પાનખર વન ઉપવનમાં છે છવાય
લાલ પીળા નારંગી પર્ણૉથી સોહાય
પાનખરમાં છે વસંત છૂપાય
શાખાઓ દુઃખી ડોલંડોલ પર્ણો ખરે
પર્ણૉ ઓઢેલ ભૂમી નિરખે હરખાય
પાનખરમાં છે વસંત છૂપાય
કોતરી કોળા બાળકો આનંદે કૂદે
આંગણે ચાડીયો ઊભો મુશ્કાય
પાનખરમાં છે વસંત છૂપાય
સ્વપ્ન નયનમાં વસંતના પાનખરે
સૂકી માટીમાં જૂઇની ફોરમ સૂંખાય
પાનખરમાં છે વસંત છૂપાય
ના ડરું હું પાનખરથી હવે જરાય
પાનખરે રંગાય જીંદગી જશૅ જીવાય
પાનખમાં છે વસંત છૂપાય