Wed 28 Jul 2010
પૂર્ણતા
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 11:03 pm

                       

જીવનની ઉણપ પૂર્ણ કરવા  

શોધો પૂર્તિ સમાજમા

સંતાનોની ખોટ પૂરવા

 માતૃત્વ પિતૃત્વ મેળવવા

દ્વાર ખોલો અનાથ આશ્ર્મના

 બનાવો સેંકડો અનાથોને પોતાના

માતા પિતા બાળપણમા ગુમાવ્યા

વૃધ્ધા આશ્રમે સેંકડો માતાપિતા

ઝંખતા સંતાનોની સેવા

 બની સંતાન તેના કરો સેવા

 અન્યોઅન્યના અભાવ પૂરાતા

બન્ને પક્ષ માણે પૂર્ણતા

જીવન બની જાય સંપૂર્ણ

સમાજ બની જાય સંમૃધ્ધ

Comments (2)
Sun 27 Jun 2010
બા,
Filed under: ગમતાનો ગુલદસ્તો — indirashah @ 10:08 am

મા-બાપ અને સદગુરુના ઉપકારનો બદલો કોઈ રીતે વાળી શકાતો નથી.  કોઈની લખેલી આ કવિતા છે,
પણ આજના દિવસે,મારા બાના દેહત્યાગના બરાબર એક વર્ષે, કવિતાની ધ્રુવ પંક્તિ
મનમાં ગુંજે છે….

બા, તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા, બહુ યાદ આવ્યા.
 
મંદિરમાં જઈ  આજ દર્શન કર્યાં મેં,
ઘંટ વગાડ્યો, પૂજા-અર્ચના કરી મેં,
પ્રસાદ લીધો, લઈને ઘરે હું આવ્યો,
આંખોમાં આંસુ  ત્યાં ભરાઈ આવ્યાં,
બા, તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા, બહુ યાદ આવ્યા.
 
ભીંજાઈને  બહારથી  ઘરે હું  આવ્યો,
છીંકાછીંક શરદી તાવ સાથ લાવ્યો,
છાતી ગળે પત્નીએ બામ લગાવ્યો,
આંખોમાં આંસુ ત્યાં તો ધસી આવ્યાં,
 
બા, તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા, બહુ યાદ આવ્યા.
 
બા,  તમારા પૌત્રના આજે લગ્ન કીધાં,
તુજ વહૂને  પોંખીને  ઓવારણા લીધાં,
આજે ઘરમાં પૂત્રવધુના પગલાં પડ્યાં,
હૃદયનાં બંધ,  બેફામ સૌ તૂટી પડ્યાં,
બા, તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા, બહુ યાદ આવ્યા.

ઝરણાં,  નદીઓ  એમ જ વહેતાં રહેશે,
સાગર ઊછળશે,  વાદળો પણ છવાશે,
એ જ વાયુ ને એ જ રોજિંદુ વાતાવરણ,
પણ  બા,  તમે ક્યાં છો,  તમે ક્યાં છો?
 
બા, તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા, બહુ યાદ આવ્યા (Punita Dave ?)

http://f-you-n.blogspot.com/2010/06/f4ag_2020.html

Comments (4)
Thu 24 Jun 2010
રાખ્યા ૫/૨૦/૧૦
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 6:24 pm

કૈકયીએ રામને વનમાં રાખ્યા

ભરતજીએ રામને મનમાં રાખ્યા

હનુમાનજીએ રામને હૈયે રાખ્યા

સીતાજીએ રોમેરોમમાં રાખ્યા

લક્ષ્મણજીએ કર્તવ્યમાં રાખ્યા

માનવ રામને બુધ્ધિમાં રાખી જીવે

માતા પિતાની આજ્ઞા શિરે ધરે

ભાતૃપ્રેમ આદર મનમાં રહે

ગૃહેગૃહમાં ક્લેશ કંકાસ ન રહેતા

સંપ સુખ શાંતિ સમર્પણ સ્થપાય

રામ રાજ્ય સ્વપ્ન સાકાર બની જાય.

Comments (1)
Sat 19 Jun 2010
સફળતા
Filed under: Uncategorized — indirashah @ 1:46 pm

યોગ્ય નિર્ણય લેવાય ચિત્તની ઍકાગ્રતા થકી

યોગ્ય નિર્ણયે સફળતાની પગદંડી મળી           ૧

આજે સફળ થયેલ માનવી ફરે ઘમંડમા

રાવણનો ઘમંડ લાવ્યો લંકાનો સર્વ નાશ          ૨

ઘમંડી ફુલી ફાલી ફરતો જગતમા

વધી રહ્યા નીજ ગૃહે કલેશ કંકાસ

દુન્વયી સફ્ળતા ગૃહે લાવી વિનાશ                 ૩

ઘમંડી ઉંચો ચઢ રાખ દૃષ્ટિ વૄક્ષો ભણી

ફ્ળોથી ભરપુર વૃક્ષો રહ્યા પૃથવી પર નમી

સફળ જીવન જીવવાની યોગ્યતા

પ્રાપ્ત થાય જ્યારે પ્રવેશે નમ્રતા.               ૪

Comments Off on સફળતા
Thu 17 Jun 2010
રાધા કૃષ્ણ સંવાદ 06/17/10
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 9:56 pm

મારો આત્મા તારો આત્મા

મારુ હ્રુદય તારુ હ્રદય

મારુ મન તારુ મન 

મારુ શરીર તારુ શરીર

આ સંવાદ આપણો વ્યર્થ

તુ શક્તિ હું શક્તિમાન

શક્તિ વગર શક્તિમાન પોકળ

શક્તિમાન વગર શક્તિ ફોગટ

હું તુ એક જ

એક આત્મા પૂર્ણ બ્ર્હ્મ.

 

 

 

 

 

 

 

 

Comments Off on રાધા કૃષ્ણ સંવાદ 06/17/10
Sat 12 Jun 2010
દીપક 06/12/10
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 10:41 pm

જ્ઞાનનો દીપક હજુ ન પ્રજ્વલિત થયો

જીંદગી આખી પ્રયત્નો કરતો રહ્યો

ભક્તિ પાત્ર હાથે ધરી કથા સુણતો રહ્યો

વૈરાગ્ય રૂપી તેલની ખામી જણાય

તેલપૂરી દીપક પ્રજ્વલિત થયો જ્યારે

લોભ મોહ વાસના તણા પવન ફુંકાયા ભારે

દીપક ડગમગે સ્થિર ન રહેતો સદાય

ડગમગતા દીપકને સ્થિર થવા સદાય

ગુરુ રૂપી ચીમનીનુ ઢાંકણ મળ્યુ જ્યારે

જ્ઞાન રૂપી દીપક સ્થિર થયો ત્યારે

 

 

 

 

 

 

 

 

Comments (4)
Wed 26 May 2010
રૂપ-સ્વરૂપ ૦૫/૧૨/૧૦
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 10:11 am

રૂપ ક્ષણ ક્ષણમાં બદલાતા રહે

માતા પિતાના પ્યારા પુત્ર પુત્રી

પુખ્ત વયે બને કોયના પતિ પત્નિ

વળી રૂપ જાય બદલાય

પોતે માતા પિતા બની જાય

ઓફિસમાં એમ્પલોયી-મેનેજર

ઘેર આવે બની જાય નોકર ચાકર

વનમાં(૫૦-૫૫) પ્રવેશે બને સાસુ સસુર

સાંઠે પોંહચ્યા બન્યા દાદા દાદી

જીવનના તખ્તા પર રૂપ બદલાતા રહ્યા

વિવિધ પાઠ ભજવાતા રહ્યા

રૂપની સ્મૃતિ છે સર્વને

સ્વરૂપની કદી ન થઈ જાણ

રૂપની વેષભૂષામાં સ્વરૂપ રહ્યુ અજાણ

Comments (2)
Mon 24 May 2010
આસક્તિ
Filed under: સ્વરચના — indirashah @ 10:39 am

આસક્તિ બને ઉપદ્ર્વ બન્ને પક્ષે

આસક્ત પોતા પર 

જેના પ્રત્યે છૅ તેના પર       ૧

ધન પ્રત્યેની આસક્તિ

પૂરે લક્ષ્મી દેવીને તિજોરીયે

આસક્તની નિદ્રા હરાય

લક્ષ્મી દેવી જેલમાં મુંઝાય            ૨

એક દિવસ તિજોરીનો કોડ

જાણી જાય ઘરની મેડ

તિજોરી તૂટે મુંઝાયેલ લક્ષ્મી

દુનિયામાં અયોગ્ય રસ્તે વેડફાય        ૩

આસક્તિ સંતાનો પ્રત્યે

મા બાપની ફિકર બની જાય

ડાયાબિટીસ બ્લડ્પ્રેસર કરે પ્રવેષ

સંતાનો નો રૂંધાય વિકાષ                  ૪

શાળા પૂર્ણ કરી વિદ્યાલયે જાય

સંપૂર્ણ સ્વતંત્રતા મળી જાય

વ્યસનોના ભોગ બની જાય

આસક્તિયે આપ્યુ પુષ્તક્યુ જ્ઞાન

ન કરાવ્યુ દુનિયાનુ ભાન                      ૫

તેથી પડી કહેવત દુનિયામાં

ભીતી વગરની પ્રિતી જાય વેડફાય          ૬

 

 

 

Comments (3)
Tue 11 May 2010
નિરાશા-આશા ૦૫/૧૧/૧૦
Filed under: સ્વરચના — indirashah @ 11:49 am

નિરાશા લાવે મનમા વિષાદ

હરિ લે જીવતરનો સ્વાદ

નિરાશાનો છે રોગ ભયાનક

          પણ જો આવે

આશાની ઘડી બે ઘડીની ઝલક

           પછી તો

સંઘર્ષ વચ્ચે પણ સ્મિત મુર્ઝાય નહિ

રણ્મેદાનમાં પણ ગીત મુર્ઝાય નહિ

એવી આશા સંગે જે જીવી જાણે

વિપત્તિ આપત્તિનો સરળ માર્ગ જાણે

        

Comments (1)
Tue 11 May 2010
પ્રભુનો નિવાસ 05/10/2010
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 11:27 am

શરીર ઇન્દ્રિય જીવ, કર્મ કરી જાણે

મન જ કર્મ અને મોક્ષનુ બને કારણ

મન સાંભળી સમજી ચિંતન કરશે,

જ્યારે શાત્રાર્થ વિશ્વાસ દૃઢ બનશે

ત્યારે જ પ્રભુ અનુરાગ વધતો જશે,

સર્વ શક્તિમાન પ્રભુ બંદી બની હ્રદયે રહેશે.

દુર થાય જશે સર્વ તૃષ્ણાનો ભાર

હલકા ફુલ જેવા હૈયે હરહંમેશ

પ્રભુનો બની રહેશે સ્થીર નિવાસ.

Comments (1)
Fri 7 May 2010
ક્થામૃત
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 1:02 pm

ધાર્મિક ગ્રંથો એ કામધેનુ ગાય

ભક્તોની શ્રધા પહોંચે વક્તા સુધી

બની જાય કામધેનુનો ચારો

બોલાવે વક્તાને ભક્તો ભાવથી

વક્તા બની જાય ગોપાળ ગોવાળ

સુણાવે કથામૃત વ્યાસપીઠેથી

શ્રોતા સન્મુખ બેસી કરે જ્ઞાનામૃત પાન

વક્તા ખોલે ગ્રંથના ત્રણ મુખ્ય રૂપ

મહાલક્ષ્મી મહાસરસ્વતી મહાકાલિકા

મા મહાલક્ષ્મી પોષણ કરે વિશ્વનુ

કથા રૂપી મહાલક્ષ્મીનુ શ્રોતાઓએ પાન કર્યુ

શ્રોતાઓના મન બુધ્ધિ શરીરનુ પોષણ થયુ

મા સરસ્વતી શિક્ષા આપે બાળપણથી યુવાની સુધી

કથારૂપી મા સરસ્વતી શ્રોતા દ્વારા આપે શિખામણ પાઠથી

મા મહાકાલિકા કદીક ક્રોધે બાળકને દંડે

તો કદીક ચંડીકા બની બાળકને રક્ષે

કથામૃત વક્તા દ્વારા ચંડીકા રૂપે

દુર્ગુણો ભગાડી સુષુપ્ત સદગુણો જાગૃત કરે

નિરાશ હતાશ મનને આશા અર્પે

કિંકર્તવ્ય વિમૂઢ મનને સાચે માર્ગે દોરે

જીવનની બેટરીને રી ચાર્જ કરે

સંસાર રૂપી કોમપ્યુટરમાં અસંખ્ય વાયરસ

સંસારીના મન બુધ્ધિ આત્મા કલુસિત કરે

સદવિચાર સદગુણોમાં મલિનતા પ્રવેશ કરે

મન બુધ્ધિ જીવ આવી જાય પકડમાં

દોરી જાય જીવને દુષ્કર્મોમાં

કથા રૂપી મા ચંડીકા બની જાય

એન્ટીવાયરસ સોફ્ટવેર પ્રોગ્રામ

ફરી લાવી દે આનંદ ઉલ્લાસ જીવનમાં

એન્ટીવાયરસને અપડેટ કરતા રહો

કથામૃત સમયે સમયે સુણતા રહો

 

 

 

 

Comments Off on ક્થામૃત
Thu 29 Apr 2010
ત્યાગ
Filed under: આધ્યાત્મિક ચિન્તન,Uncategorized — indirashah @ 4:36 pm

 

ત્યાગ, ત્યાગનુ સ્મરણ ભૂલે તે સાચો ત્યાગ

ત્યાગ કરેલ રાજપાટ, ભર્થુહરી ન ભૂલ્યો

શિવજીની પરીક્ષામાં ઉતિર્ણ ન થયો

સાચો ત્યાગ ગોપીએ કર્યો

ઉત્ત્મ ક્રિષ્ન પ્રેમ પામ્યો

પ્રેમમાં પ્રેમીની હારમાં જીત, ને જીતમાં હાર

પ્રેમીની જીત ન લાવે ક્દી મનમાં અભિમાન

હાર જીત પ્રેમીના નિકટ લાવે મન

પ્રેમમાં આદર બને અનાદર, અનાદર આદર

સ્વમાન અપમાન ,અને અપમાન બને સ્વમાન

તુકારો લાવે બેઉ હ્રુદયના આત્માનુ મિલન

પ્રેમ લાવે સંયોગમાં વિયોગ, વિયોગમાં સંયોગ

અને લાવે ભોગમાં યોગ, યોગમાં ભોગ

આવો પ્રેમ ઉપલબ્ધ થાય સર્વોચ્ચ ત્યાગથી

આવા પ્રેમની આત્મીયતાથી

જેમા ત્યાગ વિશે સ્મરણ ન કદી થાય

ગોપીઓનો કૃષ્ન પ્રતિ સર્વોચ્ચ અનુરાગ

લાવ્યો ઉચ્ચ કોટિનો ત્યાગ 

 

 

 

 

 

 

 

 

 

Comments (1)
Tue 27 Apr 2010
વૈશાખની એક બપોર 04 /24/2010
Filed under: ટુંકી નવલિકા — indirashah @ 12:26 pm

ગામડુ પણ ન કહી શકાય અને શહેર પણ ન કહી શકાય તેવુ ગામ.

આજુબાજુના ગામડાઓના લોકો માટે હટાણુ કરવાનુ એક માત્ર સ્થળ એ

ગામની લાંબી બજાર,જેમાં કરિયાણાની દુકાનો, કાપડની દુકાનો,સોના ચાંદીની દુકાનો,

મોચીની દુકાન પણ ખરી ,અને વળી દુકાનોની મેડી પર બાપ દાદાનો ધીરધારનો ધંધો

કરતા શેઠીયાઓની પેઢી પણ ખરી આમ એક જ બજાર ગામડાના લોકોની બધી જ

જરુરિયાતો પુરી પાડે  

 પેઢી પણ ખરી. આમ એક જ બજાર ગામડાના લોકોની બધી જરુરિયાતો

પુરી પાડે આ બજાર સવારના ૯ થી ૧૨ ના સમય દરમ્યાન ધબકતી હોય જાતજાતના

વાહનો રીક્ષા સાયકલો સ્કુટર ફટ્ફટિયા તો વળી ક્યાંક રડીખડી મોટરગાડી કે બળદગાડી

પણ હોય,અને આ બધામાંથી મારગ કરતા પગપાળા હટાણુ કરવા નીકળેલ લોકો પણ

ખરા આવી ધબકતી બજારમાં બપોરના ૧૨ થી ૩ વચ્ચે સાવ સોપો એક ચકલુ પણ ના

ફરકે. બધાજ દુકાનદારો દુકાનો બંધ કરી ઘેર જમવા જાય.

દલા શેઠનો દિકરાએ પણ ઘેર જવાની તૈયારી કરવા માંડી, ચોપડા બંધ કરતા બોલ્યો

બાપુજી વાર છૅ! બાપુજી સમજી ગયા દિકરાને વહુના હાથ ની ગરમ રોટલી ને રસ ખાવની

ઉતાવળ છૅ,બોલ્યા નટુ તુ તારે તારુ સ્કુટર લઇ જા હું રીક્ષા કરી તારી  પાછળ જ આવ્યો, રોજ તો

બાપુજી રીક્ષાના પૈસા બચાવવા નટુની પાછળ જ બેસી જતા.

નટુને તો એટલુ જ જોયતુ હતુ હજુ લગ્ન થયે ૧૫ દિવસ જ થયેલ , ઉષા બોટાદ આણુ

વળવા ગયેલ ગઇ કાલે જ તેના ભાઇ સાથે પાછી આવેલ . પણ બાપુજી જો જો મોડુ ના

કરતા મનુભાઇ તમારી વાટ જોતા બેઠા હસે, અરે બેટા તમે બેઉ શાળો બનેવી હાથ પગ

ધોઇ પાટલે બેસતા થાવ ત્યાં જ હું આવ્યો .

નટુ પેઢીના દાદારા ઉતરે ત્યાં જ સામે તેમના ગામના દરબાર દાદરો ચડતા મળ્યા

રામરામ દરબાર કેમ ખરા બપોરે આવવુ થયુ, શુંવાત કરુ નટુભાઇ ઘેરથી તો ટાઢા પોરનો

નીકળો છું ,પણ ગામડાની બસના કાંઇ ઠેકાણા છે! ઉપરથી આવતા મોડી પડી અને અહી

પુગતા પંક્ચર પડ્યું ,આ સરકાર ભાડા વધારે જાય વાહન તો જુના જ આપે એમાં બીચારા

હાંકનારા હું કરે એમાંય આપણુ ઝાલાવાડ તો સાવકુ જુઓને નર્મદાનુ પાણી હજુ પોગ્યુ

આપણા લગી !! આપણે તો હજુય મેહની વાટ જોવાની રઇ ,ડેમ છ્લકાય ને નહેરોમાં

પાણી વહેતુ થાય ને ખેતરોમાં પુગે . બાપુએ અંતરની વરાળ કાઢી ને નટુએ પણ વિવેક

પુરતો હોંકારો પુર્યો, હા બાપુ વાત તમારી હાવ હાચી ને દરબારને સારુ લગાડવા પુછ્યુ

બાપુ આપને ખાસ કામ હોય તો હું પાછો ફરુ? ના ના ભાઇ તમતારે રોટલા ભેળા થાવ

વહુ રાહ જોતા હશે .દરબારનો અને દલાશેઠનો સબંધ વર્ષો જુનો બે દિકરીઓના લગ્નનો

ખર્ચો અને વહુના દાગીના લુગડાના ખર્ચા દલાશેઠ્ની પેઢીથી વ્યાજે ઉપાડેલ પૈસે જ પાર

પાડેલ ,ઉપરથી ત્રણ વર્ષ કપાસના પાકમા નબળા ઉતર્યા એટલે દરબાર ખરેખરી ભીડમાં

નટુ તો રામરામ કરી દાદરા ઉતર્યો , ને દરબાર દાદરા ચઢ્યા,ચઢતા વેંત રામરામ કરી

બોલ્યા શેઠ આજતો હિસાબ ચૂકતે કરવા આવ્યો છું ,શેઠ બોલ્યા આવો આવો બેસો

આપણી ક્યા ના જ છે ચોપડા હ્જુ ખુલ્લા જ છે ,શેઠ તુ જાણે ને તારા ચોપડા આજે તો

હિસાબ ચૂક્તે એટલે ચૂકતે શેઠને મનમાં અજુગતુ લાગ્યુ આજ દરબાર આમ કેમ બોલે છે!

તોય વાણિયાની મીઠાસથી બોલ્યા અરે બાપુ આ દલો શેઠ બેઠો છે ત્યાં લગી તમતમારે

બે ફિકર પણ ચોપડા તો બોલે જ .શેઠ મારે તો કાળા અક્ષર ભેંસ બરાબર આજતો તારા

ચોપડા બોલતા બંધ કરવા પડશે, નહિતર આજે બેઉ હારે બાથભીડી નાહી નાખીએ,

શેઠ કંઇ સમજવાનો પ્રયત્ન કરે ત્યાં તો દરબારે હાથમાં જાલેલ ડબ્બો શેઠ પર ઊંધો

વાળ્યો ને લાઇટરની ચાંપ દાબી શેઠને બાથ ભીડી ને ઢસડ્યા દાદરા નીચે બજાર વચ્ચે

સુમસામ બપોરે ભડકો જોઇ માથા પરનો સુરજ પણ ઝાંખો પડ્યો.

પોલિસ આવી પંચનામુ કરવા -પંચનામુ કોનુ કરે!? જ્યાં ચકલુય ફરકતુ ના હોય

સામે દુકાનના ખૂણે ઝાડ નીચે બે લારી વાળાને વિશ્રામ કરતા જોયા પોલિસ તેના તરફ

વળે છે ત્યાં તો એમબ્યુલન્સ પણ આવી પહોંચી અને પંચનામા વગર જ મ્રુત દેહો

સરકારી ઈસ્પીતાલ ભેગા થયા. આ બાજુ ધીરે ધીરે બધી દુકાનો ખુલવા માંડી

અંદરોઅંદર ચર્ચા થવા લાગી કોઇ કહે બજારમાં હડતાલ પાડીયે તો કોઇ ડરપોક

બોલ્યુ ના ના દરબાર સાથે વેર થાય? આપણને ના પોષાય, ત્યાં તો છાપાના ફેરિયાનો

અવાજ સંભળયો વાંચો લોકવાણીની  વધારાની પૂર્તિ, વાણિયા વેપારીને દરબારનુ

ભરબપોરે બજાર વચ્ચે અગ્નિ સ્નાન.

Comments (4)
Sat 24 Apr 2010
ભક્તિ
Filed under: આધ્યાત્મિક ચિન્તન — indirashah @ 10:18 pm

હિમચ્છાદિત હિમાલય

દ્રવિત થાય પિગળે

ગંગાની ધારા વહે વેગે

પારકાના દુઃખ જોઇ

મન થાય દ્રવિત

અશ્રુ ધારા રોકી ન રોકાય

ભક્તની ભક્તિ દેખાય

ગંગા વહેતી જાય તળેટીએ

ભક્ત નમતો જાય સરલ ભાવે

ભગવાનનો દાસ પહોંચે દ્વારે

દ્વારે ભીડ ઘણી ધક્કા મુક્કી

ઉભો રહ્યો દ્વારે મન શાંત કરી

મનની શીતલતા લાવી પ્રભુ  ઝાંખી

ધક્કા મુક્કી કરી ઉભો મુર્તી સમક્ષ

દેખાય ત્યાં અંકલ સેમ

વિચાર ચગડોળે ચડે મન

છેતરુ અંકલ સેમ બચાવુ ટેક્ષ

નિર્મલ મન પામે પ્રભુ દર્શન

કપટી મન નીકટ છતા રહે વિહીન

હોય જો મનમા ભાવ મધુર

થય જાય પ્રભુ દર્શન સુંદર

Comments (1)
Thu 22 Apr 2010
યાત્રા
Filed under: વિચાર — indirashah @ 12:01 am

ગુરુ એન્જીન, પ્રથમ ડબ્બો બુધ્ધિ

દ્વિતીય ડબ્બો બનશે મન,

ડબ્બાઓ બનશે ઇન્દ્રિયોના

શરીર બનશે ગાર્ડનો ડબ્બો

હર હંમેશ લીલી જંડી ફરકાવશે

અને દોડાવશે ડબ્બાઓ ગુરુ સાથે

યાત્રા સતસંગ સાથે

સતસંગ યાત્રા પહોંચાડશે

તુરીય પદ ધ્યાને

ધ્યાન લીન મન બુધ્ધિ

રહેશે નિત્ય આનંદે

Comments (2)
54 queries. 0.279 seconds. Powered by Gujarati Sahitya Sarita
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.