ઓરિજિનલ”An inspiration” poet Bessie A Stanley(1876-18520) ની કલમે લખાયેલ કાવ્યનો
ભાવાનુવાદ કરવા પ્રયત્ન કરેલ છે. કાવ્ય શ્રી મહેન્દ્રભાઇ મેઘાણીઍ જુલાઇ ૨૦૦૭મા
આપેલ.
જેણે જીન્દગીમાં સફલતા મેળવી
જે જીવ્યા સારી રીતે
ઘણુ હસ્યા ને
અઢળક પ્યાર વ્હેંચ્યો
જેણે પવીત્ર સ્ત્રીઓના વિશ્વાસ ને બાળકોના
પ્યાર ને માણ્યા
પોતાના ખાલીપણાને ભર્યુ
કર્મયોગની પૂર્ણતાથી
આમ દુનિયાને સારી બનાવી
પોતાના કર્મયોગની ખેતીથી
સુંદર લખાણોથી અને
પીડીત આત્માઓના ઉધ્ધારથી
આ બધુ કરતા હંમેશા
ધરતી માની સુંદરતાને વખાણી
માનવમાં રહેલ ગુણોને પારખ્યા
અને
માનવ જાતને પોતાનું સર્વસ્વ અર્પયુ
આવી જીન્દગી જીવનાર
સેંકડોને પ્રોસ્તાહિત કરનાર
પૂજ્ય બાપુ (મોહનદાસ કરમચંદ ગાંધી)
આજે એની યાદ એ
માનવ જાતને માટે આશીર્વાદ.
ખરુ કહિયેતો કૃતજ્ઞતા દર્શાવવાનો દિવસ
કૃતજ્ઞતા સહુ પ્ર્ત્યે જડ અને ચેતન , આભ વાયુ આપ અગ્નિ પૃથ્વિ જડ હોવા છતા
આપણી રગેરગમા અને દિન પ્રતિદીનની દિનચર્યામાં વાણાયેલ છે .તેના જિવન્ત
પર્યન્ત કૃતજ્ઞ રહીશુ . ચેતન વિષે વિચાર કરીએ,વનષ્પતિ ફળ ફુલ શાકભાજી જેનો
આપણૅ શહુએ મનફાવે તેમ ઉપભોગ કર્યો છે,તેને યાદ કરી તેના પ્રત્યે પણ કૃતજ્ઞતા
દર્શાવિએ ,ત્યારબાદ માનવ માનવ પ્ર્ત્યે સહુ પ્રથમ માતા પિતા જેને લિધે આપણૅ
આ સૃષ્ટિનો એક અંશ બન્યા જેને આજે પણ માણી રહ્યા છિએ એનુ ૠણ કેમ ભૂલાય?
ત્યારબાદ ભાઇ બેન મિત્રો પતિ પત્નિ ગુરુ વડિલો વગેરેએ પોતપોતાનો ફાળો આપણા
જીવન વિકાશમા આપ્યો એ સર્વ પ્રત્યે હ્ર્દયપુર્વક કૃતજ્ઞતા દર્શાવિએ આભાર માનિએ . .
સેવા! સેવા કોની કરુ?
નિવૃત મન મથે સેવા શોધવા
અરે મુર્ખ મન કર તેને અન્તર્ગત
શરુ કર સેવા સ્થૂલ શરીરેથી
જ્યારે કરે આળશ ચાલવાની
માન્ડ ચાલવા થશે સ્રેવા શરીર સ્વાસ્થય તણી ૧
જ્યારે મન થાય ઊંચુ મહેલ જોઇ
ભલે થાય !
ભલે જૌઉ સ્વપ્નો ઊંચા મહેલ તણા
સાક્ષી ભાવથી
થઇ જશે સેવા સુક્ષ્મ મન તણી ૨
જ્યારે આવે વિચાર વેપારે
છેતરપિન્ડી તણા
છોડુ તેને કરુ વિચાર
ઇશ્વર કૃપા તણા
થૈ જશે સેવા બુધ્ધિ તણી ૩
આટલુ કરીશ
વિશ્વમાં ફરીશ
થૈ જશે સેવા સારા વિશ્વ તણી! ૪
પૈસા કરતા વધરે વસ્તુનુ મહત્વ,
વસ્તુ કરતા વધરે વ્યક્તિનુ મહત્વ,
વ્યક્તિ કરતા વધરે વિચારનુ મહત્વ,
વિચાર કરતા વધરે વિવેકનુ મહત્વ,
વિવેક કરતા પણ વધારે વિભુનુ મહત્વ.
વિભુ એટલે પરમ તત્વ.
સુરને નથી જાણતી
રાગને નથી માણતી
બસ ભાવ જાણવા ચાહુ. ૧
ક્રિષ્ણને નથી જાણવા
રામને નથી જાણવા
બસ ખુદને જાણવા ચાહુ ૨
કર્મનો મર્મ નથી જાણવો
ભક્તિ કે મુક્તિની નથી ચાહના
બસ ખુદને જાણવા ચાહુ ૩
સુખ શુ! દુ;ખ શુ! નથી જાણવા
ધન દોલત વૈભવ નથી માણવા
બસ સત્ય ને સમજવા ચાહુ ૪
આ નવલ વર્ષની પ્ર્ભાતે
બાહ્ય ચક્ષુ બંધ કરી
ઉંડા અંધકારમાથી
અંતરનુ ઓજશ માણવા ચાહુ ૫