Tue 23 Nov 2010
ગણેશ બન્યા ગજાનન
Filed under: સ્વરચના — indirashah @ 4:48 pm

પા

પાર્વતીના સ્નાન ગૃહમાં શિવ પ્રવેષ

શિવ ગણો રોકી શકે ન મહેશ

પાર્વતી સર્વ શક્તિમાન સગુણ

કરે ઉતપન્ન સ્વ શરિરના કણકણે

સ્વ રક્ષા અર્થે ખુદનો એક  ગણ 

વિવિધ લક્ષણોથી ભરપુર વિલક્ષણ

નામ આપ્યુ ગણોમાં સર્વશ્રેષ્ઠ ગણેશ

માતાને આપે પુત્ર ગણેશ વચન

રાત દિન કરીશ માનુ રક્ષ્ણ

શિવ ખુદ શક્તિમાન પુત્રથી અજાણ

હું છુ વિઘ્નેશ્વર ગૌરી સૂતાય ગણેશ

ઓળખ આપે ઉત્તંડ હસ્તે શક્તિમાન દંડ

શિવ કરે ના પ્રહાર કરી ગયા પ્રયાણ

કોપાયમાન શિવ પાઠવે ખુદના ગણ

શક્તિમાન દંડ પ્રહારે ઘાયલ થાય ગણ

ઉત્તંડ ગણેશ કરે પરાજિત બ્ર્હ્મા વિષ્ણુ દેવ ગણ

ક્રોધિત થયા ઋદ્ર હસ્તેથી છુટ્યુ ત્રિશૂલ

છેદાયુ મસ્તક ભૂમિ ગ્રસ્ત થયા ગણેશ

મા અંબિકા ધરે સ્વરૂપ વિકરાળ

નવ દુર્ગા સ્વરૂપ થાય દૃષ્ટિમાન

બ્રહ્મા વિષ્ણુ કાર્તિકેય દેવો નારદ

મળી સૌ સાથ ગાય સ્તુતિ મહાન

ન આપી શક્યા ગણેશને કોઇ પ્રાણ

કરે વિનંતિ મહાદેવને આપો મસ્તક ગણેશમાં પુરો પ્રાણ

મહાદેવ કરે વિનંતિ આપ વિષ્ણુ નારાયણ

પ્રથમ પ્રાણી જે મળે દિશા દક્ષિણે

લાવો મુકો મસ્તક ધડ પર ગણેશના

શાપિત ઐરાવત કરી રહેલ છે ભ્રમણ

આ કેવુ છે લેખિત વિધિનુ વિધાન

વિષ્ણુ હસ્તે કરાવે મહાદેવ બે કામ

મળૅ મુક્તિ શાપિત ઐરાવતને હરિ હાથ

મળે મસ્તક ગણેશને મહાદેવ અર્પે પ્રાણ

વિષ્ણુ મહાદેવ કૃપાએ ગણેશ બની ગયા ગજાનન

 

Comments Off on ગણેશ બન્યા ગજાનન
Thu 11 Nov 2010
અર્જુન વિષાદ
Filed under: સ્વરચના — indirashah @ 1:32 pm

યોગી કરે કંટ્રોલ ઇન્દ્રિયોનો

અર્જુન જીતેન્દ્રિય મહાન

કેન્દ્રિત કરે લક્ષ્ય પર બાણ

કુરુક્ષેત્રે સ્વજનો જોઇ ધૃજ્યો

ગાંડીવ હસ્તેથી સરક્યુ

મન વિષાદે સપડાયું

પિડીત મન દ્વિધામાં પડ્યુ

સેંકડૉ પ્રશ્ને બુદ્ધિ સપડાઈ

કૃષ્ણ અર્જુન સંવાદ સર્જાય

કર્મ ભક્તિ જ્ઞાન સંગમ થાય

મન બુદ્ધિ અહંકાર ઓગળે

દુનિયાને ગીતા ઉપદેશ મળે

બન્યો અર્જુન વિષાદ કારણ

રચાયો ગીતા ગ્રંથ મહાન

 

 

 

 

Comments (1)
Tue 9 Nov 2010
પ્રેરણા
Filed under: સ્વરચના — indirashah @ 2:33 pm

વનમાં ઉઠ્યો દાહ દાવાનળ

પશુ પક્ષી દાહે મચ્યો કોલાહલ

વનરાજની ઉઠી ત્રાડ વિકરાળ

ધૃજી ઉઠ્યા સૌ  નિર્બળ સબળ                વનમાં ઉઠ્યો દાહ દાવાનળ             ૧

દોડંદોડ ઉડંઉડ ભાગંભાગ

ના સુજે બચવાને માર્ગ

સાણી ચકલી ભરી ચાંચે જળ

ઠાલવે બુજાવવાને આગ                     વનમાં ઉઠ્યો દાહ……………….૨

ઉડાવી રહ્યા હસી સહુ

મુર્ખ ચકલી જાણે શું?

ચાંચમાં પાણી બુંદ સમુ

ભયંકર આગ બુજે શું?              વનમાં ઉઠ્યો દાહ………….૩

હાથીઓના ઝુંડ જોઇ રહ્યા

સાણા સેંકડો જળાશયે પહોંચ્યા

સુંઢ ભરી ભરી જળ ઠાલવ્યા

સૌ પશુ પક્ષી સંગઠીત થયા           વનમાં ઉઠ્યો દાહ……………૪

જળાશય ઠાલવે સૌ દાવાનળૅ

અગ્ની જ્વાળા બની રહી શીતળ

વરુણદેવ આશ્ચર્ય પામી નિહાળે

  જળાસય ઠલવાયુ દાવાનળે         વનમાં ઉઠ્યો દાહ…………૫

સૌ દેવો પામ્યા આશ્ચર્ય

નાની ચકલીનુ કર્તવ્ય

પ્રેરણા બન્યુ બચાવ્યુ વન

  સૌ જીવો મળી કરે ચકલીનુ માન            વનમાં ઉઠ્યો દાહ……………૬

માનવ જાત પ્રેરણા લેશૅ

સંગઠીત બની જાગી ઉઠશે

આંતક્વાદ દાવાનળ શાંત થશે

નાદ શાંતિ સહકારના ગુંજશે               વનમાં ઉઠ્યો દાહ………….૭ 

 

Comments (2)
Wed 27 Oct 2010
રામ નામ ભજન સ્વરચના
Filed under: સ્વરચના — indirashah @ 10:34 am

 

મન તું કાં ન ભજે હજુ રામ નામ

રામ નામ બસ એક આધાર …….મન તું 

લખ્યા રામ નામ પથ્થર પર

ન જાણે બીજુ કંઇ ભોળા બંદર

પહાડ સમા અતિ ભારી પથ્થર

ફુલ બની તરી રહ્યા સમુદ્ર પર ……મન તું કાં ન ભજે હજુ રામ નામ

ન માને કૌતક ખુદની નજર

ફેંકી રહ્યા ખુદ ઉપાડી પથ્થર

સમુદ્રે ડુબાડ્યા ખુદના પથ્થર

તરી રહ્યા છે ખુદ નામ પથ્થર……મન તું કાં ન ભજે

ખુદ રામ ન જાણે ખુદ નામ મહિમા

ભક્ત હનુમાન જાણે મહિમા અપાર

પ્રભુ જે છોડે તુજ કમંડળ કર

દુઃખી પિડીત ડુબે ભવસાગરે

રામ નામ બસ એક આધાર……મન તું કાં ન ભજે હજુ રામ નામ

           ધુન

બોલો રામ રામ રામ જય જય રામ રામ….. 

Comments (4)
Sat 23 Oct 2010
શરદ પૂનમ
Filed under: સ્વરચના — indirashah @ 9:46 pm

શરદ પૂનમની રાત આવી આસો માસે

આશાભર્યા સહુ નરનારી માણે રમઝટ રાસે

પૂર્ણ ચંદ્ર કિરણોની શિતળતા સહુ માણે

ધરણીને ભેટી ભાદરવાની ઉષ્ણતા ભગાડે

ચાંદનીના ચંદરવા હેઠ્ળ દૂધ પૌવા પૌષ્ટિક બને

અમૃત દૂધ પૌવાનુ સૌ સાથે મળી પાન કરે

કૃષ્ણૅ રચ્યો દ્વાપર યુગે મહા રાસ

વૃંદાવનમાં ગોપીઓ સંગે રમી રાસ

રાસ રમતા ગોપી ચિત્તે આવે અહંકાર

મધ્યે રચી લીલા કર્યા શુદ્ધ અંતકરણ

બની ગોપી શુદ્ધ સાત્વિક પ્રેમે ભરપૂર

કોજાગિરી પૂનમ તરીખે ઓળખાઇ પૂર્વ ખંડે

ગૃહિણી કોજાગિરી વ્રત ધારણ કરે

રચે અલ્પના સુંદર ગૃહ આંગણે

કરે લક્ષ્મી પૂજન કરવા દેવીને પ્રસન્ન

પશ્ચિમે થાય ચંદ્ર દેવ કૌમુદિનું પૂજન

ઉત્તરે મનાવે ખેડૂતો નવાન્ના પૂનમ નામે

મહોત્સવ ઉજવે મબલખ પાક લણે

ત્રેતા યુગમાં શુદ્ર ગૃહે જન્મે બાળક

વાલિયો બન્યો વાલ્મિકી ઋષિ મહાન

સર્વ શ્રેષ્ઠ પૂનમ તુ ભલે બારમો ક્ર્માંક

 

 

 

 

Comments (1)
Mon 4 Oct 2010
પાનખર
Filed under: સ્વરચના — indirashah @ 4:25 pm

 

 

સુ પ્રભાતે ઉઠી હવાની સ્પર્શી લહરી

કાનમાં ગણગણી પાનખર આવી રહી

નજર ગઇ ઉંચે વૃક્ષો ભ્ણી

શાખાઓ ઝુકી રહી વૃક્ષો તણી

પીળા પત્રોથી જાણે શરમાઇ રહી                         ૧

તો ડોલે લહેરાય અભિમાન કરી

આહા જુઓ શોભા સુંદર મારી

લાલ સોનેરી ખાખી વસ્ત્રો તણી

દીસે તું પીળી રક્ત વિહીન નારી                                   ૨

ત્યાં આવ્યો સપાટો હવાનો ભારી

ખાખી લાલ વસ્ત્રો રહ્યા ઉડી

સાચવું મારા સોનેરી વસ્ત્રો કેમ કરી

હવા તું જાને ઘડીક થંભી                                                      ૩

હવાએ લીધુ માની ગઇ થીજી

સોનેરી પર્ણૉ થાય લાલ ખાખી

પાડૉશી વૄક્ષ ભણી નજર કરી

પીળા વસ્ત્રો ગયા છે કરમાઇ                                                               ૪

સપાટો સુસવતો આવ્યો ભારી

હવાએ ઓઢી લીધી ઑઢણી

ખાખી લાલ પીળા વસ્ત્રો તણી 

શાખાઓ બિચારી શરમાઇ ઝુકી                                                         ૫

લીલી છમ માતા દીશે સુકી રુડી

માતા પુત્ર પુત્રીઓ સહુ મળી

વધાવે કરામત કુદરત તણી

ન નડૅ પાનખર માતાને કદી                                                                    ૬

 

 

 

 

 

 

Comments (3)
Fri 24 Sep 2010
પ્રેમની પરિભાષા
Filed under: સ્વરચના — indirashah @ 8:29 pm

આજે પ્રેમ કેવો

સ્વાર્થનો સગો

સ્વાર્થી પ્રેમમા પડ્યા

સ્વાર્થ સાધે તે પ્રેમ કેવો?

પ્રેમની પરિભાષા શોધુ                                            ૧

પ્રેમમા આવે ભરતી

તો કદિ આવે ઓટ

માત્રા વધતી ઘટતી

અરે પ્રેમના હોઇ માપ તોલ?

પ્રેમની પરિભાષા શોધુ                                                                ૨

ચાહુ ગુણ કીર્તિ પદ ધન

લોલુપતા પડાવવાની એક દિન

ટક્યા નહિ ગુણ પદ કીર્તિ ધન

પ્રેમ ક્ષણમા થયો વિલીન!!!

પ્રેમની પરિભાષા શોધુ                                                    ૩

        પ્રેમ

સૌ ચેતન હૈયે એક સરખો

નિરંતર પશુ પક્ષી માનવમા વહેતો

ઉસ્તુક્તાથી સહજ ભાવે પ્રગટતો

અશ્રુ ધારામા વહેતો

પ્રેમ સભર હાસ્ય શક્તિથી લુછાતો

પ્રાપ્ત થાય પ્રેમની પરિભાષા.                                                             ૪

 

Comments (2)
Sun 15 Aug 2010
સ્વતંત્રતા
Filed under: સ્વરચના — indirashah @ 10:20 am

 

 કંઇક શહીદોના ભોગ લઇ સ્વતંત્રતા તો મળી ગઇ

તે શું કર્યુ?

 સ્વતંત્ર ભારતની શાન વધારી?

 ભુલ્યો તુ! પરદેશી કાપડની હોળી!

ટેરીકોટન નાયલોનની ફેક્ટરીઓ થઇ ધબકતી

ખાદી થઇ ખાદીભંડારની ભીંતે લટકતી

તે શું કર્યુ?

સ્વતંત્ર ભારતની શાન વધારી?

પહેરતા થયા જીન ટી શર્ટ જરસી

સ્ત્રી, સમાન હક્કો ગયા મળી

તે શું કર્યુ?

 સ્વતંત્ર ભારતની શાન વધારી?

ભુલી તુ! કસ્તુરબા સરોજીની કમળા

જીન ટી શર્ટ શોર્ટ મીનીસ્કર્ટમા મહાલતી થઇ

કીટી પાર્ટીઓ કરતી થઇ

તે શું કર્યુ?

સ્વતંત્ર ભારતની શાન વધારી?

દીકરા દીકરી કોલેજ સ્કુલોમાં

પારદર્શક વસ્ત્રોમાં મહાલે

પશ્ચિમના અનુકરણે

સ્વતંત્રતા સ્વછંદતા બની!!

સ્વછંદતાના ફંદામા ફસાઇ

મા ભારતી અશ્રુ સારતી

આજ ત્રિરંગાને મસ્તક ઝુકાવી

          પ્રતિજ્ઞા લીધી

ન ભુલુ ભારતીય અસ્મિતા

કરોડો હ્રદય પુકારી ઉઠ્યા

          જાગો ઉઠો

ન બનીએ પશ્ચિમી હવાએ પાંગળા

સ્થાપિત કરીએ કાશી નાલંદા તક્ષશીલા

 

 

  

Comments (2)
Mon 24 May 2010
આસક્તિ
Filed under: સ્વરચના — indirashah @ 10:39 am

આસક્તિ બને ઉપદ્ર્વ બન્ને પક્ષે

આસક્ત પોતા પર 

જેના પ્રત્યે છૅ તેના પર       ૧

ધન પ્રત્યેની આસક્તિ

પૂરે લક્ષ્મી દેવીને તિજોરીયે

આસક્તની નિદ્રા હરાય

લક્ષ્મી દેવી જેલમાં મુંઝાય            ૨

એક દિવસ તિજોરીનો કોડ

જાણી જાય ઘરની મેડ

તિજોરી તૂટે મુંઝાયેલ લક્ષ્મી

દુનિયામાં અયોગ્ય રસ્તે વેડફાય        ૩

આસક્તિ સંતાનો પ્રત્યે

મા બાપની ફિકર બની જાય

ડાયાબિટીસ બ્લડ્પ્રેસર કરે પ્રવેષ

સંતાનો નો રૂંધાય વિકાષ                  ૪

શાળા પૂર્ણ કરી વિદ્યાલયે જાય

સંપૂર્ણ સ્વતંત્રતા મળી જાય

વ્યસનોના ભોગ બની જાય

આસક્તિયે આપ્યુ પુષ્તક્યુ જ્ઞાન

ન કરાવ્યુ દુનિયાનુ ભાન                      ૫

તેથી પડી કહેવત દુનિયામાં

ભીતી વગરની પ્રિતી જાય વેડફાય          ૬

 

 

 

Comments (3)
Tue 11 May 2010
નિરાશા-આશા ૦૫/૧૧/૧૦
Filed under: સ્વરચના — indirashah @ 11:49 am

નિરાશા લાવે મનમા વિષાદ

હરિ લે જીવતરનો સ્વાદ

નિરાશાનો છે રોગ ભયાનક

          પણ જો આવે

આશાની ઘડી બે ઘડીની ઝલક

           પછી તો

સંઘર્ષ વચ્ચે પણ સ્મિત મુર્ઝાય નહિ

રણ્મેદાનમાં પણ ગીત મુર્ઝાય નહિ

એવી આશા સંગે જે જીવી જાણે

વિપત્તિ આપત્તિનો સરળ માર્ગ જાણે

        

Comments (1)
Tue 20 Apr 2010
વસત ૧૧ માર્ચ ૨૦૧૦
Filed under: સ્વરચના — indirashah @ 2:24 pm

વસંત આવી વસંત આવી
કોયલના ટહુકારે
કાબરના કીલકીલાટે
ચકલીના ચીંચીયારે
સાંભળ્યુ શુ પ્ર્ભાતે કર્ણૅ
વસંત આવી વસંત આવી ૧
ઝાડોની કુમળી કુંપળો લહેરાતી
વસંતના વાયરે મુસ્કાતી
ધરતી લીલીછમ થાતી
વસંતની ઝરમર ઝાકળ જીલતી
વસંત આવી વસંત આવી                ૨

સરવર કાંઠે બતક બતકી ટહેલે

વસંતની લહેરો ને માણે

ખીસકોલી દોડંદોડ કરે

હરખાતી ખેલે પકડા પકડી

વસંત આવી વસંત આવી                        ૩

ગુલાબની કળીઓ મુસ્કાતી

પતંગીયા ખુસ્બુને ખોળે

વસંતના આગમને સૃષ્ટિ સારી હરખાતી

વસંત આવી વસંત આવી                       ૪

                     

 

Comments Off on વસત ૧૧ માર્ચ ૨૦૧૦
Tue 20 Apr 2010
પુત્રી રત્ન ( મારે બે પુત્રીઓ છે જે મારે મન રત્ન સમાન છે) ૦૪/૨૦/૧૦
Filed under: સ્વરચના — indirashah @ 1:55 pm

છેડા છેડીની ગાંઠ બંધાણી સ્નેહ તણી

શેરડીની ગાંઠ રસ વિહોણી

છેડા છેડીની ગાંઠ સ્નેહ ઝરતી

ગાંઠ બંધાણી અગ્નિની સાક્ષીઍ

છોડાણી સાસરીએ ગણેષ સ્થાપને

પ્રેમ રસ વેહતો થયો

કરી રહ્યો તરબોળ

સાસરીનો ખુણેખુણો

ને લાવ્યો સાસરીંમા

સુગંધ ને સ્વાદ

કોઇને ન રહી કદી ફ્રરીયાદ

આ અવિરત રસના મીઠા ફળ

દાંપત્ય જીવન થાય સફળ

સાસરીમા સહુ પામે સંતોષ

સંસારમા સહુને થાય અહેસાષ

માતા પિતા જાણે આ વાત

પામે અધિક મનમા સંતોષ

પિયરીયા સહુ લે ગૌરવ

માતા પિતાનો વર્ષે અહોભાવ

પરમ કૃપાળુ પર્માત્મા પર 

Comments Off on પુત્રી રત્ન ( મારે બે પુત્રીઓ છે જે મારે મન રત્ન સમાન છે) ૦૪/૨૦/૧૦
Thu 4 Mar 2010
હિમવર્ષા પછીની સવાર ૧૨/૨૦/૨૦૦૯ ફીલાડેલફિયા
Filed under: સ્વરચના — indirashah @ 12:13 pm

બારીએ થી નિહાળુ

ધરતી રુડી દીશે

સફેદ ઓઢણી ઓઢેલ

હિમવર્ષાથી થીજેલ

પાન ફૂલવિના વૃક્ષો છે સુના

ઉદાસ માને બાળકો જુએ

માતાનો શ્વેત વેષ નિહાળી

મુંઝાય મનમાં ભારી

કોના કોપથી મા થઇ બિચારી!

આભમા ઉગતો સૂર્ય નિહાળી

બોલે

અરે!.પિતા લાવ્યા રંગબેરંગી ઓઢણી

મા કાજે………

પુત્રી રહી ભીંજાય

ઉષ્ણતા પિતાની

સારી રહ્યા આંસુ આ બાળ

માતા પિતાના ઉષ્મા ભર્યા મિલને

પૂંછી રહ્યા ઠૂંઠા મેપલ વૃક્ષો

લીલીછમ હરિયાળી થશે મારી મા?

થઈશું હરિયાળા અમે ?

દાદા હ્સ્યા!

વ્હાલા પૌત્ર પૌત્રીઓ

જગતે માણ્યુ સૌન્દર્ય તમારું

હવે વારો શરૂના વૃક્ષોનો

સૌન્દર્ય માણવા તેઓના

સર્જી હિમવર્ષા તણી હેમંત ઋતુ

વસંત આવસે પછી

કોઇ નહિ જુએ શરૂના વૃક્ષો ભણી

માણસે સહુ કુમળી કુંપળો

મધુમાલતી મોગરાની સુવાસ

તમારી માતા પણ આનંદે

લીલીછમ ઓઢણી ઓઢી

આવકારશે સહુને ઉમંગે.

Comments (1)
58 queries. 0.349 seconds. Powered by Gujarati Sahitya Sarita
Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help