શરીર રૂપી રથ લઇ નીકળી

દસ ઘોડાઓ સુશોભિત શણગારી

નેત્રો પર પચરંગી ડાબલા ભારી

મન બુધ્ધિ ના પાડ્યા કરે

ન જોવાનુ જોયા કરે

રથ દોરાય આડે અવળે

કાન કદિક શાણા થઇ સાંભળે

વાસના પડળ મન પર પડેલ

સાંભળ્યુ ન સાંભળ્યુ કરે

બુધ્ધિ વિચાર કર્યા કરે

રથ ચાલે ના સિધે રસ્તે

અથડાતો ઘવાતો ફેરા ફર્યા કરે

મુક્ત ન થાય, આધિન વાસનાને

કૃપા વરસી જ્યારે ઉદાર હસ્તે

અંતઃકરણ વિચાર કરે વિવેકે

રથ દોરાયો સત્ સંગ સત્કર્મે

પડળો વાસનાના ખર્યા ત્યારે

રથ યાત્રા પુરી કરી શુભ દિને