

આવ્યો ફાગણ વસંતના એલાન થયા
હોળી આવી વસંતની વધાઇ લાવી
અબિલ ગુલાલ ઉડ્યા
વસંત આવી વસંત આવી
બાળકો પ્રાંગણમાં ખેલે કુદે
નાચે ગાય ઝુમે વસંત વધાવે
વસંત આવી વસંત આવી
આદિત્યનો કુમળો તડકો
ઠુંઠા વૃક્ષો હર્ષે ડોલે વધાવે
વસંત આવી વસંત આવી
ઘોસણા કેલેન્ડરના પાને કરી
સ્પ્રીંગ શરુ થઇ,નાચો ગાઓ
વસંત આવી વસંત આવી
ક્યારેક
હિમ વર્ષા ની ઝરમર
દિસે અબિલ છાંટણા
વસંત આવી વસંત આવી
કુંપળો જોઇ વૃક્ષો હરખાઇ
વસંતના એંધાણ નિહાળી
વસંત આવી વસંત આવી
કલરવ પક્ષીઓના સંભળાય
તણખલા વિણતા માળા બંધાય
વસંત આવી વસંત આવી
બતકોની હાર મહાલે માર્ગે
ટ્રાફિક ક્ષણિક સ્થગિત કરી
વસંત આવી વસંત આવી
કાળજાનો કટકો વિદાય લે આજે
મા બાપના શ્વાસોશ્વાસ સમ દિકરી
છોડી સુવાસ લે વિદાય લાડલી
જેના નેત્રો થયા નથી કદી ભીના
ચોધાર આંસુઓ જોયા પપ્પાના
દિકરી અશ્રુઓ લુછે પિતાના
આપે આશ્વાસન માતાપિતાને
હું નથી જોજન દુર સાસરે
હું છું ફક્ત ફોન કોલ અવે
મા તું ધ્યાન રાખજે પપ્પાનું
કદી ન કહીશ સિગારેટ ચા છોડવાનું
ટૅનસન ના વધારતી પપ્પાનું
મા તે આપી શિખામણ મને
પાલન કરીશ સ્વસુર ગૃહે
આનંદ પામીશ તું મુજ વર્તને
માતા પિતાના બાહુમાં દિકરી આજે
ભીંજાય ગંગા જમના અશ્રૃ ધારે
ધૈર્ય વચન પરસ્પરને આપે
પિતાએ ધુમ્ર્પાનને આપી વિદાય
એસ ટ્રે ગઇ ટ્રેસકેનમાં ફેંકાય
માના મૌન અશ્રૃ પિતાને સમજાય
ખાવો પીવો જીવો નથી ધ્યેય
માનવ દેહ બુધ્ધિમાન અમૂલ્ય
સક્રિય બનો સક્રિય બનો
સજ્જનતાએ શું વળશે?
દુર્જનોના માર્ગ મોકળા થશે!
સક્રિય બનો સક્રિય બનો
ભાગો નહિ પણ જાગો
સજ્જનતાની સુવાસ ફેલાવો
સક્રિય બનો સક્રિય બનો
નિષ્ક્રિયતાએ વિનાશ નિશ્ચિંત
સક્રિયતા જગાડે સુતેલ સમાજ
સક્રિય બનો સક્રિય બનો
યા હોમ કરીને ઉઠો જાગો
કદમ બઢાવો સફળ થાશો
સક્રિય બનો સક્રિય બનો
જીવન યથાર્થ જીવી જાણૉ
સમાજના માર્ગ દર્શક બનો
સક્રિય બનો સક્રિય બનો
મનુષ્ય પરાધીન પરિસ્થિતિએ
જય વિજયે પ્રસન્ન થયો
પરિસ્થિતિ બદલાય પરાજય મળ્યો
પરવશ પામરની પ્રસન્નતા હણાય ૧
કુદરત પ્રભાવે પરવશ માનવ
પ્રસન્ન થાય વસંત વર્ષા આગમને
ગ્રીષ્મ ઋતુના બળબળતા મધ્યાને
પરવશ પામરની પ્રસન્નતા હણાય ૨
વ્યક્તિ વ્યક્તિત્વના પ્રભાવે પરવશ
પડે વાક્ચાતુર્યના પ્રભાવમાં
પ્રભાવિત બાહ્ય અહમ આડંબરમાં
પરવશ પામરની પ્રસન્નતા હણાય ૩
રહીશ નિજ સ્વભાવમાં સ્થિર
આવકારિશ પ્રભાવને આપી આદર
સુખ દુઃખને સમાન આવકાર
પ્રસન્નતા નિરંતર પરવશતા હણાય ૪
અહિંસક બન્યો હથિયાર તજ્યા
ધૃણા ક્રોધ દ્વેષ ઘમંડ મનમાં રહ્યા
ઓર્ડર થયો પોલીસે ગોળીબાર કર્યો
લઇ પણ અહિંસાનું અહિંસકે જાન ગુમાવ્યો
ઉપરી કે પોલીસ કોણ હિંસક ઠર્યો
ખુદ અહિંસક મનના મેલે હિંસક ગણાયો!
હિંસા અહિંસાનો નાજુક ભેદ ના કળાયો!………………………………૧
સારથી બની ઉપદેશ અર્જુનને કૃષ્ણે આપ્યો
હિંસા સગા વહાલા કોઇની નથી તું કરતો
છોડી કર્તૃત્તવ ભોકતુત્ત્વ ભાવ ,ધર્મ અનુસર તારો
ધૃણા અહંકાર છોડી,નિસ્પૃહ સ્થિતપ્રજ્ઞ યોગી બન્યો
અર્જુન લડ્યો મહાભારત યુધ્ધ વિજયી બન્યો
ધર્મ રક્ષણ કાજે વિનાશ જરુરી અધર્મીયોનો
હિંસા અહિંસાનો ભેદ ગીતા ઉપદેશે ઉકેલ્યો ……………………………૨
સત્યાગ્રહ સાધન એક અમોઘ
તોપ બંદુકનો ડર ન કોઇ
આત્મબળ પગદંડીને સહારે
સ્વરાજ પ્રાપ્તિ બસ એક સાધને ૧
કર્યું સાધ્ય સિદ્ધ બાપુએ
પ્રોઢ અવસ્થાએ સ્વરાજ આજે
ભારત બુદ્ધિ નાઠી સાઠે
સનાતન ધર્મ નીતિના ભોગે ૨
કરી પ્રગતિ અધિક વિજ્ઞાને
વધ્યા ઉદ્યોગો સિદ્ધાંતોના મૂલ્યે
ભ્ર્ષ્ટાચાર ખુશામતના જય જયકારે
પાંખંડી ઘમંડી ઠેર ઠેર પૂજાય ૩
નિજ શાસન સ્વરાજ આત્મઘાતક અસહ્ય
બાપુ સરદાર જોઇ જોઇ મુંઝાય
મા ભારતીની અસ્મિતા ઘવાય
ભૂલ્યા ભારતીય સત્ય સાધન અમોઘ ૪
બની કુમતિની સંગી વાણી
મંથરા દાસીની જીભે ચડી
કાચા કાનની કૈકેયી ભરમાઈ
કુમતિ દાસીનો સંગ કરી
બની કુમતિની સંગી વાણી ૧
મંથરા કુબડી યુક્તિ ક્રરી
કરાવી યાદ બે વરની
વર્ષો પુરાણી વાત ઉખેડી
બની કુમતિની સંગી વાણી ૨
પધાર્યા નૃપ માનિતીને મહેલે
માનીતિ રિસાઇ મુખ મરોડે
શૄંગાર ફેંકી ભુમી ગ્રસ્ત ક્રોધે
બની કુમતિની સંગી વાણી ૩
નૃપ યત્નો મનાવા કરે
માનિતી વચનો યાદ કરાવે
નૃપ યત્નો વ્યર્થ ઠરે
બની કુમતિની સંગી વાણી ૪
હઠાગ્રહી માનિતી ના સમજે
નૃપ રઘુકુલ રિતી અનુસરે
પુર્ણ વચને પ્રાણ ત્યાગે
બની કુમતિની સંગી વાણી ૫
વાણી શું નું શું શકે કરી
બુધ્ધિમાન કૈકેયીના હ્રદયે વસી
વિપત્તિના વાદળો લાવી
અયોધ્યા નગરી ધ્રુસકે ચડી
મા સરસ્વતી દ્રવી ઉઠી
બની કુમતિની સંગી વાણી ૬
જન્મ સાથે જ જીવ શોધે સહારો
નવજાત શિશુને માની ગોદ સહારો
બેસતા ઉઠતા ખાતાપિતા શોધે સહારો
બાળપણ વિતે લઇ રમકડાનો સહારો
કૌમાર અવસ્થા મિત્રો શિક્ષકોનો સહારો
જન્મ સાથે જ જીવ શોધે સહારો ૧
યુવાનીમાં પતિ -પત્નીનો સહારો
સંસાર વધ્યો એકમેકનો સહારો
મિત્રો સંબંધીઓનો વધે સહારો
પૈસા પ્રતિષ્ઠા માનનો સહારો
જન્મ સાથે જ જીવ શોધે સહારો ૨
જીવન સંધ્યાએ છુટ્યો સહારો
પતિ- પત્ની એકમેકને જોઇ રહ્યા
હસ્તા ચાલ્યા બાહુ એકમેકના ઝાલ્યા
સપ્તરંગી સંધ્યાના રંગો નિહાળ્યા
જન્મ સાથે જ જીવ શોધે સહારો ૩
મૌન અધરો ભેગા થયા
હસતા નયનો બોલી ઉઠ્યા
કદમ મિલાવી સાથ જીવીશું
લઇ સપ્તરંગી યાદોનો સહારો
જન્મ સાથે જ જીવ શોધે સહારો ૪
ભવસાગરે ભટક્યો ભુલ્યો
સાચો માર્ગ ચીંધી દોર્યો
ૐ ગુરુવે નમઃ નમો નમો …૨
વ્યવહારે કરી ભુલો જ્યારે
રાહ ચીંધી દોર્યો ત્યારે
ૐ ગુરુવે નમઃ નમો નમો…..૨
વ્યથિત મન દુઃખથી ભારે
તુજ શરણે સુખ શાંતિ પામે
ૐ ગુરુવે નમઃ નમો નમો…..૨
ફરિયાદ કરી જ્યારે જ્યારે
સુણે કાન દઇ તું ત્યારે
ૐ ગુરુવે નમઃ નમો નમો….૨
તુજ ઉપકાર શીરે ધરુ
ચીંધેલ માર્ગે કદમ ભરુ
મુક્ત બનુ પરમને પામુ
ૐ ગુરુવે નમઃ નમો નમો…..૨
મધરાતે ન્યુયોર્ક સીટીમાં માનવ મેળો
ટાઇમ સ્કેવરના મેદાને ઉમટ્યો
જોવાને રંગબેરંગી પ્રિઝમ દડો
મદ મસ્તર મોહ માયા ભરેલો ૧
દડા ભણી દૃષ્ટિ સહુની ઉંચે
૧૨ના ડંકે દડો પડે નીચે
ઉપરથી દૃષ્ટિ વળી નીચે ૨
દડા અહંકારના ભારીને
નમાવી દૃષ્ટિ નમસ્કાર કરીને
પુષ્પ સમ પ્રફુલ્લિત હળવા મને ૩
ધરી નવલ પ્રભાતની પ્રતિજ્ઞા
ફરી ન ઉઠાવું અહંકારના દડા
ભુલી વેર ઝેરની વ્યથા ૪
બ્રહ્માંડનો ભાર લઇ ના ફરુ
બસ પ્રેમના ઝરણા વહેતા કરુ
વિશ્વભરમાં પ્રેમની હેરાફેરી કરુ ૫
ક્રિસમસ પૂર્વ સંધ્યા આવી
બાળકોના મન ઉઠ્યા નાચી
સાન્તા કરશે સૌની ઇચ્છા પુરી
બાળકો એકમેકને રહ્યા પુછી
જોન બોલે મેં માંગ્યુ ડી એસ આઇ
તો પોલ કુદ્યો મેં માંગી રમત વાઇની
નાચતી કુદતી બોલી નાની મેરી
સાન્તા કરશે માંગ મારી પુરી
રેનડીયરની પહોંચશે ગાડી
અફઘાનિસ્તાન જલ્દી
સાન્તા બેસાડી લાવશે મારા ડેડી
સાંભળી માતા નિર્દોષ વાણી
હ્રુદયે દબાવી અશ્રુ ધોધ ભારી
જરુર કરશે માંગ તારી પુરી
દુનિયાભરમાં ભય પસરાયો ચારેકોર
ભયગ્રસ્ત સમાજ સ્વરક્ષણ કાજ
રાખે ગૃહે ગજવામાં હથિયાર ……………………..૧
યુવાન શોધી રહ્યો ખોવાયેલ સ્વાન
ગૃહ ફળીમાં રાત્રિએ સાંભળી સંચાર
ભયગ્રસ્ત મન ના કરે વિચાર …………………………૨
દુર ઉપયોગ શક્તિનો કરવા પ્રેરાય
અંગુલી ધરી પિસ્તોલની ટ્રિગર પર
છુટી ગોળી વિંધાયુ નિર્દોષ હ્રદય ………………………….૩
ભય માનવીનો મોટો વિકાર
દૃષ્ટતા ભરી દે ભરપુર
હરિ લે નિર્દોષના પ્રાણ ……………………………..૪
પણ!!
સહિ લે આંતકવાદના અત્યાચાર
મિનિસ્ટરો ઉપરી સિઇઓના ભ્રષ્ટાચાર
પ્રભુ પ્રાર્થુ પધાર પૃથ્વી પર
ઉગાર પિડીતોને ધરી અવતાર ……………………..૫
લાગણી વધુ સંબંધો વધે
ડાયરીમાં તારિખો ભરાતી રહે
આજે જવાનું જન્મદિને
તો કાલે વળી લગ્ન દિને
વ્યાપાર સંબંધોથી વધે
વર્ષમાં એક દિવસ ન મળે
બંધનોના વમળમાં ફસાતો રહે
પ્રભુને યાદ કરવાનું ભુલે
અંત કાળે સંબંધી ન હોય પાસે
શુષ્ક સબંધો વ્યર્થ ભાસે
સંબંધો ભરેલ મુઠ્ઠી હ્રુદયે
આવ્યો બંધ મુઠ્ઠીએ
જાવ છું ખુલ્લે હસ્તે