
ભૂલ થઇ જરાક દુઃખ શાને!
ઘવાયો ગર્વ દુઃખ શાને!!
ભૂતકાળની ભૂરી છાયા
અટપટુ ભાવિ દુઃખ શાને!!
ભૂત ભાવિ આશ નિરાશા
માણુ ના આજ દુઃખ શાને!!
સાથી સફરમાં અનેક
ભૂલી ગયા સહુ દુઃખ શાને!!
સ્વયં લીધા નિર્ણય, ભલે
ના માની સલાહ દુઃખ શાને!!
તારી છબી બંધ નેત્રે નિહાળી
પુષ્પ વર્ષા આ હા.. દુઃખ શાને!!
દુઃખ સુખ વધાવ્યા સમજી
પ્રસાદ વિભુનો દુઃખ શાને!!

સ્મરણ રહ્યુ ,વરસ વહ્યા અગિયાર
ના ભૂલાય ,ગોઝારો દિન નવ અગિયાર
આભને આંબતી બે ઇમારતો મગરૂર
ભૂમિએ પડી પળમાં થઇ ભંગાર
વિકારી જુજ માનવે મચાવ્યો કાળો કેર
ખુદ મરી ,લીધા સાથ સેંકડો બેકસુર
ઇશુ કૃષ્ણ અલ્લાહ, કરે જોઇ વિચાર!
હળાહળ કળિયુગ ,ભૂલ્યા તુજ બાળ સંસ્કાર
પાર્થુ વિભુ ,નમાવી શીશ આજ તુજ દ્વાર
વહાવ અમીઝરા,હટાવ વેર ઝેર વિકાર
જીંદગી સફર સ્પર્ધા
સ્પર્ધા જગાડે ઇર્ષા
હોડે ઇર્ષા સ્પર્ધા
ઉપાડે ગર્વના ભારા
સ્પર્ધા ઇર્ષા સ્પર્ધા
સંસ્કાર સિધ્ધાંત આધારે
કર્મ કરીશ હર ક્ષેત્રે
સ્થિર દૃષ્ટિ પ્રયાસ ધ્યેયે
વાવીશ પામીશ ન્યાયે
ભૂલાશે ઇર્ષા સ્પર્ધા
કર્યા ઇશ્વરાર્પણ સર્વે
ભૂત વર્તમાન હિસાબે
ફળ પામ્યા સહુ પ્રેમે
સ્વીકાર્યા હર્ષિત સ્નેહે
નષ્ટ ઇર્ષા સ્પર્ધા
Rate this:
i
1 Vote

April 16, 2012 Posted by ઇન્દુ શાહ | આધ્યાત્મિક ચિંતન| 1 Comment | સંપાદન કરો

જીંદગીમાં અડચણૉ અથડામણો સહી
કદીક ફૂલહાર કદીક કાંટા સહ્યા
આવી ઊભા તુજદ્વાર
દુશ્મનોની અવહેલના ઇર્ષા લીધી સહી
સ્વજનોએ મુખ મરોડ્યા સ્વીકાર્યું હસી
આવી ઊભાતુજ દ્વાર
જાણીતા બની અજાણ્યા રહ્યા ઊભા
અજાણ્યા દોડ્યા હર્ષે મિલાવ્યા ખભા
આવી ઊભા તુજ દ્વાર
સારા નરસાની ચર્ચા મુકી પડતી
દેશના સમતાના સહારે લીધું જીવી
આવી ઊભા તુજ દ્વાર
રાહ આજ બદલ્યો કેમ!નિત્યનો રાહી!?
ના પૂછ સવાલ અપનાવ બાહુ પ્રસરાવી
આવી ઊભા તુજ દ્વાર

હું શોધ કરુ છુપાયેલ મુજને
ક્યાં છે ક્યાં છે શોધીસ ક્યારે
રોમ રોમ ગુંજન કરી પુકારે
શોધ કર શોધ કર ક્યાં છે ૧
સુમતિની કોદાળી લઇ કરે
વિશ્વાસના હાથા વડે
સમર્પણ સમજણ નેત્રો સાથે
ખળ ખળ વહેતા જળના પ્રવાહે
શોધ કર, શોધ કર ક્યાં છે ૨
ભટકેલ ભમતી રખડતી ભવનમાં
ભારે દબાતી અથડાતી વમળમાં
શોધ કરી જંપીશ નહીં છોડુ આશા
જંપલાવીશ ડુબુ ભલે ઉંડાણમાં
શોધ કર, શોધ કર ક્યાં છે ૩
પ્રકાશિત થાય વિજળીના જબકારે
ગીતો અંતરના તારે ગુંજી ઉઠે
હું કોણ નાચુ ગાઉં મળ્યુ મને
ઓળખુ આજ મુજમા તુજને
શૉધ કર શોધ કર મળશે ૪

અસમર્થ સુખ શય્યાની ગોદમાં
જીંદગી નિરર્થક બની જશે
ફૂલોની શય્યા ન હશે
કાંટાળી શય્યા સહન થશે
રક્ત કણો તુજ સંગમાં
ગુલાબ શય્યા બની જશે
દુઃખ દર્દની સમર્થ શય્યામાં
જીંદગી અર્થાનુસરી બનશે
ઉતારે સુ પ્રભાતે સૂર્યના ઓજસ થકી
સંધ્યાએ ઉતારે ચન્દ્ર્નો પ્રકાશ અર્પી
પ્રભુ ઉતારે નિયમિત આરતી વિશ્વની
જડ ચેતન સર્વને પ્રકાશિત કરી ૧
દિલના દીવડા ભરી ઓજસ આરતી
ઉતારે માનવ દુઃખી દરિદ્ર નારાયણની
મંદિરે પાષાણ મૂર્તિ સજીવન બની
ઘંટારવ નાદ પુરોહિતના છોડી ૨
માનવ હ્રુદયે વિભુ પ્રસન્ન બની
પ્રવેશી શ્રદ્ધા સંતોષનું તેલ પૂરી
આશિષ અર્પી સદા ઉતાર આરતી
દુ;ખી દરિદ્ર નારાયણ અલતાર તણી ૩

શિયાળાની શુષ્ક સવાર પડી
આદિત્ય નારાયણે આળસ મરડી
સપ્તરંગી ઘોડાની સજી સવારી
ધુંધળા આભ અટપટા મહીં
માર્ગે વાદળો રૂપેરી મઢી
રસ્તો ધપાવી ઓજસે ભરી
રૂપેરી ઓજસથી ભરી ઓશરી
ઉલેચી અંધકાર દૂર ફગાવી
આદિત્યના શુદ્ધ રજત ઓજસ થકી
ઓરડા મનના પ્રફુલ્લિત પ્રકાશે ભરી
શિયાળાની શુષ્ક સવાર પડી
ૐ કાર ૐ કાર ૐ કાર
મન ધ્યાન ધર ૐ કાર
ૐ કાર મંત્ર આદિ
ૐ કાર પ્રણવ અનાદિ………….મન ધ્યાન ધર ૐ કાર
ૐ કાર શ્વાસ
ૐ કાર પ્રાણ
ૐ કાર જીવન
ૐ કાર વરદાન………….મન ધ્યાન ધર ૐ કાર
ૐ કાર અ ઉ મ
ૐ કાર તન મન બ્રહ્મ
ૐ કાર સ્થિતિ ત્રણ
જાગૃત સ્વપ્ન સુષુપ્ત…………..મન ધ્યાન ધર ૐ કાર
ૐ કાર દેવાધિદેવ
ૐ કાર શિવ મહાદેવ
ૐ કાર નિત્ય અનંત
ૐ કાર સત્ ચિત આનંદ…………મન ધ્યાન ધર ૐ કાર
ૐ કાર ધ્વનિ માર્ગમાં
ૐ કાર નાદ ગગનમાં
ૐ કાર ત્રણે ભુવનમાં
ૐ કાર બ્રહ્મનાદ જીવનમાં………..મન ધ્યાન ધર ૐ કાર
ૐ કાર અતિ પાવન
ૐ કાર મન ભાવન
ૐ કાર નિત્ય સુમિરન
ૐ કાર ધ્યાન પરમ…………..મન ધ્યાન ધર ૐ કાર

વિષયોની વર્ષા વરસે
સત્સંગની છત્રી પાસે
સુખની ઝરમર વરસે
કે દુઃખની ઝડી ભારે….સત્સંગની છત્રી પાસે
કાગડો થઇ ના ઉડે
સુખમાં નહિ બહેકે
દુઃખ ભયમાં ન ધકેલે….સત્સંગ છત્રી પાસે
સત્સંગ છત્રી બચાવે
સુખ દુઃખને સ્વીકારે
અહંકાર ન ઉદભવે
સદા આનંદમાં રહે…..સત્સંગની છત્રી પાસે

વાસના રૂપ રસનાના પ્રલોભન
ક્ષણે ક્ષણે થાય વિચલિત મન
પહોંચી ન શકે ધારેલ ધ્યેયે મન
સંકલ્પ દૃઢ કરી દોડશે કદમ
તારુ ધ્યેય સિદ્ધ કરીશ મન
એક્ય
ભગવાન છુપાયા યોગ માયાના પરદે
જીવ ખોવાયો જગત માયાના પરદે
બેઉ ઊઠાવે પરદો જ્યારે
જીવ બ્રહ્મ થાય એક ત્યારે

મનનો ઘટ ભારી ભાર લઈ ફરે
મન ભારી તન ભારી જગ ભારી ભાસે
મુર્ખ મન થોથા ભારી વાંચ્યા કરે
ટી વી ચેનલ ફ્લીપ કરે કંઇ ન વળે
મેલ જગ આખાના રાખે ભરે
હજાર પ્રશ્નો મનમાં ઉઠ્યા કરે
ઘટ ભારી સંસાર સાગરે ડુબે
અંતીમ ક્ષણે વાસનાના ભાર સાથે
ચોરાશી લાખ ફેરા ફર્યા કરે
શુભ ઘડીએ ઘટ ખાલી થયો જ્યારે
ચિંતા છોડી ઘટ ભરવાની ફરી
હલકો ફૂલ સંસાર સાગર તર્યો ત્યારે

નથી તેને પામવું કેમ
છે તેને સાચવવું કેમ
મનની ભયંકર બે વ્યથા
નથી તે મેળવવા મથે
લે વેંચ શેર બજારે કરે
દુન્વયી રેસનો ભોગ બને
મનની ભયંકર બે વ્યથા
ચંચળ મન રાહ ન જોઇ શકે
મળ્યુ જે સાચવી ન જાણે
બુલ બેર માર્કેટની રમત રમે
મનની ભયંકર બે વ્યથા
અશાંતિ મનનો કબજો કરે
બોજો બેરનો કદીક વધે
બુલના ભારે અભિમાન કરે
મનની ભયંકરબે વ્યથા
પામ્યું ઇશ્વર કૃપા શુભ દિને
ભેટ્યા સદગુરુ સત્સંગે
ગુરુએ ચિંધેલ સત્માર્ગે
ઠાલવ્યો ભાર પ્રભુ ચરણે
હળવુ મન ભુલ્યુ વ્યથા
તન મન ધન અર્પણ કરે
સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે
ફરકે કદી ન મન સમીપ વ્યથા

મેહુલો ગાજ્યો ગરજ્યો
વિજળીના ઝબકારા ચમકારા
વરસ્યો નહિં ક્યાં ભાગ્યો
રિસાયો રાખી અમને કોરા ૧
દ્રવિત હ્રુદયે વહેતી અશ્રુ ધારે
મલ્હાર ગુંજી ઉઠ્યો નભદ્વારે
મન મુકી વરસ્યો ભીંજવ્યા પ્યારે
છલકાયા નદી નાળા સરોવર ૨
કોના કોપે ગાંડોતુર મેઘ વિફર્યો
ડેમના દ્વાર બંધનો તોડ્યા
ધરણીના ખુણે ખુણા ધોયા
પાપના ભારા ને પ્રદુષણો ધોયા ૩
પૃથિવી ભાર હળવો થતા હર્ષાતી
સ્વાર્થી માનવને સમજાવતી
માને પિડીત પ્રદુષણ પાપથી કરીશ
પ્રલયકાળને આમંત્રણ આપીશ
વિનાસ ખુદ સંગે જગનો કરીશ ૪
ભાવનાના સાગરે ઉદભવે અભાવ
પ્રાપ્તિએ પ્રગટતો પ્રભાવ
જ્ઞાન ન જાણે અભાવ પ્રભાવ
બસ જાણે ભાવ
ભગવાન સત્ હું સત્
ભગવાન ચિન્મય હું ચિન્મય
ભગવાન આનંદ હું આનંદ
બ્રહ્મમાં થયો લીન જીવ