બની કુમતિની સંગી વાણી

મંથરા  દાસીની જીભે ચડી

કાચા કાનની કૈકેયી ભરમાઈ

કુમતિ  દાસીનો સંગ કરી

બની કુમતિની સંગી વાણી                                       ૧

મંથરા કુબડી યુક્તિ ક્રરી

કરાવી યાદ બે વરની

વર્ષો પુરાણી વાત ઉખેડી

બની કુમતિની સંગી વાણી                                         ૨

પધાર્યા નૃપ માનિતીને મહેલે

માનીતિ રિસાઇ મુખ મરોડે

શૄંગાર ફેંકી ભુમી ગ્રસ્ત ક્રોધે 

બની કુમતિની સંગી વાણી                                             ૩

નૃપ યત્નો મનાવા કરે

માનિતી વચનો યાદ કરાવે

નૃપ યત્નો વ્યર્થ ઠરે

બની કુમતિની સંગી વાણી                                                  ૪

હઠાગ્રહી માનિતી ના સમજે

નૃપ રઘુકુલ રિતી અનુસરે

પુર્ણ વચને પ્રાણ ત્યાગે

બની કુમતિની સંગી વાણી                                                 ૫

વાણી  શું નું શું શકે કરી

બુધ્ધિમાન કૈકેયીના હ્રદયે વસી

વિપત્તિના વાદળો લાવી

અયોધ્યા નગરી ધ્રુસકે ચડી

મા સરસ્વતી દ્રવી ઉઠી

બની કુમતિની સંગી વાણી                                                          ૬