ghatan

ઘટના તો આવે ને જાય

કોઇના મન આનંદિત થાય

તો કોઇના મન થાય વ્યથિત

ઘટના તો ઘટના જ રહી.

કોઇ દ્વારે લગ્નની શરણાઇ વાગી

યુગલ જઇ રહ્યુ સંસાર યાત્રા પ્રારંભે

તો કોઇ દ્વારેથી ઉઠી નનામી

ડાઘુ પોંહચાડી રહ્યા અંતિમ યાત્રાએ

ઘટના તો ઘટના જ રહી.

કોઇ સ્થળૅ થય રહ્યા બોંબ ભડાકા

કોઇ સ્થળૅ આતશબાજીના ધડાકા

કોઇ સ્થળૅ ચિતા ભડભડ બળૅ

તો કોઇ સ્થળૅ દિવાળી ઝગમગે

ઘટના તો ઘટના જ રહી.

ઘટના તુ ક્ષ્ણૅ ક્ષ્ણે બદલતી રહે

સાથે મન ચંચળ યાત્રા કરતુ રહે

પળમા પહોંચે કાશ્મીરની સીમાએ

તો પળમા પહોંચે અફ્ઘાનિસ્તાન ઇરાકે

ઘટના તો ઘટના જ રહી.

રે મન તુ કરે પણ શું?

વ્યથિત થાય કે આનંદિત!

ઘટના ન બદલી શકે

ઘટના તો ઘટના જ રહી.