જીંદગીમાં અડચણૉ અથડામણો સહી
કદીક ફૂલહાર કદીક કાંટા સહ્યા
આવી ઊભા તુજદ્વાર
દુશ્મનોની અવહેલના ઇર્ષા લીધી સહી
સ્વજનોએ મુખ મરોડ્યા સ્વીકાર્યું હસી
આવી ઊભાતુજ દ્વાર
જાણીતા બની અજાણ્યા રહ્યા ઊભા
અજાણ્યા દોડ્યા હર્ષે મિલાવ્યા ખભા
આવી ઊભા તુજ દ્વાર
સારા નરસાની ચર્ચા મુકી પડતી
દેશના સમતાના સહારે લીધું જીવી
આવી ઊભા તુજ દ્વાર
રાહ આજ બદલ્યો કેમ!નિત્યનો રાહી!?
ના પૂછ સવાલ અપનાવ બાહુ પ્રસરાવી
આવી ઊભા તુજ દ્વાર