સાહિત્ય સરિતાની દશાબ્દિ,

દશ વર્ષ કેટલા જલ્દી પસાર થયા.સરિતાનો અસ્ખલિત પ્રવાહ વહેતો રહ્યો.

કોઇ પણ જાતના શુલ્ક વગર, એક પણ મહિનો ખાલી નહી,દર મહિનાના કોઇ

એક રવિવારે કે શનિવારે હ્યુસ્ટનના સાહિત્ય રસિકો મળે, કોઇ પણ જાતના સંકોચ શરમ

વગર પોત પોતાની કૃતિઓ રજુ કરે,કોઇ સભ્ય પોતાની નહી તો કોઇ સારા લેખક, કવિ કે ગઝલકારની કૃતિ

પ્રસ્તુત કરી ગમતાનો ગુલાલ સૌ હૈયે છાંટે.આમ સહજભાવે સૌ પોત પોતાના ભાવો પ્રતિભાવો વહેતા કરે.

આવુ સુંદર કાર્ય ત્યારે જ બને જ્યારે સૌ સભ્યોના હૈયે માતૃ ભાષા પ્રત્યે આદર માન હોય.

            સાહિત્ય સરિતાએ ઘણા લેખક કવિઓમાં રહેલી સુષુપ્ત લખવાની કળાને જાગૃત કરી છે .

નવોદિત લેખક કવિઓને પ્રોસ્તાહિત કર્યા છે, કરતી રહી છે અને કરતી રહેશે.

            આજે વેબ જગતમાં હ્યુસ્ટન સાહિત્ય સરિતાના ઘણા સભ્યોની વાર્તા, કવિતા, નવલકથા વગેરેએ અગ્ર સ્થાન પ્રાપ્ત કરેલ છે.

           મારી પોતાની વાત કરુ તો મને સ્વપ્ને પણ ખ્યાલ નહી કે હું ગુજરાતીમાં કાવ્ય અને વાર્તાઓ લખી શકીશ!

દાક્તરીના વ્યવસાયમાં ગુજરાતી ભાષા સાથે ઘણા સમય સુધી અબોલા રહ્યા, ગુજરાતી સાહિત્ય સરિતાના સંપર્કે , માતૃભાષાને વેગ મળ્યો,

 ફરી જાણે કક્કો બારખડી શીખવાની,લખવાની  શરુવાત થઇ. વેબસાઇટની પાટી પર કી બોર્ડ અને માઉસ રુપી પેન વડે લખતી થઇ, લખતી રહીશ.

          આજે આભાર વ્યક્ત કરવાના દિવસે , સાહિત્યસરિતાનો આભાર વ્યક્ત કરવા શબ્દો ઓછા પડે છે.

વંદન કરી મારી કૃતજ્ઞતા વ્યક્ત કરુ છુ.

અસ્તુ