મા ધરણીની ભૂતળ ખળભળી ભૂકંપ કહેવાય છે
હ્રુદય ગૂહા ખળભળી એટૅક આવ્યો કહેવાય છે
ઊમટ્યા વિચાર વમળૉ ચિત્ત્ત ચકરાવે ચઢે છે
સાગરે ઊમટ્યા તરંગો હરિકેન કહેવાય છે
વાટ જોતી પ્રિયતમની ,ઊભી પ્રિયતમા ફુટપાથે
આઠે દિશામાં ફેલાવતી ,દૃષ્ટિ આતુર કહેવાય છે
આળસુ કોયલના ઇંડા પોષ્યા જાણી ખુદના અજાણે
કાગડો વગોવાય ,ઠગાયો છતા કપટી કહેવાય છે
ઢેલ આવી ઊભી થનગની આમંત્રીત પિયુને કરે
મોર નાચે સંગ સ્વીકારી કળા મોરની કહેવાય છે
પાપ પુણ્યના હિસાબ કિતાબની જંજટ છોડી નૅ
હૈયે છે નિરંતર સ્મરણ ઉપાસક કહેવાય છે
પ્રભાતે નભમાં નારંગી સૂરજ
સુવાળા તડકામાં સુગંધી સૂરજ
દોડતા વાહનોની હારમાળ
આગળ પાછળ ચોતરફ સૂરજ
પવનની લહેરાતી લહેરે લહેરે
પુષ્પોમાં ખિલખિલ હસતો સૂરજ
વૃક્ષોની શાખાઓ પર્ણૉ મધ્યે
કિરણોની વર્ષા વરસાવતો સૂરજ
પહાડો કોતરો કંદરા ખીણો વચ્ચે
આંખ મિચોલી રમત રમતો સૂરજ
સરિતા સાગર સરોવરમાં નીચે
ડૂબકી મારી કોરો દીસંતો સૂરજ
સંધ્યાના સપ્ત રંગોમાં ક્ષિતિજે
ખોવાઇ તું ક્યાં જતો સૂરજ
ચંદ્રની શીતળતા સન્માનવા
મહાસાગરે ડૂબતો સૂરજ
ભૂલ થઇ જરાક દુઃખ શાને! ઘવાયો ગર્વ દુઃખ શાને!! ભૂતકાળની ભૂરી છાયા અટપટુ ભાવિ દુઃખ શાને!! ભૂત ભાવિ આશ નિરાશા માણુ ના આજ દુઃખ શાને!! સાથી સફરમાં અનેક ભૂલી ગયા સહુ દુઃખ શાને!! સ્વયં લીધા નિર્ણય, ભલે ના માની સલાહ દુઃખ શાને!! તારી છબી બંધ નેત્રે નિહાળી પુષ્પ વર્ષા આ હા.. દુઃખ શાને!! દુઃખ સુખ વધાવ્યા સમજી પ્રસાદ વિભુનો દુઃખ શાને!!
સ્મરણ રહ્યુ ,વરસ વહ્યા અગિયાર ના ભૂલાય ,ગોઝારો દિન નવ અગિયાર આભને આંબતી બે ઇમારતો મગરૂર ભૂમિએ પડી પળમાં થઇ ભંગાર વિકારી જુજ માનવે મચાવ્યો કાળો કેર ખુદ મરી ,લીધા સાથ સેંકડો બેકસુર ઇશુ કૃષ્ણ અલ્લાહ, કરે જોઇ વિચાર! હળાહળ કળિયુગ ,ભૂલ્યા તુજ બાળ સંસ્કાર પાર્થુ વિભુ ,નમાવી શીશ આજ તુજ દ્વાર વહાવ અમીઝરા,હટાવ વેર ઝેર વિકાર