Sun 5 Nov 2023
દિવાળી
Filed under: Uncategorized — indirashah @ 3:46 pm

મિત્રો આ સાથે દિવાળી વિશે મારા વિચારો મોકલુ છું

દિવાળીનો તહેવાર વાક્ બારસથી શરુ થાય અને જ્ઞાનપંચમી સુધી કહેવાય,
અધુનિક જમાનામાં આગળીના ટેરવે નુતન વર્ષાભિનંદન થાય, રંગોળી મુકાય
ટેકનોલોજીથી દુનિયા નાની થઈ રહી છે. જોજનો દૂરથી સંદેસા પલકારામાં અસંખ્ય
લોકોને મળી જાય છે.ફાયદા ઘણા છે.પરંતુ નવી પેઢીઆપણા તહેવારનો જે ઉત્સાહ
ઉમંગ આપણે નાનપણમાં માણૅલો તેનાથી વંચિત રહેશે. હું દિવાળી પર્વ વિશે કાવ્ય લખવાને
બદલે આડી વાત પર ચડી ગઈ. કાવ્ય.

વાક્ બારસ દિને વન્દુ મા સરસ્વતિ તને
તુજ કૃપા દૃષ્ટિ મુજ પર રહે
કટુ વચન કદી જિહ્વા ન બોલે
દેવ ધન્વન્તરિને વિનવું
સ્વાસ્થયનો સાથ રહે
મન મારું શુધ્ધ વિચારે વિહરે
મિત્રતા સહુ સાથ રહે
આધ્યાત્મિકતા ઉરમાં વશે
દ્રઢ નિશ્ચયિ કાળી ચૌદશે બનુ
કંકાશ કકળાટ દૂર રહે
દિવાળીએ દિવા પ્રગટે
અજ્ઞાન અંધકાર કરી દૂર
ઉજાશ જ્ઞાનનો નિરંતર રહે
ફૂલછડીના રંગબેરંગી ફૂલ જરે
ઇચ્છું સહુના જીવન રંગીન બને
નૂતન વર્ષાભિનંદન નવા વર્ષે
સગા સંબંધીને ભેટુ પ્રેમે
ભાઇબીજે ભાઇ-બેનના સ્નેહ વધે
ત્રીજ ચોથ સહુ સાથે હળીઍ મળીએ
જ્ઞાન પંચમીઍ શુભ લાભ સૌને મળૅ
સારા પુષ્તક વાંચન કરી જ્ઞાન વધે

Comments Off on દિવાળી
Fri 8 Sep 2023
કૃષ્ણ જન્મ શા માટે?
Filed under: આધ્યાત્મિક ચિન્તન,આધ્યાતમ્ક ચિન્તન — indirashah @ 11:50 am
 કૃષ્ણ જન્મ શા માટે?

lord krishna

દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી આવી, સૌએ ધામધુમથી ઉજવી, જોર શૉરથી જન્મ ઘોષણા થઇ.

નંદ ઘેર આનંદ ભયો, યસોદાને લાલો ભયો

જય કનૈયા લાલકી, હાથી ઘોડા પાલખી

વિચાર આવે, કૃષ્ણ જન્મ લે અને પાછો વૈકુઠ જતો રહેતો હશે? કોઇ રાક્ષસ ની હત્યા નથી કરતો! રોજ સવાર પડે, પેપરની હેડલાઇન સ્કુલની માસુમ બાળા પર શિક્ષકે કર્યો બળાત્કાર તો ક્યારેક પિતાએ સ્ટેપ ડૉટર પર બળાત્કારના સમાચાર સાંભળવા મળે,પોલીસ- નાગરિક વચ્ચે મારામારીના સમાચાર આતંકવાદીઓએ રાઇફલ-મસીનગનથી સેંકડો નિર્દોશ નાગરિકોના જાન લીધાના સમાચાર.આ બધુ વાંચતા સાંભળતા મન ઉદાસી અનુભવે, વિચાર આવે આટલા નરરાક્ષસો નરાધમો દુઃશાસનો ને કૃષ્ણ  જોઇ રહ્યો છે! કેમ અવતાર લઇ વૈકુઠ છૉડી પૃથ્વી પર જ્ન્મ લેતો નથી? દ્વાપર યુગમાં જન્મ લીધો ત્યારે નવજાત બાળ કૃષ્ણે પુતનાનુ વિષ પીધુ તેના જ મુખમાં રેડ્યું તેને મોક્ષ આપ્યો શિશુપાળ કંસ જેવા રાક્ષસોનો સંહાર કરી માતા- પિતા દેવકી-  વાસુદેવને કાળા કારાવાશમાંથી છોડાવ્યા મથુરા નગરીમાં સુખ શાંતિ સ્થાપિત કરી.જમુના નદીમાં રહેતા કાળીયા નાગના વિષથી  પવિત્ર નદી ઝેરી થઇ હતી તેને પવિત્ર  બનાવી.આટલા કામો તો કૃષ્ણે બાળ  અવસ્થામાં જ પૂરા કર્યા.

ગોકુળની ગોપીઓના ગોરસ ફોડ્યા માખણ ચોર્યા વસ્ત્રો ચોર્યા આવી અનેક લીલાઓ કરી ભક્તિનો મહિમા વધાર્યો.

કિશૉર અવસ્થાની બરીબ સુદામાની મિત્રતા  નિભાવી તેને તવંગર બનાવ્યો તેની ઝુપડીનો મહેલ કર્યો.

હસ્તિનાપુરમાં,અંધ ધૃતરાષ્ટ્ર્ના આંધળા પુત્ર પ્રેમ અને મામા શકુનીના કપટથી પરેસાન થતા પાંડવો અને ફોઇ કુંતીને  મદદ કરી.કૃષ્ણ પોતે અર્જુન સખાના સારથી બન્યા મહાભારતના યુધ્ધમાં ગયા, અર્જુને લાગણીવશ બની ગાંડિવ હેઠે મુક્યું ત્યારે અર્જુનના સખા બની તેને ગીતા જ્ઞાન આપ્યું. સમય આવે પોતાની પ્રતિજ્ઞા તોડી રથનું પૈડુ ઉપાડી ભિષ્મને પાડ્યા.આ રીતે અધર્મની સામે ધર્મનો વિજય કરાવ્યો.આ બધા કામ કરવા કૃષ્ણ તે જન્મ લીધો.

શું તને નથી દેખાતો? કળિયુગમાં થતો આટલો બધો અધર્મ? કે તને કોઇ નારદ જેવા ભક્તએ હજુ સંદેશો નથી પહોંચાડ્યો?

આજ કાલ ચંદ્ર સુધી માનવ પહોંચ્યો, પરંતુ કોઇને વૈકુંઠ સુધી સમાચાર પત્ર પહોંચાડવાની શોધ નથી કરી!

અરે કૃષ્ણ તુ તો  ત્રિકાળ જ્ઞાની, તારી ઇચ્છા વગર તો પાંદડુ પણ ન હલે, તો શું આ બધુ તારી ઇચ્છાથી થઇ રહ્યું છે?

ના ના એવું તો ન બને, બહેન દ્રોપદીની એક પુકાર સાંભળી તેની લાજ બચાવવા ચીર પૂરા પાડ્યા દુઃશાસનને થકવી દીધો,તો આજે આટલી બધી બેન દીકરીઓની લાજ લુટાતી કૃષ્ણ તું કેમ  જોઇ રહ્યો છે?

તારું કહેવાનું એમ છે ને કે કોઇ સાચો ભક્ત નથી આજ કાલ મંદિર,મસ્જિદ, ચર્ચ બધી જગ્યાએ પાખંડીઓ ધર્મના નામે અધર્મ કરી ભોળા અબુધ લોકોને ફસાવી રહ્યા છે.

સાચી વાત પ્રભુ, નાના મોઢે મોટી વાત માટે માફી માગી લૌ છું પણ તે હજાર અધર્મી સામે પાંચ ધર્મીઓનું રક્ષણ કર્યું, તેમ સેંકડો નહી આજે હજારો પાંખંડીઓ સામે લાખો અબુધ બાળ બહેનો અસહાય નાગરિકોનું રક્ષણ કરવા આવ આ મારી તારા જન્મ દીને નાની સરખી માગણી છે.

સ્વીકારી લે ને પ્રભુ.

અંતરમાં અવાજ સંભળાયો,ભક્ત જરૂર પરંતુ એ પહેલા તું મારું સાંભળ તમે  મારા દ્વાપર યુગના અવતારથી કંઇ શિખ્યા જો શિખ્યા હો તો તમે પાંચ ધર્મીઓ ભેગા મળી અર્જુન બની જાવ ગીતા જ્ઞાન સમજો, સાચા ભક્ત બનો નિષ્કામ કર્મ કરો અધર્મ સામે લડો.

વિચાર આવ્યો કૃષ્ણ અવતારે આપણને શું શિખવ્યું? માનસ પટ પર ૫૦૦૦ હજાર વર્ષ પૂર્વેના ઇતિહાસના પાના એક પછી એક ખૂલવા લાગ્યા.સાચી વાત.

કૃષ્ણ અવતાર આપણને ઘણું શીખવે છે.

પાપીઓ અધર્મિઓનો નાશ કરવો.

ગોપીઓ જેવો નિર્મળ નિષ્કામ  પ્રેમ કરવો .(આજકાલ થતો સ્વાર્થી પ્રેમ નહીં)

ધર્મની રક્ષા નિષ્કામ કર્મ.

સાચી મિત્રતા નિભાવવી  મિત્રને કપરા સમયમાં મદદ કરવી.

તવંગર પાપીઓનો સાથ છોડી, ગરીબ પણ સાચાને સાથ આપવો.

ભગવાને પાપી દુર્યોધનના પકવાન ન સ્વીકાર્યા, વિદુરના ઘરની ભાજી સ્વીકારી.

આ બધુ મનુષ્યને શિખવવા ભગવાન અવતાર લે છે.

મનમાં  પ્રભુને હાથ જોડી કબુલ કર્યું, સાચું  પ્રભુ, ગાંધી, માર્ટીન લુથર કીંગ, મેન્ડેલા  જેવા માનવીઓ શિખ્યા અન્યાય સામે લડત લડ્યા.અને હા મલાલા જેવી નાની બાળાએ પોતાના શિક્ષા મેળવવાના અધિકાર સામે લડત કરી પોતે ઘવાણી છતા દુનિયા સમક્ષ અત્યાચારીઓને ઉઘાડા પાડ્યા. પરંતુ આવા આંગળીના વેઢે ગણાય તેટલા લોકો શું કરી શકે?

આ કળિયુગમાં  માનવની વસ્તી હજાર ગણી વધારે છે, હજારોની સંખ્યામાં કૌરવો જેવા લોકો છે. એટલે જુજ સારા લોકોથી આ કામ થઇ શકે તેમ નથી. કાના તારો આવવાનો સમય પાકી ગયો છે પૃથ્વી વાસીઓ પર મહેરબાની કર  ધર્મ સ્થાપિત કરવા આવ, મારા પ્રભુ આવ..

પ્રભુ ગીતામાં તે કહ્યું છે તે હું આજે યાદ કરું છું.

यदा यदाही धर्मस्य ग्लानिर्भवति भारत।

अभ्युत्थात्म धर्मस्य तदात्मान सृजाम्य हम॥

પ્રભુ મારી નમ્ર વિનંતી છે, આજે તારા જન્મ દિને, હવે તારા નિર્દોષ, અબુધ બાળકોને બચાવવા અવતાર લે,

પૃથ્વીને નરાધમ રાક્ષસોથી બચાવ.

Comments Off on કૃષ્ણ જન્મ શા માટે?
Mon 6 Feb 2023
અનેરો આનંદ (વાર્તા)
Filed under: Uncategorized — indirashah @ 11:41 am

આજે સુનંદા બેનનું હૈયુ હર્ષે છલકાતું હતું , હોય જ ને આજે દસ વર્ષ બાદ તેમના ઘેર આનંદ ઉલ્લાસનો પ્રસંગ ઉજવાતો હતો, તેમની દીકરી નિલીમાની પ્રથમ પ્રસુતી સુનંદાબેનના ઘેર થઈ હતી, તેમનો દોહિત્ર નિલય દસ વર્ષનો થયો. તેમના દિકરાના લગ્નને છ વર્ષ વિત્યા દિકરો સુમન અને વહુ સુહાસિની બન્ને પોતાની કેરિયરમાં ખૂબ
સુંદર પ્રગતી કરી રહ્યા હતા, સુમન કોમર્સની એમ કોમની ડીગ્રી મેળવી,કોલેજમાં લેકચર આપતો અને પાર્ટ ટાયમ લો કોલેજ અટેન્ડ કરતો તેને લોયર થવાની અભિલાસા હતી. સુહાસિની અંગ્રેજી વિષય સાથે બી.એની ડીગ્રી મેળવી હાઇસ્કુલમાં શિક્ષીકા હતી. તેના મનમાં એમ. એ; પી.એચ.ડી થઈને કોલેજમાં પ્રોફેસર થવાની તિવ્ર ઈચ્છા હતી.
દિકરો-વહુ બન્નેએ પોતાની અભિલાસા પૂર્ણ કરી ડીગ્રી મેળવી, સુમનને જાણીતી લો ફર્મમા સહાયક લોયરની નોકરી મળી ગઈ, અને સુહાસિની સગર્ભા થઈ, સુહાસિનીએ પતિ સુમન અને સાસુની સમજાવટથી પી એચ ડી થવાનું મુલ્તવી રાખ્યું, છઠ્ઠે મહિને નિલીમાએ રિવાજ મુજબ ભાભીને રાખડી બાંધી,પિયરમાં આવનાર વારસદારની અને ભાભીની રક્ષા એજ આસય.

આજે સાતમે મહિને સુનંદાબેને હોંશના રાંદલ તેડ્યા, દિકરા-વહુએ માતાજીની પૂજા અર્ચના કરી, વડીલોને પગે લાગ્યા આશીર્વાદ લીધા,સુનંદાબેનને હર્ષ સાથે થોડું દુઃખ હતું આજે તેમના લોયર પતિ અમુલખભાઈ જેઓ અમદાવાદ શહેરના જાણીતા લોયર હતા તેમનું ચાર વર્ષ થયા જીવલેણ હાર્ટ એટેક આવવાથી અવસાન થયેલ તેઓની ઈચ્છા દિકરાને લોયર કરવાની હતી , જે આજે લોયર થયેલ છે, તે જોવા તેઓ હાજર નથી.
સુહાસિનીના પિયરિયાએ વ્યવહારમાં નણંદને સુંદર બનારસી સેલુ આપ્યું , જમાઈને લોયરને શોભે તેવો પોશાક સફેદ શર્ટ બ્લુટાય, બ્લેક સુટ્નું કાપડ, સુનંદાબેનને સફેદ બ્લુ બોર્ડર પાલવની સાડી. નણંદે ખોળો ભર્યો, સગા-સબંધીએ હોંસે માતાજીના ગરબા ગાયા, નિલીમાએ અને સુહાસીનીના ભાભી રસીલાએ ચાર માતાનો પ્રખ્યાત ગરબો ઉપાડ્યો
“લાલ ઘોડેરે કોણ ચડે મા અંબાનો અવતાર
અંબા માવડીરે રણે ચડ્યા સજી સોળ સણગાર
રમજો જમજોરે ગોરણીઓ સૌ રમજો સારી રાત
રમા વહુએ રાંધી લાપસીરે ભોળી ભવાનીમા
ઉપર પાપડનો કટકોરે ભૉળી ભવાનીમા
એવો રમા વહુનો લટકોરે ભોળી ભવાનીમા”
આમ બઉચર, રાંદલ, ચામુંડા, કાળકા માતા ઘોડે ચડ્યા, સાથે કુટુંબની વહુ -દીકરીઓ ઘોડૉ ખુંદી રમ્યા,
આખા ઘરમાં આનંદનો માહોલ છવાયો.
ગરબા બાદ રાંદલમાની આરતી કરી,થાળ ધરાવ્યો,
સુહાસિનીએ સાત ગોયણીઓના પગ ધોયા, લાપસી મોમા મુકી.
સૌ સગા વ્હાલા લાપસી, દાળ, ભાત ,શાક પાપડનું સ્વાદિસ્ટ જમણ જમી છુટા પડયા..
છેલ્લે સુનંદાબેન નિલીમા જમવા બેઠા, નિલીમાએ મમ્મીના ચહેરા પર ઉદાસી જોય બોલી મમ્મી, જમો મને,
ભાઈ – ભાભીને આજે પપ્પાની ગેરહાજરીનું દુ;ખ છે, ભાઈ પુજા રૂમમાં પપ્પાના ફોટા સામે માતાજીનો પ્રસાદ મુકી, પછી જમ્યા, મમ્મી, પપ્પાએ જ્યાં હશે ત્યાંથી આજના પ્રસંગનો આનંદ માણ્યો જ હશે.આપણે સૌએ આનંદથી જમવાનું છે.ઘરના સૌ સાથે બેસી જમ્યા. બીજે દિવસે સુહાસિની રસિકભાઈ-ભાભી સાથે તેના પિયર જવા તૈયાર થઈ નિલીમાએ ખોળામાં ભરેલ ચોખા રસીલાને આપ્યા જે બાળકના જન્મ પછી છઠા દિવસે રાંધવાના હોય છે.
સુહાસિની નિયમીત પ્રિનેટલ વિટામિન્સ જમ્યા પછી લેતી હતી, ઑ-બી, જિવાયેન ડૉ દોશી ને દર ૧૫ દિવસે બતાવવા જતી, આઠમે મહિને સોનોગ્રાફ કર્યો બાળકનો વિકાસ જાણવા,બાળક ખૂબ તંદુરસ્ત વજન સરેરાસ ૭થી ૮ પાઉંડ, બાળકની જાતી પણ જાણી શકાય, જે સુહાસિની અને સુમનને નહોતી જાણવી.
૯ મહીના પુરા થયા, સૌની આતુરતાનો અંત શ્રાવણ મહિનાની ચૌદસની રાત્રે સુહાસિનીને પ્રસુતી પીડા શરુ થઈ રસિલાભાભીએ ડો દોશીના દવાખાને ફોન કર્યો, નર્સે સાથે વાત કરી, નર્સે પુછ્યું દુઃખવા સાથે પાણી પડે છે?
રસિલા ભાભીઃ”હા પાણી પડૅ છે,અને પેડુમાં સખત દુઃખે છે.
નર્સઃ સારું લઈ આવો રસિલા અને રસિક ટેક્ષી કરી સુહાસિનીને દવાખાને લઈ ગયા, રસિકે ફોન કરી સુનંદાબેન અને સુમનને જણાવ્યું, બન્ને ગાડીમાં નીકળ્યા કલાકમાં દવાખાને પહોંચ્યા, રસિલા લેબર રૂમમાં સુહાસિની સાથે હતી રસિક વેટિંગરૂમમાં બેઠો હતો.
પરોઢીયે પાચ વાગે નર્સ બહાર આવી બોલી વધાઈ હો સુમનભાઈ સુહાસિનીને આપકો આજ પૂર્ણિમાકે દિન બેટા દીયા હૈ. સુમને તુરત સો રૂપિયાની વધામણી નર્સને આપી.
સુનંદાબેન ખૂબ ખુશ થયા બોલ્યા ‘સુમન તારા પપ્પાનો જન્મ દિવસ શ્રાવણી પૂનમ હતો, આપણે અંગ્રેજી તારીખ
પ્રમાણે ઓગષ્ટ મહિનાની સોળ તારીખે ઉજવતા હતા’
સુમનઃ-મમ્મી પપ્પા લોયર દિકરાને જોવા તેના ઘેર આવ્યા.
સુહાસિની ત્રીજે દિવસે ઘેર આવી. છઠ્ઠીને દિવસે નિલીમા ભત્રીજાને રમાડવા આવી. સુનંદાબેને મીઠો ભાત બનાવ્યો,નજીકના સગાને આમંત્રીત કર્યા, નિલીમાએ ભત્રીજાનું નામ પાડ્યું અનંત.

Comments Off on અનેરો આનંદ (વાર્તા)
Fri 20 Jan 2023
સાલોક્ય મુક્તિ (અછાંદસ કાવ્ય)
Filed under: કવિતા — indirashah @ 2:17 pm

                    કરું હું નિત્ય પૂજા તુજ રૂપની
સમીપ બેસી તુજ
સામીપ્ય રહું માણતી
મીરા પામી તુજ સાયુજ્ય
તુજ તાદ્તમ્ય સગુણ સાકાર તુજ
ઉપાસના કરતી નિત્ય
સાલોક્ય મુક્તિ મળશે
વિશ્વાસ અતૂટ તુજ પર
છે મુજને
સાલોક્ય (અર્થ દેવલોક)
મને તમોને બધા મનુસ્યોને દેવલોક અર્થાત મોક્ષની ઈચ્છા જ હોય છે.

ડો ઈન્દુબહેન શાહ

Comments (1)
Wed 9 Nov 2022
અનાથ છોકરી વાર્તા
Filed under: ટુંકી નવલિકા — indirashah @ 6:37 pm

 સલોની થાકેલી સવારના આઠ વાગ્યા આંખ ઊઘડી પરંતુ ઊઠી ન શકી.ટન…..ડોર બેલ સંભળાય તુરત ઊભી થઈ, બારણું ખોલ્યું, જોયું એક નાની છોકરી ઉમર છ-સાત વર્ષ રડમસ છેહરે સામે ઊભેલી, તેના ગળામાં એક દોરી સાથે ચીઠ્ઠીનો નેક લેસ જોયો, વિચારમાં પડી આ કોણ હશે? ચહેરો જોયો માનસપટ પર પરિચીત બાળકી યાદ આવી નામ યાદ નહી આવ્યું. તુરત અંદર લીધી,સોફા પર બેસાડી છોકરી સોફા પર બેસતા જ અવાજ કાઢ્યા વગર રડવા લાગી, સલોનીએ નેકલેસની ચીઠી વાંચી, ‘સલોની, હું આવું નહી ત્યાં સુધી આને સંભાળજે.
તારો સલીલ.’
સલોનીને છોકરીનું નામ યાદ આવ્યું આસી,આસીના માતા-પિતા અને મારા માતા-પિતા પાડોસી, આસીના મમ્મીને પ્રસુતી પિડા ઊપડી કે તુરત મારી મમ્મીને ફોન કર્યો, ‘સુમી આન્ટી મને પેઢુમાં દુ;ખાવો થાય છે અને કમ્મરમાં પણ થોડું દુ;ખે છે,’
મમ્મીએ પુછ્યું પાણી પડે છે?
‘હા આન્ટી બાથરૂમ ગઈ તૈયારે થોડું લોહી સાથે પાણી પડેલ’
મારા મમ્મીએ તેને કહ્યું સારું તું અત્યારે આરામ કર ઘરનું કોઈ કામ કરીશ નહી, હું હમણાજ તારે ઘેર આવું છું, મારી મમ્મીએ મને કહ્યું ‘સલોની હું અનન્યાની સાથે હોસ્પિટલ જાઉ છું, તું અને તારા પપ્પા જમી લેજો મારી રાહ નહી જોતા,મને આવતા મોડું થાય અને કદાચ રાત રોકાવું પણ પડે સલીલ બહારગામ છે’ સુચના આપી મમ્મી ગાડીમાં પહોંચી અનન્યાના ઘેર, અનન્યાએ બારણું ખોલ્યું મારી મમ્મીએ તેને સુવડાવી તેના ક્લોસેટમાં ગઈ એક જોડી કપડા લીધા, અનન્યાના હાથ પકડી ઊભી કરીને ગાડીમાં પાછલી સીટ પર સુવડાવી બારણું વાસ્યું લોક કર્યું, મેમોરિયલ મેટર્નિટી પાર્કીંગમાં ગાડી પાર્ક કરી, ઇમર્જ્ન્સીમાં ફોન કર્યો તુર્ત સ્ટ્રેચર સાથે નર્સ તથા વોર્ડ બોય આવ્યા, મારી મમ્મીએ અને નર્સે જાળવીને અનન્યાને સ્ટ્રૅચર પર સુવડાવી તેને લેબર રૂમમાં લઈ ગયા, નર્સે તપાસી અનન્યાના કપડા લોહીથી ખરડાયેલા જોયા,કપડા કાઢી હોસ્પિટલની બ્લુ જોની પહેરાવી ઓ બી-જીવાય ડો પટેલને જાણ કરી રાખેલ. ડો આવ્યા તપાસ કરી આઠ મહીનાની પ્રેગનન્સી, બાળકનું માથું ઉપર, સોનાગ્રાફી કરી જાણ્યું આ બધું કરતા ૧૫ થી ૨૦ મિનીટ થઈ હશે ત્યાં સુધીમાં ઓપરેસન રૂમ તૈયાર થઈ ગયો, અનન્યાની સહી લીધી, મારી મમ્મીને જાણ કરી, મમ્મીએ સલીલને ફોન કર્યો. ઈમરજન્સી સિઝેરીયન થયું, દીકરીનો જન્મ થયો. એનેસ્થેસિયોલોજીસ્ટે અનન્યાનું બ્લડ ટાઈપ એન્ડ ક્રોસમેચ કરવા મોકલી આપેલ, કમનસીબે અનન્યાનું ગ્રુપ એબી નેગેટીવ હોવાથી બ્લડ મળ્યું નહીં. બીજી કોઇ બલ્ડ બેન્ક માં પણ નહી હોવાથી અનન્યાને બચાવી ન શક્યા અનન્યા પ્રભુને પ્યારી થઈ ગઈ.
સલીલ આવ્યો અનન્યાના પાર્થિવ દેહને વળગી રડવા લાગ્યો, “અનુ મારી પ્યારી અનુ મને છોડીને કેમ જતી રહી હું તારા વગર નહી જીવી શકુ, મારી મમ્મીએ તેના માથા ખભા પર હાથ પ્રસરાવ્યો તેને શાંત કર્યો “સલીલ તું ઢીલો થઈશ તો તારી દીકરીનું શું થશે તારે જ દીકરીને મોટી કરવાની છે તેના માટે તારે જીવવાનું છે,બોલી સલીલને બેબી નર્સરીમાં લઈ ગઈ કાચમાં થી બેબીને જોઈ નર્સને જણાવ્યું બેબીના ડૅડી છે, નર્સ બેબીને બહાર લાવી સલીલના હાથમાં આપી ‘જુઓ સલીલભાઈ તમારી દીકરી કેટલી સુંદર છે આઠમે મહિને આવી છે છતા ખૂબ તંદુરસ્ત છે ૮પાઉંડ વજન છે.’ સલીલ દીકરીને જોઈ ખુશ થયો સુમી આન્ટી એકદમ મારી અનન્યાના જેવી જ છે, હું એને સાચવીશ મારી અનન્યાની નિસાની.બેબીનું નામ તેણે આસી રાખ્યું,

  1. અનન્યાના પાર્થિવ દેહને મોર્ગમાં મુક્યો ૪૮ કલાક પછી અગ્ની સંસ્કાર થયા ત્યાં સુધી બેબીને મારી મમ્મીએ સંભાળી દર બે કલાકે  બોટલથી ગાયનું દુધ પીવડાવે ડાયપર બદલે. હું આ બધુ જોતી,સલીલને જોયો ત્યારથી હું  તેના તરફ આકર્શાયેલ, સલીલ બેબીને લઈ ગયો અને તેના બેન્ક મેનેજરને બધી વિગત જણાવી, મેનેજર સમજુ હતો તેણે સલીલને હ્યુસ્ટનની બેન્કમાં સ્થાયી જોબ આપ્યો, સલીલ સવારના આઠથી ચાર જોબ કરે ત્યારે આસીને પ્રાયવેટ ડે કેરમાં મુકે. આમ આસી મોટી થતી ગઈ,અવાર નવાર ડે કેરમા આસી બિમાર થતી ત્યારે સલીલ બેબીને અમારે ત્યાં મુકી જતો આમ આસી ૫ વર્ષની થઈ, કિન્નર ગાર્ડનમાં મુકી,
    સલીલ આસીને સવારના ૭ઃ૩૦ વાગે પ્રી સ્કૂલમાં મુકે સાંજે ત્રણથી ચાર આસી પોસ્ટ સ્કૂલમાં રહે
    અમેરિકામાં વર્કીંંગ પેરન્ટસ માટે આ સગવડતા.
    બેન્કના બીજા કર્મચારીઑને સલીલની ઇર્શા થઈ તેઓએ સલીલને સંડોવ્યો તેના પર બેન્કમાંથી એક લાખ ડૉલરનો ગોટાળો કર્યાનો આરોપ મુક્યો, સલીલની ધરપકડ થઈ, સલીલ જેલરની રજા લઈ આસીને સ્કૂલથી લીધી ગળામાં આપણે ઉપર જોયું તેવું લખાણ લખેલ નેકલેસ પહેરાવ્યો આસીને અમારે દરવાજે મુકી, આસીએ પુછ્યું ડેડી આપણે આન્ટીના ઘેર જવાનું છે? બેટા તારે થોડા દિવસ આન્ટી સાથે રહેવાનું છે,
    ડેડી તમે ક્યાં જાવ છો?
    મારે બહારગામ જવાનું છે.
    ક્યારે પાછા આવશો?
    થોડા દિવસમાં આવી જઈશ,
    આમ આસી રડતા ચહેરે આવી સલોનીએ તેને તેડી સોફા પર સુવડાવી આસી સોફા પર અવાજ વગર  રડતા રડતા સુઈ ગઈ.
    મમ્મી જાગી ગઈ પુછ્યું સલોની અત્યારમાં કોણ હતું?
    મમ્મી સલીલ બેલ વગાડી આસીને દરવાજે મુકી વાત કર્યા વગર જતો રહ્યો,આસી સોફા પર સુતી છે.
    હું આપણા બન્ને માટે ચા મુકું છું. અમે બન્ને એ ચા સાથે ખાખરા- ભાખરી બ્રેક્ફાસ્ટ કર્યો. આસી માટે દુધ ગરમ કર્યું. આસી ઉંઘમાં બોલતી હતી ડેડી મારી મમ્મી મને મુકી ભગવાનન ઘેર જતી રહી , ડૅડી તમે પણ મને મુકી જતા રહ્યા હું અનાથ … આ સાંભળી હું તેની પાસે બેઠી તેનું માથુ ખોળામાં લીધુ માથા-વાસા પર હાથ પ્રસરાવતા બોલી આસી બેટા તું અનાથ નથી, હું તારી મમ્મી છું. ઊઠ બેટા સવાર પડી, આસી સાંભળતા જ બેઠી થઈ મારા ગળે બેઊ હાથ પરોવી બોલી સાચું હું તમને મમ્મી કહું? હા કહે મને ગમશે.
    હવે બ્રસ કરવા ચાલો મે તેને બ્રસ કરાવ્યું, રસોડાના ડાયનીંગ ટેબલ પર બેસાડી સિરીયલ -દુધ આપ્યા
    આસી ચીરિયો ભાવશે? હા મમ્મી આજે મને બધું ભાવશે મારી મમ્મી મળી છે.
    આસીને મમ્મી ટી વી જોવા બેઠા.
    મે સલીલને ફોન કર્યો.
    જેલરે સલીલને ફોન આપ્યો, સલીલ પાસેથી બધી હકીકત જાણી
    મે સલીલને કહ્યું તું ચિતા નહી કર મારા અંકલ ક્રિમીનલ લોયર છે. હું તેમનો કોન્ટેક કરી તેમનો ફોન નંબર તને આપું છું
    પુછ્યું આસી શું કરે છે?
    સલીલ આસી મઝામાં છે, અત્યારે બ્રેકફાસ્ટ કરી મમ્મી સાથે ટી વી જોય રહી છે.
    તારે વાત કરવી છે? ના મારો સમય પુરો થયો મુકુ છું આવજે.
    આવજે.
    સલોનીએ કાકાની ઓફિસે ફોન જોડ્યો
    સેક્રેટરીએ ફોન ઊપાડ્યો
    Patel and associate who is this?
    I am his niece can I speak with my Uncle?
    hold on I will connect you,
    હલો કાકા હું સલોની, મારા મિત્ર સલીલ પર બેન્ક્માંથી ૧૦૦ થાઉસંડ ડોલરનો ગોટાળો કર્યાનો ખોટો આરોપ મુકાયો છે તમે તેને મદદ કરશો?
    જરૂર કરીશ.
    સલોનીએ આવજો કરી ફોન મુક્યો.
    સલીલને કાકાનો નંબર આપ્યો.
    સલીલે કાકા સાથે વિગતવાર વાત કરી. કાકાએ ધરપત આપી સલીલ આવા કેશ અમારી પાસે આવતા જ હોય છે. તું ચિંતા નહી કર,

    સલીલે બેન્ક સામે કેશ લડવાની જાહેરાત કરી.

    કોર્ટમાં કેશ ચાલ્યો,બેન્કની પાસે ચોરીના કોઇ પુરાવા ન હતા.
    ચુકાદો આવ્યો સલીલ નિર્દોષ જાહેર થયો.
    સલોની સલીલ સાથે ઘેર આવી, આસી ખૂબ ખુશ થઈ બોલી મને મમ્મી અને ડૅડી બન્ને મળી ગયા.હવે આપણે બધા સાથે રહીશું,
    સલોની અને સલીલ બન્ને બોલ્યા”હા બેટા આપણે સાથે જ રહીશું”
    સલીલનું ઘર સેલ પર મુક્યું, સલોની અને સલીલે થોડા નજીકના સગા અને મિત્રોની હાજરીમાં રજીસ્ટર મેરેજ કર્યા, મમ્મીએ સહુને જમાડયા.
    સલીલે બે -ત્રણ બેન્કમાં અરજી કરેલ,  કોર્ટના ચુકાદાના પેપર સાથે ઈન્ટરવ્યું આપ્યા. બે મહીનામાં
    એક નાની કોપરેટીવ બેન્કમાં નોકરી મળી ગઈ.

 

Comments Off on અનાથ છોકરી વાર્તા
Thu 13 Aug 2020
શ્રાવણ મહિનાનો મહિમા
Filed under: ચિંતન લેખ — indirashah @ 10:05 am

શ્રાવણ મહિનાની શરૂઆત થાય અને શિવ મંદિરોમાં શિવ ભક્તો શિવલીંગ પર અભિસેક કરવા ઊમટી પડે. શિવ, દેવોના દેવ મહાદેવ કહેવાય છે. રામ ભગવાને લંકા જતા પહેલા શિવસ્મર્ણ કર્યું , શિવલિંગ ઉપસ્થિત થયું તેની પૂજા અર્ચના શ્રી રામ ભગવાને કરી જે આજે રામેશ્વરમ જ્યોતિર્લિંગ તરીકે પૂજાય છે. હિંદુ ધર્મના ચાર દિશામાં આવેલ ચાર યાત્રાધામ પૂર્વમાં જગન્નાથપૂરી, પશ્ચિમમાં દ્વારિકાધીશ ઉતરમાં બદ્રીનાથ  અને દક્ષિણ દિશામાં રામેશ્વરમની ગણતરી થાય છે.શ્રી કૃષ્ણ ભગવાને બે દિવસના હતા ત્યારે શ્રી શિવ ભગવાનના દર્શન કરવા વ્યાકુળ થયા રુદન કર્યું જશોદા મા અને સખીઓએ ઘણા ઉપાય કર્યા છતા બાળ કૃષ્ણ શાંત ન થયા ભગવાન શિવના દર્શન કર્યા તુરત જ શાંત થયા.
મહાભારત કથામાં ઘણા પાત્રોએ શિવ આરાધના કર્યાનો ઉલ્લેખ છે.યુધ્ધ સમાપ્ત થયા પછી યુધીષ્ઠિર સાથે બધા ભાઇઓ ગુરુ હત્યા, ગુરુ ભાઈઓ તથા પોતાના સો પિત્રાય ભાઇઓની હત્યાના શોકમાં ડુબી જાય છે, ત્યારે શ્રી કૃષ્ણ તેઓને શિવ ધ્યાન કરી પાપનું પ્રાયશ્ચિત કરી પાપ મુક્ત થવાની સલાહ આપે છે.એટલે તેઓ દેવોના દેવ મહાદેવ તરીકે પૂજાય છે.

શ્રાવણ મહિનાની વદ આઠમને દિવસે આખી દુનિયામાં વસતા હિંદુઓ કૃષ્ણ જન્મ નો ઉત્સવ ઊજવે છે. મહારાષ્ટ્ર્માં માખણની મટકી ફોડી કૃષ્ણ બાળલીલાનો ઊત્સવનું ખૂબ મહત્વ છે.આ દિવસોમાં હિંડોળા જુલાવવાનો ઉત્સવ ઘણા મંદીરોમાં તથા કૃષ્ણ ભક્તોના ઘેર ઉજવાય છે. આ મહિનામાં પુનમને દિવસે ભાઈબેનના પવિત્ર સંબંધનું  રક્ષાબંધન પર્વ ઉજવાય છે.આ પુનમ નાળિયેરી પુનમ તરીકે ઓળખાય છે,કારણ આ દિવસે માછીમારો નાળિયેર વધેરી સમુદ્રની પૂજા કરે છે જેથી સમુદ્ર ચોમાસા દરમ્યાન શાંત રહે અને માછીમાર તેમનો વ્યવસાય જોખમ વગર કરી શકે. ત્યારબાદ નાગ પંચમી અને શીતળા સાતમ જેવા પર્વ પણ ગુજરાતના ગામડાઓમાં આજે પણ ઉજવાય છે.અમુક સ્થળૉએ સાતમ આઠમનો પ્રખ્યાત મેળો ભરાય છે, નાના મોટા સહુ મેળામાં છુટથી મહાલે છે.
આ વર્ષે આ મહિનામાં ૧૫ ઓગષ્ટ આપણો શ્વાતંત્ર દિન પણ આવે છે.
શ્રાવણ મહિનાની વદ ચૌદસથી જૈન ધર્મના પર્યુશણ પર્વનો આરંભ થાય છે. આમ શ્રાવણ માસ ખૂબ મહત્તવનો મહિનો છે.

 

Comments Off on શ્રાવણ મહિનાનો મહિમા
Fri 7 Aug 2020
કયા નામે વિશ કરું
Filed under: કવિતા — indirashah @ 12:57 pm

  જન્માષ્ઠમી આવી ને આવે વિચાર
        હરિ તારા નામ છે હજાર               કયા નામે વિશ કરું ?

      તું છે જશૉદાનો લાલો,
      ને ગોપીઓનો કાનો
        છે તું રાધાનો સ્યામ
    ને મીરાનો ગીરધર ગોપાલ       કયા નામે વિશ કરું?

       અર્જુનનો સખા તું કેશવ,
      સુદામાનો મિત્ર તું કિશન
      ઓધવના ગુરુ તું કૃષ્ણ                 કયા નામે વિશ કરું?

        દ્વારકાનો રાય રણછોડ
       સુદર્સન ચક્ર ધરનાર
        તું ભગવાન યોગેશ્વર                  કયા નામે વિશ કરું?

     તું ન આપે જવાબ ભલે ભગવાન
      હું તને વિશ કરીશ જરુર
      હે મુરલી મનોહર
       મહારાસ રચનાર
       માખણના ચોરનાર
         તને વિશ કરુ
     ગોવિંદા આલા રે આલા
    મખન ચુરાને વાલા
   હેપિ બર્થ ડે હેપિ બર્થ ડે ગોવિંદા
     મખન ચુરાને વાલા

 

Comments Off on કયા નામે વિશ કરું
Sat 4 Jul 2020
કપરો સમય
Filed under: Uncategorized — indirashah @ 4:20 pm

        આ સમય કપરો ભલે
હોય ભ્રમણ કરતો ભલે

       કોઇ તો ઉપાય મળશે
વાટ જોઇ બધે ફરતો ભલે

      પુન્ય જરૂર કોઇના હશે
પાપ બધા ઉભરતો ભલે

    શોધશે જરૂર ઉપાય હવે
દાકતર બધે વિહરતા ભલે

     રિસર્ચ થયા ઘણા નાથશે
પકડમાં લેશે હરખતો ભલે

      સ્મશાને જતા અટકશે ?
પ્રભુ સુજાડ ઉકેલતો ભલે

 

Comments Off on કપરો સમય
Mon 22 Jun 2020
પિતા તમે મહાન
Filed under: કવિતા — indirashah @ 1:53 pm

આજે ફાધર્સ ડે પિત્રુ દિવસ. ઘણા પ્રખ્યાત પિતા(ફાધર ) યાદ આવે, જેવો દુનિયાભરના ફાધર
તરિકે જાણીતા છે.ફાધર વાલેસ અને બીજા આપણા રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી જે બાપુ તરિકે પ્રખ્યાત છે.
ફાધર વાલેસ સ્પેનથી મિસિનરી ક્રિશ્ચયાનિટિના પ્રચાર કરવા આવેલ. તેઓએ ગુજરાતી ભાષા શીખી અને ગુજરાતીમાં ઘણા પુષ્તકો પણ લખ્યા એક પુષ્તક મને યાદ છે “સદાચાર” તેઓશ્રીએ અગણિત અંગ્રેજી પુષ્તકો પણ લખ્યા છે,અને ગુજરાતી માસિક અને ન્યુઝ પેપરમાં તેઓના લખાણ પ્રકાસિત થતા રહે છે.
આપણા લાડીલા બાપુ વિષે તો આપ સહુ જાણો જ છો અને આપ સૌએ “ગાંધી મુવી જોયું જ હશે.

મારા પિતાને યાદ કરી થોડી પંક્તિ તેઓને અર્પણ
“પિતા તમે મહાન”

પિતા તમે વડલો ઘટાદાર
કરો કુટુંબમાં અનુસાશન
રાખો સહુને શિસ્તબધ્ધ
સુખ સુવિધા આપો સહુને
દિનરાત કરો મહેનત અતુટ
શબ્દ કોષ નાનો પડે
ઉપકાર તમારા અગણીત
અનોખુ સ્થાન મુજ હ્રદયે
તમારું, પિતા તમે મહાન
નમન કરું સર્વદા તમને
પિત્રુ દેવો ભવ પિતા મહાન
૦૬ /૨૧/ ૨૦૨૦
ડો ઈંદુબહેન શાહ

 

 

 

Comments Off on પિતા તમે મહાન
Tue 22 Jan 2019
પ્રેમાળ મીઠાશ કવિતા
Filed under: કવિતા — indirashah @ 5:54 pm

                                                         પ્રેમાળ મીઠાશ
આકાશના તારા નક્ષત્રો શોધવા સહેલા
મનના ખૂણે છૂપાયેલ કડવાશ શોધવી અઘરી
ક્યારેક મળી આવી તો વળી ગાંઢે સંઘરી
અરે! ફેંકી ઊડાવી ભૂલાવવી હતી સહેલી
જગા પૂરાઈ હોત પ્રેમાળ મીઠાશથી

                                                 નવા વરસે કરીએ કંઈક નવુ
જાન્યુઆરી મહિનામાં પતંગ સંગે
પ્રેમના તાંતણે પેચ બાંધી
ઊલ્લાસે કાપ્યો નાદે ઉડાડી કડવાશ
તલ ગુડ ખાઇ ભરે પેટ મીઠાશ

                                        ફેબ્રુઆરી લાવે વેલેન્ટાઈન દિવસ
ખાઈએ ખવડાવીએ ચોકલેટ મીઠી
ભરી દઈએ મનચમનમાં મીઠાશ

                                           માર્ચ મહિનામાં હોળી સંગે
અબિલ ગુલાલ ઉડાડી ઉડાડીએ કડવાશ
વિવિધ રંગે રંગાય પ્રેમ પીચકારીએ
ભરી દઈએ જનવનમાં સપ્ત રંગી ઉલ્લાસ

                          એપ્રિલ મહિને વસંત ગગને ઊડતા વિહંગ
વૃક્ષોની ડાળી લહેરાય પહેરી લીલા પર્ણો
બેક યાર્ડ મહેંકે જૂઈ મોગરાની સુગંધે
હિંચકે જુલતા માણીએ ચાની મધુરી મીઠાશ

                                       મે મહિનો લાવ્યો મધર્સ ડે  માની મમતા
બ્બાબરે માસ સુખ દુઃખમાં મા સંગાથે
સુખ બમણું થાતું ને દુઃખ ઉડી જાતું
મા તારો પ્રેમાળ હાથ ફરતા મુજ માથે

                                        જુન મહિનામાં આવે ફાધર્સ ડે
લાવે પ્રેમાળ પિતાની યાદ
જીવનની મુક્ષ્કેલ ક્ષણોમાં
પિતાના સલાહ સૂચનને કરી યાદ
નમન કરું પિતાને આજ

                                      ઓગષ્ટ મહિનામાં રક્ષા બંધન
બહેન બાંધે ભાઈને પ્રેમાળ સુતરની ગાંઠ
ભાઈની આયુ વધે દિન રાત
આષિશ દેતી બેની આજ

                                             સપટેમ્બર શ્રાદ્ધનો મહિનો
વડીલોને શ્રદ્ધાથી કરીએ તર્પણ
છાપરે મુકીએ કાગવાશ
ધાર્મિક પરંપરા પ્યારા બાળકોને સમજાઈ

                             ઓકટોબર માસે નવરાત્રી ને દિવાળી
નાના મોટા સહુ માણે ગરબા રાસની રમઝટ
દીવાળીએ સોહામણા સાથિયા દીવા આંગણે
દિલમાં પ્રેમાળ દીવાનો રંગ બેરંગી ઝળઝળાટ

                                  નવેમ્બર લાવે થેન્કસ ગિવીંગ દિવસ
કૃતજ્ઞતા નત મસ્તકે અશ્રુ વહે અવિરત
વિભુ તુજ પ્રેમાળ હસ્ત મસ્તક પર
આષિશ વર્ષાવે અહર્નિશ

                              ડીસેમ્બર માસ લાવે ક્રિસમસનો તહેવાર
શૉહામણી ક્રિસમસ ટ્રી શોભે ઘેર ઘેર
બાળકો જોય રહ્યા પ્રેમાળ શાંતાની વાટ
ઢગલાબંધ ગીફ્ટના સપનામાં વિતે રાત

Comments Off on પ્રેમાળ મીઠાશ કવિતા
Tue 21 Jun 2016
ચડતી પડતી
Filed under: કવિતા — indirashah @ 5:27 pm

  પહાડ અટુલો

જોઇ રહ્યો  પર્વત ઊંચો
વિચારે, હું જ અણમાનીતો?
ન આભને આંબી શક્યો
બોલ્યો બાજુનો છોડ નાનકડો
ન કર શોક ભયલા હુ છું તારા જેવડૉ
જ તારો દોસ્ત, ધરણી પર ઊભેલો.
ઊચા સરૂના વૃક્ષ ચોતરફ મારી
સૌ પર્વત પહાડ ચડૅ નજર રાખે નીચી
થાય ખુશ રંગ બે રંગી પુષ્પ પર્ણ નીરખી
કદમ ધપાવતા ગીત ગાતા હરખાઇ
દિવસો જતા બનીશ ઘટાદાર વૃક્ષ ઉંચુ
પહાડ અટૂલો જોઇ રહ્યો પર્વત ઊંચો
ધી્રજ રાખ તું બનશે પર્વત ઊંચો
તો પર્વત ધસી બની જાશે પહાડ નીચો
કાળે કરી પહાડ બને પર્વત,પર્વત બને પહાડ
ચડતી પડતી ક્ર્મ કુદરતનો તું જાણ
પહાડ અટૂલો જોઇ રહ્યો પર્વત ઊંચો

Comments Off on ચડતી પડતી
Tue 23 Jun 2015
અમ્રિતા
Filed under: ટુંકી નવલિકા — indirashah @ 12:44 pm

 

 

 

beach girl

અમ્રિતા કેવી રૂપાળી! જન્મી ત્યારે હોસ્પિટલમાં જ તેના મામા બોલ્યા દીદી તારી દીકરી તો ઇંગ્લીશ ડોલ છે! મોટી માંજરી આંખો, સુવાળા ગુલાબી ગલગોટા ગાલ, સાચે જાણે સ્વર્ગની પરી  જન્મી. “બસ રાખ નયન, મામાની મીઠી નજર ભાણીને લાગી જશે”, “મા ચિંતા શું કરશ તું નજર ઉતારી લેજે ને, હું કાળો છું તોય જરાક કોઇ મારા વખાણ કરે કે તુરત સાંજે સાડલાના છેડામાં કંઇક ઢાંકી મારા માથા પર ગોળ ગોળ ફેરવી બહાર નાખી આવે છે, અંજનાબેનઃ હા મારે ઉતારવી જ પડશે, નિરાલી તું પણ બેબીના કપાળે રોજ સવારે નર્સ નવડાવી ને લાવે તુરત કાળુ ટપકુ કરજે”. હા મા જરૂર કરીશ. પ્રથમ માતૃત્વ ધારણ કર્યાના આનંદમાં પરી જેવી પુત્રીને જોઇ નિરાલી પ્રસુતીની પીડા ભૂલી ગઇ, એક અનોખી હળવાસ અનુભવી રહી, નિદ્રાવસ થઇ.

નિરજ સાંજની ફ્લાઇટમાં અમદાવાદથી આવી ગયા,એરપોર્ટથી સીધા સનફ્લાવર પ્રસુતી ગૃહમાં, રૂમમાં આવી નિરાલીના પેટ પર હાથ ફેરવ્યો હળવી હગ આપી ભાલે ચૂમી કરી, “મારી અમ્રિતા ક્યાં?’ બન્ને જણાએ નામ નક્કી કરેલ દીકરી આવે તો અમ્રિતા અને દીકરો આવે તો અમૃત.

નિરજ તમે જીત્યા દીકરી આવી, નર્સ દાખલ થઇ નિરજભાઇ જુવો તમારી અમ્રિતા, નિરજે તુરતજ અમ્રિતાને લેવા હાથ લંબાવ્યા નર્સ બોલી નિરજ વોશ યોર હેન્ડસ, સોરી મેમ, હાથ ધોવા બાથરૂમમાં ગયો.

અમ્રિતાએ રડવાનું શરું કર્યું, ડેડી લીધા વગર જતા રહ્યાની ફરિયાદ! નર્સે બેબી નિરાલીના ખોળામાં મુકી, she is hungry, નિરાલીએ નર્સની મદદથી ઓશીકુ ગોઠવી અમ્રિતાનું નાજુક મુખ  સ્તન સામે ગોઠવ્યું, નિપલ મુખમાં મુક્યું સ્તન દબાવી ધાવણની ધાર આપી અમ્રિતાએ તો મુખ બાર કાઢી રોવાનું ફરી શરું કર્યું, જુઓને નિરજ તમે નથી બોલાવી તો અમ્રિતુ રિસાઇ ગઇ, દુધ નથી પિતી,ઓ કે, લાવ હું મનાવી લઉ છું, નિરજે હાથમાં લીધી ગલગોટા ગાલે ચૂમી આપી તુરત રડવાનું બંધ હસવા લાગી, નિરજે સાચવીને નિરાલીના ખોળામાં સુવડાવી ચાલો હવે ખાવાનો સમય થયો, નિરાલીએ તુરત સ્તન હસતા મુખમાં મુક્યુંને અમ્રિતાએ ચૂસવાનું શરું કર્યું .

જનમતાની સાથે જ માતા પિતાની મમતાનો દોર બાળક સાથે બંધાય જાય છે,માતાના સ્તનમાં તેનો ખોરાક છે, કોઇએ શીખવવું નથી પડતું ,પેટ ભરાય ત્યાં સુધી સ્તન પાન કરશે, ભરાય જાય એટલે તુરત છોડી દેશે.સર્જનહાર તારી કરામત. મોટા થયા પછી આ સમજણ ક્યાં છૂ થઇ જાય છે!!મનને ભાવે તે ખાવાનું પછી ભલે તે શરીરને હાનિકર્તા હોય.

અમ્રિતા મોટી થતી ગઇ તેમ તેનું રૂપ ચન્દ્રકળા જેમ નિખરતું ગયું, રૂપ સાથે બુધ્ધિ પણ વિકસતી ગઇ, તેના નયન મામા અમેરિકા સેટ થયેલ, એસ એસ સી પરિક્ષા આપી, મામાના આગ્રહથી સાથે બીજી પરિક્ષા એસ. એ. ટીની ગણીત અને ઇંગ્લિશની કોપ્યુટર પર લીધી તે પરિક્ષામાં ગણીતમાં સો ટકા મળ્યા અને ઇંગ્લિશમાં પંચાણુ ટકા. અમ્રિતાનું અમેરિકા ભણવાનું સ્વપ્ન સાકાર થયું.

જુન માં એસ એસ સીનું રિ્ઝલ્ટ આવ્યું અમ્રિતા પહેલા દસમાં આવી.મામાની સુચના મુજબના બધા પેપર્સ યુનિવર્સિટીને મોકલી આપ્યા.યુ ટી ઓસ્ટીનમાં એડમિસન મળી ગયું. તુરત સ્ટુડન્ટ વિશા માટે એપ્લાય કર્યું, અમેરિકા જવાની તૈયારી શરું કરી,

નયનમામા ફેમિલી સાથે ઓસ્ટીનમાં સેટલ હતા દસ વર્ષથી આઈ.બી.એમમાં સિનિયર એન્જીન્યર નો હોદ્દા ધરાવતા હતા, પત્નિ નીરા અને પાચ વર્ષનો દીકરો નિર્લેપ પરિવારના ત્રણ સભ્યો વિશાળ ત્રણ હજાર સ્કેવર ફીટ મકાનમાં રહે. નિર્લેપ એકલો પડી જતો એક દિવસ મમ્મીને કહે મમ્મી મારા ફ્રેન્ડ અક્ષયના મમ્મીના ટમીમાં અક્ષયની બેન છે,તારા ટમીમાં મારી બેન છે? નીરા સમજાવતી બેટા તારી બેન છે અમ્રિતાદીદી, તને રક્ષા બંધનના દિવશે રાખડી મોકલાવે છે.

“મમ્મી એ તો ઇન્ડીયામાં અહીં તો હું એકલો મારે અહીં બેન જોઇએ છે” બેટા અમ્રિતાદીદી આ સમરમા અહીં આવવાની છે,” વાઉ મમ્મી આ સમર દીદી સાથે રમવાની ફરવાની બહુ મઝા આવશે, નિર્લેપ ખૂશ થઇ ગયો, દીદીના આવવાની રાહ જોઇ રહ્યો. બાળકને રિઝવવાનું કેટલું સહેલુ!!

બહુ રાહ નહીં જોવી પડી જુન મહિનામાં અમ્રિતા ડલાસ એરપોર્ટ પર ઉતરી, ઇમિગ્રેસન કસ્ટમ વગેરે વિધી પતાવી બહાર આવી, નિર્લેપની આતુર નજરે અમ્રિતાને જોઇ, એવો દોડ્યો દિદી આવી દિદી આવી..અમ્રિતાને હગ આપી, “વાઉ નિર્લેપ યુ બિગ બોય, ઉંચક્યો બન્ને ભાઇ બહેને એક બીજાને વહાલભરી પપ્પી આપી, અમ્રિતા નયનમામા, નીરામામીને નીચા નમી પગે લાગી, મામા મામીએ પ્યારભરી હગ આપી welcome to this land of opportunity, (નિત નવી તકથી ભરપૂર દેશમાં સ્વાગત),આશીર્વાદ આપ્યા “ખૂબ ઉન્નતિ કરજે બેટા.

નિર્લેપ ઘેર જવા અધીરો થયો હતો, લેટ્સ ગો હોમ આઇ વોન્ટ ટુ શૉ દિદી ઓલ માઇ ગેમ્સ એન્ડ માય પ્લાન ફોર વેકેસન, બેટા દિદી આપણે ઘેર જ રહેવાની છે, બધુ જોશે અને તારી સાથે રમશે ,”નિર્લેપ હું પણ તારા માટે ઇન્ડીયન ગેમ લઇ આવી છું, તું ખૂશ થઈ જશે”,” દિદી તું મને શિખવશે ને!!””ચોકસ શિખવીશ”.આમ આખા રસ્તે નિર્લેપે અમ્રિતાને વાતોમાં પકડી રાખી પોતાનો હક્ દિદી પર જમાવ્યો આખે રસ્તે અમ્રિતાએ પણ નાનાભયલા સાથે વ્હાલથી વાતો કરી. ઘર આવ્યું,

નીરાએ બારણું ખોલ્યું ડીસઆર્મ કર્યું. નયન અને અમ્રિતા બેગ લઇ આવ્યા, નિર્લેપ નાની કેરિ ઓન બેગ લઇ સીધો ઉપર ગયો ગેસ્ટ રૂમમાં બેગ મુકી નીચે આવ્યો અમ્રિતાનો હાથ પકડ્યો “ચાલ દિદી તારો રૂમ બતાવું” “બેટા પહેલા બધા હાથ પગ ધોઇ જમવા બેસો પછી ઉપર જજો” સહુ ડાઇનિંગ ટેબલ પર બેઠા નીરાએ થાળી પીરશી, વાઉ મામી કંસાર મને બહુ ભાવે બોલી મોમા મુક્યો, તમે બા જેવો જ કંસાર કર્યો છે,” બાની રેસિપીનો બનાવ્યો છે, બાનો કંસાર જ બધાને ભાવે છે.વાતો કરતા સહુ જમ્યા, નિર્લેપ દીદીને પોતાની રૂમ બતાવવા અધીરો થયો હતો, અમ્રિતાનો હાથ પકડી ચાલ દીદી ઉપર મારી ગેમ બતાવું, અમ્રિતા સિન્કમાં પડેલ ડીસ ધોતા બોલી નિર્લેપ તું જા હું આવું છું, અમ્રિતા તું જા આજ તારો ભાઇ તને નહીં છોડે હું કરી લઇશ.

અમ્રિતા અને નિર્લેપ ઉપર ગયા, જો દીદી મારી પાસે કેટલી ગેમ છે, સ્ક્રેબલ,મોનોપોલિ, ડૉમિનો કાર્ડ,ચેકર્સ, ચેસ અને વિડિયો ગેમ પણ છે, પણ મારા મમ્મી મને વિડીયો ગેમ કલાકથી વધારે નથી રમવા દેતા.

નિર્લેપ કલાક તો ઘણૉ કહેવાય, મોનોપોલિ, સ્ક્રેબલ, કાર્ડ ગેમ્સ માં બુધ્ધિ વાપરવાની હોય વિડીયોમાં ફક્ત આનંદ મળે, વિચારવાનું હોય નહી, એટલે મગજને આરામ મળૅ.

તો આ સમરમાં તમે ને હું સાથે જુદી જુદી વિચારવાની ગેમ રમીશું.

આમ બન્ને જણા સમરનો પ્લાન કરી સુઇ ગયા.

સોમવારે નયનમામા અને અમ્રિતા  નિર્લેપ ઉઠે એ પહેલા, યુ ટી ઓસ્ટીન કેમ્પસ જોવા નીકળી ગયા, વિશાળ કેમ્પસ જોયું, ટુર લીધી, અમ્રિતાએ બે મુખ્ય સબજેક્ટ લીધેલ બાયોલોજી અને મેનેજમેન્ટ,થોડી બુક્સ બાય કરી,ડૉર્મ સિંગલ રૂમ માટૅ અરજી કરેલ, અરંતુ પાર્ટનર સાથે રૂમ મળી,નસીબ સારા, પાર્ટનર અહીં મોટી થયેલ પંજાબી છોકરી પ્રિતી કૌર મળી.ડૉર્મની ડીપોઝિટ ભરી દીધી.બધી કાર્યવાહી પતાવતા ત્રણ વાગ્યા.

અમ્રિતાઃ મામા ભૂખ લાગી છે,સબવેમાં જઇશું? ચાલો બન્ને એ લંચ લીધુ. થોડી ખરીદી કરી ઘેર પહોંચતા છ વાગ્યા, ઘરમાં દાખલ થયા. નિર્લેપ ટી વી જોતો હતો, ઉભો ન થયો,નીરામામી બોલ્યા નિર્લેપ જો કોણ આવ્યું? તારી દિદી! તો પણ મોઢું ફુલાવી બેઠો રહ્યો, અમ્રિતા સમજી ગઇ ભાઇ દિદી પ્રત્યે નારાજ છે. બોલ્યા વગર ઉપર ગઇ ઇન્ડીયાથી લાવેલ ભમરડો અને દોરી લઇને નીચે આવી.

નિર્લેપ જો હું તારા માટે નવી ઇન્ડીયન ગેમ લાવી છું, ગેમનું નામ પડતા જ ભાઇ ઉભા થયા ,લેટ મિ સી, લેટ મિ સી, અમ્રિતાએ ભમરડાને ટાઇલ ફ્લોર પર ઘુમાવ્યો,

વાઉ, દિદી ધિસ ઇસ ઔસમ!!! મને બતાવ કેવી રીતે ફેરવવાનું?

અમ્રિતાએ  નિર્લેપના હાથમાં ભમરડો આપ્યો દોરી વિટાળતા અને ભમરડાને જમીન પર છોડવાનું શીખવાડીયું. બે ચાર નિષ્ફળ પ્રયત્નો બાદ નિર્લેપનો ભમરડો ફર્યો, મામા મામી અને અમ્રિતાએ તાળીઓ પાડી,નિર્લેપને હાય ફાઇવ આપી બિરદાવ્યો.આખો સમર નિર્લેપે કંટાળાની ફરિયાદ વગર દિદી સાથે આનંદથી પસાર કર્યો.

ઓગષ્ટમાં કોલેજ શરું થઇ, અમ્રિતાએ ઓન કેમ્પસ લાઇબ્રેરીમાં પાર્ટ ટાઇમ જોબ લીધો જેથી પોતે

પોતાનો ખર્ચ કાઢી શકે.ફક્ત દીવાળી પર વિક એન્ડમાં ઘેર આવી, ક્રિસમસ બ્રેકમાં જોબ ચાલુ રાખ્યો, સ્પ્રીંગ બ્રેકમાં અમ્રિતાની અમેરિકન અને ઇન્ડીયન ફ્રેન્ડસે એક વિક એન્ડમાં ગાલવેસ્ટન જવાનું નક્કી કર્યં, બે નાઇટ માટે બે બેડ રૂમ કોન્ડૉ બુક કરાવ્યો, પ્રિતી જવાની હતી અમ્રિતાને આગ્રહ કર્યૉ અમ્રિતાએ મામા,મામીની મંજુરી લીધી, જવાનું નક્કી કર્યું.અમ્રિતા બીચ પર થતી છોકરીઓની હેરાનગતીથી થોડી ગભરાતી હતી.પ્રિતીએ તેને હિમત આપી, હું છું તું ગભરા નહી, બ્રેકફાસ્ટ કરી બધા બીચ પર ગયા, લંચ પછી અમેરિકન છોકરીઓ પાછી સમુદ્રમાં ગઇ.

અમ્રિતા અને પ્રિતીએ લાંબી ચેર પર આરામથી બુક વાંચવાનું પસંદ કર્યું, બિચ પર છુટા છવાયા થોડા યંગસ્ટર ફરતા હતા, બાકીના કોઇ બારમાં કે કોઇ રેસ્ટૉરન્ટમાં ગોસીપ માણી રહ્યા હતા.

અચાનક બે જણા્ આવ્યા,બુક ખેંચી બોલ્યા કમ ઓન બેબી, એનજોય વેકસન, પ્રિતી પડછંદ પંજાબી જોરથી ધડાધડ લાફા મારવા લાગી,અમ્રિતાએ ત્વારાથી બન્નેની આંખમા ઇન્ડીયન લાલ મસા્લાની ભૂકી ઉડાડી, બિચ સિક્યોરીટી આવી ગઇ, બન્ને છોકરાઓને હાથકડી પહેરાવી, આ બન્ને છોકરાઓ ગાલવેસ્ટન પોલિસખાતામાં આવા ગુનાઓ માટે પ્રખ્યાત હતા. બન્નેની બ્રેથ ટેસ્ટ કરી આલ્કોહોલ લેવલ ૧.૫ આવ્યું, ટી વી લોકલ ચેનલ રિપોર્ટર આવી,રિપોર્ટ લીધો, સાંજના ન્યુઝ આવ્યા ‘બે બહાદુર ઇન્ડીયન છોકરીઑ અમ્રિતા અને પ્રિતીએ ફક્કત મરચાની ભૂકી આંખમાં ઉડાડી, બે ગુંડાઓની ધરપકડ કરાવી,એંકર વુમને કમેન્ટ કરી”ઇન્ડીયન ચિલી પાવડર દરેક સ્ત્રી પોતાની પર્સમાં રાખે અને સેલ્ફ ડિફેન્સ વેપન તરીકે વાપરે તો કંઇ જ ખોટુ નથી”.

બીજે દિવસે મામા,મામીનો ફોન આવ્યો અમ્રિતા અભિનંદન, તે આ દેશમાં આવી ને આવું સરસ કામ કર્યું!!તને આ આડ્યા કોણે આપ્યો? મામી, મારી મમ્મીએ મને આ શીખામણ આપેલી કોઇ પણ અજાણ્યા સ્થળે જાય ત્યારે મરચાની ભૂકી સાથે રાખવાની ગુંડાને ભગાડવા માટૅનો અકસીર ઉપાય.

બધે અમ્રિતા અને અમ્રિતાની મરચાની ભૂકી ચર્ચાનો વિષય બની ગયા.

આમ અમ્રિતા અને અમ્રિતાની મરચાની ભૂકી અમેરિકાની સ્ત્રીઓમાં પ્રખ્યાત થઇ ગયા.

 

Comments Off on અમ્રિતા
Tue 23 Jun 2015
મલકાતું મૌન
Filed under: ટુંકી નવલિકા — indirashah @ 12:34 pm

 

smurky face

મીતાનો ચહેરો હંમેશા મલકતો સવારના ફરવા જાય, જે કોઇ સામે મળે તેનું હાથ ઉંચો કરી મલકાતા મૌનથી અભિવાદન કરે, તો કોઇ વડીલને બે હાથ જોડી મલકતા મૌન નમસ્કાર કરે,બધા તેને મિતભાસી મીતાથી ઓળખે તો કોઇ મલકાતી મીતા તરીકે ઓળખે,તો કોઇ અમેરિકન બોલે હાઈ મીતા આઇ લવ યોર સ્મર્કિંગ.મીતા જવાબમાં મલકાતા હાથ ઊંચો કરી મૌન વેવ કરે.

તમને એવું લાગ્યું મીતા મુંગી છે!!ના બિલકુલ નહીં. મિતા નાનપણમાં ખૂબ બોલકણી હતી,શાળા કોલેજમાં પણ ખૂબ એક્ટીવ, દરેક ઈતર પ્રવૃત્તિમાં મીતાનો ફાળો અચૂક હોય, બી એ, બી એડ પુરું થયું કે તુરત તેની પોતાની હાઇસ્કુલમાં જોબ મળી ગયો.તેના માતા પિતાએ મુરતિયા જોવાનું શરું કર્યું,

તેમની જ્ઞાતીનો છોકરો એન્જીનિયર મનન અમેરિકાથી લગ્ન કરવા આવી રહેલ છે, તેની જાણ થતા જ મીતાના માતા-પિતાએ, મનનના માતા-પિતાનો સંપર્ક કર્યો. મીતા અને મનન એક જ્ઞાતીને હિસાબે નાનપણથી થોડા પરિચયમાં હતા, બન્નેની મુલાકાત ગોઠવાય, જુની પહેચાન તાજી કરી બન્નેએ જીવનસાથી થવાનું નક્કી કર્યું, લગ્ન થયા બન્ને અમેરિકા આવ્યા.

મીતા અમેરિકા આવી ત્યારથી મનન નાની નાની બાબતમાં મીતાને ટોકે તને નહીં ખબર પડે કેમ વાત કરવી તે,મીતા કંઇ બોલે કે તરત તેને અટકાવે અને પોતે વાતનો દોર પકડી લે. મનનના અમેરિકન મિત્રના ઘેર પાર્ટી હતી ,મનને ઓળખાણ કરાવી આ મારી પત્નિ મીતા, આ મી,લુઇ મી.લુઇ હાથ લાંબો કર્યો હાય મીસ મીતા  મીતા સ્વદેશના સંસ્કાર પ્રમાણે નમસ્તે બોલી. મનન તુરત બોલ્યો મી.લુઇ શી ડઝ નોટ નો અમેરિકન વે ઓફ ગ્રિટીંગ્સ તેને અહીંઆની રીત ખબર નથી, મીતા મનમાં વિચારે અમિરિકનને,આપણી રીત આ છે તે કહેવાને બદલે મને અમેરિકન રીત ખબર નથી તેવું બોલી મનન મારું અપમાન કરે છે  તેથી વધારે આપણા દેશનું અપમાન કેમ કરે છે!!!, આમ ઘણા પ્રસંગોમાં બનવા લાગ્યું ત્યારથી મીતા બોલવાને બદલે મલકાય અને હસ્તધનુન કરે કે હાથ વેવ કરે,ડાઇનીંગ ટેબલ પર કેમ બેસવું કેવી રીતે જમવાનું કેવી રીતે પીરસવાનું બધું બતાવે.

એક  તેમના દેશી મિત્રને ત્યાં ગયા મીતા, હોસ્ટ બેનને હેલ્પ કરવા  ગઈ તુરત મનન પાછળ આવ્યો, મીતા તું નીતાબેનને પૂછીને માઇક્રોવેવ ઓવન શરું કરજે તને નહીં ખબર પડે, મીતાએ મલકાતા મૌન સાથે મસ્તક નીચે કર્યું

તેમને દીકરો થયો, તેની સ્કુલમાં પી.ટી.ઓ મિટીંગમાં જવાનું હોય ત્યાં પણ મનન સાથે જાય ટીચર સાથે પોતે જ વાત કરે મીતા મૌન પ્રેક્ષક બધું ધ્યાનથી સાંભળે. દીકરો નાનો હતો ત્યારે તો તેને કંઇ સવાલ ન થયો, જ્યારે ચોથા ધોરણમાં આવ્યો સમજણૉ થયો, સવાલ થાય ડૅડ મમ્મીને કેમ બોલવા નથી દેતા!!એક વખત તેણે પુછ્યું ડૅડ તમે મોમને કેમ બોલવા નથી દેતા પ્રાઉડી ડૅડ તુરત બોલ્યા તારી મમ્મી અહીં નથી ભણી હું અહીં ઘણા વર્ષ ભણ્યો છું,એટલે મને અહીંના એજ્યુકેસનની વધારે ખબર પડે.વિવેક દીકરો વેવીકી વધારે કંઇ દલીલ ન કરે.

મનનને એક વર્ષ માટે પરદેશ જવાનું થયું, દીકરો પાંચમીમાં એલીમેન્ટરી સ્કુલનું છેલ્લું વર્ષ, એણે તો મીતાને પૂછ્યા વગર વિવેકને મેથ અને ઇંગ્લીશ માટૅ કુમાન ક્લાસ શરું કરાવી દીધા,મીતાએ કહ્યું મનન હું વિવેકને ભણાવીશ તને અહીંનુ મેથ ભણાવતા ન ફાવે અહીની  રીત જુદી છે.બસ મીતાએ કોઇ દલીલ નહીં કરવાની આમ મનનનું ઘમંડ પોશાતું રહ્યું.

વિવેકને કુમાનના મેથ ઇંગ્લીશના હોમ વર્કનો ખૂબ કંટાળો આવતો, એક દિવસ મમ્મીને કહ્યું મોમ મને કુમાનમાં નથી જવું ખૂબ બોરીંગ છે, મીતાએ પણ જોયું કુમાનના ઇંગ્લીશ, મેથ કરતા તે પોતે વિવેકને હાઇ લેવલ પર લઇ જઈ શકશે. તેણે ક્લાસિસ બંધ કરાવ્યા પોતે જ મેથની ટેક્ષ્ટ બુક અને ઇંગ્લીશ ટેક્ષ્ટ તથા અસાયન કરેલી બુક્સ લાઇબ્રેરીંમાંથી લઇ આવે અને બે ત્રણ કલાક તેની સાથે બેસી વંચાવે અને તેનો રિવ્યું પોતે બોલી જાય પછી દીકરા પાસે લખાવે, મેથ પણ બધા ઘડીયા બોલાવી મોઢે કરાવી કરાવડાવે દાખલાઓ આપે અને પ્રેકટીસ કરાવડાવે પોતે ઇન્ટરનેટ પર જાય નવું શીખે. વર્ષ પુરું થયું ઍલીમેન્ટરી સ્કુલનું ગ્રેજ્યુએસનના આગલે દિવસે મનન પરદેશથી આવ્યો,.

બીજે દિવસે ત્રણે જણા તૈયાર થયા, ગાડીમાં બેઠા, રસ્તામાં મનને પૂછ્યું વિવેક બેટા બધામાં પહેલો આવવાનો, કેટલી ટ્રોફી મળવાની છે? વિવેક મલકાતા મમ્મી સામે જોઇને બોલ્યો  ડૅડ  વી વીલ સી,

મીતા પણ દીકરા સામે મલકાઇ રહી.

સેરીમનિ શરું થઇ, મેથ ટ્રોફી વિવેક મેહતા, ઇંગ્લીશ ટોફી વિવેક મેહતા, ઇંગ્લીશ લિટરેચર ટ્રોફી વિવેક મેહતા, સો ટકા હાજરી વિવેક મેહતા સ્પેલીંગ બી રનર અપ વિવેક મેહતા.બેસ્ટ સાઇન્સ પ્રોજેક્ટ, વિવેક મેહતા, બેસ્ટ, યુ એસ હિસ્ટરી પ્રોજેક્ટ વિવેક મેહતા.સેરિમની પૂરી થઇ, બધા ટીચર્સ અને પ્રિન્સીપાલે  “કોંગ્રેચ્યુલેસન્સ વિવેક, કોંગ્રેચ્યુલેસન્સ મિસીસ મેહતા યુ વર્ક હાર્ડ”બોલી બન્ને સાથે હસ્તધનુન કર્યા.સંસ્કારી મીતા બોલી ઇટ્સ નોટ ઓન્લી મી માય હસબન્ડ મિસ્ટર મેહતા ઓલ્સો વર્ક હાર્ડ,”ઓ વેલકમ બેક મિસ્ટર મેહતા, હાવ આર યુ” “આઇ એમ ફાઇન મેમ.

ઘેર આવ્યા મીતાએ વહેલા ઉઠી રસોઇ બનાવી રાખેલ, ગ્રેજ્યુએસન કેક પણ લાવી રાખેલ, ત્રણે જણા ટેબલ પર ગોઢવાયા જમતા જમતા મનન બોલ્યો મીતા જોયું કુમાન ક્લાસથી કેટલો ફરક પડ્યો?

ડૅડ આઈ ક્વિટ કુમાન ક્લાસ ઇન વન વિક, ઇટ્સ માઇ મોમ ટૉટ મી એવરીથીંગ, એન્ડ હેલ્પ મી ઇન ઓલ માય પ્રોજેક્ટ ડેડ મારી મોમને બધી ખબર પડે છે,રાઇટ મોમ અને બન્ને મા દીકરો મલકાયા.

“વાઉ મીતા યુ આર છુપા રુસ્તમ”બોલી મનન ઉભો થયો વિવેક પણ ઉભો થયો બન્ને બાપ દીકરો મીતાને ભેટ્યા બેઉ સાથે યુ આર ધ બેસ્ટ મોમ. મીતાએ મલકાતા મૌન સાથે બન્નેને વ્હાલભરી ભાલે પપી આપી.

Comments Off on મલકાતું મૌન
Mon 6 Apr 2015
બસ હવે
Filed under: ગઝલ — indirashah @ 9:28 pm
                Image result for google.com/images of due drops
 

             હું કોણ છું પુછું વારંવાર થાકી બસ હવે

             ફેરા ફરીફરી, કોઇ તો કહો પામી બસ હવે

 

             ઝાકળનું બિન્દુ એક પર્ણૅ પોઢી મલકાઇ

             જાય ઉડી કહી આવીશ સવારે પાકી બસ હવે

 

             પર્ણો ઉંચે સૂરજ ભણી જોઇ પૂછે આ શું?

             આવશે,જુવો વાટ થોડી રાત બાકી બસ હવે

 

            પાષાણ હું,ટાંકણું મારું, ઘડી રહી છું મુજને

            સ્વપ્નમાં ઢંઢોળી કહ્યું તે જગાડી બસ હવે

 

            જીજ્ઞાસા તારી પહોંચી ઉંચા શિખરની ટૉચે

            જામગરી તારી તણખા ઝરાવે પ્રકાશી બસ હવે

 

            હું કોણ છુંની મુક ખોજ પડતી માન મારું વચન 

            તું છે તે હું, ને હું છું તે તું, લે તું જાણી બસ હવે

                      

                             

 

                   

Comments Off on બસ હવે
Fri 27 Mar 2015
તસવીર બોલે છે
Filed under: ચિંતન લેખ — indirashah @ 9:23 pm

 

   

તસવીર બોલે છે

તસવીર જોય અને મને કેટલીક કહેવત યાદ આવી, ટાંટિયા ખેંચ, આંગળી આપી પોંચો પકડ્યો,વાડ હોય તો વેલા ચડૅ,કા્યર મેદાન છોડી ભાગે વગેરે..

આંગળી આપી પોંચો પકડ્યો કહેવત વિષે સત્ય ઘટના પર આધારીત વાત કરું,

મિસ્ટર સો એન્ડ સો વિખ્યાત સાયકોલોજીસ્ટ, ખાસ કરીને પરસનાલિટી પ્રોબલેમ જેવાકે સ્પલીટ પરસનાલિટી, પેરેનોયડ પરસનાલિટી વગેરે..સોલ્વ કરવા માટે જાણીતા..

મિ. એક્ષના વાઇફ મિસિસ વાયને આવોજ કંઇક પ્રોબલેમ કોઇ વખત ખૂબ સારા મૂડમાં હોય ત્યારે ખૂબ સરસ મિસ્ટરને ભાવતી વાનગીઓનો થાળ તૈયાર કરે, રાહ જોતા બેસે, જેવા પતિદેવના પગલા પડે તેવા ઉભા થાય સ્વાગત કરે હનિ આજે બહુ મોડું થયું ને! ખૂબ થાક્યા હશો પોર્ટફોલિયો લઇ લે,ચાલો જલ્દી ફ્રેસ થઇને આવી જાવ આજે તમને ભાવતુ પંજાબી છોલે પુરી, ને ગાજરનો હલવો છે. અને પતિ પત્નિ બન્ને આનંદથી જોધા અકબર સિરિયલ જોતા જોતા જમે.

આજ મિસિસ વાય બીજે દિવસે પતિ મોડા આવ્યા સવારે કહીને ગયેલ હનિ મારે આજે ડીનર મિટીંગ છે સાંજે મારી રાહ નહી જોતી, સાંજે પતિદેવ આવ્યા તેવા વાગ્ધારાથી નવડાવ્યા આજે તો બહુ જલસા કર્યા ને પેલી ચીબાવલી સેક્રેટરી રિટા સાથે ડીનર લેવા ગયા, ક્લબમાં ગયા બન્ને જણા એક બીજાની બગલમાં હાથ વિંટાળી નાચ્યા, થાક્યા પણ હશો જ. ના ના એવું કશું નથી કર્યું મારે ક્લાયન્ટ સાથે મિટીંગ હતી, હું તને કહીને તો ગયેલો. હા હા એ તો મિટીંગના બહાને નવી નવી છોકરીઓ સાથે ફરવાનું બૈરી તો કામવાળી. ..

આમ વારંવાર થવા લાગ્યું છેવટે મિસ્ટર એક્ષે તેમના મિત્ર સાયકોલોજીસ્ટ મિસ્ટર સો એન્ડ સો ની એપોન્ટમેન્ટ લીધી. પત્નિ સારા મુડમાં હતી માની ગઇ.મિસ્ટર સોએ બન્ને જણાની સ્ટૉરી સાંભળી પછી થેરપિ માટે મિસિસ વાઇને એકલા ઓફિસમાં બોલાવ્યા તેમના પતિ બહાર બેઠા.

બેસો બેન, ગુલછડીનો ગુલદસ્તો આપ્યો, મારા તરફથી ભેટ.મિસિસ વાય, તો મનમાં ખૂશ થયા જોયું મનેય કોઇ ભેટ આપવા વાળું છે, હું ય હવે મિસ્ટર સો સાથે ડીનર પર જઇશ. બેન ગુલદસ્તો ગમ્યો? હા હા ગમ્યો ખૂબ ગમ્યો સરસ સુગંધ છે. કાલે ડીનર પર લઇ જશો? જરૂર તમે કહેશો ત્યાં. અને બીજે દિવસે મિસ્ટર સો સાથે ડીનર લેવાનું નક્કી થયું. સો એ મિસ્ટર એક્ષ ને ફોન કરી જણાવી દીધુ. એ થોડા મોડા આવ્યા ખૂણાના ટૅબલ પર મિસિસ વાય ને ખબર ના પડે તે રીતે બેસી ગયા. આમ અવાર નવાર થેરપિ માટે બન્ને મળતા મિસ્ટર સો દર વખતે તેમના પતિને મિસિસ વાયને ખબર ના પડે તે રીતે હાજર રાખતા. થેરપિથી મિસિસ વાય ને ફાયદો થયો, હવે તેઓ તેમના પતિ પર વાત વાતમાં ગુસ્સે નહોતા થતા.પતિ પણ ખૂશ થયા. થેરપિ પૂરી થઇ.

એક દિવસ અચાનક બપોરના વાયબેને મિસ્ટર સોને ફોન કર્યો તમે હમણા જ મારે ઘેર આવો, મારે તમારી સાથે ખૂબ વાતો કરવી છે, સો એ ના પાડી હું પેસન્ટના ઘેર નથી જતો.

વાયબેન એમ નહીં આવો? હું તમને બદનામ કરીશ મારી સાથે ઓફિસમાં છેડા કર્યા બધુ મારા પતિને જણાવીશ.મિસ્ટર સો બેનનો ઇરાદો જાણી ગયા, તેમણે કહ્યું સારું અત્યારે સમય નથી આવતી કાલે આવીશ. વાયબેને મિસ્ટર સો નો પોંચો પકડવા પ્રયત્ન કર્યો. મિસ્ટર વાય પાસે બધી મુલાકાતોની ડી વી ડી હતી. જે લઇને તેમના ઘેર ગયા તેમના પતિને જાણ કરી તેઓ પણ હાજર હતા. બેનનો પ્રયાસ નિષ્ફળ.

એક દિવસ કુવામાં એક અજાણ્યા પ્રાણીને જોઇ સહુ દેડકાને કુતુહલ થયું આ વિચિત્ર પ્રાણી કોણ હશે? સૌ તેનાથી દૂર રહે, જોકે નવું પ્રાણી કોઇને હેરાન ન કરે પોતાની ડોક અંદર છુપાવી પડ્યું રહે, કદમાં ખૂબ મોટું અને જાડી ચામડીવાળું હોવાથી બધા દેડકાને બીક લાગે એક દિવસ નાના દેડકા દેડકી ને વિચાર આવ્યો આ રીતે બીતા ક્યાં સુધી રહીશું, ચાલ આપણે બન્ને તેમની સાથે દોસ્તી કરીએ,બન્ને ગયા, પુછ્યું ભાઇ તમારું નામ શું? તમે ડોક કેમ અંદર છુપાવી દ્યો છો? અમે નથી ગમતા?ના ના એવું નથી મને તો તમે બધા ગમો છો મારું નામ કાચબો હું કુવાની બાજુના તળાવમાં રહું છું, એ જગ્યા તો ખૂબ સુંદર છે મન થાય ત્યારે પાણીમાં સહેલ કરવાની રાત્રે જમીન પર સહેલ કરવાની, તમે પણ બહાર આવો મઝા આવશે મારી જેમ તમે પણ જમીન અને પાણીમાં રહી શકો છો, તો અહીં કુવામાં શું કરવા પડ્યા છો.દેડકો ને દેડકી ખૂશ થઇ ગયા, બન્ને એકબીજાને પ્રેમમાં હતા પણ તેમના વડીલો તેમને લગ્નની રજા નહોતા આપતા દેડકી પગે ખોટવાળી બહુ કુદી ન શકે દેડકો ખુબ સશક્ત સુંદર. દેડકાના વડીલોને મોટો વાંધો લંગડી ને ઘરમાં ન લવાય વેઠ કરવી પડૅ.

દેડકો ને દેડકી બન્નેને વિચાર આવ્યો ચાલો ભાગી જઇએ બહાર નીકળી લગન કરી લઇશું, દેડકાએ દેડકીને કહ્યું તું મારો પાછલો પગ તારા બે આગલા પગથી પકડી લેજે અને આપણે બેઉ ઉપર પહોંચી જઇને,લગન કરશું, ખુલ્લી હવામાં ફરશું, આ બંધિયાર કુવો અને ઘરડા દેડકાઓથી હું કંટાળી ગયો છું, હાહો કંટાળી તો હું ય ગઇ છું, પણ હનિ ત્યાં મને કોઇ કનડશે તો નહીં ને? અરે હું બેઢો છું ને તારું કોઇ નામન લે. દેડકીનો વિશ્વાસ પોતાના પ્રિયતમ પ્રત્યે દૃઢ થયો. બન્ને ઉપરની દુનિયાના સ્વપ્ન જોવા લાગ્યા, બધા દેડકા સુઇ ગયા ડ્રાંવ ડ્રાવ બંધ થયું કે તુરત દેડકાભાઇએ દેડકી સાથે કુદકો માર્યો અને પાઇપ પકડી લીધો, દેડકીએ પણ બરાબર પગ પકડી રાખ્યો, દેડકાભાઇ કુદ્યા અને બેઉ પ્રેમીઓ કુવાની બહાર. થોડો આધાર મળે નબળાનો આત્મવિશ્વાસ વધે ધાર્યા કાર્ય કરી શકે.

 

Comments Off on તસવીર બોલે છે
42 queries. 0.114 seconds. Powered by Gujarati Sahitya Sarita
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.