વિતેલા વર્ષની ઢળી સાંજ
નૂતન વર્ષનું ઊગ્યુ પ્રભાત
ઠંડી લહેર લાવી નવિન વિચાર
જૂની પૂરાણી વાતો ભૂલી
આશા ઉમંગે મન ભરી
નાના મોટા સૌ સંગાથ
કરીએ સાથ એક નિર્ધાર
સદા રહે મુખ પર મલકાટ
હાલો ઊજવીઍ સૌ સાથ દીવાળી
મીઠા મધૂરા વેણ મુખથી વેરી વેરી
ચહેરા સોહામણા સૌના મલકાવી
હાલો ઊજવીએ સૌ સાથ દીવાળી
ફૂલજડી સમ સ્મિત જરજર વરસાવી
જીલીએ હથેળી સૌ સાથ ફેલાવી
ઠાલવી ભાર, હૈયાને ફૂલડે ભરી
હાલો ઊજવીએ સૌ સાથ દીવાળી
મીઠાશ ઘારી ઘુઘરા મેસુબની
ખાટા તીખા મન માનસમાં ભરી
હાલો ઊજવીએ સૌ સાથ દીવાળી
આતમ ઊંડાણેથી અંધકાર ઊલેચી
મૂલ્યવાન હીરો શૉધી ઉઠાવી
ઝળહળતો પ્રકાશ જગમાં ફેલાવી
હાલો ઊજવીએ સૌ સાથ દીવાળી
નવ નવ રાતના નોરતા ચાંચરીયાના ચોક રે
મા ગરબે ઘૂમવા આવો રે
નવરંગી ચૂંદડીયો રૂડી દોશીડો વોહરાવે રે
મા ગરબે ઘૂમવા આવો રે
નવલખો ઘડી હાર રે મા સોનીડો ઊભો દ્વારે રે
મા ગરબે ઘૂમવા આવો રે
મણીયારા ઘડી ઘાટ નવરંગ ચૂડલીયો તુજ કાજ રે
મા ગરબે ઘૂમવા આવો રે
કડલાને કંદોરા માડી જોઇ રહ્યા તુજ વાટ રે
મા ગરબે ઘૂમવા આવો રે
ગોરણીઓ સૌ સાથ ઘૂમે છે તાળીઓના તાલે રે
મા ગરબે ઘૂમવા આવો રે
ઝાંજરીઑ છન છન રણકતી બોલીએ બોલાવે રે
મા ગરબે ઘૂમવા આવો રે
ચોખળીયાળી ચૂંદડીમાં ચમકતા તારલીયા રે
મા ગરબે ઘૂમવા આવો રે
નભનો ચાંદલીયો તારલીયા સંગે જુવે રૂડો રાસ રે
મા ગરબે ઘૂમવા આવો રે
શોધી રહી આદિ અં ત મહાસાગર દૃષ્ટિ ફેલાવુ મથુ પહોંચવા પાર ઝુકી નીચે પામવાને તુજ પેટાળ મોજા ઉછળતા વારિએ બાંધી પાળ સુંવાળી સોના રૂપા સમ તુજ રેત શાંતિ અર્પે મહાનગર જનોને સેજ રેતમાં રચી મહેલ હરખે બાળ ઊડાવે પતંગ મોટેરા માણે મોજ બીન પાષાણ રચાયા જોવ ડુંગર દૃષ્ય સઘળા દેન તુજ સર્જનહાર
I