જ્ઞાનનો દીપક હજુ ન પ્રજ્વલિત થયો
જીંદગી આખી પ્રયત્નો કરતો રહ્યો
ભક્તિ પાત્ર હાથે ધરી કથા સુણતો રહ્યો
વૈરાગ્ય રૂપી તેલની ખામી જણાય
તેલપૂરી દીપક પ્રજ્વલિત થયો જ્યારે
લોભ મોહ વાસના તણા પવન ફુંકાયા ભારે
દીપક ડગમગે સ્થિર ન રહેતો સદાય
ડગમગતા દીપકને સ્થિર થવા સદાય
ગુરુ રૂપી ચીમનીનુ ઢાંકણ મળ્યુ જ્યારે
જ્ઞાન રૂપી દીપક સ્થિર થયો ત્યારે
ગણેશજીનો ફોટો સરસ છે..
અને આ રચના પણ..
Comment by "માનવ" — June 12, 2010 @ 11:24 pm
Very nicely said about “Deepak”. I really like it
visit http://www.pravinash.wordpress.com
Comment by pravina Avinash — June 13, 2010 @ 5:41 am
ગુરુ રુપી ચિમનીનુ ઢાંક્ણ મળ્યુ જ્યારે,
જ્ઞાનરુપી દીપક સ્થિર થયો ત્યારે.
સુન્દર રચના.
Comment by hemapatel — June 13, 2010 @ 7:52 am
ગુરુ રૂપી ચીમનીનુ ઢાંકણ મળ્યુ જ્યારે
જ્ઞાન રૂપી દીપક સ્થિર થયો ત્યારે….સત્ય છે
સુંદર રચના…
Comment by વિશ્વદીપ બારડ — June 13, 2010 @ 9:15 am