જીંદગી                                        

જીંદગી છે સરસ

છીપતી નથી તરસ

બન્નેમાં છુપાયેલ રસ

છ્તા બની જાય નિરસ 

  સ્વીકાર 

ભાગે દુર ન ગમતાથી

અણગમતુ પીછો કરી પકડે

નગમતાનો કર્યો સ્વીકાર

ગમતુ શૉધવુ ન પડે

         સ્મરણ

બુદ્ધિ ન કરી શકે સ્મરણ

બુદ્ધિ કરે વાદ વિવાદ ખંડન

સહજ ભાવે ભાવના ઉતપન્ન

નિરંતર રહે મનમાં સ્મરણ

            સામર્થ્ય

સમર્થ કરે સામર્થ્યનો ઉપયોગ

કરે સમર્થ અસામર્થ્યને મદદ

વધારે આબાદી બરબાદીનું કારણ

આબાદી વહેંચો કરો સમર્પણ

જો માનવમાં આવે સમજણ

ધરતી પર ઉતરે સુખ સ્વર્ગ

             ક્યાં છે

ક્યાં છે ક્યાં છે બતાવ

કૂતુહલ બાળપણનું પૂછે

સંદેહ યુવાનીનો પૂછે

મુમુક્ષત્તવ પ્રોઢતાએ જાગે 

ભેટ્યા ગુરુ મુમુક્ષુ પૂછે

ચિંધ્યો માર્ગ અનુસર્યો માર્ગે

માતા પિતા ગુરુમાં જીવંત ભ્ગવાન