માનવ મર્યાદામાં ના રહે
અધર્મ હિંસા અત્યાચાર આચરે
પૃથિવી બિચારી ધૃજે પાપાચારે
ભગવાન વિષ્ણુ શેષ શય્યા પરથી જાગે
પ્રલય કાળ મનવંતરનો અંત લાવે ૧
સપ્તૠષિઓ આવ્યા દ્વારે અંતિમ દર્શને
વિષ્ણુ ભગવાન પ્રસન્ન વદને
વેદોના રક્ષણ કાજે આશીર્વચન અર્પે
સપ્તૠષિઓ વિદાય લે નત મસ્તકે ૨
સ્વાર્થી ઇન્દ્ર,દેવતાઓ યાચના સ્વરક્ષણની કરે
અધર્મ આવી વિલાસી ઇન્દ્રને પાપાચાર યાદ કરાવે
સાક્ષી પ્રભુ બે પાપીઓના વાદ વિવાદ જોયા કરે
અંતે સમજાવ્યા પ્રલય કાળે સર્વ નાશ થઇ રહે ૩
દેવર્ષિ નારદ ચિંતીત મને આવી પ્રશ્ન કરે
પ્રભુ દૈત્ય દાનવો પાસેથી વેદોની કોણ રક્ષા કરે?
પ્રભુ દેવર્ષિ નારદની શંકાનુ સમાધાન કરે
યુગે યુગે ભિન્ન અવતાર ધારણ કરી
આવીશ સત્ય ધર્મના ઉત્થાન અર્થે ૪
આજે જન્માષ્ટમીની સુ પ્રભાતે
વિચારુ ઠેર ઠેર આંતકવાદીઓ કાં જન્મે!
દૈત્ય દાનવો કરતા પણ વિકરાળ ભાસે
કંઇક નિર્દોષી સત કર્મીઓના પ્રાણ હરે ૫
તું શું હજુ શેષ શય્યાપરથી નહિ જાગે!!
તે ગીતામાં કહ્યુ
ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે
આજ પાર્થુ હું, શેષ શય્યા તુ છોડે
અવતરે કળિયુગના વાસુદેવ દેવકી ગૃહે ૬