આજે પ્રેમ કેવો
સ્વાર્થનો સગો
સ્વાર્થી પ્રેમમા પડ્યા
સ્વાર્થ સાધે તે પ્રેમ કેવો?
પ્રેમની પરિભાષા શોધુ ૧
પ્રેમમા આવે ભરતી
તો કદિ આવે ઓટ
માત્રા વધતી ઘટતી
અરે પ્રેમના હોઇ માપ તોલ?
પ્રેમની પરિભાષા શોધુ ૨
ચાહુ ગુણ કીર્તિ પદ ધન
લોલુપતા પડાવવાની એક દિન
ટક્યા નહિ ગુણ પદ કીર્તિ ધન
પ્રેમ ક્ષણમા થયો વિલીન!!!
પ્રેમની પરિભાષા શોધુ ૩
પ્રેમ
સૌ ચેતન હૈયે એક સરખો
નિરંતર પશુ પક્ષી માનવમા વહેતો
ઉસ્તુક્તાથી સહજ ભાવે પ્રગટતો
અશ્રુ ધારામા વહેતો
પ્રેમ સભર હાસ્ય શક્તિથી લુછાતો
પ્રાપ્ત થાય પ્રેમની પરિભાષા. ૪