ઘટના તો આવે ને જાય
કોઇના મન આનંદિત થાય
તો કોઇના મન થાય વ્યથિત
ઘટના તો ઘટના જ રહી.
કોઇ દ્વારે લગ્નની શરણાઇ વાગી
યુગલ જઇ રહ્યુ સંસાર યાત્રા પ્રારંભે
તો કોઇ દ્વારેથી ઉઠી નનામી
ડાઘુ પોંહચાડી રહ્યા અંતિમ યાત્રાએ
ઘટના તો ઘટના જ રહી.
કોઇ સ્થળૅ થય રહ્યા બોંબ ભડાકા
કોઇ સ્થળૅ આતશબાજીના ધડાકા
કોઇ સ્થળૅ ચિતા ભડભડ બળૅ
તો કોઇ સ્થળૅ દિવાળી ઝગમગે
ઘટના તો ઘટના જ રહી.
ઘટના તુ ક્ષ્ણૅ ક્ષ્ણે બદલતી રહે
સાથે મન ચંચળ યાત્રા કરતુ રહે
પળમા પહોંચે કાશ્મીરની સીમાએ
તો પળમા પહોંચે અફ્ઘાનિસ્તાન ઇરાકે
ઘટના તો ઘટના જ રહી.
રે મન તુ કરે પણ શું?
વ્યથિત થાય કે આનંદિત!
ઘટના ન બદલી શકે
ઘટના તો ઘટના જ રહી.
કૃપા કોની
હું આવી આ જગતમાં
કોઇ કર્માનુ જોગ
કોઇ કર્મફ્ળો ને પામવા
તો કોઇ કર્મના દેવા ચૂકવવા
કૃપા કોની
હું મોટી થઇ
માતા પિતા વડીલોની હુંફમાં
ભાઇ બેનોના પ્યારમાં
કૃપા કોની
ભણી ગણી સંસ્કાર પામી
સ્નેહ ગ્રંથીએ જોડાઇ
સંસાર સાગરે નાવ ઝુકાવી
કૃપા કોની
આ સંસારના તાણાવાણામાં
ડગમગતી નાવ સ્થીર કરવામા
સુંદર બે બાળઓના સર્વ વિકાસમાં
પૌત્રો પોત્રીઓ પામવામાં
કૃપા તારી
પરમકૃપાળુ પ્ર્ભુ
હર ઘડી હરસમય વરસતી રહી
મુજ થકી જગ થકી
કૃપા તારી અગણીત
સાધનાના પથપર ચાલતા
પડી આખડી
ઉઠાવી તે ગળે લગાવી
બનાવી ભયહીન
ડરુ ન કદી દુન્વયી ભયોથી
વીભુ આજ
ત્યાગી સર્વ કપટ દંભ
સમર્પિત કરુ નત મસ્તકે
સર્વસ્વ
તુ ઘ્ણી નટખટ
તુ નચાવે નરનારી જગત
ઉલ્ટાનુ તુ કરે સુલ્ટુ
સુલ્ટાનુ તુ કરે ઉલ્ટુ
તારી શક્તિથી સહુ અજાણ
તેથી જ રચે તારી માયા જાળ
ને ફસાય પોતે પોતાની જાળમાં
કહી પણ કોને શ્કે
પોતે કરેલ પોતે ભોગવે
છુટકારોનો કોઇ નથી ઉપાય.
અને તેથી જ કહુ છુ
માયાના મોહમાં માનવ
માયા જાળમાં મોહિત માનવ
મદમસ્ત મહાલતો માનવ
માયા મોહિનીના માનમાં.
કદી ન પૂછી શકી મારી જાતને
હુ કોણ ક્યાંથી આવી ક્યાં જઈશ
જ્યારે ક્યારેક મળશે પ્રયત્ને
જરુરથી ઇષ્વર મિલન પ્રાપ્ત કરીશ.
આવીશ આવકારવા આંગણૅ
આવશે અમી અવધિ
અંતરે આશા અધિક
અસ્તિત્તવની અંશથી અગણિત.
ઉમળકો ઉભરાશે ઊંબરે
ઉત્સવ ઉમટશે ઊંચે
ઉર્મિના ઉલ્લાસ ઉભરાશે
ઉલ્કા ઉમેશના ઉભય ઉરે.
ઘડી ભર સુખ, ઘડી ભર દુઃખ ,
આવે ને જાય
હતુ શું? અને ગયુ શું?
બંધ મુઠ્ઠીઍ આવી
ખુલ્લે હાથ ચાલી જઈશ
સતની શોધ પાછળ
ભવો ભવ ફરતી રહીશ
મારા જન્મ પર સૌ હસ્યા હુ રડી
મારા મરણ પર સૌ રડ્યા હુ હસી
જીવી ત્યારે હાસ્ય અને રુદન વચ્ચે રહી
મરણ બાદ હાસ્ય જ હાસ્ય આ હા હા
મરણ આટલુ સુખ દાયક આટલુ શાંત
જીન્દગી જીવી ત્યારે આવુ કદી ન અનુભવ્યુ
શું શાંતિ મેળવવા મરણ જ પર્યાય
ખેર જો આટલી સમજ જીવી ત્યારે હોત
જીન્દગીમા કદી મરણનો ભય ન હોત.