આજે પ્રેમ કેવો
સ્વાર્થનો સગો
સ્વાર્થી પ્રેમમા પડ્યા
સ્વાર્થ સાધે તે પ્રેમ કેવો?
પ્રેમની પરિભાષા શોધુ ૧
પ્રેમમા આવે ભરતી
તો કદિ આવે ઓટ
માત્રા વધતી ઘટતી
અરે પ્રેમના હોઇ માપ તોલ?
પ્રેમની પરિભાષા શોધુ ૨
ચાહુ ગુણ કીર્તિ પદ ધન
લોલુપતા પડાવવાની એક દિન
ટક્યા નહિ ગુણ પદ કીર્તિ ધન
પ્રેમ ક્ષણમા થયો વિલીન!!!
પ્રેમની પરિભાષા શોધુ ૩
પ્રેમ
સૌ ચેતન હૈયે એક સરખો
નિરંતર પશુ પક્ષી માનવમા વહેતો
ઉસ્તુક્તાથી સહજ ભાવે પ્રગટતો
અશ્રુ ધારામા વહેતો
પ્રેમ સભર હાસ્ય શક્તિથી લુછાતો
પ્રાપ્ત થાય પ્રેમની પરિભાષા. ૪
પ્રેમ વિષે આપે લખ્યુ છે, પણ સમજી શકાયુ નથી, કે આપ શું અને શામાટે કહેવા માગો છો…!
Comment by સુરેશ.મ.શેઠ — September 26, 2010 @ 2:33 am
જ્યા સ્વાર્થ્નુ સ્થાન હોય ત્યા પ્રેમ ટકતો નથી..એને પ્રેમ કેમ કહેવાય…?
સુંદર વાત લઈને આવ્યા છૉ..
Comment by vishwadeep — October 5, 2010 @ 9:16 am