
શરીર રૂપી રથ લઇ નીકળી
દસ ઘોડાઓ સુશોભિત શણગારી
નેત્રો પર પચરંગી ડાબલા ભારી
મન બુધ્ધિ ના પાડ્યા કરે
ન જોવાનુ જોયા કરે
રથ દોરાય આડે અવળે
કાન કદિક શાણા થઇ સાંભળે
વાસના પડળ મન પર પડેલ
સાંભળ્યુ ન સાંભળ્યુ કરે
બુધ્ધિ વિચાર કર્યા કરે
રથ ચાલે ના સિધે રસ્તે
અથડાતો ઘવાતો ફેરા ફર્યા કરે
મુક્ત ન થાય, આધિન વાસનાને
કૃપા વરસી જ્યારે ઉદાર હસ્તે
અંતઃકરણ વિચાર કરે વિવેકે
રથ દોરાયો સત્ સંગ સત્કર્મે
પડળો વાસનાના ખર્યા ત્યારે
રથ યાત્રા પુરી કરી શુભ દિને

માનવ મર્યાદામાં ના રહે
અધર્મ હિંસા અત્યાચાર આચરે
પૃથિવી બિચારી ધૃજે પાપાચારે
ભગવાન વિષ્ણુ શેષ શય્યા પરથી જાગે
પ્રલય કાળ મનવંતરનો અંત લાવે ૧
સપ્તૠષિઓ આવ્યા દ્વારે અંતિમ દર્શને
વિષ્ણુ ભગવાન પ્રસન્ન વદને
વેદોના રક્ષણ કાજે આશીર્વચન અર્પે
સપ્તૠષિઓ વિદાય લે નત મસ્તકે ૨
સ્વાર્થી ઇન્દ્ર,દેવતાઓ યાચના સ્વરક્ષણની કરે
અધર્મ આવી વિલાસી ઇન્દ્રને પાપાચાર યાદ કરાવે
સાક્ષી પ્રભુ બે પાપીઓના વાદ વિવાદ જોયા કરે
અંતે સમજાવ્યા પ્રલય કાળે સર્વ નાશ થઇ રહે ૩
દેવર્ષિ નારદ ચિંતીત મને આવી પ્રશ્ન કરે
પ્રભુ દૈત્ય દાનવો પાસેથી વેદોની કોણ રક્ષા કરે?
પ્રભુ દેવર્ષિ નારદની શંકાનુ સમાધાન કરે
યુગે યુગે ભિન્ન અવતાર ધારણ કરી
આવીશ સત્ય ધર્મના ઉત્થાન અર્થે ૪
આજે જન્માષ્ટમીની સુ પ્રભાતે
વિચારુ ઠેર ઠેર આંતકવાદીઓ કાં જન્મે!
દૈત્ય દાનવો કરતા પણ વિકરાળ ભાસે
કંઇક નિર્દોષી સત કર્મીઓના પ્રાણ હરે ૫
તું શું હજુ શેષ શય્યાપરથી નહિ જાગે!!
તે ગીતામાં કહ્યુ
ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે
આજ પાર્થુ હું, શેષ શય્યા તુ છોડે
અવતરે કળિયુગના વાસુદેવ દેવકી ગૃહે ૬

આનંદ ઇચ્છતો ફરે
ઠોકરો ખાધા કરે પ્રેય માર્ગે
આનંદ ક્ષણિક ભર મળે
આનંદે મોહિત થઇ ફરે ૧
ઇર્ષાની જ્વાળા લપટાય જ્યારે
ભસ્મિભુત આનંદ શુ કરે!!
મનમા ષટશત્રુ ભરાયા કરે
મનના મેલની રાખ કોણ કરે!! ૨
અરણીના ટુકડા લગાતાર ઘસાય
તણખા ઝરે પ્રકાશ ફેલાય
અરણી અટકી અટકી ઘસાય
અરણીના કટકા થઇ જાય ૩
મન શ્રેય માર્ગ અપનાવે
નિરંતર ઇશ્વર સ્મરણ કરે
લગાતાર ભક્તિરુપી અરણી ઘસે
જ્ઞાન વૈરાગ્ય પ્રગટ થશે ૪
ઇશ્વર સન્મુખ દૃષ્ટિ ફરશે
માયા બિચારી હારીં જશે
પ્રેય માર્ગ છુટી જશે
શ્રેય માર્ગે પ્રગતિ થશે ૫
ઇન્દ્રિયો દ્વારા સિગ્નલો મળતા રહે
મન ફક્ત રડારનુ કામ કરે
સિગ્નલો અવિરત આવતા રહે
સિગ્નલોનુ એડીટીંગ થતુ રહે
ચિત્ત પર ભુતકાળની મહોર છે પડી
ચિત્ત ફરી ફરી વિચાર કરે
દ્વિધા દુર થતી નથી
અહંકારનો પહાડ નડ્યા કરે
રાવણ શીવ ભક્ત વેદ અભ્યાસી
અહંકારનો પહાડ હટ્યો નહિ
મન બુદ્ધિ બિચા્રા ગયા ઝુકી
અહંકાર સુવર્ણ લંકાને દોરી રહ્યો
રડતી મંદોદરીની વિનંતિ ઠુકરાવી રહ્યો
બુદ્ધિ સર્વનાશ થતો જોઇ રહી
અંતે બ્રહ્મ સમીપ બ્રહ્મ અંશ હારી ગયો
દયાળુ બ્રહ્મે અસીમ દયા કરી
મુક્ત સર્વ પાપોથી દીધો કરી
 |
જીવનની ઉણપ પૂર્ણ કરવા
શોધો પૂર્તિ સમાજમા
સંતાનોની ખોટ પૂરવા
માતૃત્વ પિતૃત્વ મેળવવા
દ્વાર ખોલો અનાથ આશ્ર્મના
બનાવો સેંકડો અનાથોને પોતાના
માતા પિતા બાળપણમા ગુમાવ્યા
વૃધ્ધા આશ્રમે સેંકડો માતાપિતા
ઝંખતા સંતાનોની સેવા
બની સંતાન તેના કરો સેવા
અન્યોઅન્યના અભાવ પૂરાતા
બન્ને પક્ષ માણે પૂર્ણતા
જીવન બની જાય સંપૂર્ણ
સમાજ બની જાય સંમૃધ્ધ |
 |
કૈકયીએ રામને વનમાં રાખ્યા
ભરતજીએ રામને મનમાં રાખ્યા
હનુમાનજીએ રામને હૈયે રાખ્યા
સીતાજીએ રોમેરોમમાં રાખ્યા
લક્ષ્મણજીએ કર્તવ્યમાં રાખ્યા
માનવ રામને બુધ્ધિમાં રાખી જીવે
માતા પિતાની આજ્ઞા શિરે ધરે
ભાતૃપ્રેમ આદર મનમાં રહે
ગૃહેગૃહમાં ક્લેશ કંકાસ ન રહેતા
સંપ સુખ શાંતિ સમર્પણ સ્થપાય
રામ રાજ્ય સ્વપ્ન સાકાર બની જાય.

મારો આત્મા તારો આત્મા
મારુ હ્રુદય તારુ હ્રદય
મારુ મન તારુ મન
મારુ શરીર તારુ શરીર
આ સંવાદ આપણો વ્યર્થ
તુ શક્તિ હું શક્તિમાન
શક્તિ વગર શક્તિમાન પોકળ
શક્તિમાન વગર શક્તિ ફોગટ
હું તુ એક જ
એક આત્મા પૂર્ણ બ્ર્હ્મ.

જ્ઞાનનો દીપક હજુ ન પ્રજ્વલિત થયો
જીંદગી આખી પ્રયત્નો કરતો રહ્યો
ભક્તિ પાત્ર હાથે ધરી કથા સુણતો રહ્યો
વૈરાગ્ય રૂપી તેલની ખામી જણાય
તેલપૂરી દીપક પ્રજ્વલિત થયો જ્યારે
લોભ મોહ વાસના તણા પવન ફુંકાયા ભારે
દીપક ડગમગે સ્થિર ન રહેતો સદાય
ડગમગતા દીપકને સ્થિર થવા સદાય
ગુરુ રૂપી ચીમનીનુ ઢાંકણ મળ્યુ જ્યારે
જ્ઞાન રૂપી દીપક સ્થિર થયો ત્યારે
રૂપ ક્ષણ ક્ષણમાં બદલાતા રહે
માતા પિતાના પ્યારા પુત્ર પુત્રી
પુખ્ત વયે બને કોયના પતિ પત્નિ
વળી રૂપ જાય બદલાય
પોતે માતા પિતા બની જાય
ઓફિસમાં એમ્પલોયી-મેનેજર
ઘેર આવે બની જાય નોકર ચાકર
વનમાં(૫૦-૫૫) પ્રવેશે બને સાસુ સસુર
સાંઠે પોંહચ્યા બન્યા દાદા દાદી
જીવનના તખ્તા પર રૂપ બદલાતા રહ્યા
વિવિધ પાઠ ભજવાતા રહ્યા
રૂપની સ્મૃતિ છે સર્વને
સ્વરૂપની કદી ન થઈ જાણ
રૂપની વેષભૂષામાં સ્વરૂપ રહ્યુ અજાણ
શ
શરીર ઇન્દ્રિય જીવ, કર્મ કરી જાણે
મન જ કર્મ અને મોક્ષનુ બને કારણ
મન સાંભળી સમજી ચિંતન કરશે,
જ્યારે શાત્રાર્થ વિશ્વાસ દૃઢ બનશે
ત્યારે જ પ્રભુ અનુરાગ વધતો જશે,
સર્વ શક્તિમાન પ્રભુ બંદી બની હ્રદયે રહેશે.
દુર થાય જશે સર્વ તૃષ્ણાનો ભાર
હલકા ફુલ જેવા હૈયે હરહંમેશ
પ્રભુનો બની રહેશે સ્થીર નિવાસ.
ધાર્મિક ગ્રંથો એ કામધેનુ ગાય
ભક્તોની શ્રધા પહોંચે વક્તા સુધી
બની જાય કામધેનુનો ચારો
બોલાવે વક્તાને ભક્તો ભાવથી
વક્તા બની જાય ગોપાળ ગોવાળ
સુણાવે કથામૃત વ્યાસપીઠેથી
શ્રોતા સન્મુખ બેસી કરે જ્ઞાનામૃત પાન
વક્તા ખોલે ગ્રંથના ત્રણ મુખ્ય રૂપ
મહાલક્ષ્મી મહાસરસ્વતી મહાકાલિકા
મા મહાલક્ષ્મી પોષણ કરે વિશ્વનુ
કથા રૂપી મહાલક્ષ્મીનુ શ્રોતાઓએ પાન કર્યુ
શ્રોતાઓના મન બુધ્ધિ શરીરનુ પોષણ થયુ
મા સરસ્વતી શિક્ષા આપે બાળપણથી યુવાની સુધી
કથારૂપી મા સરસ્વતી શ્રોતા દ્વારા આપે શિખામણ પાઠથી
મા મહાકાલિકા કદીક ક્રોધે બાળકને દંડે
તો કદીક ચંડીકા બની બાળકને રક્ષે
કથામૃત વક્તા દ્વારા ચંડીકા રૂપે
દુર્ગુણો ભગાડી સુષુપ્ત સદગુણો જાગૃત કરે
નિરાશ હતાશ મનને આશા અર્પે
કિંકર્તવ્ય વિમૂઢ મનને સાચે માર્ગે દોરે
જીવનની બેટરીને રી ચાર્જ કરે
સંસાર રૂપી કોમપ્યુટરમાં અસંખ્ય વાયરસ
સંસારીના મન બુધ્ધિ આત્મા કલુસિત કરે
સદવિચાર સદગુણોમાં મલિનતા પ્રવેશ કરે
મન બુધ્ધિ જીવ આવી જાય પકડમાં
દોરી જાય જીવને દુષ્કર્મોમાં
કથા રૂપી મા ચંડીકા બની જાય
એન્ટીવાયરસ સોફ્ટવેર પ્રોગ્રામ
ફરી લાવી દે આનંદ ઉલ્લાસ જીવનમાં
એન્ટીવાયરસને અપડેટ કરતા રહો
કથામૃત સમયે સમયે સુણતા રહો

ત્યાગ, ત્યાગનુ સ્મરણ ભૂલે તે સાચો ત્યાગ
ત્યાગ કરેલ રાજપાટ, ભર્થુહરી ન ભૂલ્યો
શિવજીની પરીક્ષામાં ઉતિર્ણ ન થયો
સાચો ત્યાગ ગોપીએ કર્યો
ઉત્ત્મ ક્રિષ્ન પ્રેમ પામ્યો
પ્રેમમાં પ્રેમીની હારમાં જીત, ને જીતમાં હાર
પ્રેમીની જીત ન લાવે ક્દી મનમાં અભિમાન
હાર જીત પ્રેમીના નિકટ લાવે મન
પ્રેમમાં આદર બને અનાદર, અનાદર આદર
સ્વમાન અપમાન ,અને અપમાન બને સ્વમાન
તુકારો લાવે બેઉ હ્રુદયના આત્માનુ મિલન
પ્રેમ લાવે સંયોગમાં વિયોગ, વિયોગમાં સંયોગ
અને લાવે ભોગમાં યોગ, યોગમાં ભોગ
આવો પ્રેમ ઉપલબ્ધ થાય સર્વોચ્ચ ત્યાગથી
આવા પ્રેમની આત્મીયતાથી
જેમા ત્યાગ વિશે સ્મરણ ન કદી થાય
ગોપીઓનો કૃષ્ન પ્રતિ સર્વોચ્ચ અનુરાગ
લાવ્યો ઉચ્ચ કોટિનો ત્યાગ

હિમચ્છાદિત હિમાલય
દ્રવિત થાય પિગળે
ગંગાની ધારા વહે વેગે
પારકાના દુઃખ જોઇ
મન થાય દ્રવિત
અશ્રુ ધારા રોકી ન રોકાય
ભક્તની ભક્તિ દેખાય
ગંગા વહેતી જાય તળેટીએ
ભક્ત નમતો જાય સરલ ભાવે
ભગવાનનો દાસ પહોંચે દ્વારે
દ્વારે ભીડ ઘણી ધક્કા મુક્કી
ઉભો રહ્યો દ્વારે મન શાંત કરી
મનની શીતલતા લાવી પ્રભુ ઝાંખી
ધક્કા મુક્કી કરી ઉભો મુર્તી સમક્ષ
દેખાય ત્યાં અંકલ સેમ
વિચાર ચગડોળે ચડે મન
છેતરુ અંકલ સેમ બચાવુ ટેક્ષ
નિર્મલ મન પામે પ્રભુ દર્શન
કપટી મન નીકટ છતા રહે વિહીન
હોય જો મનમા ભાવ મધુર
થય જાય પ્રભુ દર્શન સુંદર
આંખ જ્યારે બોલવાનુ કામ કરે,
ઇશારાથી ઘણુ કહી જાય.
કાન સાંભળ્યુ ન સાંભ્ળ્યુ કરે
ઘર ઘરમાં શાંતિ પ્રસરે
જીભ બોલવાનુ બંધ કરે
મૌનથી ઘણુ કહી જાય.
નાક ટેરવુ ઊંચુ ન કરે
ફક્ત સુવાસ સુંઘ્યા કરે
ધ્રુણા પાત્ર કોઇ ન રહે.
હાથ મુંઠી ઉગામી હથિયાર હાથ ન ધરે
ફક્ત સુપાત્રે દાન દીધા કરે
સુંવાળો હાથ દુઃખી દીલે ફરતો રહે
વિશ્વ ભરમાં સુખ શાંતિનું સામ્રાજ્ય વ્યાપે.
પગ હોટેલ જુગાર ખાને ન ફરતા,
કુદરતની કમાલ માણતા ફ્રરે,
પ્રભુના દ્વાર ઢુંઢતા ફરે
આમ……………..
પ્રભુએ આપેલ પાચે ઇન્દ્રિયો
સાર્થક થયેલ દિશે.
.
પ્રેમ શું છે? પ્રેમ નામની વસ્તુ છે? છે જ નહિ, ફક્ત જુઠાણુ છે, જો તે સત્ય હોય તો હરહંમેશ અવિરત વહેતો જ રહે,
આવો પ્રેમ તે જ સર્વોચ્ચ પ્રેમ જે ઉદભવે છે હ્ર્દયના ઊંડાણથી કદી તેમા ભરતી ઓટ આવતા નથી.
બાકી દુન્વયી પ્રેમ તો સ્વાર્થી ચંચળ મનમાંથી ઊદભવેલ ,ઇન્દ્રિયોના સંતોષ ખાતર જન્મેલ,આ પ્રેમ ક્ષણિક પ્રેમ છે.
શાષ્વત સર્વોચ્ચ પ્રેમ તો ફક્ત ગોપી પ્રેમ, જેનો પ્રવાહ મીરા નરસી પ્રહલાદ જેવા ભક્તોએ સતત વ્હેંચ્યો,
આ પ્રેમ હરહંમેશ આનંદ આપનાર આ પ્રેમ તે જ ભગવાન.
LOVE IS GOD
અને છેલ્લે નાનુ હાયકુ કે કાવ્ય?કલમે આવ્યુ છે,તો લખુ છુ
દિવ્ય પ્રેમથી મળે પ્રસાદ
પ્રસાદ પરમ આનંદનો
ઇન્દ્રિય પ્રેમથી મળે વાસના
વાસનાની પકડથી ભીંસાઇ
અને સ્વાર્થી પ્રેમની પકડમાં પછડાય
પામે ખેદ અને વિસાદ.