જ્ઞાનનો દીપક હજુ ન પ્રજ્વલિત થયો

જીંદગી આખી પ્રયત્નો કરતો રહ્યો

ભક્તિ પાત્ર હાથે ધરી કથા સુણતો રહ્યો

વૈરાગ્ય રૂપી તેલની ખામી જણાય

તેલપૂરી દીપક પ્રજ્વલિત થયો જ્યારે

લોભ મોહ વાસના તણા પવન ફુંકાયા ભારે

દીપક ડગમગે સ્થિર ન રહેતો સદાય

ડગમગતા દીપકને સ્થિર થવા સદાય

ગુરુ રૂપી ચીમનીનુ ઢાંકણ મળ્યુ જ્યારે

જ્ઞાન રૂપી દીપક સ્થિર થયો ત્યારે