બની કુમતિની સંગી વાણી
મંથરા દાસીની જીભે ચડી
કાચા કાનની કૈકેયી ભરમાઈ
કુમતિ દાસીનો સંગ કરી
બની કુમતિની સંગી વાણી ૧
મંથરા કુબડી યુક્તિ ક્રરી
કરાવી યાદ બે વરની
વર્ષો પુરાણી વાત ઉખેડી
બની કુમતિની સંગી વાણી ૨
પધાર્યા નૃપ માનિતીને મહેલે
માનીતિ રિસાઇ મુખ મરોડે
શૄંગાર ફેંકી ભુમી ગ્રસ્ત ક્રોધે
બની કુમતિની સંગી વાણી ૩
નૃપ યત્નો મનાવા કરે
માનિતી વચનો યાદ કરાવે
નૃપ યત્નો વ્યર્થ ઠરે
બની કુમતિની સંગી વાણી ૪
હઠાગ્રહી માનિતી ના સમજે
નૃપ રઘુકુલ રિતી અનુસરે
પુર્ણ વચને પ્રાણ ત્યાગે
બની કુમતિની સંગી વાણી ૫
વાણી શું નું શું શકે કરી
બુધ્ધિમાન કૈકેયીના હ્રદયે વસી
વિપત્તિના વાદળો લાવી
અયોધ્યા નગરી ધ્રુસકે ચડી
મા સરસ્વતી દ્રવી ઉઠી
બની કુમતિની સંગી વાણી ૬
શિયાળાની શુષ્ક સવાર પડી
આદિત્ય નારાયણે આળસ મરડી
સપ્તરંગી ઘોડાની સજી સવારી
ધુંધળા આભ અટપટા મહીં
માર્ગે વાદળો રૂપેરી મઢી
રસ્તો ધપાવી ઓજસે ભરી
રૂપેરી ઓજસથી ભરી ઓશરી
ઉલેચી અંધકાર દૂર ફગાવી
આદિત્યના શુદ્ધ રજત ઓજસ થકી
ઓરડા મનના પ્રફુલ્લિત પ્રકાશે ભરી
શિયાળાની શુષ્ક સવાર પડી
ૐ કાર ૐ કાર ૐ કાર
મન ધ્યાન ધર ૐ કાર
ૐ કાર મંત્ર આદિ
ૐ કાર પ્રણવ અનાદિ………….મન ધ્યાન ધર ૐ કાર
ૐ કાર શ્વાસ
ૐ કાર પ્રાણ
ૐ કાર જીવન
ૐ કાર વરદાન………….મન ધ્યાન ધર ૐ કાર
ૐ કાર અ ઉ મ
ૐ કાર તન મન બ્રહ્મ
ૐ કાર સ્થિતિ ત્રણ
જાગૃત સ્વપ્ન સુષુપ્ત…………..મન ધ્યાન ધર ૐ કાર
ૐ કાર દેવાધિદેવ
ૐ કાર શિવ મહાદેવ
ૐ કાર નિત્ય અનંત
ૐ કાર સત્ ચિત આનંદ…………મન ધ્યાન ધર ૐ કાર
ૐ કાર ધ્વનિ માર્ગમાં
ૐ કાર નાદ ગગનમાં
ૐ કાર ત્રણે ભુવનમાં
ૐ કાર બ્રહ્મનાદ જીવનમાં………..મન ધ્યાન ધર ૐ કાર
ૐ કાર અતિ પાવન
ૐ કાર મન ભાવન
ૐ કાર નિત્ય સુમિરન
ૐ કાર ધ્યાન પરમ…………..મન ધ્યાન ધર ૐ કાર
જો પાંચ H ૧)Health. 2) Happiness .3) Humanity 4) Honesty .5) Harmony. ને જીવનમાં યાદ રાખીશું સમજશું અને તે પ્રમાણે જીવન જીવીશું તો સુખ શાંતિ ભર્યુ લાંબુ આયુષ્ય ભોગવીશું
હેલ્થથી શરુઆત કરીએ,કહેવાય છે ને ‘પહેલુ સુખ તે જાતે નર્યા.’એટલે સુખ માટે તંદુરસ્ત રહેવું જરુરી છે, તે માટે જીવનમાં નિયમિતતા
કેળવવી પડશૅ રોજ સવારે વહેલા ઉઠવાનું,રાતભર ત્રાંબાના પાત્રમાં રાખેલ પાણી જેટલુ પી શકાય તેટલુ પીવાનું.આ્મ કરવાથી કબજીયાત
નહી થાય. અને સાંધા પણ સારા રહેશે.ત્યારબાદ સૂર્ય નમસ્કાર (sun salutation) બે થી ચાર વખત કરવા ત્યાર બાદ નિત્ય ક્ર્મ પતાવી ચા નાસ્તો
કરી ૧ થી દોઢ માઇલ ચાલવુ.ધ્યાનમાં રહે નિયમિતતા ખાસ જરુરી છે.બીજુ ખાસ ધ્યાનમાં રાખવાનું છે.
જ્યારે આપણૅ ૫૦ની ઉંમરે પહોંચીએ ત્યારે ચાર સફેદ વસ્તુઓનો ઉપયોગ બને તેટલો આહરમાં નહિવત કરવાનો
આ ચાર વસ્તુ કૈ? મીઠુ, સાકર, મેંદો,માખણ .આટલુ કરશૉ,જરુર રોગ રહિત લાંબુ જીવી જશો.
હવે H # ૨ પર વિચારીઍ ઉપર જણાવ્યું તેમ પહેલુ સુખ તંદુરસ્તી, શરીર સારુ હોય તેના જેવો બીજો કોઇ
મોટો આનંદ જીવનમાં નથી. આપણે ખુશ હોઇશું, તો બીજાને ખુશ જોઇ શકીશું, બીજાને ખુશ રાખી શકીશું
અને આપણી ખુશી સહુમાં વહેંચતા રહીશું .આમ એક વ્યક્તિનો આનંદ ઘણાને આનંદ બક્ષી શકશે.
આનાથી વધારે ઉત્તમ કાર્ય શું હોઇ શકે?
હવે # ૩ Humanity એટલે માનવતા
નાત, જાત, ધર્મ, દેશ, પ્રાંત આદી ભેદ ભુલી બધાની સાથે પ્રેમ ભર્યો વ્યવહાર કરીએ તો દુનિયાભરમાં
वसुधैव कुटुंबकम ‘ની ભાવના ફેલાતા વાર નહી લાગે.પ્રાંત,પ્રાંત દેશ, દેશ વચ્ચેની સીમાઓનો ઝગડાઓનો અંત
આવશે.
હવે # ૪ Honesty એટલે પ્રમાણિકતા પર વિચારીએ આપણે આપણા સગા સંબંધી સાથે સહ કર્મચારીઓ
સાથે કે મિત્રો સાથે પ્રમાણિક વ્યવહાર કરીશું તો કોઇને એકબીજા સામે ફરિયાદ કરવાની
નહી રહે. આમ બધા પ્રમાણિક રહેશે તો તેની અસર રાજ્યમાં થશે, રાજ કારણમાં પણ પ્રમાણિકતા જરુર
ફેલાશે. એક રાજ્ય સારુ બનશે ધીરે ધીરે બધા રાજ્યો સારા બનશે , દેશ આખો સારો બનશે,
અને વિષ્વ ભરમાં પ્રમાણિકતા ફેલાતી રહેશે,અને જ્યારે વિષ્વ આખુ માનવતા, પ્રમાણિકતાના પગલે ચાલશે ત્યારે
# ૫ Harmony (સુમેળ) સહુ કોઇ અનુભવશે,વિભુએ બક્ષેલ પંચ મહાભુત, આભ, વાયુ, અગ્નિ, આપ(પાણી), પૃથિવીને
જડ, ચેતન સર્વ સાથે માણી શકશે.
જન્મ સાથે જ જીવ શોધે સહારો
નવજાત શિશુને માની ગોદ સહારો
બેસતા ઉઠતા ખાતાપિતા શોધે સહારો
બાળપણ વિતે લઇ રમકડાનો સહારો
કૌમાર અવસ્થા મિત્રો શિક્ષકોનો સહારો
જન્મ સાથે જ જીવ શોધે સહારો ૧
યુવાનીમાં પતિ -પત્નીનો સહારો
સંસાર વધ્યો એકમેકનો સહારો
મિત્રો સંબંધીઓનો વધે સહારો
પૈસા પ્રતિષ્ઠા માનનો સહારો
જન્મ સાથે જ જીવ શોધે સહારો ૨
જીવન સંધ્યાએ છુટ્યો સહારો
પતિ- પત્ની એકમેકને જોઇ રહ્યા
હસ્તા ચાલ્યા બાહુ એકમેકના ઝાલ્યા
સપ્તરંગી સંધ્યાના રંગો નિહાળ્યા
જન્મ સાથે જ જીવ શોધે સહારો ૩
મૌન અધરો ભેગા થયા
હસતા નયનો બોલી ઉઠ્યા
કદમ મિલાવી સાથ જીવીશું
લઇ સપ્તરંગી યાદોનો સહારો
જન્મ સાથે જ જીવ શોધે સહારો ૪