકો સાથે,અને બન્ને પતિ પત્નિ સાથે બેસી મેડીક્લ સિવાયની વાતો કરી શકે. આ રીતે અઠવાડીયામાં એક દિવસની સાંજ કુટુંબ સાથે માણી શકે.બાકી રોજ તો રિતેષ આવે ત્યારે બન્ને બાળકો સુઇ જ ગયા હોઇ,અને રીના પણ થાકેલી સુવાની તૈયારી જ કરતી હોઇ.
બન્ને બાળકો મિત્રો સાથે કેરમની રમતમાં મશગુલ હતા, આજ બન્ને જણાએ હોમવર્ક જલ્દી પતાવી દીધેલ. રીતેષ અને રીના
પણ બાળકોની રમતનો આનંદ માણી રહ્યા હતા.સીતા ફરિયાદ કરતી ‘મમ્મી સ્નેહલને કહી દે સ્ટ્રાયકર ઘસડૅ છે એવુ
નચાલે’તો સ્નેહલ વચ્ચે કુદી પડતો ‘મમ્મી એ તો સીતલી હારે છે ને એટલે તને ફરિયાદ કરે છે ‘પુછ માનવ અને દેવનને હું
ઍવુ નથી કરતો, મમ્મીઃ’ઝગડા બંધ રમતમાં હાર જીત થાય એમા ફરિયાદ નહિ કરવાની, ચાલો હુ એમ્પાયર થાઉ છું, ચારે જણ એક સાથે’ હા મમ્મી, હા આન્ટી વિ ઓલ એગરી’.
રીના હિંચકા પરથી ઊઠી ત્યાં જ બંગલાનો દરવાજો ખુલ્યો, રીનાનુ ધ્યાન તુરત ગયુ, રિતેષ છાપુ વાંચવામાં તલ્લીન હતો,
હજુ રીના ઓળખવા પ્રયત્ન કરે ત્યાંજ એક આધેડ માથે ફાળીયુ બાંધેલ ખેડુત અને તેની પાછળ પેન્ટશર્ટ પહેરેલ યુવાન દાખલ થયા આધેડ તો સીધો રિતેષના પગમાં જ પડી ગયો.તેની પાછળ તેનો દીકરો પણ રીનાના પગમાં પડ્યો બન્ને એક સાથે બોલ્યાઃ’સાહેબ બેન ઓળખાણ પડી?’!
રિતેષે તુરત ઓળખી કાઢ્યા’રામજીભાઇ તમે ને આ તમારો ભીખો મોટો થઇ ગયો, ‘હા સાહેબ તમે જેને જીવત દાન આપેલ તે ભીખો.
રીનાનુ ધ્યાન તુરત તેના ચહેરા પર ગયુ, અને તેને ૧૦ વર્ષ પુર્વેના બુધવારની બપોર યાદ આવી રીના ઘેર આવી ગયેલ,ટેબલ
પર થાળીઓ મુકતા જયાબેનને રોટલી માંડવા સુચના આપતિ હતી ત્યાં ગેટ ખુલ્યો ,અવાજ કાને પડતા જ રીનાબોલી’જુઓ જયાબેન સીતા સ્નેહલ આવિ ગયા, તમે જલ્દી રોટલી ઉતારો’ દરવાજા તરફ જોયુ તો દવાખાનાના બચુભાઇ! બેલ વગાડે તે પહેલા જ રીનાએ દરવાજો ખોલ્યો બચુભાઇબોલ્યા ‘બેન જલ્દી કરો સાહેબે તમને
દવાખાને જલ્દી બોલાવ્યા છે.ગામડેથી ઇમરજન્સિ કેસ આવેલ છે’.રીનાબોલી “સારુ જા હુ તારી પાછળ જ આવુ છુ,જયાબેન તમે બન્ને
બાળકોને જમાડી તમે પણ જમી લેજો મારુ અને સાહેબનુ હવે નક્કી નહિ.’રીના જલ્દી દવાખાને પહોંચી રિતેષની
રુમમા દાખલ થઇ. એક્ઝામ ટૅબલ પર એક ૫ થી ૭ વર્ષની ઉંમરનો છોકરો સુતેલ હતો મોઢુ તેની માના સાડલાના છેડાથી ઢાંકેલ હતુ મા બાજુમા ઉભેલ હતી .
રિતેષે વાત કરી, છોકરાઓએ ગામડામા રમત રમતમા તમંચો ફોડ્યો છે,ભીખાના ચહેરા પર દારુ ઉડ્યોછે જો
છેડૉ આઘો કરી રીનાને બતાવ્યુ, રીના તો જોઇને હેબતાઇ ગઇ,કશુ બોલી નહિ, રિતેષે છોકરાની માને, ખુરસીમા બેઠેલ બાપને અને
બીજા સગાવાલાને વેઇટીંગ રુમમા બેસવા જણાવ્યુ. ત્યાર બાદ ભિખાને બચુભાઇએ ઊંચકી ઓ આરના ટેબલ પર સુવાડ્યો,
રીનાએ ભિખાના ડાબા હાથની નસમા અને રિતેષે ડાબા પગની નસમા એમ બે આઇ વી શરુ કર્યા. રીના આવી તે પહેલા એક્ષ રે લેવાય ગયેલ અને લોહી પણ લેબમાં મોકલી આપેલ ગ્રુપ અને મેચીંગ માટૅ.
એક્ષ રે જોયા જડબાનુ હાડકુ મોજુદ હતુ પરંતુ જમણા ગાલનુ હાડ્કુ ભાંગેલ,માંસ ચામડી રહ્યા જ ન હતા ફક્ત દાંત જ દેખાતા હતા, દાંતની બહુ ચિંતા ન હતી દુધિયા દાંત આમેય પડવા ના જ હતા,ચિંતા હતી માંસ અને ચામડી કેવી રીતે અને
ક્યાંથી લેવા, નસીબ સારા કે આંખો બન્ને બચી ગયેલ.
રિતેષઃ’રીના તારે ભિખાને એનેસ્થેસ્યા આપવાનુ છે સર્જરી ૫ થી ૬ કે તેનાથી પણ વધારે કલાક ચાલશે, તારી જવાબદારી વધી જશે’ મને ખાતરી છે તુ સંભાળી લઇશ’. આમ બોલી રિતેષે રીનાનો આત્મવિષ્વાસ દ્રઢ કર્યો.
રીનાએ ભિખાને સમજાવ્યુ” તારા નાકમાથી એક રબરની નળી અંદર જશે નાક અને ગળામા થંડી દવા છાંટીશ એટલે ખોટુ
પડી જશે તને દુખશૅ નહી પણ નાક ગળામા સળવળાટ થાય તો ઉધરસ કે છીંક નહિ ખાવાના, અને હુ કહુ તેમ કરવાનુ.”
ભિખો બોલી નોતો શકતો પરંતુ તેની આંખોમા ગભરાટ હ્તો તે ધીરેધીરે ઓછો થતો જણાયો અને રીના સામે જોઇ ડૉકુ ધુણાવી આંખ અને ડોકથી રીનાની વાત માન્ય રાખતો જણાયો.રીનાને પણ તેણીની વાત ભિખો સમજે છે તેની ધરપત થવા લાગી.
ભિખાએ સવારથી ખાધેલ નહિ એ સારુ હતુ, તે છતા વમન ન થાય તેની દવા ગ્લુકોઝ્ના બાટલામા મિક્ષ કરી દીધેલ
એટલે એ ચિંતા ન હ્તી ,ટ્યુબ શ્વાસ નળીમા છે તેની ખાત્રી કરી, એનેસ્થેસીઆ
આપવાનુ શરુ કર્યુ .
હવે રિતેષનુકામ શરુ થયુ ,તેણે પેલા જખમ આખો સલાઇનથી ધોયો,અંદર સરખી તપાસ કરી ,સામેથી દાંતના ડોકટરને પણ બોલાવી લિધેલ , કામ શરુ થયુ લગભગ સાત કલાક સર્જરી ચાલી.ભિખાને ધીરે ધીરે શુધ્ધીમા લાવ્યા, ભિખો સહકાર આપતો ગયો તેમ ધીરે ધીરે નાકની ટ્યુબ બાહર કાઢી, ભિખાને રુમમા લઇ ગયા.
રિતેષે સગાવ્હાલાને સમજાવ્યા રુમમા અવર જવર ઓછી કરવાની જેથી રુઝ જલ્દી આવે ખરેખર ગામડાનાલોકો જે રીતે ડોકટર પર શ્ર્ધ્ધા રાખી કહ્યુ માને તે શહેરના ભણેલ ગણેલ ન માને, ખાસકરીને ભિખાની મા જે રીતે ઉભા પગે ભિખાની સેવા કરતી તે જોઇ રિનાનુ માત્રુ હ્રદય તેને નમન કરતુ.
ભિખાના જમણા બાવડાના સ્નાયુઓની ટ્યુબ બનાવી તેને જમણા ગાલનો ખાડો પુરવા જોડેલ એટલે તેનો હાથ પણ અમુક જ
રીતે રાખવાનો હતો .આ બધુ ધ્યાન તેની મા રુડી રાખતી, રાત્રે પણ મા બાપ વારા ફરતી બેસતા જેથી ઉંઘમા હાથ હલી ન
જાય , ત્રણથી ચાર તબ્બકે સર્જરી પુરી થઇ .મોઢાનો ખાડો પુરાયો અને ભિખાએ મોઢેથી ખાવાનુ શરુ કર્યુ ત્યારે રજા આપવાનુ
નક્કી થયુ.
અઠવાડીયાથી રામજીભાઇ મુંઝવણમા જણાતા હતા એક દિવસ હિંમત કરી રિતેષને પુછ્યુ ‘સાહેબ મારે વાત કરવી છે
તમને સમય હોય ત્યારે ઓફિસમા મળવા આવુ?’ રિતેષ બોલ્યા ‘અત્યારેજ આવો મારા દર્દી જોવાય ગયા છે, મને થયુ જતા
પહેલા ભિખાને જોતો જાઉ એણે શુ ખાધુ? શુ પીધુ? રુડીબેનને પુછ્તો જાઉ’
રામજીભાઇ બોલ્યા ‘આવો ભિખો અને રુડી બેઉ ખુશ થાશે રુડી ભિખાને ખવડાવે જ છે’
રિતેષ અને રામજીભાઇ રુમમા દાખલ થયા જોયુ ,રુડી ભિખાને સ્ટ્રો વડૅ દુધ પિવડાવતી હતી અને ખીચડીના કોળિયા
મોં મા મુકતી હતી ભિખો ધિરે ધીરે કોળિયા ગળે ઉતારતો હતો.
રિતેષને જોઇ બન્ન્રે ખુબ ખુસ થયા ,રિતેષ પણ ભિખાને ખાતો જોઇ ખુસ થયા બોલ્યા ‘રુડીબેન ખીચડીની સુગંધ સરસ આવે છે
મને પણ મોઢામા પાણી આવી ગયા’રુડીબેન બોલ્યા સાહેબ ‘તમારે તો રોટલી દાળ ભાત શાક હોય ખીચડીમા શુ ખાવુ તુ!’
રિતેષઃ’રુડીબેન ખીચડીની તો ઓર જ મઝા અને એમાય ગામડાની હાંડાલાની ખીચડી તો બહુ જ મીઠી’.
બરાબરને ભિખા’? અને ભિખાએ ડોકુ ધુણાવ્યુ.રિતેષ આગળ બોલ્યા રુડીબેન હવે ઘેર જવાની તૈયારી કરો ભિખો રેડી થઇ
ગયો છે.’ ને ભિખાને પુછ્યુ’ કાલે ઘેર જવુ છે ને’?ભિખાએ પાછુ ડૉકુ ધુણાવી સંમતી આપી.બે મહિનાથી રુડીબેન ભિખાનુ તો
દવાખાનુ જ ઘર બની ગયેલ, વચ્ચે એકાદ વાર રામજીભાઇ ગામ જઇ આવેલ.રામજીભાઇ તરફ ફરી રિતેષ બોલ્યા ચાલો
રામજીભાઇ ઓફિસમા ,બન્ને ઓફિસમા આવ્યા,રિતેષે રામજીભાઇને બેસાવા કહ્યુ ‘બેસો શું વાત કરવી છે?’
‘ સાહેબ બે મહિનાથી હુ અહીં છુ મોટા દિકરા ને દિકરીના ભરોસે ઘર ખેતર ઢોરા, ખબર નહિ શું થ્યુ હશે પાક્નુ?’
હુ તમારુ બીલ કેમ ભરી શકીસ?’ રિતેષ બોલ્યા ‘બસ આટલી જ વાત એમા શું મુંઝાવાનુ! હુ તમને બીલ જ નહિ આપુ બસ,
ત્યાંતો રુડીબેન રુમમા દાખલ થયા રિતેષનુ છેલ્લુ વાક્ય તેમના કાને પડેલ એટલે દાખલ થતા જ બોલ્યા ‘સાહેબ એમ ના
હોઇ તમારુ બીલ પુરુ આપવાનુ હું મારા ઘરેણા વેંચીસ, તમે મારા ભિખા ને ખાતો પીતો હરતો ફરતો કર્યો , અમે આટલુ ના
કરિયે ?’રિતેષ બોલ્યા બેન તમે બીલ ની ચિંતા ન કરો હજુ સારવાર બાકી છે દર અઠ્વાડિયે દેખાડવા આવવુ પડસે’, એટ્લે હમણા શાંતિથી ભિખાની સારવાર અને દવાનુ જ ધ્યાન રાખો. ‘ ચાલો હવે બે વાગ્યા હુ ઘેર જાઉ,તમે બેઉ ભિખા પાસે જાઉ તેને બહુ
રેઢો નહિ મુકવાનો’ એમ વાત ફેરવી રિતેષ ખુરસિ પરથી ઉભા થયા, એટલે રામજીભાઇને રુડીબેન પણ ઉભા થયા ને ભિખાની રુમ તરફ ચાલ્યા .
રિતેષને તો પૈસા કરતા ડીફિકલ્ટ કેશમા સફળતા મેળવ્યાનો પૂર્ણ સંતોષ હતો . ભિખો અને ભિખાના બાપુ બરાબર ફોલોઅપ માટે આવતા અને સુચના પ્રમાણે દવા સારવાર કરતા, ભિખાના બાપુ દરવખતે બોલતા ‘સાહેબ બેન તમારુ
ઋણ અમે ક્યારે ચુકવશુ’? રિતેષ હંમેસા રમુજ કરતો અરે આ ઋણ જ ક્યાં છે! આતો મારો આનંદ છે.અને તેની આદત મુજબ દર્દી ને અને તેના સગાને હસાવતો.
આજે દસ વર્ષ રામજીભાઇએ તેમની દિકરીના લગ્નની કંકોતરી અને મીઠાઇનુ પેકેટ સાથે પાંચ હજાર રુપ્યા રિતેષના હાથમાં
મુક્યા,અને બોલ્યા,’ સાહેબ ના ન કેશો આ તો અમારા હરખના છે બાકી તમારે કંઇ આની ખોટ નથી’.
રિતેષ પૈસા પાછા આપતા બોલ્યા ‘રામજીભાઇ તમારે આવુ કાંઇ કરવાની જરુર નથી ,અમે બેઉ લગ્નમા ચોક્કસ આવશુ,
તારા હરખનો એક રૂપિયો રાખુ છુ બાકીના દિકરીના આણામા વાપરજે, આજ તારુ ઋણ ચૂકતે.’
ખરેખર રીનાનુ મસ્તક આ ગામડાના સરળ ખેડુત પ્રત્યે નમ્યા વગર ન રહ્યુ!