મનુષ્ય પરાધીન પરિસ્થિતિએ
જય વિજયે પ્રસન્ન થયો
પરિસ્થિતિ બદલાય પરાજય મળ્યો
પરવશ પામરની પ્રસન્નતા હણાય ૧
કુદરત પ્રભાવે પરવશ માનવ
પ્રસન્ન થાય વસંત વર્ષા આગમને
ગ્રીષ્મ ઋતુના બળબળતા મધ્યાને
પરવશ પામરની પ્રસન્નતા હણાય ૨
વ્યક્તિ વ્યક્તિત્વના પ્રભાવે પરવશ
પડે વાક્ચાતુર્યના પ્રભાવમાં
પ્રભાવિત બાહ્ય અહમ આડંબરમાં
પરવશ પામરની પ્રસન્નતા હણાય ૩
રહીશ નિજ સ્વભાવમાં સ્થિર
આવકારિશ પ્રભાવને આપી આદર
સુખ દુઃખને સમાન આવકાર
પ્રસન્નતા નિરંતર પરવશતા હણાય ૪
“પ્રસન્નતા નિરંતર પરવશતા હણાય ”
very true. ૪
Comment by pravina Avinash — February 23, 2011 @ 2:28 pm
માણસ મૂળે જ સ્વાર્થિ પ્રાણી છે તેથી એને મનગમતું થાય ત્યાં સુધી વાંધો નથી આવતો,સુંદર ઉદાહરણ ઇન્ડિયામાં
જન્મેલાથી ત્યાં ગરમી સહન નથી થતી!!!!
Comment by himanshu patel — February 23, 2011 @ 11:49 pm
keep it up
Comment by Lata Hirani — February 23, 2011 @ 11:56 pm