વિધીના લેખે માવતરના સંબંધ
સંગ ભાઇબેનના માબાપની ભેટ
જોડ્યા સંગ મિત્રો ખુદની પસંદ
જોડાયેલ સિધ્ધાંતે નભશે જરૂર
સંગ પૈસા ખુરશી સત્તાને આધાર
તૂટશૅ પોકળ બંધાયેલ જરૂર
જડતાએ જકડાયેલ સંકુચિત
ગુંગળાય મુંઝાઇ તૂટે જરૂર
મથે વસમાં રાખવા આંધળૉ સ્નેહ
ખુલ્લેઆમ ચર્ચાએ ચડશે જરૂર
છે ચોતરફ સ્વાર્થ ફેલાયેલ આજ
સાબિત થશે બેપરવાઇએ જરૂર