આવ્યો ફાગણ વસંતના એલાન થયા
હોળી આવી વસંતની વધાઇ લાવી
અબિલ ગુલાલ ઉડ્યા
વસંત આવી વસંત આવી
બાળકો પ્રાંગણમાં ખેલે કુદે
નાચે ગાય ઝુમે વસંત વધાવે
વસંત આવી વસંત આવી
આદિત્યનો કુમળો તડકો
ઠુંઠા વૃક્ષો હર્ષે ડોલે વધાવે
વસંત આવી વસંત આવી
ઘોસણા કેલેન્ડરના પાને કરી
સ્પ્રીંગ શરુ થઇ,નાચો ગાઓ
વસંત આવી વસંત આવી
ક્યારેક
હિમ વર્ષા ની ઝરમર
દિસે અબિલ છાંટણા
વસંત આવી વસંત આવી
કુંપળો જોઇ વૃક્ષો હરખાઇ
વસંતના એંધાણ નિહાળી
વસંત આવી વસંત આવી
કલરવ પક્ષીઓના સંભળાય
તણખલા વિણતા માળા બંધાય
વસંત આવી વસંત આવી
બતકોની હાર મહાલે માર્ગે
ટ્રાફિક ક્ષણિક સ્થગિત કરી
વસંત આવી વસંત આવી
હું શોધ કરુ છુપાયેલ મુજને
ક્યાં છે ક્યાં છે શોધીસ ક્યારે
રોમ રોમ ગુંજન કરી પુકારે
શોધ કર શોધ કર ક્યાં છે ૧
સુમતિની કોદાળી લઇ કરે
વિશ્વાસના હાથા વડે
સમર્પણ સમજણ નેત્રો સાથે
ખળ ખળ વહેતા જળના પ્રવાહે
શોધ કર, શોધ કર ક્યાં છે ૨
ભટકેલ ભમતી રખડતી ભવનમાં
ભારે દબાતી અથડાતી વમળમાં
શોધ કરી જંપીશ નહીં છોડુ આશા
જંપલાવીશ ડુબુ ભલે ઉંડાણમાં
શોધ કર, શોધ કર ક્યાં છે ૩
પ્રકાશિત થાય વિજળીના જબકારે
ગીતો અંતરના તારે ગુંજી ઉઠે
હું કોણ નાચુ ગાઉં મળ્યુ મને
ઓળખુ આજ મુજમા તુજને
શૉધ કર શોધ કર મળશે ૪
કાળજાનો કટકો વિદાય લે આજે
મા બાપના શ્વાસોશ્વાસ સમ દિકરી
છોડી સુવાસ લે વિદાય લાડલી
જેના નેત્રો થયા નથી કદી ભીના
ચોધાર આંસુઓ જોયા પપ્પાના
દિકરી અશ્રુઓ લુછે પિતાના
આપે આશ્વાસન માતાપિતાને
હું નથી જોજન દુર સાસરે
હું છું ફક્ત ફોન કોલ અવે
મા તું ધ્યાન રાખજે પપ્પાનું
કદી ન કહીશ સિગારેટ ચા છોડવાનું
ટૅનસન ના વધારતી પપ્પાનું
મા તે આપી શિખામણ મને
પાલન કરીશ સ્વસુર ગૃહે
આનંદ પામીશ તું મુજ વર્તને
માતા પિતાના બાહુમાં દિકરી આજે
ભીંજાય ગંગા જમના અશ્રૃ ધારે
ધૈર્ય વચન પરસ્પરને આપે
પિતાએ ધુમ્ર્પાનને આપી વિદાય
એસ ટ્રે ગઇ ટ્રેસકેનમાં ફેંકાય
માના મૌન અશ્રૃ પિતાને સમજાય
ખાવો પીવો જીવો નથી ધ્યેય
માનવ દેહ બુધ્ધિમાન અમૂલ્ય
સક્રિય બનો સક્રિય બનો
સજ્જનતાએ શું વળશે?
દુર્જનોના માર્ગ મોકળા થશે!
સક્રિય બનો સક્રિય બનો
ભાગો નહિ પણ જાગો
સજ્જનતાની સુવાસ ફેલાવો
સક્રિય બનો સક્રિય બનો
નિષ્ક્રિયતાએ વિનાશ નિશ્ચિંત
સક્રિયતા જગાડે સુતેલ સમાજ
સક્રિય બનો સક્રિય બનો
યા હોમ કરીને ઉઠો જાગો
કદમ બઢાવો સફળ થાશો
સક્રિય બનો સક્રિય બનો
જીવન યથાર્થ જીવી જાણૉ
સમાજના માર્ગ દર્શક બનો
સક્રિય બનો સક્રિય બનો
અસમર્થ સુખ શય્યાની ગોદમાં
જીંદગી નિરર્થક બની જશે
ફૂલોની શય્યા ન હશે
કાંટાળી શય્યા સહન થશે
રક્ત કણો તુજ સંગમાં
ગુલાબ શય્યા બની જશે
દુઃખ દર્દની સમર્થ શય્યામાં
જીંદગી અર્થાનુસરી બનશે