ૐ કાર ૐ કાર ૐ કાર
મન ધ્યાન ધર ૐ કાર
ૐ કાર મંત્ર આદિ
ૐ કાર પ્રણવ અનાદિ………….મન ધ્યાન ધર ૐ કાર
ૐ કાર શ્વાસ
ૐ કાર પ્રાણ
ૐ કાર જીવન
ૐ કાર વરદાન………….મન ધ્યાન ધર ૐ કાર
ૐ કાર અ ઉ મ
ૐ કાર તન મન બ્રહ્મ
ૐ કાર સ્થિતિ ત્રણ
જાગૃત સ્વપ્ન સુષુપ્ત…………..મન ધ્યાન ધર ૐ કાર
ૐ કાર દેવાધિદેવ
ૐ કાર શિવ મહાદેવ
ૐ કાર નિત્ય અનંત
ૐ કાર સત્ ચિત આનંદ…………મન ધ્યાન ધર ૐ કાર
ૐ કાર ધ્વનિ માર્ગમાં
ૐ કાર નાદ ગગનમાં
ૐ કાર ત્રણે ભુવનમાં
ૐ કાર બ્રહ્મનાદ જીવનમાં………..મન ધ્યાન ધર ૐ કાર
ૐ કાર અતિ પાવન
ૐ કાર મન ભાવન
ૐ કાર નિત્ય સુમિરન
ૐ કાર ધ્યાન પરમ…………..મન ધ્યાન ધર ૐ કાર
બહુજ સરસ ઈન્દુબેન, ૐ માં જ સારૂ બર્હ્માડ સમાએલુ છે .
Comment by hemapatel — January 19, 2011 @ 12:39 pm
ૐ કાર ધ્યાન પરમ…………..મન ધ્યાન ધર ૐ કાર
PRANAV is tha first word of shrushti
Comment by pravina Kadakia — January 19, 2011 @ 2:03 pm
ૐ નામ સર્વોત્તમ ઈશ્વરનું, વેદ સકળનું સત્ય તત્વ એ, अउम् ત્રણ અક્ષરનું…ૐ…
વિરાટ અગ્નિ વિશ્વ अ કારે, હિરણ્ય ગર્ભ ને વાયુ उ કારે, ઈશ્વર આદિત્ય પ્રાજ્ઞ म् કારે, સત્ચિત્ આનંદનું…ૐ…
પ્રાણ તણો આધાર ખરો ભૂઃ, અપાન સુખરૂપ ભૂવઃ સ્વયંભૂ, સ્વઃ વ્યાન વ્યાપક સર્વેમાં, વ્યાન વ્યાહ્વતિ પદનું…ૐ…
જગના ધારક જનક દેવનું, ધ્યાન યોગ તે શુદ્ધ સ્વરૂપનું, ધારણ કરીએ અમે લોક સહુ, યોગ ચિત્તથી હરનું…ૐ…
જેથી પ્રેરે બુદ્ધિ હમારી, શ્રેષ્ઠ ધર્મ કર્મોમાં વાળી, ધર્મ અર્થ શુભ કામ મોક્ષદા, પદ તે છે શંકરનું…ૐ…
કાંતિલાલ પરમાર
હીચીન
Comment by Kantilal Parmar — September 19, 2011 @ 11:04 am