પ્રેમાળ મીઠાશ
આકાશના તારા નક્ષત્રો શોધવા સહેલા
મનના ખૂણે છૂપાયેલ કડવાશ શોધવી અઘરી
ક્યારેક મળી આવી તો વળી ગાંઢે સંઘરી
અરે! ફેંકી ઊડાવી ભૂલાવવી હતી સહેલી
જગા પૂરાઈ હોત પ્રેમાળ મીઠાશથી

                                                 નવા વરસે કરીએ કંઈક નવુ
જાન્યુઆરી મહિનામાં પતંગ સંગે
પ્રેમના તાંતણે પેચ બાંધી
ઊલ્લાસે કાપ્યો નાદે ઉડાડી કડવાશ
તલ ગુડ ખાઇ ભરે પેટ મીઠાશ

                                        ફેબ્રુઆરી લાવે વેલેન્ટાઈન દિવસ
ખાઈએ ખવડાવીએ ચોકલેટ મીઠી
ભરી દઈએ મનચમનમાં મીઠાશ

                                           માર્ચ મહિનામાં હોળી સંગે
અબિલ ગુલાલ ઉડાડી ઉડાડીએ કડવાશ
વિવિધ રંગે રંગાય પ્રેમ પીચકારીએ
ભરી દઈએ જનવનમાં સપ્ત રંગી ઉલ્લાસ

                          એપ્રિલ મહિને વસંત ગગને ઊડતા વિહંગ
વૃક્ષોની ડાળી લહેરાય પહેરી લીલા પર્ણો
બેક યાર્ડ મહેંકે જૂઈ મોગરાની સુગંધે
હિંચકે જુલતા માણીએ ચાની મધુરી મીઠાશ

                                       મે મહિનો લાવ્યો મધર્સ ડે  માની મમતા
બ્બાબરે માસ સુખ દુઃખમાં મા સંગાથે
સુખ બમણું થાતું ને દુઃખ ઉડી જાતું
મા તારો પ્રેમાળ હાથ ફરતા મુજ માથે

                                        જુન મહિનામાં આવે ફાધર્સ ડે
લાવે પ્રેમાળ પિતાની યાદ
જીવનની મુક્ષ્કેલ ક્ષણોમાં
પિતાના સલાહ સૂચનને કરી યાદ
નમન કરું પિતાને આજ

                                      ઓગષ્ટ મહિનામાં રક્ષા બંધન
બહેન બાંધે ભાઈને પ્રેમાળ સુતરની ગાંઠ
ભાઈની આયુ વધે દિન રાત
આષિશ દેતી બેની આજ

                                             સપટેમ્બર શ્રાદ્ધનો મહિનો
વડીલોને શ્રદ્ધાથી કરીએ તર્પણ
છાપરે મુકીએ કાગવાશ
ધાર્મિક પરંપરા પ્યારા બાળકોને સમજાઈ

                             ઓકટોબર માસે નવરાત્રી ને દિવાળી
નાના મોટા સહુ માણે ગરબા રાસની રમઝટ
દીવાળીએ સોહામણા સાથિયા દીવા આંગણે
દિલમાં પ્રેમાળ દીવાનો રંગ બેરંગી ઝળઝળાટ

                                  નવેમ્બર લાવે થેન્કસ ગિવીંગ દિવસ
કૃતજ્ઞતા નત મસ્તકે અશ્રુ વહે અવિરત
વિભુ તુજ પ્રેમાળ હસ્ત મસ્તક પર
આષિશ વર્ષાવે અહર્નિશ

                              ડીસેમ્બર માસ લાવે ક્રિસમસનો તહેવાર
શૉહામણી ક્રિસમસ ટ્રી શોભે ઘેર ઘેર
બાળકો જોય રહ્યા પ્રેમાળ શાંતાની વાટ
ઢગલાબંધ ગીફ્ટના સપનામાં વિતે રાત