શિયાળાની શુષ્ક સવાર પડી
આદિત્ય નારાયણે આળસ મરડી
સપ્તરંગી ઘોડાની સજી સવારી
ધુંધળા આભ અટપટા મહીં
માર્ગે વાદળો રૂપેરી મઢી
રસ્તો ધપાવી ઓજસે ભરી
રૂપેરી ઓજસથી ભરી ઓશરી
ઉલેચી અંધકાર દૂર ફગાવી
આદિત્યના શુદ્ધ રજત ઓજસ થકી
ઓરડા મનના પ્રફુલ્લિત પ્રકાશે ભરી
શિયાળાની શુષ્ક સવાર પડી
મનની ખુબ જ સ્પષ્ટ,સચોટ,આશાવાદી અભિવ્યક્તિ.
“ઓરડા મનના પ્રફુલ્લિત પ્રકાશે ભરી”
શિયાળાની શુષ્ક સવાર પડી..છેલ્લે ફરીથી પહેલી લીટી લખી દો.વધુ સુંદર બનશે.
Comment by Devika Dhruva — January 27, 2011 @ 2:59 pm
Good observation about “Cold Morning of winter.’
Comment by pravina Avinash — February 1, 2011 @ 5:04 pm