મેહુલો ગાજ્યો ગરજ્યો

વિજળીના ઝબકારા ચમકારા

વરસ્યો નહિં ક્યાં ભાગ્યો

રિસાયો રાખી અમને કોરા                                   ૧

દ્રવિત હ્રુદયે વહેતી અશ્રુ ધારે

મલ્હાર ગુંજી ઉઠ્યો નભદ્વારે

મન મુકી વરસ્યો ભીંજવ્યા પ્યારે

છલકાયા નદી નાળા સરોવર                             ૨

કોના કોપે ગાંડોતુર મેઘ વિફર્યો

ડેમના દ્વાર બંધનો તોડ્યા

ધરણીના ખુણે ખુણા ધોયા

પાપના ભારા ને પ્રદુષણો ધોયા                          ૩

પૃથિવી ભાર હળવો થતા હર્ષાતી

સ્વાર્થી માનવને સમજાવતી

માને પિડીત પ્રદુષણ પાપથી કરીશ

પ્રલયકાળને આમંત્રણ આપીશ

વિનાસ ખુદ સંગે જગનો કરીશ                                         ૪