મન તું કાં ન ભજે હજુ રામ નામ
રામ નામ બસ એક આધાર …….મન તું
લખ્યા રામ નામ પથ્થર પર
ન જાણે બીજુ કંઇ ભોળા બંદર
પહાડ સમા અતિ ભારી પથ્થર
ફુલ બની તરી રહ્યા સમુદ્ર પર ……મન તું કાં ન ભજે હજુ રામ નામ
ન માને કૌતક ખુદની નજર
ફેંકી રહ્યા ખુદ ઉપાડી પથ્થર
સમુદ્રે ડુબાડ્યા ખુદના પથ્થર
તરી રહ્યા છે ખુદ નામ પથ્થર……મન તું કાં ન ભજે
ખુદ રામ ન જાણે ખુદ નામ મહિમા
ભક્ત હનુમાન જાણે મહિમા અપાર
પ્રભુ જે છોડે તુજ કમંડળ કર
દુઃખી પિડીત ડુબે ભવસાગરે
રામ નામ બસ એક આધાર……મન તું કાં ન ભજે હજુ રામ નામ
ધુન
બોલો રામ રામ રામ જય જય રામ રામ…..
શરદ પૂનમની રાત આવી આસો માસે
આશાભર્યા સહુ નરનારી માણે રમઝટ રાસે
પૂર્ણ ચંદ્ર કિરણોની શિતળતા સહુ માણે
ધરણીને ભેટી ભાદરવાની ઉષ્ણતા ભગાડે
ચાંદનીના ચંદરવા હેઠ્ળ દૂધ પૌવા પૌષ્ટિક બને
અમૃત દૂધ પૌવાનુ સૌ સાથે મળી પાન કરે
કૃષ્ણૅ રચ્યો દ્વાપર યુગે મહા રાસ
વૃંદાવનમાં ગોપીઓ સંગે રમી રાસ
રાસ રમતા ગોપી ચિત્તે આવે અહંકાર
મધ્યે રચી લીલા કર્યા શુદ્ધ અંતકરણ
બની ગોપી શુદ્ધ સાત્વિક પ્રેમે ભરપૂર
કોજાગિરી પૂનમ તરીખે ઓળખાઇ પૂર્વ ખંડે
ગૃહિણી કોજાગિરી વ્રત ધારણ કરે
રચે અલ્પના સુંદર ગૃહ આંગણે
કરે લક્ષ્મી પૂજન કરવા દેવીને પ્રસન્ન
પશ્ચિમે થાય ચંદ્ર દેવ કૌમુદિનું પૂજન
ઉત્તરે મનાવે ખેડૂતો નવાન્ના પૂનમ નામે
મહોત્સવ ઉજવે મબલખ પાક લણે
ત્રેતા યુગમાં શુદ્ર ગૃહે જન્મે બાળક
વાલિયો બન્યો વાલ્મિકી ઋષિ મહાન
સર્વ શ્રેષ્ઠ પૂનમ તુ ભલે બારમો ક્ર્માંક
નવ નવ રાત્રિના નોરતા આવ્યા રે
માનો ગરબો તે રમવા નિસર્યો રે
ગરબો પહોંચ્યો ગબરના ડુંગરે રે
મા અંબા હિંડોળે હિંચકે રે
માએ સોળે સજયા શણગાર
ગરબાને શિરે ધર્યો રે
માનો ગરબો તે રમવા નિસર્યો રે ૧
દસે દિશાઓમાં ઘુમતો રે
ગરબો પહોંચ્યો દક્ષિણે મા મિનાક્ષીને દ્વારે
માએ સોળૅ સજ્યા શણગાર
ગરબાને શિરે ધર્યો રે
માનો ગરબોતે રમવા નિસર્યો રે ૨
દસે દિશાઓમા ઘુમતો રે
પહોંચ્યો ઉતરે મા વૈષ્નૌ દેવીને દ્વારે
મા વૈષ્નૌ દેવી સજી સોળે શણગાર
ગરબાને શિરૅ ધર્યો રે
માનો ગરબો તે રમવા નિસર્યો રે ૩
દસે દિશાઓમાં ઘુમતો રે
પહોંચ્યો પુર્વ દિશાએ મહાકાળીને દ્વાર
માએ ખડગ મુંડ માળનો ત્યાગ કરી
માએ સોળ સજ્યા શણગાર
ગરબાને શિરે ધર્યો રે
માનો ગરબો તે રમવા નિસર્યો રે ૪
દસે દિશાઓમાં ઘુમતો રે
ગરબો પહોંચે પશ્ચિમે મહા લક્ષ્મીને દ્વાર
મહા લક્ષ્મી સજી ને શૉળે શણગાર
ગરબાને શિરે ધર્યો રે
માનો ગરબો તે રમવા નિસર્યો રે ૫
દસે દિશાઓમાં ઘુમતો રે
માનો ગરબો બ્રહ્માંડ મા ઘુમતો રે
ચોસઠ ચોસઠ જોગણીઓ સંગ રમતો રે
માનો ગરબો તે રમવા નિસર્યો રે ૬
માના તેજે સુર્ય મંડળ ઝાંખુ દિશૅ
માનો ગરબો બ્રહ્માંડમાં ઘુમતો રે
માનો ગરબો તે રમવા નિસર્યો રે ૭
મેહુલો ગાજ્યો ગરજ્યો
વિજળીના ઝબકારા ચમકારા
વરસ્યો નહિં ક્યાં ભાગ્યો
રિસાયો રાખી અમને કોરા ૧
દ્રવિત હ્રુદયે વહેતી અશ્રુ ધારે
મલ્હાર ગુંજી ઉઠ્યો નભદ્વારે
મન મુકી વરસ્યો ભીંજવ્યા પ્યારે
છલકાયા નદી નાળા સરોવર ૨
કોના કોપે ગાંડોતુર મેઘ વિફર્યો
ડેમના દ્વાર બંધનો તોડ્યા
ધરણીના ખુણે ખુણા ધોયા
પાપના ભારા ને પ્રદુષણો ધોયા ૩
પૃથિવી ભાર હળવો થતા હર્ષાતી
સ્વાર્થી માનવને સમજાવતી
માને પિડીત પ્રદુષણ પાપથી કરીશ
પ્રલયકાળને આમંત્રણ આપીશ
વિનાસ ખુદ સંગે જગનો કરીશ ૪
ભાવનાના સાગરે ઉદભવે અભાવ
પ્રાપ્તિએ પ્રગટતો પ્રભાવ
જ્ઞાન ન જાણે અભાવ પ્રભાવ
બસ જાણે ભાવ
ભગવાન સત્ હું સત્
ભગવાન ચિન્મય હું ચિન્મય
ભગવાન આનંદ હું આનંદ
બ્રહ્મમાં થયો લીન જીવ
સુ પ્રભાતે ઉઠી હવાની સ્પર્શી લહરી
કાનમાં ગણગણી પાનખર આવી રહી
નજર ગઇ ઉંચે વૃક્ષો ભ્ણી
શાખાઓ ઝુકી રહી વૃક્ષો તણી
પીળા પત્રોથી જાણે શરમાઇ રહી ૧
તો ડોલે લહેરાય અભિમાન કરી
આહા જુઓ શોભા સુંદર મારી
લાલ સોનેરી ખાખી વસ્ત્રો તણી
દીસે તું પીળી રક્ત વિહીન નારી ૨
ત્યાં આવ્યો સપાટો હવાનો ભારી
ખાખી લાલ વસ્ત્રો રહ્યા ઉડી
સાચવું મારા સોનેરી વસ્ત્રો કેમ કરી
હવા તું જાને ઘડીક થંભી ૩
હવાએ લીધુ માની ગઇ થીજી
સોનેરી પર્ણૉ થાય લાલ ખાખી
પાડૉશી વૄક્ષ ભણી નજર કરી
પીળા વસ્ત્રો ગયા છે કરમાઇ ૪
સપાટો સુસવતો આવ્યો ભારી
હવાએ ઓઢી લીધી ઑઢણી
ખાખી લાલ પીળા વસ્ત્રો તણી
શાખાઓ બિચારી શરમાઇ ઝુકી ૫
લીલી છમ માતા દીશે સુકી રુડી
માતા પુત્ર પુત્રીઓ સહુ મળી
વધાવે કરામત કુદરત તણી
ન નડૅ પાનખર માતાને કદી ૬