જન્મ સાથે જ  જીવ શોધે સહારો

નવજાત શિશુને માની ગોદ સહારો

બેસતા ઉઠતા ખાતાપિતા શોધે સહારો

બાળપણ વિતે લઇ રમકડાનો સહારો

કૌમાર અવસ્થા મિત્રો શિક્ષકોનો સહારો

જન્મ સાથે જ જીવ શોધે સહારો                                     ૧

 યુવાનીમાં  પતિ -પત્નીનો સહારો

સંસાર વધ્યો એકમેકનો સહારો

મિત્રો સંબંધીઓનો વધે સહારો

પૈસા પ્રતિષ્ઠા માનનો સહારો

જન્મ સાથે જ જીવ શોધે સહારો                                    ૨

જીવન સંધ્યાએ છુટ્યો સહારો

પતિ- પત્ની એકમેકને જોઇ રહ્યા

હસ્તા ચાલ્યા બાહુ એકમેકના ઝાલ્યા

સપ્તરંગી સંધ્યાના રંગો નિહાળ્યા

જન્મ સાથે જ જીવ શોધે સહારો                                      ૩

મૌન અધરો ભેગા થયા

હસતા નયનો બોલી ઉઠ્યા

કદમ મિલાવી સાથ જીવીશું

લઇ સપ્તરંગી યાદોનો સહારો

જન્મ સાથે જ જીવ શોધે સહારો                                       ૪