Sun 27 Jun 2010
બા,
Filed under: ગમતાનો ગુલદસ્તો — indirashah @ 10:08 am

મા-બાપ અને સદગુરુના ઉપકારનો બદલો કોઈ રીતે વાળી શકાતો નથી.  કોઈની લખેલી આ કવિતા છે,
પણ આજના દિવસે,મારા બાના દેહત્યાગના બરાબર એક વર્ષે, કવિતાની ધ્રુવ પંક્તિ
મનમાં ગુંજે છે….

બા, તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા, બહુ યાદ આવ્યા.
 
મંદિરમાં જઈ  આજ દર્શન કર્યાં મેં,
ઘંટ વગાડ્યો, પૂજા-અર્ચના કરી મેં,
પ્રસાદ લીધો, લઈને ઘરે હું આવ્યો,
આંખોમાં આંસુ  ત્યાં ભરાઈ આવ્યાં,
બા, તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા, બહુ યાદ આવ્યા.
 
ભીંજાઈને  બહારથી  ઘરે હું  આવ્યો,
છીંકાછીંક શરદી તાવ સાથ લાવ્યો,
છાતી ગળે પત્નીએ બામ લગાવ્યો,
આંખોમાં આંસુ ત્યાં તો ધસી આવ્યાં,
 
બા, તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા, બહુ યાદ આવ્યા.
 
બા,  તમારા પૌત્રના આજે લગ્ન કીધાં,
તુજ વહૂને  પોંખીને  ઓવારણા લીધાં,
આજે ઘરમાં પૂત્રવધુના પગલાં પડ્યાં,
હૃદયનાં બંધ,  બેફામ સૌ તૂટી પડ્યાં,
બા, તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા, બહુ યાદ આવ્યા.

ઝરણાં,  નદીઓ  એમ જ વહેતાં રહેશે,
સાગર ઊછળશે,  વાદળો પણ છવાશે,
એ જ વાયુ ને એ જ રોજિંદુ વાતાવરણ,
પણ  બા,  તમે ક્યાં છો,  તમે ક્યાં છો?
 
બા, તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા, બહુ યાદ આવ્યા (Punita Dave ?)

http://f-you-n.blogspot.com/2010/06/f4ag_2020.html

Comments (4)
Thu 24 Jun 2010
રાખ્યા ૫/૨૦/૧૦
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 6:24 pm

કૈકયીએ રામને વનમાં રાખ્યા

ભરતજીએ રામને મનમાં રાખ્યા

હનુમાનજીએ રામને હૈયે રાખ્યા

સીતાજીએ રોમેરોમમાં રાખ્યા

લક્ષ્મણજીએ કર્તવ્યમાં રાખ્યા

માનવ રામને બુધ્ધિમાં રાખી જીવે

માતા પિતાની આજ્ઞા શિરે ધરે

ભાતૃપ્રેમ આદર મનમાં રહે

ગૃહેગૃહમાં ક્લેશ કંકાસ ન રહેતા

સંપ સુખ શાંતિ સમર્પણ સ્થપાય

રામ રાજ્ય સ્વપ્ન સાકાર બની જાય.

Comments (1)
Sat 19 Jun 2010
સફળતા
Filed under: Uncategorized — indirashah @ 1:46 pm

યોગ્ય નિર્ણય લેવાય ચિત્તની ઍકાગ્રતા થકી

યોગ્ય નિર્ણયે સફળતાની પગદંડી મળી           ૧

આજે સફળ થયેલ માનવી ફરે ઘમંડમા

રાવણનો ઘમંડ લાવ્યો લંકાનો સર્વ નાશ          ૨

ઘમંડી ફુલી ફાલી ફરતો જગતમા

વધી રહ્યા નીજ ગૃહે કલેશ કંકાસ

દુન્વયી સફ્ળતા ગૃહે લાવી વિનાશ                 ૩

ઘમંડી ઉંચો ચઢ રાખ દૃષ્ટિ વૄક્ષો ભણી

ફ્ળોથી ભરપુર વૃક્ષો રહ્યા પૃથવી પર નમી

સફળ જીવન જીવવાની યોગ્યતા

પ્રાપ્ત થાય જ્યારે પ્રવેશે નમ્રતા.               ૪

Comments Off on સફળતા
Thu 17 Jun 2010
રાધા કૃષ્ણ સંવાદ 06/17/10
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 9:56 pm

મારો આત્મા તારો આત્મા

મારુ હ્રુદય તારુ હ્રદય

મારુ મન તારુ મન 

મારુ શરીર તારુ શરીર

આ સંવાદ આપણો વ્યર્થ

તુ શક્તિ હું શક્તિમાન

શક્તિ વગર શક્તિમાન પોકળ

શક્તિમાન વગર શક્તિ ફોગટ

હું તુ એક જ

એક આત્મા પૂર્ણ બ્ર્હ્મ.

 

 

 

 

 

 

 

 

Comments Off on રાધા કૃષ્ણ સંવાદ 06/17/10
Sat 12 Jun 2010
દીપક 06/12/10
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 10:41 pm

જ્ઞાનનો દીપક હજુ ન પ્રજ્વલિત થયો

જીંદગી આખી પ્રયત્નો કરતો રહ્યો

ભક્તિ પાત્ર હાથે ધરી કથા સુણતો રહ્યો

વૈરાગ્ય રૂપી તેલની ખામી જણાય

તેલપૂરી દીપક પ્રજ્વલિત થયો જ્યારે

લોભ મોહ વાસના તણા પવન ફુંકાયા ભારે

દીપક ડગમગે સ્થિર ન રહેતો સદાય

ડગમગતા દીપકને સ્થિર થવા સદાય

ગુરુ રૂપી ચીમનીનુ ઢાંકણ મળ્યુ જ્યારે

જ્ઞાન રૂપી દીપક સ્થિર થયો ત્યારે

 

 

 

 

 

 

 

 

Comments (4)
40 queries. 0.102 seconds. Powered by Gujarati Sahitya Sarita
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.